Last Update : 22-September-2012, Saturday

 
 

બ્રેન્ડન મેકુલમના ૧૧ ચોગ્ગા, ૭ છગ્ગા સાથે ૫૮ બોલમાં ૧૨૩
ન્યુઝીલેન્ડ સામે બાંગ્લાદેશનો ૫૯ રનથી નાલેશીભર્યો પરાજય

૧૯૨ના પડકાર સામે બાંગ્લાદેશના ૧૩૨/૮

બ્રેન્ડન મેકુલમ ટી-૨૦માં બે સદી ફટકારનારો વિશ્વનો પ્રથમ બેટસમેન


પાલેકલ,તા.૨૧
બ્રેન્ડન મેકુલમની ૧૧ ચોગ્ગા અને ૭ છગ્ગા સાથેની ૫૮ બોલમાં ૧૨૩ રનની વિસ્ફોટક સદીને સહારે ન્યુઝીલેન્ડે બાંગ્લાદેશને ૫૯ રનથી હરાવીને ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપમાં ધમાકેદાર પ્રારંભ કર્યો હતો. બ્રેન્ડન મેકુલમ આ સાથે ટ્વેન્ટી-૨૦ ઇન્ટરનેશનલમાં બે સદી ફટકારનારો વિશ્વનો સૌપ્રથમ બેટ્સમેન બની ગયો છે. તેણે ટ્વેન્ટી-૨૦ ઇન્ટરનેશનલમાં સૌથી મોટો સ્કોર નોંધાવવાનો રેકોર્ડ પણ સર્જ્યો હતો. જીતવા માટેના ૧૯૨ રનના જંગી પડકારના બોજ હેઠળ દબાયેલા બાંગ્લાદેશના બેટ્સમેનોને ફટકો પહોંચાડતાં સાઉથીએ ૧૬ રનમાં અને મિલ્સે ૩૩ રનમાં ૩-૩ વિકેટ ઝડપી હતી. જેના પરિણાંમે બાંગ્લાદેશ ૮ વિકેટે માત્ર ૧૩૨ રન જ કરી શક્યું હતુ.
પાલેકલ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપના ગુ્રપ ડીની પ્રથમ મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને ન્યુઝીલેન્ડને બેટિંગમાં ઉતાર્યું હતુ અને તે ભુલ તેમને ભારે પડી હતી. ગપ્ટિલ ૧૧ રને આઉટ થયાં બાદ બ્રેન્ડન મેકુલમ મેદાન પર આવ્યો હતો અને છવાઇ ગયો હતો. તેણે ૭૨ મિનિટની ઇનિંગમાં ૧૧ ચોગ્ગા અને ૭ છગ્ગા ફટકાર્યા હતા. તેણે ટ્વેન્ટી-૨૦ ઇન્ટરનેશનલમાં સૌથી વધુ સ્કોરનો સાઉથ આફ્રિકાના લેવી અને વિન્ડિઝના ગેલનો ૧૧૭ રનનો સર્વોચ્ચ સ્કોરનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો. લેવીએ ૧૯મી ફેબુ્રઆરી, ૨૦૧૨ના રોજ ન્યુઝીલેન્ડ સામે હેમિલ્ટનમાં ૫૧ બોલમાં ૧૩ છગ્ગા અને ૫ ચોગ્ગા સાથે અણનમ૧૧૭ રન કર્યા હતા. જ્યારે ગેલે ૧૧ સપ્ટેમ્બર, ૨૦૦૭ના રોજ સાઉથ આફ્રિકા સામે જોહનીસબર્ગમાં ૫૭ બોલમાં ૭ ચોગ્ગા અને ૧૦ છગ્ગા સાથે ૧૧૭ રન નોંધાવ્યા હતા.
જો કે બ્રેન્ડન મેકુલમ બધા કરતાં આગળ નીકળી ગયો હતો. તેણે ૧૧ ચોગ્ગા અને ૪ છગ્ગાની મદદથી ૫૧ બોલમાં ૧૦૦ રન પુરા કર્યા હતા. તેની અને ફ્રેન્કલીન (૩૫)ની જોડીએ ૧૦.૫ ઓવરમાં ૯૪ રનની ભાગીદારી કરી હતી. જ્યારે ટેલર સાથે તેણે ૫.૫ ઓવરમાં ૭૮ રન જોડયા હતા. જવાબમાં બાંગ્લાદેશની શરૃઆત નબળી રહી હતી અને તેમણે માત્ર ૩૭ રનમાં ચાર વિકેટ ગુમાવી હતી. નાસીર હોસૈને છઠ્ઠા ક્રમે આવીને ૩૯ બોલમાં ૬ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૫૦ રન ફટકાર્યા હતા પણ તે ટીમને જીતની નજીક પણ લઈ જઇ શક્યો નહતો. અશરફૂલે ૨૧ રન કર્ય હતા. મીલ્સ અને સાઉથીએ ૩-૩ અને ઓરમ-એન.મેકુલમે ૧-૧ વિકેટ ઝડપી હતી.
ન્યુઝીલેન્ડ

-

રન

બોલ

ગપ્ટિલ બો.રઝાક

૧૧

૧૪

ફ્રેન્કલીન કો.સની બો.મોર્તઝા

૩૫

૩૬

બી.મેકુલમ કો.તમીમ બો.રઝાક

૧૨૩

૫૮

૧૧

ટેલર અણનમ

૧૪

૧૨

વધારાના (લેગબાય ૨, વાઇડ ૬)

૦૮

 

 

 

કુલ ૨૦ ઓવરમાં ૩ વિકેટે

૧૯૧

 

 

 


વિકેટનો ક્રમઃ ૧/૧૯ (ગપ્ટિલ ૩.૨), ૨/૧૧૩ (ફ્રેન્કલીન ૧૪.૧), ૩/૧૯૧(બી.મેકુલમ ૧૯.૬).
બોલિંગઃ મોર્તઝા ૪-૦-૨૬-૦, એસ.ઇસ્લામ ૩-૦-૩૪-૦, રઝાક ૪-૦-૨૮-૨, શાકિબ ૪-૦-૪૦-૦, મહમુદુલ્લાહ ૧-૦-૧૩-૦, ઇ.સની ૩-૦-૩૬-૦, રેહમાન ૧-૦-૧૨-૦.
બાંગ્લાદેશ

-

રન

બોલ

તમીમ કો.ગપ્ટિલ બો.મીલ્સ

૦૦

૦૩

અશરફુલ એલબી બો.સાઉથી

૨૧

૨૧

શાકીબ કો.વિલિયમસન બો.મીલ્સ

૧૧

૦૮

રહીમ કો.વિલિયમસન બો.મીલ્સ

૦૪

૦૬

મહમુદુલ્લાહ કો.વિલિયમસન

 

 

 

 

બો.એન.મેકુલમ

૧૫

૧૯

એન.હોસૈન કો.ગપ્ટિલ બો.સાઉથી

૫૦

૩૯

રહમાન  અણનમ

૧૪

૧૬

મોર્તઝા કો.ફ્રેન્કલીન બો.ઓરમ

૦૫

૦૩

ઇ.સની કો.ઓરમ બો.સાઉથી

૦૫

૦૩

રઝાક અણનમ

૦૦

૦૨

વધારાના (લેગબાય ૩, વાઇડ ૪)

૦૭

 

 

 

કુલ ૨૦ ઓવરમાં ૮ વિકેટે

૧૩૨

 

 

 


વિકેટનો ક્રમઃ ૧/૦ (તમીમ ૦.૩), ૨/૧૯(શાકીબ ૨.૫), ૩/૩૩(રહીમ ૪.૪) ૪/૩૭(અશરફુલ ૬.૪), ૫/૮૭(મહમુદુલ્લાહ ૧૪.૨), ૬/૧૧૫(એન.હોસૈન ૧૭.૩), ૭/૧૨૩(મોર્તઝા ૧૮.૨), ૮/૧૨૮(ઇ.સની ૧૯.૧). બોલિંગઃ મીલ્સ ૪-૦-૩૩-૩, સાઉથી ૪-૦-૧૬-૩, ઓરમ ૪-૦-૩૪-૧, વેટોરી ૪-૦-૩૧-૦, એન.મેકુલમ ૪-૦-૧૫-૧.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મનમોહન સરકારઃ ઓફ ધ ફોરેનર બાય ધ ફોરેનર, ફોર ધ ફોરેનર
ગુજરાતના લોકોને કેન્દ્ર સરકાર નહીં મુખ્યમંત્રી થપ્પડો મારે છે

મોદીએ પાડેલા ભૂવા પૂરતાં દાયકાઓ લાગશે ઃ કેશુભાઈ

ચૂંટણીપંચની માન્યતા મળવાનું લંબાતા પરિવર્તન પાર્ટી દ્વિધામાં
સાત વર્ષીય બહેનની નજર સામે ભાણેજે મામીને ચપ્પાના ઘા ઝીંક્યા
ન્યુઝીલેન્ડ સામે બાંગ્લાદેશનો ૫૯ રનથી નાલેશીભર્યો પરાજય

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડકપ ઃ ભારત અને ઈંગ્લેન્ડ સુપર એઈટમાં

ટી-૨૦માં મેકુલમનો હાઈએસ્ટ સ્કોરનો અને બે સદીનો રેકોર્ડ
UPA સરકારના 'રીફોર્મગેટ'થી FII અંજાઈ ઃ શેરોમાં અઢળક ખરીદી ઃ સેન્સેક્ષ ૪૦૪ છલાંગે ૧૮૭૫૩ની ૧૬ મહિનાની ટોચે
સોના-ચાંદીમાં બેતરફી વધઘટે આરંભિક આંચકા પછી સાંજે ભાવોમાં ફરી ઉછાળો
કોર્પોરેટ બોન્ડસ ખરીદવા FIIની પડાપડી

ડિઝલના ભાવ વધારાની અસર કોમર્શિયલ વ્હીકલના વેચાણ પર પડશે

ગોલ્ડ ફાઈન્ડિંગ્સની ઈમ્પોર્ટ ડયુટી ૧૦થી ઘટાડી ચાર ટકા કરાઈ
ઈરાની ટ્રોફી ઃ રેસ્ટ ઓફ ઇન્ડિયા સામે રાજસ્થાનના ૨૫૩માં ઓલઆઉટ
નબળી મનાતી ટીમોએ કોઈ પ્રકારનો અપસેટ ન સર્જ્યો ઃ હવે જ ખરી જમાવટ
 
 

Gujarat Samachar Plus

દાગીના ગિરવે મૂકીને મૂર્તિઓ બનાવી પણ વેચાણ થયું નહીં
હિટ ફિલ્મી સોંગના તાલે ગણેશજીની ભક્તિનો ક્રેઝ
ભારતના રંગબેરંગી વસ્ત્રાભૂષણો
હકારાત્મક અભિગમ થકી નકારાત્મક્તાને દુર કરો
જો જો હીલવાળા જોડાથી પગને હાનિ ન પહોંચે
સ્માર્ટ, સેક્સી ફિગર માટે કેટલાક ઇઝી સ્ટેપ્સ
 

Gujarat Samachar glamour

પ્રીતિ ઝિન્ટાની બુરાઈમાં ભલાઈનો અણસાર હતો
કંગના કેસીનોમાંથી ત્રણ લાખ રૃપિયા જીતી
પોપ સિંગર શકીરા માતા બનશે
ખાન ત્રિપુટના પગલે કરીના
શાહરૃખ માટે કોની ઝુલ્ફોની ખુશ્બુ અણમોલ છે ?
રણબીર ફિલ્મના નફામાં ભાગ માંગવા માંડયો
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved