Last Update : 22-September-2012, Saturday

 

સુખ અને દુઃખ એ માણસે પોતે રચેલી સૃષ્ટિ છે

વિચાર વિહાર - યાસીન દલાલ
- સુખ અને દુઃખનો ખ્યાલ દુન્યવી હોઈ શકે, દૈવી હોઈ શકે, સૂક્ષ્મ હોઈ શકે, માનસિક હોઈ શકે અને અત્યંત કઢંગી ક્ષુલ્લક રીતે ભૌતિક પણ હોઈ શકે

 

હંિદી સિનેમાનું આ શતાબ્દિ વર્ષ છે. ૧૦૦ વરસમાં પહેલા ૧૮ વરસ મૂંગી ફિલ્મોનો યુગ હતો એ પછી બોલપટ આવ્યું. શરૂઆતમાં ફિલ્મ બનાવનારી કંપનીઓ હતી એ પછી સ્ટાર સિસ્ટમ આવી. ૭૦ની આસપાસ કલાત્મક ફિલ્મોનો પ્રારંભ થયો જેના પ્રણેતા શ્યામ બેનેગલ હતા એ પછી તો કેતન મહેતા, મૃણાલ સેન અને બીજા અનેક નિર્દેશકો કલાત્મક ફિલ્મો બનાવવા લાગ્યા. વિજયા મહેતાની ફિલ્મ ‘પેસ્તનજી’ પણ આવી જ ફિલ્મ હતી. જેમણે એ જોઈ હશે, એને પિરાજશા પીઠાવાલાનું પાત્ર મનમાં વસી ગયું હશે. વાસ્તવમાં, એ આખી ફિલ્મ જ પિરોજ પીઠાવાલાના મનોરાજ્યના નિરુપણની આસપાસ ફરતી હતી. કોઈ કુશળ નવલકથાકાર દ્વારા ઘડાયેલા એક સંકુલ અને જટિલ યાત્રા જેવો આ પીઠાવાલા આપણા સૌના વ્યક્તિત્વમાં નાના-મોટા સ્વરૂપે જીવંત હોય છે. જીવનમાં આપણે પણ ક્યારેક, કોઈ તબક્કે પીઠાવાલા જેવું જ કુતૂહલ, એના જેવું જ વિસ્મય અને એના જેવી જ વેદના અનુભવીએ છીએ.
જીવન વિશે, નીતિમત્તા વિશે, ખરા-ખોટા વિશે અને સુખ-દુઃખ વિશે પીઠાવાલાના પોતાના ચોક્કસ ખ્યાલો છે અને એ દુનિયાને પોતાના આ વિચારોના માપદંડથી જ માપે છે, અને એમાં માણસો જ્યારે બંધબેસતા નથી, ત્યારે દુઃખીદુઃખી થઈ જાય છે.
રસ્તા ઉપરના ‘વન વે’ લખેલા થાંભલા ઉપર કોઈ પોસ્ટર ચોંટાડી જાય, એનાથી પણ અકળાઈ ઊઠતો પિરોજશા એના મિત્ર પેસ્તનજીની જીવનશૈલીથી સતત અકળાય છે, અને એને ઉપદેશ આપતો રહે છે, ક્યારેક ઝઘડતો રહે છે. જેરૂ નામની, વિશિષ્ટ મનોવલણવાળી સુંદર સ્ત્રીને એ પરણી ન શક્યો, પણ પેસ્તનજીની પત્ની તરીકે એ સુખી થાય, એ જોવાની એની તીવ્ર ઝંખના છે. એને આશા હતી કે પેસ્તનજી આવું સુખ એને આપશે. અને, આ ‘સુખ’ એટલે? પેસ્તનજી એને ચાહે, બંનેનો સંસાર બરોબર ચાલે, બાળકો થાય વગેરે... પણ પાંચ-છ વર્ષ પછી એ પાછો ફરે છે, ત્યારે ઘરની હાલત જોઈને ચોંકી જાય છે. પેસ્તનજી સોના નામની એક આઘુનિક જીવનશૈલીવાળી ચંચળ સ્ત્રીના રોમાંસમાં ગાળાડૂબ છે અને એનાથી એને બાળક પણ થયું છે અને આ બાજુ જેરૂ તદ્દન બદલાઈ ગઈ છે. એના બીમાર પિતાની ચાકરી અને સાસુની ટકટકમાં એનો સ્વભાવ ચીડિયો થઈ ગયો છે. પિરોજશા એની આ દશા માટે પેસ્તનજીનો વાંક કાઢે છે અને એનો ઊધડો લે છે.
પછી એક દિવસ પેસ્તનજી એકાએક હૃદયરોગના હુમલાથી મૃત્યુ પામે છે અને ત્યારે પિરોજશાની મનોસૃષ્ટિમાં ધરતીકંપ આવે છે. એના ઘણા ભ્રમ ભાંગી જાય છે અને એની સુખ-દુઃખની વ્યાખ્યા પણ હચમચી ઊઠે છે. પેસ્તનજીની પત્ની જેરુ, એની અંતિમક્રિયા પછીની વિધિઓ માટે પૈસા આપવાનો ઈન્કાર કરે છે અને પોતાના આર્થિક ભવિષ્યની ચંિતામાં પેસ્તનજીનું મોત ગૌણ બની જાય છે અને પેલી વેશ્યા જેવી સોના, પેસ્તનજીની અંત્યેષ્ટિના પૈસા આપે છે અને જેના શેર તેમજ બીજા બધા પત્રો પિરોજશા મારફત જેરૂને આપી દે છે.
પિરોજશા વિસ્મયથી સોનાના ચહેરા તરફ જુએ છે અને મનોમન બોલે છે, ‘‘હું શું ધારતો હતો અને શું નીકળ્યું!’’ સોના તરફની એની નફરત માનમાં ફેરવાઈ જાય છે અને જેરૂ તરફનો પ્રેમ દયામાં ફેરવાઈ જાય છે. ફરી થોડા સમય પછી જેરૂને મળે છે અને એનામાં જે પરિવર્તન જુએ છે એથી વઘુ આઘાત પામીને એ બોલે છે, ‘હર એક કિ જંિદગી અલગ, હર એક કા સુખ અલગ.’ એને એકવાર પેસ્તનજીએ વાતવાતમાં કહ્યું હતું, ‘તું કાંઈ નીતિમત્તાનો ઠેકેદાર છે કે સૌને ઉપદેશ આપતો ફરે છે?’ પછી પેસ્તનજી રહસ્યસ્ફોટ કરે છે. જેરૂને બાળક નથી જોઈતું, એને સુવાવડની પીડા નથી જોઈતી. એ ઠંડી સ્ત્રી છે અને સોના એને સુખ આપે છે અને બાળક આપે છે. વફાદારી કે બેવફાઈના પ્રચલિત ખ્યાલો અહીં ગાંઠ બની જાય છે. અને જેરૂના સ્વભાવની લાક્ષણિકતા સમજાવતાં પેસ્તનજીએ એક વાર કહ્યું હતું કે, ‘‘હું એને જાણું છુ. એને હાથે કરીને દુઃખ ઊભું કરવામાં મજા આવે છે. એ જેટલી વઘુ દુઃખી હોય છે, એટલી જ વઘુ સુખી હોય છે.’’
જેમ કેટલાક રીઢા ગુનેગાર હોય છે, એમ જ કેટલાક ‘રીઢા દુઃખી’ હોય છે. સતત દુઃખની સાથે રહીને એમને દુઃખ સાથે દોસ્તી થઈ જાય છે. દર્દ કા હક સે ગુજર જાના, હૈ દવા હોના. આવા દુઃખીઓને કોઈ એમનાં દુઃખોમાંથી બહાર કાઢવાના ગમે તેટલા પ્રયત્નો કરે, પણ એમાં નિષ્ફળતા જ મળવાની.’’
વ્યક્તિને મળતા વ્યક્તિગત સુખની આડે ધર્મ, સમાજ અને દેશના નીતિ-નિયમો સજ્જડ દીવાલો ઊભી હોય છે.
પરિણામે, માનવજાતે ખાવા, પીવા, રહેવાના ચોકઠાબંધ નિયમો ઘડ્યા છે. પણ, એની બહાર કોઈ વ્યક્તિ સુખ માણવા ઈચ્છતી હોય તો?
સુખ અને દુઃખનો ખ્યાલ દુન્યવી હોઈ શકે, દૈવી હોઈ શકે, સૂક્ષ્મ હોઈ શકે, માનસિક હોઈ શકે અને અત્યંત કઢંગી ક્ષુલ્લક રીતે ભૌતિક પણ હોઈ શકે. જીવનભર સરકારી નોકરી કરીને નિવૃત્ત થતા માણસને ‘સુખી’ ગણાવતા લોકો કહે છે, મહિને નિયમિત પેન્શન મળે છે, બે પુત્રો છે, બંને પરણાવી દીધેલા છે અને બંનેને ઘેર બાળકો છે. માથે હવે કોઈ જવાબદારી નથી, અને ઘરનું ઘર છે... ખૂબ સુખી માણસ છે! અને એથી આગળ વધીને કેટલાક લોકો ઘરમાં ફ્રીજ આવે, કલર ટી.વી. આવે કે કાઈનેટિક હોન્ડા આવે ત્યારે થતાં આનંદને વહેંચવામાં જ દિવસો કાઢી નાખે છે. સુખી જેવી સાપેક્ષ ચીજ હોઈ શકે નહીં. પશ્ચિમના કોઈ સમૃદ્ધ દેશના માણસ માટે એરકન્ડિશન્ડ કાર કે પછી ભવ્ય મકાન અને ફર્નિચર એ સુખનાં પ્રતીક રહેતાં નથી, પણ જીવનની રોજંિદી ઘટમાળ બની જાય છે. પણ, એશિયાના કોઈ ગરીબ દેશના નીચલા મઘ્યમવર્ગને માટે આવા નાનાં નાનાં ભૌતિક સુખો જ મહત્ત્વનાં બની રહે છે. એની સુખની દુનિયા અલગ છે, સુખની વ્યખ્યા આગવી છે.
આમ તો, વિશ્વમાં મોટાભાગની ચીજો, મોટાભાગના ખ્યાલો સાપેક્ષ છે. સત્ય પણ કદાચ સંપૂર્ણ નિરપેક્ષ નહીં હોય. પણ સાપેક્ષતાનો સિદ્ધાંત સૌથી વઘુ સુખ અને દુઃખને લાગુ પડતો હશે. એક માણસ જેને દુઃખ ગણતો હોય, એ બીજા માણસને સાવ સામાન્ય ચીજ લાગતી હોય. કેટલાક લોકોનો સ્વભાવ એવો વિશિષ્ટ હોય કે બીજાને દુઃખે દુઃખી થાય અને જેને પોતે દુઃખી ગણતો હોય, એ સ્થિતિમાં કોઈને જુએ એટલે એની ચંિતામાં અડધો થઈ જાય, એક માણસ એના પડોશમાં રહેતા પતિ-પત્નીને અવારનવાર ઝઘડતા જુએ, એટલે સતત ગ્લાનિ અનુભવે. વાત ક્યારેક મારામારી સુધી પહોંચે, બૂમ-બરાડા અને મેણાંટોણાં ચાલતાં જ રહે. આ માણસને એ બઘું જોઈને દયા આવે, મનમાં થાય બિચારા કેટલા દુઃખી માણસો છે. એક દિવસ પડોશી રસ્તામાં મળી ગયા એટલે આ અફસોસ પણ વ્યક્ત કરી દીધો. પણ, પેલા પડોશી તો સાવ નિષ્ફિકર! હસતાં હસતાં કહે, ‘અમારી વચ્ચે ઝઘડો? ના રે ના, એ તો ક્યારેય નાની-મોટી તકરાર થઈ જાય, ચાલ્યા કરે.’
કોઈ વ્યક્તિને વાહન ચલાવતાં વારંવાર અકસ્માત થાય ત્યારે જ્યોતિષી એને કહે છે, ‘‘તમારા નસીબમાં વાહનસુખ નથી.’’ સુખને પણ આપણે અનેક ખાનાંઓમાં, વિભાગોમાં, પેટાવિભાગમાં વહેંચી દીઘું છે. સ્ત્રીસુખ, વાહનસુખ, સંતાનસુખ, નોકરીસુખ... વગેરે કોઈ કરોડપતિ ઉદ્યોગપતિની વાત નીકળે ત્યારે કોઈ ટિપ્પણી કરે છે, ‘બિચારાને બઘું મળ્યું છે, પણ નસીબમાં સંતાનસુખ નથી.’ કોઈ પતિ-પત્ની ઝઘડે ત્યારે સ્ત્રીના સ્નેહીજનો કહેશે કે, ‘બિચારીના નસીબમાં પતિસુખ નથી.’ અને પુરુષના સ્નેહીઓ અફસોસ કરશે કે, ‘બિચારો પત્નીસુખ નહીં પામ્યો!’ વાસ્તવમાં બંને સુખથી વંચિત છે અને એમાં કદાચ બંનેની ભાગીદારી છે. પણ, આપણા દુઃખની જવાબદારીનો ભાર બીજા ઉપર ઓઢાડી દેવાથી દુઃખ થોડું ઓછું થાય છે! સુખ અને દુઃખનો સંબંધ લાગણી અને ભાવના સાથે કેટલો? કેટલીક સ્ત્રીઓ પતિ પાસેથી અમાપ લાગણી અને પ્રેમ મળે એ ભૂલીને એની પાસે સોનાનાં ઘરેણાં ઓછાં છે, એ વિચારે દુઃખી થઈ જાય છે અને ઘરેણાંથી લદાયેલી સ્ત્રી સતત ફરિયાદ કરે છે, પતિને એની સામે જોવાની ફુરસદ જ ક્યાં છે?
કેટલીક સ્ત્રીઓનું સમગ્ર સુખ થોડી સુંદર સાડીઓના કબાટમાં કેદ થઈ ગયું હોય છે. પતિ બીજી બધી રીતે સારો હોય, પણ નિત નવી સાડી ન લાવી આપે તો એમને જીવનમાં ક્યાંય સુખ મળતું નથી. ‘સાડીસુખ’માં એમનું સર્વસ્વ આવી જાય અને બીજા કેટલાક તો તદ્દન નજીવી, ક્ષુલ્લક, દુન્યવી ચીજોની સાથે જીવનભરનાં સુખદુઃખને જોડી દે છે. આપણે ત્યાં છાપાંઓમાં દરરોજ ચમકતી આપઘાતની ઘટનાઓ અને એની પાછળનાં કારણો તપાસવાં જેવા છે. ક્યારેક પતિ મેળામાં ન લઈ જાય કે ફિલ્મ જોવા ન લઈ જાય કે સાસુથી અલગ રહેવાની પરવાનગી ન મળી કે પિયર જવાની ના પાડી કે રસોઈમાં પતિએ ભૂલ કાઢી, એવાં કારણોસર જીવન સંકેલી લેવામાં કઈ વિચારસણી છે? આપણે ઈચ્છેલી વસ્તુ ન મળે ત્યારે એ મળવાના સમયની રાહ જોવી જોઈએ. જીવન તરફનો આપણો દ્રષ્ટિકોણ ક્યારેક બહુ કામચલાઉ હોય છે. એને સૂક્ષ્મ રીતે ભૂલાવીને ભાવિ તરફ મીંટ માંડીએ તો કદાચ, આવી કરુણાંતિકાઓથી બચી શકીએ.
સુખનો સંદર્ભ માણસે માણસે બદલાતો રહે છે. ઝૂંપડામાં રહેનાર માણસ, કાદવથી લીપેલું એક કાચું ખોરડું મેળવીને ખુશખુશ થઈ જાય છે. ત્યારે પચાસ મોટી કંપનીઓનો કરોડપતિ માલિક એકાદ વઘુ કંપની હાથ કરવા જાય અને હાથમાં ન આવે ત્યારે એને આઘાતાથી હૃદયરોગનો હુમલો આવી જાય છે.
માણસની સ્થિતિ અને એનો દરજ્જો બદલાય, એટલે એની આસપાસનો સુખ-દુઃખનો સંદર્ભ પણ બદલાઈ જાય છે અને એ અર્થમાં કોઈ માણસ કદી સંપૂર્ણ સુખી હોતો નથી. માણસની ઈચ્છા, આકાંક્ષા અને મહત્વાકાંક્ષા એને જંપીને બેસવા દેતી નથી. પરિણામે સુખની છોળોની વચ્ચે પણ એ દુઃખી થવાની યોજનાઓ બનાવતો રહે છે.
કોઈ દેશ સુખી છે કે નહીં એ નક્કી કરવા માટે એની રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક, એનું ઉત્પાદન વગેરે માપદંડો છે, પણ વ્યક્તિનું સુખ નક્કી કરવાનું કામ કપરું છે. બહારથી સુખી લાગતી વ્યક્તિ અંદરથી ઘણીવાર અત્યંત દુઃખી હોય છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મનમોહન સરકારઃ ઓફ ધ ફોરેનર બાય ધ ફોરેનર, ફોર ધ ફોરેનર
ગુજરાતના લોકોને કેન્દ્ર સરકાર નહીં મુખ્યમંત્રી થપ્પડો મારે છે

મોદીએ પાડેલા ભૂવા પૂરતાં દાયકાઓ લાગશે ઃ કેશુભાઈ

ચૂંટણીપંચની માન્યતા મળવાનું લંબાતા પરિવર્તન પાર્ટી દ્વિધામાં
સાત વર્ષીય બહેનની નજર સામે ભાણેજે મામીને ચપ્પાના ઘા ઝીંક્યા
ન્યુઝીલેન્ડ સામે બાંગ્લાદેશનો ૫૯ રનથી નાલેશીભર્યો પરાજય

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડકપ ઃ ભારત અને ઈંગ્લેન્ડ સુપર એઈટમાં

ટી-૨૦માં મેકુલમનો હાઈએસ્ટ સ્કોરનો અને બે સદીનો રેકોર્ડ
UPA સરકારના 'રીફોર્મગેટ'થી FII અંજાઈ ઃ શેરોમાં અઢળક ખરીદી ઃ સેન્સેક્ષ ૪૦૪ છલાંગે ૧૮૭૫૩ની ૧૬ મહિનાની ટોચે
સોના-ચાંદીમાં બેતરફી વધઘટે આરંભિક આંચકા પછી સાંજે ભાવોમાં ફરી ઉછાળો
કોર્પોરેટ બોન્ડસ ખરીદવા FIIની પડાપડી

ડિઝલના ભાવ વધારાની અસર કોમર્શિયલ વ્હીકલના વેચાણ પર પડશે

ગોલ્ડ ફાઈન્ડિંગ્સની ઈમ્પોર્ટ ડયુટી ૧૦થી ઘટાડી ચાર ટકા કરાઈ
ઈરાની ટ્રોફી ઃ રેસ્ટ ઓફ ઇન્ડિયા સામે રાજસ્થાનના ૨૫૩માં ઓલઆઉટ
નબળી મનાતી ટીમોએ કોઈ પ્રકારનો અપસેટ ન સર્જ્યો ઃ હવે જ ખરી જમાવટ
 

 

 

Gujarat Samachar Plus

દાગીના ગિરવે મૂકીને મૂર્તિઓ બનાવી પણ વેચાણ થયું નહીં
હિટ ફિલ્મી સોંગના તાલે ગણેશજીની ભક્તિનો ક્રેઝ
ભારતના રંગબેરંગી વસ્ત્રાભૂષણો
હકારાત્મક અભિગમ થકી નકારાત્મક્તાને દુર કરો
જો જો હીલવાળા જોડાથી પગને હાનિ ન પહોંચે
સ્માર્ટ, સેક્સી ફિગર માટે કેટલાક ઇઝી સ્ટેપ્સ
 

Gujarat Samachar glamour

પ્રીતિ ઝિન્ટાની બુરાઈમાં ભલાઈનો અણસાર હતો
કંગના કેસીનોમાંથી ત્રણ લાખ રૃપિયા જીતી
પોપ સિંગર શકીરા માતા બનશે
ખાન ત્રિપુટના પગલે કરીના
શાહરૃખ માટે કોની ઝુલ્ફોની ખુશ્બુ અણમોલ છે ?
રણબીર ફિલ્મના નફામાં ભાગ માંગવા માંડયો
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved