Last Update : 22-September-2012, Saturday

 
દિલ્હીની વાત
 

 

=======

=========

 

===========

=========

===============

============

==========

==========

==========
મુલાયમ દ્વારા સંકટમોચન, કામચલાઉ રાહત
નવીદિલ્હી,તા.૨૧
સમાજવાદી પક્ષના ચાલાક વડા મુલાયમસિંહ યાદવે કોંગ્રેસ અને તૃણમુલ કોંગ્રેસ સત્તાવાર રીતે છૂટા પડયા એના થોડા સમય અગાઉ જ લઘુમતીમાં મૂકાઈ ગયેલી યૂપીએ સરકારને પોતે ટેકો આપશે એવી ભપકાદાર જાહેરાત કરી. જો કે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ મુલાયમસિંઘ સરકારની બાકી મુદત માટે એને ટેકો આપતા રહે એ મુદ્દે ખાતરી રાખતા હોય એમ લાગતું નથી. એમની શંકાના મૂળિયાં એમાં પડેલા છે કે મુલાયમસિંઘે યુપીએ સરકારન ટેકો આપતા રહેવાની વાત કરી એ સાથે જ એમણે એમના પ્રિય વિષય ત્રીજા મોરચાની વાત કરી અને એફડીઆઈનો વિરોધ ચાલુ રાખશે એમ કહ્યું. ગઈકાલે ભાજપપ્રેરિત બંધમાં નહિ જોડાયેલા મુલાયમે એના કારણમાં જણાવ્યું કે પોતે ભાજપને અળગો રાખવા માગે છે, પરંતુ મુલાયમ અપ્રમાણસરની સંપત્તિ બાબત સીબીઆઈ તપાસનો સામનો કરી રહ્યા હોવાનું જાણતા કોંગી નેતાઓ ખુશ દેખાતા નથી. એમને ડર છે કે મુલાયમને જ્યારે અનુકુળપરિસ્થિતિ હશે ત્યારે એ યુપીએના હોડકાને ઊંધું પાડી દેશ. કોઈ પણ કેસમાં એમને ખાતરી છે કે મુલાયમ પોતે વધુ બેઠકો જીતવા માટે આશાવાદી હોવાથી લોકસભાની ચૂંટણી વહેલી થાય એમ ઈચ્છે છે.
ઈતિહાસનું પુનરાવર્તન થયું છે, જૂના જોગીઓને સંભારો
રાજધાનીના રાજકીય વર્તુળોમાં એવી હવા છે કે ૨૦ વર્ષો પછી ઈતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છે. તેઓ એક રસપ્રદ યોગાનુયોગને પણ ટાંકી રહ્યા છે. આ યોગ આવો છે ઃ હાલના વડાપ્રધાન મનમોહનસિંઘ તત્કાલીન વડાપ્રધાન પી.વી. નરસિંહરાવના નાણાપ્રધાન તરીકે મહત્વની વ્યક્તિ હતા. જૂના જોગીઓ યાદ કરે છે કે નરસિંહરાવ ઈ.સ. ૧૯૯૧ માં વડાપ્રધાન બન્યા અને ઈ.સ. ૧૯૯૨માં મનમોહનસિંઘના નેતૃત્વમાં આર્થિક સુધારાનો આરંભ થશે. ૧૯૯૨માં આર્થિક ચિત્ર ધૂધળું હતું. રાવના અનુગામી ચંદ્રશેખરે ફરજીયાતપણે સોનું વેચવું પડયું હતું. એફડીઆઈની જેમ, આર્થિક ઉદારતાએ એ વખતે માહોલ ઊભો કર્યો હતો. નરસિંહરાવ સરકાર પાસે એ વખતે સંપૂર્ણ બહુમતી નહોતી અને બહારના ટેકાથી ગાડું ગબડાવતા હતા. મનમોહનસિંઘ પણ અત્યારે લઘુમતીમાં છે. પરંતુ નરસિંહરાવ એમની સંપૂર્ણ મુદત પુરી કરી શક્યા એમ યાદ કરનારાઓ જણાવે છે. મનમોહનસિંઘના ભાવિ વિષેતેઓ કશો ચોક્કસ ફોડ પાડતા નથી. સરકાર ટકી જશે. એમ જણાય છે છતાં એ પોતાનો સંપૂર્ણ કાર્યકાળ પૂરોકરશે કે કેમ એ કહેવું મુશ્કેલ છે.
ડાબેરી- જમણેરીની એકતા ઃ કોંગ્રેસ સામે મોટો ભય
ગઇકાલના ભારત બંધ દરમિયાન જંતર મંતર ખાતે અનપેક્ષિત બન્યુ ડાબેરી અનેજમણેરી પક્ષો એક જ મંચ પર ભેગા થયા અને એ પણ એવા સમયે જ્યારે ડાબેરી પક્ષોએ એમના વિરોધનું અલગ આયોજન કર્યું હતુ. ભાજપ નેતાઓ નીતિન ગડકારી અને મુરલી મનોહર જોષી તેમજ સીપીએમ અને સીપીઆઇના નેતાઓ સીતારામ યેચુરી અને એ.બી. બર્ધને એકજ મંચ પરથી સંબોધન કર્યું. એમાં કોઇ શંકા નહી કે ડાબેરી નેતાઓએ એમ સમજાવવાની કોશિષ કરી કે એતો ફક્ત વેપારીઓને જ સંબોધવા માટે ગયા હતા. એમના સંબોધનને ભાજપ સાથે કંઇ લેવા દેવા નહોતી. કેટલાક રાજકીય નિરીક્ષકો ડાબેરી- જમણેરી એકતામાં ઇ.સ.૧૯૭૭ અનેઇ.સ.૧૯૮૯માં જોવા મળેલા દ્રશ્યોને નિહાળે છે. એ વર્ષોમાં તત્કાલીન સરકારોના વિરોધમાં વિપક્ષ એક થઇ ગયો હતો.
દીદી છેવટે વિજેતા થશે કે પરાજિત ?
તૃણમૂલ કોંગ્રેસના નેતા મમતા બેનરજી આક્રમક રાજકારણી હોવાથી જોખમી નિર્ણયો લેવામાટે જાણીતા છે. યુપીએ સરકારને ટેકો પાછો ખેંચ લેવાના એમના છેલ્લામાં છેલ્લા નિર્ણયે એ મુદ્દે ચર્ચા શરૃ કરી છે કે તેઓ વિજેતારૃપે બહાર આવશે કે પરાજિત થઇને ? પહેલું તો એ કે બંગાળમાં રોકાણ માટે આતુર રોકાણકારોની સંખ્યા મોટી નહી હોવાનું જણાય છે. એમ કહી રહેલા નિષ્ણાંતોને મમતાનો એફડીઆઇનો વિરોધ ગુંચવી રહ્યો છે. આ સિવાય તેઓ કહે છે કે એફડીઆઇને પોતાના રાજયમાં પ્રવેશ આપવો કે કેમ એ રાજય સરકારોના હાથમાં હોવાથી મમતાએ ઝાઝી ચિંતા કરવા જેવું નથી. એમના મતે દીદીએ ટેકો ખેંચીને મોટું જોખમ ખેડી નાખ્યું છે, જેનું આ વખતે વધુ ખરાબ પરિણામ ભોગવવું પડે. તેઓ રાજ્યમાં આવી રહેલી પંચાયતી ચૂંટણીના પરિણામો પર નજર રાખી રહ્યા છે, જેમાં મમતાએ કોંગ્રેસનો સામનો કરવાનો છે.
રાજીનામા અને જુમ્માની પ્રાર્થના
મુસ્લિમ મતો ગુમાવવાની બીકે મમતા ભાજપ સાથે હાથ નહિ મિલાવે એમ કહી રહેલા રાજકીય પંડિતો આશ્ચર્યમાં છે. કે પોતાના પ્રધાનો જુમ્મા (શુક્રવાર) ની નમાઝ પછી રાજીનામું આપશે એમ કહેવાની મમતાને જરૃર કેમ પડી. રાજ્યની વસ્તીના ૮૬ ટકા હિસ્સો ધરાવતા મુસ્લિમો માટે આ પ્રકારની ઉઘાડી કબૂલાત મમતાને ખંતીલા રાજકારણીના બિરૃદથી અળગા રાખે છે, એમ રાજકીય પંડિતો કહે છે.
શંકાસ્પદ ભિન્નતા
પંડિતોના મતે મમતાએ કંઇ નવું કર્યું નથી. હકીકતમાં, મમતાની કાર્યશૈલીને શંકાસ્પદ બનાવે એવી ભિન્નતા એ છે કે એમણે કોઇ પણ સરકારના સાથી પક્ષ તરીકે સંપૂર્ણ મુદત પૂરી કરી નથી, પરંતુ ટુચકો એવો ચાલી રહ્યો છે કે, પૂર્વ રેલવે પ્રધાન દિનેશ ત્રિવેદીએ એમના અનુગામી રેલવે પ્રધાન મુકુલ રોય સામે મીઠો બદલો લીધો છે. પોતે રેલભાડા વધાર્યા હોવાથી મમતાએ પોતાને હટાવીને રોયને ગોઠવ્યા એવી ગુસ્સે ભરાયેલા ત્રિવેદીએ મમતાએ ટેકો પાછો ખેંચવાનો નિર્ણય જાહેર કર્યો એ અગાઉ કોલકત્તાના ટાઉન હોલમાં યોજાયેલી તૃણમૂલ કોંગ્રેસના ત્રણ કલાક લાંબી બેઠકમાં મમતા પર ટેકો પાછો ખેંચી લેવા માટે દબાણ કર્યું હતું. અને એ પ્રક્રિયામાં ત્રિવેદીએ ટીએમસીના અન્ય પાંચ પ્રધાનોની સાથે રોયની પ્રધાન પદેથી વિદાયની ચાલ ચાલી લીધી.
- ઇન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

દાગીના ગિરવે મૂકીને મૂર્તિઓ બનાવી પણ વેચાણ થયું નહીં
હિટ ફિલ્મી સોંગના તાલે ગણેશજીની ભક્તિનો ક્રેઝ
ભારતના રંગબેરંગી વસ્ત્રાભૂષણો
હકારાત્મક અભિગમ થકી નકારાત્મક્તાને દુર કરો
જો જો હીલવાળા જોડાથી પગને હાનિ ન પહોંચે
સ્માર્ટ, સેક્સી ફિગર માટે કેટલાક ઇઝી સ્ટેપ્સ
 

Gujarat Samachar glamour

પ્રીતિ ઝિન્ટાની બુરાઈમાં ભલાઈનો અણસાર હતો
કંગના કેસીનોમાંથી ત્રણ લાખ રૃપિયા જીતી
પોપ સિંગર શકીરા માતા બનશે
ખાન ત્રિપુટના પગલે કરીના
શાહરૃખ માટે કોની ઝુલ્ફોની ખુશ્બુ અણમોલ છે ?
રણબીર ફિલ્મના નફામાં ભાગ માંગવા માંડયો
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved