Last Update : 22-September-2012, Saturday

 

રિટેલમાં વિદેશી રોકાણના નિર્ણયનો પણ બચાવ કર્યો
મુશ્કેલ આર્થિક સ્થિતિમાં ડીઝલનો ભાવવધારો જરૃરી હતો ઃ મનમોહન

૧૯૯૧માં પણ અત્યાર જેવો જ ભયનો માહોલ ઊભો કરાયો જે સાચો પડયો નહીં ઃ નાણાં ઝાડ પર ઉગતાં નથી

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૧
એફડીઆઇ અને ડીઝલ ભાવવધારા અંગે લેવામાં આવેલા તાજેતરના નિર્ણયોને યોગ્ય ઠેરવતા વડાપ્રધાન મનમોહન સિંહે આજે રાષ્ટ્ર જોગ પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે કડક પગલાં લેવાનો સમય આવી ગયો છે. તેમણે જણાવ્યું હતું કે ૧૯૯૧માં પણ આવી જ રીતે ભય ફેલાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતાં પરંતુ ભય ફેલાવનારાઓ પાછળ જેમનો હાથ હતો તેઓ તે વખતે સફળ થયા ન હતા અને આ વખતે પણ તેઓ સફળ થશે નહીં.
ટેલિવિઝન પર આપેલા પોતાના સંદેશમાં વડાપ્રધાને રીટેલમાં એફડીઆઇને મંજુરી આપવા અંગે ફેલાવવામાં આવી રહેલા ભયને આધારવિહોણો ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે એફડીઆઇના અમલીકરણ પછી પણ નાના અને મોટા વેપારીઓ માટે વિકાસની તકો રહેશે.
તેમણે ડીઝલમાં ભાવવધારો અને સબસિડીયુક્ત એલપીજી સિલિન્ડરની સંખ્યા ૬ સુધી મર્યાદિત રાખવાના નિર્ણયનો બચાવ કરતા જણાવ્યું હતું કે મુશ્કેલ આર્થિક પરિસ્થિતિમાં આ નિર્ણયો લેવા જરૃરી હતાં. તેમણે જણાવ્યું હતું કે નાણા ઝાડ પર ઉગતા નથી. જો અમે આ નિર્ણયો ન લીધા હોત તો નાણાકીય ખાધમાં મોટા પ્રમાણમાં વધારો થવાની શક્યતા હતી.
વડાપ્રધાને જણાવ્યું હતું કે ઉંચા અને સમાવર્તી વિકાસ માટે તે શક્ય તમામ પગલા લેશે. કોઇ પણ સરકાર સામાન્ય માનવી પર બોજો નાખવા માંગતી નથી પરંતુ બીજી તરફ સરકારની એ પણ જવાબદારી છે કે દેશના હિતમાં અને પ્રજાના લાંબા ગાળાના ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે જરૃરી પગલા લે. વડાપ્રધાને મલ્ટી-બ્રાન્ડ રીટેલમાં એફડીઆઇને મંજુરી, ડીઝલમાં પાંચ રૃપિયાનો વધારો અને સબસિડીયુક્ત એલપીજી સિલિન્ડરોની સંખ્યા મર્યાદિત કરવાના નિર્ણયોને કારણે થઇ રહેલા વિરોધને પગલે વડાપ્રધાન મનમોહન સિહે આજે અંગ્રેજી અને હિન્દીમાં ૧૫ મિનિટ સુધી પ્રવચન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે શિક્ષણ, હેલ્થકેર, હાઉસિંગ અને ગ્રામીણ રોજગારી માટેના કાર્યક્રમો માટે નાણા ઉભા કરવા ઉંચો વિકાસ દર જરૃરી છે.

 

વડાપ્રધાન ઉવાચ્
* 'કડક પગલા'નો સમય આવી ગયો છે. ૧૯૯૧ જેવો ભય ફેલાવનારાઓથી ગેરમાર્ગે દોરાવું જોઇએ નહીં.
* આવો ભય ફેલાવનારા સફળ થયા નહોતા અને થશે પણ નહીં
* સામાન્ય માણસ પર ભારણ વધારવું કોઇ સરકારને ગમતું નથી પણ સાથે દેશના હિતો અને લાંબા ગાળાના ભાવિની સુરક્ષા પણ તેની જવાબદારી છે.
* દેશ અને વિદેશના રોકાણકારનો વિશ્વાસ સંપાદિત કરવો અનિવાર્ય છે.
* પૈસા ઝાડ પર ઉગતા નથી.
* 'આમ આદમી'ના હિતોનું રક્ષણ કરવા જ મારી સરકાર બે વખત ચૂંટાઇ છે.
* ડિઝલની કિંમતમાં વધારો ન કરાયો હોત તો ફ્યુઅલ પરની સબસિડી વધીને બે લાખ કરોડ થઇ જાત.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મનમોહન સરકારઃ ઓફ ધ ફોરેનર બાય ધ ફોરેનર, ફોર ધ ફોરેનર
ગુજરાતના લોકોને કેન્દ્ર સરકાર નહીં મુખ્યમંત્રી થપ્પડો મારે છે

મોદીએ પાડેલા ભૂવા પૂરતાં દાયકાઓ લાગશે ઃ કેશુભાઈ

ચૂંટણીપંચની માન્યતા મળવાનું લંબાતા પરિવર્તન પાર્ટી દ્વિધામાં
સાત વર્ષીય બહેનની નજર સામે ભાણેજે મામીને ચપ્પાના ઘા ઝીંક્યા
ન્યુઝીલેન્ડ સામે બાંગ્લાદેશનો ૫૯ રનથી નાલેશીભર્યો પરાજય

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડકપ ઃ ભારત અને ઈંગ્લેન્ડ સુપર એઈટમાં

ટી-૨૦માં મેકુલમનો હાઈએસ્ટ સ્કોરનો અને બે સદીનો રેકોર્ડ
UPA સરકારના 'રીફોર્મગેટ'થી FII અંજાઈ ઃ શેરોમાં અઢળક ખરીદી ઃ સેન્સેક્ષ ૪૦૪ છલાંગે ૧૮૭૫૩ની ૧૬ મહિનાની ટોચે
સોના-ચાંદીમાં બેતરફી વધઘટે આરંભિક આંચકા પછી સાંજે ભાવોમાં ફરી ઉછાળો
કોર્પોરેટ બોન્ડસ ખરીદવા FIIની પડાપડી

ડિઝલના ભાવ વધારાની અસર કોમર્શિયલ વ્હીકલના વેચાણ પર પડશે

ગોલ્ડ ફાઈન્ડિંગ્સની ઈમ્પોર્ટ ડયુટી ૧૦થી ઘટાડી ચાર ટકા કરાઈ
ઈરાની ટ્રોફી ઃ રેસ્ટ ઓફ ઇન્ડિયા સામે રાજસ્થાનના ૨૫૩માં ઓલઆઉટ
નબળી મનાતી ટીમોએ કોઈ પ્રકારનો અપસેટ ન સર્જ્યો ઃ હવે જ ખરી જમાવટ
 
 

Gujarat Samachar Plus

દાગીના ગિરવે મૂકીને મૂર્તિઓ બનાવી પણ વેચાણ થયું નહીં
હિટ ફિલ્મી સોંગના તાલે ગણેશજીની ભક્તિનો ક્રેઝ
ભારતના રંગબેરંગી વસ્ત્રાભૂષણો
હકારાત્મક અભિગમ થકી નકારાત્મક્તાને દુર કરો
જો જો હીલવાળા જોડાથી પગને હાનિ ન પહોંચે
સ્માર્ટ, સેક્સી ફિગર માટે કેટલાક ઇઝી સ્ટેપ્સ
 

Gujarat Samachar glamour

પ્રીતિ ઝિન્ટાની બુરાઈમાં ભલાઈનો અણસાર હતો
કંગના કેસીનોમાંથી ત્રણ લાખ રૃપિયા જીતી
પોપ સિંગર શકીરા માતા બનશે
ખાન ત્રિપુટના પગલે કરીના
શાહરૃખ માટે કોની ઝુલ્ફોની ખુશ્બુ અણમોલ છે ?
રણબીર ફિલ્મના નફામાં ભાગ માંગવા માંડયો
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved