બોલીવુડનાં ક્યા ક્યૂટ ખાને કહ્યું, સલામ મિસ પ્રિયંકા ચોપરા!

 

- ઇન માય સિટી મ્યુઝિક આલ્બમ

 

- પ્રિયંકા ચોપરા રોકસ્ટારની અદામાં

 

 

મુંબઇ, તા.૧૯ સપ્ટેમ્બર, ૨૦૧૨

 

 

પ્રિયંકા ચોપરાનું લેટેસ્ટ મ્યુઝિક આલ્બમ ઇમ નાય સિટી લોન્ચ થયું. સલમાને પિગ્ગી ચોપ્સની તારીફ કરતાં ટ્વિટ કર્યું છે, ઓહ માય ગોડ! પ્રિયંકા ચોપરાનું ઇન માય સિટી ઇંગ્લિશ ટ્રેક ત્રણવાર બેક ટુ બેક સાંભળ્યું. અદ્ભૂત છે, આઉટસ્ટેન્ડિંગ! સલામ મિસ ચોપરા.

 

સલમાન ઉપરાંત અન્ય કેટલીક સેલિબ્રિટીઓએ પણ પ્રિયંકાને શુભેચ્છા આપી હતી.

 

પ્રિયંકા આ આલ્બમમાં રોકસ્ટારની અદામાં નજરે પડે છે. વિવેચકોનું માનવું છે કે સિંગિંગ આલ્બમ દ્વારા પીસીએ વધુ એકવાર તે મલ્ટિટેલેન્ટેડ પર્સનાલિટી છે એ વાત સાબિત કરી આપી છે.