Last Update : 22-September-2012, Saturday

 

ઇક્વિટી સ્કીમમાં ૫૦,૦૦૦નું રોકાણ કરનારને વેરામાં ૨૫,૦૦૦ની રાહત

દસ લાખ રૃપિયાથી ઓછી વાર્ષિક આવક ધરાવનારાઓને ૫૦,૦૦૦ સુધીના રોકાણ પર થનારો લાભ

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,તા.૨૧
શેરબજારમાં રિટેઈલ ઇન્વેસ્ટરોને ખેંચી લાવવા માટે કેન્દ્રના નાણાં પ્રધાન પી. ચિદમ્બરમે રાજીવ ગાંધી ઇક્વિટી સેવિંગ સ્કીમની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના હેઠળ વાર્ષિક રૃા. ૧૦ લાખથી ઓછી આવક ધરાવનારાઓને કલમ ૮૦ સી હેઠળ મળતા વેરાના લાભ ઉપરાંત આ સ્કીમમાં કરેલા રોકાણ પર ૫૦ ટકા વેરાની રાહત મળશે. આમ રૃા. ૫૦,૦૦૦નું રોકાણ કરનારને વેરામાં રૃા. ૨૫૦૦૦ની રાહત મળશે.
આ યોજનાને કારણે શેરબજારમાં નવી મૂડીનો પ્રવાહ વધશે અને બજારમાં સુધારો આવી શકશે. આ યોજના જાહેર કરવા પાછળનો મૂળભૂત ઇરાદો ભારતીય રોકાણકારોને બૅન્ક અને પોસ્ટ ઑફિસની બચત યોજના ઉપરાંત શેરબજારમાં રોકાણ કરવા માટે સક્રિય કરવાનો છે. તેની મદદથી શેરબજારમાં છૂટક રોકાણ કારોનો બેઝ વધશે. આ યોજના દરેક નવા રોકાણકારો માટે ખુલ્લી રાખવામાં આવી છે.
આ યોજના હેઠળ મહત્તમ રૃા. ૫૦,૦૦૦નું રોકાણ કરવાની છૂટ આપવામાં આવશે. આ રોકાણ પર ૫૦ ટકા રકમ વેરામાં બાદ મળશે. આ યોજના હેઠળ આવેલા નાણાં સીએનએક્સ ૧૦૦ અથવા બીએસઈ ૧૦૦માંજ રોકવામાં આવશે. તદુપરાંત જાહેર ક્ષેત્રની નવરત્ન, મહારત્ન અને મિનિ રત્નની કેટેગરીમાં આવતી કંપનીઓના શેર્સમાં આ યોજના હેઠળ આવેલા નાણાંનું રોકાણ કરવામાં આવશે. જાહેર ક્ષેત્રની કંપનીઓની ફોલોઓન પબ્લિક ઑફરમાં પણ આ યોજનાના ઇન્વેસ્ટરોના નાણાં રોકવામાં આવશે. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન વાર્ષિક રૃા. ૪૦૦૦ કરોડથી ઓછું ટર્નઓવર ન રહ્યું હોય તેવી કંપનીઓના શેર્સમાં જ આ નાણાં રોકવામાં આવશે.
આ યોજના હેઠળના નાણાંનો ત્રણ વર્ષ સુધી ઉપાડ કરી શકાશે નહિ. ત્રણ વર્ષના લૉક ઇન પિરિયડમાં પહેલું વર્ષ બ્લૅન્કેટ લૉક ઇન પિરિયડનો રહેશે. રોકાણ કર્યાને એક વર્ષ પૂરું થયા પછી તમારા પોર્ટ ફોલિયોમાંના શેર્સમાં ટ્રેડિંગ કરવાની તમને છૂટ આપવામાં આવશે. દેશમાં શેરબજારમાં રોકાણ કરનારાઓનું પ્રમાણ વધે તે માટે કેન્દ્રના નાણાં પ્રધાન પ્રણવ મુખરજીએ આ યોજના તૈયાર કરી હતી અને નવા નાણાં પ્રધાન પી. ચિદમ્બરમે આજે આ યોજનાની જાહેરાત કરી હતી.
એક વર્ષ પછી રોકાણકારોને તેમના પોર્ટફોલિયોના મૂલ્યનું રક્ષણ કરવા માટેની તક પૂરી પાડવામાં આવશે. તેઓ પોર્ટફોલિયો ચર્નિંગ એટલે કે લે વેચ કરીને નફો બુક કરવાની તક આપવામાં આવશે. બાકીના બે વર્ષ દરમિયાન તેઓ લે વેચ કરે તો પણ તેમના રોકાણના રૃા. ૫૦,૦૦૦ તેમાં જળવાઈ રહે તે ફરજિયાત છે. વેરા માફીનો લાભ મેળવવા માટે વર્ષના ૨૭૦ દિવસ સુધી તેમણે રૃા. ૫૦,૦૦૦નું બેલેન્સ જાળવી રાખવું પડશે. પોર્ટફોલિયોમાંથી શેર્સ ડેબિટ થયા પછી તેના પોર્ટફોલિયોનું મૂલ્ય રૃા. ૫૦,૦૦૦ની સપાટીએ જળવાઈ રહેવું જોઈએ. આમ ત્રણ વર્ષના વચ્ચેના ગાળામાં નફો બુક કરવાની તક પણ કરદાતાને આપવામાં આવશે. જે રકમનો ટેક્સ બેનિફિટ લીધો હોય તે રકમથી ઊંચું મૂલ્ય તેમના પોર્ટફોલિયોનું જળવાઈ રહે તે જોવાની જવાબદારી કરદાતાની રહેશે. રૃા. ૫૦,૦૦૦નું સરેરાશ બેલેન્સ જાળવી રાખવામાં કરદાતા નિષ્ફળ જાય તો તેને વેરા રાહતનો લાભ મળી શકશે નહિ.
શેર્સના મૂલ્યાંકન માટે સોદો કર્યાની આગળની તારીખના બંધ ભાવને ગણતરીમાં લેવામાં આવશે. તેથી નવા રોકાણકારોએ તેમના ખાતામાં થતી ડેબિટ અને ક્રેડિટ પર ખાસ ધ્યાન આપવાનું રહેશે. આ યોજનાના નાણાં એક્સચેન્જ ટ્રેડેડ ફંડ ઉપરાંત મ્યુચ્યુઅલ ફંડની યોજનાઓમાં રોકવાની પણ છૂટ મળશે. આ યોજના હેઠળના વેરા લાભ કલમ ૮૦ સસીજી હેઠળ આપવામાં આવશે.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મનમોહન સરકારઃ ઓફ ધ ફોરેનર બાય ધ ફોરેનર, ફોર ધ ફોરેનર
ગુજરાતના લોકોને કેન્દ્ર સરકાર નહીં મુખ્યમંત્રી થપ્પડો મારે છે

મોદીએ પાડેલા ભૂવા પૂરતાં દાયકાઓ લાગશે ઃ કેશુભાઈ

ચૂંટણીપંચની માન્યતા મળવાનું લંબાતા પરિવર્તન પાર્ટી દ્વિધામાં
સાત વર્ષીય બહેનની નજર સામે ભાણેજે મામીને ચપ્પાના ઘા ઝીંક્યા
ન્યુઝીલેન્ડ સામે બાંગ્લાદેશનો ૫૯ રનથી નાલેશીભર્યો પરાજય

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડકપ ઃ ભારત અને ઈંગ્લેન્ડ સુપર એઈટમાં

ટી-૨૦માં મેકુલમનો હાઈએસ્ટ સ્કોરનો અને બે સદીનો રેકોર્ડ
UPA સરકારના 'રીફોર્મગેટ'થી FII અંજાઈ ઃ શેરોમાં અઢળક ખરીદી ઃ સેન્સેક્ષ ૪૦૪ છલાંગે ૧૮૭૫૩ની ૧૬ મહિનાની ટોચે
સોના-ચાંદીમાં બેતરફી વધઘટે આરંભિક આંચકા પછી સાંજે ભાવોમાં ફરી ઉછાળો
કોર્પોરેટ બોન્ડસ ખરીદવા FIIની પડાપડી

ડિઝલના ભાવ વધારાની અસર કોમર્શિયલ વ્હીકલના વેચાણ પર પડશે

ગોલ્ડ ફાઈન્ડિંગ્સની ઈમ્પોર્ટ ડયુટી ૧૦થી ઘટાડી ચાર ટકા કરાઈ
ઈરાની ટ્રોફી ઃ રેસ્ટ ઓફ ઇન્ડિયા સામે રાજસ્થાનના ૨૫૩માં ઓલઆઉટ
નબળી મનાતી ટીમોએ કોઈ પ્રકારનો અપસેટ ન સર્જ્યો ઃ હવે જ ખરી જમાવટ
 
 

Gujarat Samachar Plus

દાગીના ગિરવે મૂકીને મૂર્તિઓ બનાવી પણ વેચાણ થયું નહીં
હિટ ફિલ્મી સોંગના તાલે ગણેશજીની ભક્તિનો ક્રેઝ
ભારતના રંગબેરંગી વસ્ત્રાભૂષણો
હકારાત્મક અભિગમ થકી નકારાત્મક્તાને દુર કરો
જો જો હીલવાળા જોડાથી પગને હાનિ ન પહોંચે
સ્માર્ટ, સેક્સી ફિગર માટે કેટલાક ઇઝી સ્ટેપ્સ
 

Gujarat Samachar glamour

પ્રીતિ ઝિન્ટાની બુરાઈમાં ભલાઈનો અણસાર હતો
કંગના કેસીનોમાંથી ત્રણ લાખ રૃપિયા જીતી
પોપ સિંગર શકીરા માતા બનશે
ખાન ત્રિપુટના પગલે કરીના
શાહરૃખ માટે કોની ઝુલ્ફોની ખુશ્બુ અણમોલ છે ?
રણબીર ફિલ્મના નફામાં ભાગ માંગવા માંડયો
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved