Last Update : 22-September-2012, Saturday

 

વહિવટની ત્રણેય પાંખો પર સતત આક્ષેપો થઈ રહ્યા છે.
રાષ્ટ્રહિતની વાત શાંતિથી ઉકેલવી જોઈએ

ઓનલાઇન - અરૃણ નહેરૃ
- બીજેડી અને અન્ના ડીએમકેનું જોડાણ એનડીએ તરફ ઢળી રહ્યું છે. ઓરીસામાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો સામે પગલાં લેવાની ચમકી ઃ કોલસા કૌભાંડની અસર...
- ગોવાના મુખ્યપ્રધાને ખાણ કામ બંધ કરાવ્યું. રાજકીય નેતાઓના વિવાદમાં નિર્દોષો પણ દંડાય છે. દરેક રાજ્ય સામે શંકા, કોલસા કૌભાંડની અસર

 

તમામ પ્રકારની ઉશ્કેરણી અને ન્યાયતંત્રનું મૌન છતાં આપણે પરિસ્થિતિને સંપૂર્ણ બેકાબુ બનવા દેવી ના જોઈએ. આ ઉપરાંત સિસ્ટમમાં પણ થોડી પારદર્શિતા લાવવાની જરૂર છે. આપણે એક તબક્કે જોયું કે એક કાર્ટુની સ્ટે આપણા રાષ્ટ્રચિહ્નોને અપમાનજનક રીતે ચિતર્યા હતા તો યુવાન સાંસદ નવીન જંિદાલને ગુસ્સો કરતા જોયા છે. શાંત રહીને રજુઆત કરવાના બદલે આપણે હંિસક અને ઉગ્ર રજુઆતનો માર્ગ અપનાવતા થયા છીએ. આપણે ઈચ્છીએ છીએ કે લીડરશીપ બનાવે એવા જોઈએ. આપણે એટલા બધા ઉગ્ર બનીએ છીએ કે દશવર્ષમાં કરેલા સારા કામો તેમાં ધોવાઈ જાય છે. દરેક સામે વાદળો ધેરાયેલા છે. દરેક સ્તરે ઉશ્કેરણીજનક સ્થિતિ જોવા મળે છે. વહિવટની ત્રણેય પાખોમાં તકવાદીઓ છે જ્યારે સીવીલ સોસાયટીના લોકો પોતાની નૈતિક સુપીરીયારીટી સાબિત કરવા જાયે છે. અન્યો કરતા પોતે વઘુ હોશિયાર છે તે સાબિત કરવાનો મેનિયા કમનસીબ છે. જ્યારે પણ રાષ્ટ્રહિતની વાત આવે ત્યારે તેનો શાંતિથી ઉકેલ લાવવો જોઈએ.
રોજ સૂરજ ઉગે છે અને આથમે છે. દરેક વસ્તુ પસાર થતી રહે છે. જો તેમને એમ કહેવામાં આવે કે તમારા કારણે દેશની ઈમેજને અસર થાય છે તો તે સ્વીકારવા તૈયાર નહીં થાય. આપણે લોકશાહી ધરાવતો દેશ છીએ જ્યાં રાજકીય અડસા-અડસી ચાલ્યા કરવાની છે. આપણે ચોમાસુ સત્રમાં જોયું કે ભાજપ ભ્રષ્ટાચારના મામલે અક્કડ વલણ દર્શાવ્યું હતું પરંતુ જ્યાં સુધી પોતાનું ઘર સ્વચ્છ ના હોય ત્યાં સુધી નૈતિકતા અંગેની સ્પર્ધાનો કોઈ અર્થ નથી. કોલગેટે (કોલસા કૌભાંડ) બધાને કાળા ચીતર્યા છે. જો કે ૨-ય્ ટેલિકોમ કૌભાંડમાં ટોચના નેતાઓને કોઈ ઘાટા નહોતા ઉડ્યા. મને લાગે છે કે જેમણે કાયદાનો ભંગ કર્યો છે તેમને તરત સજા થવી જોઈએ. આપણે દેશમાં પ્રવર્તમાન વીજ અછતના ઉકેલ માટે પણ પ્રયાસો કરવા જોઈએ. ૨-ય્ ટેલિકોમ કૌભાંડનો મામલો જે રીતે સંભાળાયો તે ભૂલ હતી. એવું જ કોલગેટમાં ના થાય તે જોવું જોઈએ. પીઆઈએલ થાય પછી જ નિર્ણયો લેવાય એમ ના થવું જોઈએ.
ઓરિસા સામાન્ય રીતે શાંત રહે છે. ત્યાં લો-પ્રોફાઈલ એવા મુખ્ય પ્રધાન નવીન પટનાયક છે. તે પોતાના રાજ્યમાં વઘુ રસ લે છે અને ભાગ્યેજ દિલ્હી તરફ સત્તા માટે નજર રાખે છે પરંતુ રાષ્ટ્રપતિ અને ઉપ-રાષ્ટ્રપતિની ચૂંટણીઓ દરમ્યાન પરિસ્થિતિ બદલાઈ છે. બીજુ જનતા દળે (બીજેડી) અન્નાડી એમ કે સાથે જોડાણ કરીને એનડીએ સાથે સંબંધો વિકસાવ્યા છે અને તેઓ ભાવિ તરફ નજર માંડી રહ્યા છે. દરેક પક્ષ ઘોડાને ઘાસ નાખી રહી છે. હજુ ચૂંટણીઓને ઘણીવાર છે પરંતુ અત્યારથી જ રાજકીય વોર શરૂ થઈ ગઈ છે. આપણે બીજેડીમાં મીની બળવો જોયો હતો. જો કે તેને તરત જ દબાવી દેવામાં આવ્યો હતો. કોંગ્રેસ ઓરીસામાં પોતાની રાજકીય જગ્યા બનાવવા જાય છે. જો કે સહજાર લોકોનું ટોળું બળવાખોરો ભેગું કરી શકે એ નાની-સૂની વાતના કહી શકાય. નવીન પટનાયક સામે કોઈએ ભ્રષ્ટ્રાચારનો આક્ષેપ નથી કર્યો પરંતુ ઓરીસામાં ઘણી ખાણો છે. આપણે બોક્સાઈટ જેવી ધાતુથી કોલસાની વાતો કરીએ તો આ ખાણોમાં લોકો વઘુ પૈસા રોકે છે અને ઘણું કમાય છે. અન્ય પક્ષોની જેમ બીજેડી પણ રાજકીય પક્ષોને મળતા ભંડોળ પર ચાલે છે. આ સંજોગોમાં જ્યારે કોઈ કોંગ્રેસ પર પ્રહારો કરે છે ત્યારે તેને વળતરમાં આવા પ્રહારો જ મળે છે.
દરેક રાજ્ય સામે શંકાથી જોવાય છે. ગોવાના મુખ્યપ્રધાન ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો અને તેમના અધિકારીઓ સામે એફઆઈઆર કરવાની ધમકી ઉચ્ચારી છે તેમજ કાચા લોખંડની નિકાસ કરવાના મામલે તમામ ખાણો બંધ કરી છે. ગોવાનું રાજકારણ રીયલ એસ્ટેટ અને માઈનીંગ ક્ષેત્ર ચલાવે છે. મને લાગે છે કે આ સ્થિતિમાં સમગ્ર સિસ્ટમ સામે તપાસ કરવી જોઈએ. દરેક રાજ્યમાં આવી સ્થિતિ ઉભી થશે પરંતુ સમયની રાહ જોવાય છે. દરેક જણ પોતાના વિરોધીઓ પર કામ ચલાવવાની વાત કરીને પોતાનો હાથ અઘ્ધર રાખવા પ્રયાસ કરે છે. રાજકીય વોર એવી ઉભી થઈ છે કે તેમાં સાચું-ખોટું શું છે તે પાછળ રહી જાય છે જેમાં ગુનેગારને સજા થાય તો ઠીક છે પરંતુ સિસ્ટમના કારણે નિર્દોષ પણ સાણસામાં આવી જવાના છે. પોતાના હિતોને સાચવવા રાજકીય નેતાઓ મોટા વિવાદ પણ ઉભો કરશે. શરૂઆતના વિવાદમાં જીતનારા અને હારનારા હોય છે પરંતુ લાંબાગાળે માત્ર હારનારા જ જવાબદાર રહેશે.
આપણી સામે વૈશ્વિક આર્થિક કટોકટી છે. તેમ છતાં ઓઈલના ભાવો સતત વધતા રહે છે જેના કારણે વિશ્વભરમાં ચંિતા પ્રસરેલી છે. આ સ્થિતિમાં આપણી પાસે કોઈ વિકલ્પ ના હોઈ ભાવ વધારા વિના છુટકો નહોતો. મને લાગે છે કે આપણે જે ગુંચવાડો ઉભો કર્યો છે પરંતુ તે કેટલુ લાંબુ ચાલશે તે પણ જોવાનું રહ્યું. સોનાની કંિમતમાં રૂા. ૩૨,૦૦૦ નો આંક કુદાવી ગઈ છે. મને એમ કહેવાયું છે કે તેની કંિમત ૪૦,૦૦૦ સુધી પહોચશે. આ ભાવો ભવિષ્યની સ્થિતિનો નિર્દેશ કરે છે આપણે ઉહાપોહ સાથે લૂપા-છુપીનો ખેલ ખેલીએ છીએ જે અંતે હંિસામાં પરિણમે છે. દરેક પબ્લીક સર્વન્ટ બીજા પર આક્ષેપમાં વ્યસ્ત છે. જાગૃત્ત બનીને કે ચેતીને ચાલવાની સલાહ છતાં આપણે ક્યારેક લોકોને કેન્દ્રની બનતા જોઈએ છીએ. વહિવટીની ત્રણેય પાંખોમાં આક્ષેપ બાજીના કારણે નિર્ણયો લોવાતા નથી.
આપણે મઘ્યપૂર્વના દેશોમાં ડામાડોળ સ્થિતિ જોઈ રહ્યા છીએ. લીબીયામાં બનતી ઘટનાપર નજર કરવા જેવી છે જ્યાં અમેરિકી રાજક્રતને મારી નખાયો હતો આ ઘટના વર્ણવી શકાય એમ નથી. મને યાદ છે કે જ્યારે ઈજીપ્ત, લીબીયા, સીરીયા, બેહરીન, થેમેન, તુનીશીયા જેવા મઘ્યપૂર્વની દેશોમાં પરિવર્તનનો પવન ફેકાવો શરૂ થયો ત્યારે મેં ત્યાંની સિસ્ટમને જવાબદાર ગણતો પ્રતિભાવ આપ્યો હતો વહિવટનું માળખું ત્યાં ખોરવાઈ ગયું હતું. આપણે પણ અહીં જોઈ રહ્યા છે કે આપણા સંસ્થાકીય માળખા પર સતત હુમલા થઈ રહ્યા છે જે લોકો એમ કહે છે કે અમને રાજકારણમાં રસ નથી તેવા લોકો સિસ્ટમની ફેડીબીલીટીનો નાશ કરી રહ્યા છે. સિસ્ટમની સામે આક્ષેપોનો હુમલો કરવા કોઈને પણ સમાચાર માઘ્યમોમાં પુરતી જગ્યા મળે છે.
આસિમ ત્રિવેદી કાર્ટુન બનાવે તે આવકાર્ય છે પરંતુ તે કંઈક નવું કરી બતાવવાના આશયથી બીજાને ઉતારી પાડતી સ્થિતિ ઉભી કરે ત્યારે વિવાદ થાય છે અન્યોને ઉતારી પાડવાથી તમે સારા માણસ બની શકતા નથી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મનમોહન સરકારઃ ઓફ ધ ફોરેનર બાય ધ ફોરેનર, ફોર ધ ફોરેનર
ગુજરાતના લોકોને કેન્દ્ર સરકાર નહીં મુખ્યમંત્રી થપ્પડો મારે છે

મોદીએ પાડેલા ભૂવા પૂરતાં દાયકાઓ લાગશે ઃ કેશુભાઈ

ચૂંટણીપંચની માન્યતા મળવાનું લંબાતા પરિવર્તન પાર્ટી દ્વિધામાં
સાત વર્ષીય બહેનની નજર સામે ભાણેજે મામીને ચપ્પાના ઘા ઝીંક્યા
ન્યુઝીલેન્ડ સામે બાંગ્લાદેશનો ૫૯ રનથી નાલેશીભર્યો પરાજય

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડકપ ઃ ભારત અને ઈંગ્લેન્ડ સુપર એઈટમાં

ટી-૨૦માં મેકુલમનો હાઈએસ્ટ સ્કોરનો અને બે સદીનો રેકોર્ડ
UPA સરકારના 'રીફોર્મગેટ'થી FII અંજાઈ ઃ શેરોમાં અઢળક ખરીદી ઃ સેન્સેક્ષ ૪૦૪ છલાંગે ૧૮૭૫૩ની ૧૬ મહિનાની ટોચે
સોના-ચાંદીમાં બેતરફી વધઘટે આરંભિક આંચકા પછી સાંજે ભાવોમાં ફરી ઉછાળો
કોર્પોરેટ બોન્ડસ ખરીદવા FIIની પડાપડી

ડિઝલના ભાવ વધારાની અસર કોમર્શિયલ વ્હીકલના વેચાણ પર પડશે

ગોલ્ડ ફાઈન્ડિંગ્સની ઈમ્પોર્ટ ડયુટી ૧૦થી ઘટાડી ચાર ટકા કરાઈ
ઈરાની ટ્રોફી ઃ રેસ્ટ ઓફ ઇન્ડિયા સામે રાજસ્થાનના ૨૫૩માં ઓલઆઉટ
નબળી મનાતી ટીમોએ કોઈ પ્રકારનો અપસેટ ન સર્જ્યો ઃ હવે જ ખરી જમાવટ
 

 

 

Gujarat Samachar Plus

દાગીના ગિરવે મૂકીને મૂર્તિઓ બનાવી પણ વેચાણ થયું નહીં
હિટ ફિલ્મી સોંગના તાલે ગણેશજીની ભક્તિનો ક્રેઝ
ભારતના રંગબેરંગી વસ્ત્રાભૂષણો
હકારાત્મક અભિગમ થકી નકારાત્મક્તાને દુર કરો
જો જો હીલવાળા જોડાથી પગને હાનિ ન પહોંચે
સ્માર્ટ, સેક્સી ફિગર માટે કેટલાક ઇઝી સ્ટેપ્સ
 

Gujarat Samachar glamour

પ્રીતિ ઝિન્ટાની બુરાઈમાં ભલાઈનો અણસાર હતો
કંગના કેસીનોમાંથી ત્રણ લાખ રૃપિયા જીતી
પોપ સિંગર શકીરા માતા બનશે
ખાન ત્રિપુટના પગલે કરીના
શાહરૃખ માટે કોની ઝુલ્ફોની ખુશ્બુ અણમોલ છે ?
રણબીર ફિલ્મના નફામાં ભાગ માંગવા માંડયો
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved