Last Update : 22-September-2012, Saturday

 

સરકારે પ્રજાને આંશિક રાહત આપી
સબસિડી વગરના રાંધણ ગેસના બાટલા પરની ઈમ્પોર્ટ એકસાઈઝ ડયૂટી નાબુદ

વિદેશી દેવા પર વેરો ઘટાડી પ ટકા કરાયો રાજીવ ગાંધી ઈક્વિટી સેવિંગ સ્કીમને મંજૂરી

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૨૧
દેશના કરોડો ગ્રાહકોને રાહત આપતા કેન્દ્ર સરકારે સબસિડી વગરના એલપીજી (રાંધણગેસ)ના બાટલા પરથી આયાત અને એકસાઈઝ ડયૂટી નાબૂદ કરી છે. જેના પગલે દિલ્હીમાં એલપીજીના બાટલાની કિંમતમાં રૃા. ૯૭ જેટલો ઘટાડો થયો છે. દરમિયાન રોકાણકારોને આકર્ષવા અને સોના માટેની માગ પર લગામ કસવા નાણા પ્રધાન પી. ચિદમ્બરમે આજે પરદેશી ધિરાણ પરનો ટેક્સ ૨૦ ટકાથી ઘટાડીને પાંચ ટકા કર્યો છે. અને સાથે રાજીવ ગાંધી ઈક્વિટી સેવિંગ્સ સ્કીમ (આરજીઈએસએસ)ને પણ મંજુરી આપી દીધી છે. એલપીજીના સિલિન્ડર પરની પાંચ ટકા કસ્ટમ્સ અને આઠ ટકા એક્સાઈઝ ડયૂટી નાબુદ કરતાં દિલ્હીમાં ગેસના બાટલાની કિંમત ૮૯૫થી ઘટીને ૭૯૮ થઈ ગઈ છે. જ્યારે સબસિડીવાળા એલપીજી સિલિન્ડરનો દિલ્હીમાં ભાવ રૃા. ૩૯૯ છે.
પત્રકારો સાથે વાત કરતાં ચિદમ્બરમે જણાવ્યું હતું કે એલપીજીના કેટલાક સિલિન્ડરો પર સબસિડી શક્ય ન હોવાથી સરકારે રાંધણગેસના બાટલા અંગેના જાહેરનામામાં સુધારો કર્યો છે. આ બાટલાઓ પરની કસ્ટમ્સ અને એક્સાઈઝ ડયૂટી હવે શૂન્ય થઈ જશે. જોકે સબસિડી વગરના કોમર્શિઅલ બાટલા પર પાંચ ટકા કસ્ટમ્સ અને આઠ ટકા એકસાઈઝ ડયૂટી યથાવત રહેશે. બીજીબાજુ કોંગ્રેસ શાસિત રાજ્યોની જેમ અન્ય રાજ્યોને પણ સબસિડીવાળા બાટલાની સંખ્યા ૬થી વધારીને ૯ કરવા પણ નાણાપ્રધાને વિનંતી કરી છે.
દરમિયાન ચિદમ્બરમે વિદેશી ધિરાણ પરનો ટેક્સ ૨૦ ટકાથી ઘટાડીને પાંચ ટકા કર્યો છે. આરજીઈએસએસ મારફતે નવા રોકાણકારોને ટેક્સના લાભ મળશે. આ સુવિધા ૫૦ હજાર સુધીનું રોકાણ કરતાં વાર્ષિક રૃા. ૧૦ લાખથી ઓછી આવકવાળા રોકાણકારોને મળશે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મનમોહન સરકારઃ ઓફ ધ ફોરેનર બાય ધ ફોરેનર, ફોર ધ ફોરેનર
ગુજરાતના લોકોને કેન્દ્ર સરકાર નહીં મુખ્યમંત્રી થપ્પડો મારે છે

મોદીએ પાડેલા ભૂવા પૂરતાં દાયકાઓ લાગશે ઃ કેશુભાઈ

ચૂંટણીપંચની માન્યતા મળવાનું લંબાતા પરિવર્તન પાર્ટી દ્વિધામાં
સાત વર્ષીય બહેનની નજર સામે ભાણેજે મામીને ચપ્પાના ઘા ઝીંક્યા
ન્યુઝીલેન્ડ સામે બાંગ્લાદેશનો ૫૯ રનથી નાલેશીભર્યો પરાજય

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડકપ ઃ ભારત અને ઈંગ્લેન્ડ સુપર એઈટમાં

ટી-૨૦માં મેકુલમનો હાઈએસ્ટ સ્કોરનો અને બે સદીનો રેકોર્ડ
UPA સરકારના 'રીફોર્મગેટ'થી FII અંજાઈ ઃ શેરોમાં અઢળક ખરીદી ઃ સેન્સેક્ષ ૪૦૪ છલાંગે ૧૮૭૫૩ની ૧૬ મહિનાની ટોચે
સોના-ચાંદીમાં બેતરફી વધઘટે આરંભિક આંચકા પછી સાંજે ભાવોમાં ફરી ઉછાળો
કોર્પોરેટ બોન્ડસ ખરીદવા FIIની પડાપડી

ડિઝલના ભાવ વધારાની અસર કોમર્શિયલ વ્હીકલના વેચાણ પર પડશે

ગોલ્ડ ફાઈન્ડિંગ્સની ઈમ્પોર્ટ ડયુટી ૧૦થી ઘટાડી ચાર ટકા કરાઈ
ઈરાની ટ્રોફી ઃ રેસ્ટ ઓફ ઇન્ડિયા સામે રાજસ્થાનના ૨૫૩માં ઓલઆઉટ
નબળી મનાતી ટીમોએ કોઈ પ્રકારનો અપસેટ ન સર્જ્યો ઃ હવે જ ખરી જમાવટ
 
 

Gujarat Samachar Plus

દાગીના ગિરવે મૂકીને મૂર્તિઓ બનાવી પણ વેચાણ થયું નહીં
હિટ ફિલ્મી સોંગના તાલે ગણેશજીની ભક્તિનો ક્રેઝ
ભારતના રંગબેરંગી વસ્ત્રાભૂષણો
હકારાત્મક અભિગમ થકી નકારાત્મક્તાને દુર કરો
જો જો હીલવાળા જોડાથી પગને હાનિ ન પહોંચે
સ્માર્ટ, સેક્સી ફિગર માટે કેટલાક ઇઝી સ્ટેપ્સ
 

Gujarat Samachar glamour

પ્રીતિ ઝિન્ટાની બુરાઈમાં ભલાઈનો અણસાર હતો
કંગના કેસીનોમાંથી ત્રણ લાખ રૃપિયા જીતી
પોપ સિંગર શકીરા માતા બનશે
ખાન ત્રિપુટના પગલે કરીના
શાહરૃખ માટે કોની ઝુલ્ફોની ખુશ્બુ અણમોલ છે ?
રણબીર ફિલ્મના નફામાં ભાગ માંગવા માંડયો
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved