Last Update : 22-September-2012, Saturday

 

શેરબજાર ૪૦૪ પોઇન્ટ વધ્યો ઃ ડોલર સામે રૃપિયો ૯૩ પૈસા વધ્યો
FIIની શેરબજારમાં ૨૩૨૮ કરોડની ખરીદી

સરકારની સ્થિરતા અને આર્થિક સુધારાના પગલે શેરબજારમાં વિદેશી રોકાણ વધ્યું ઃ આર્થિક મંદીના ઝોકમાંથી બહાર આવી રહેલું અર્થતંત્ર

અમદાવાદ, તા.૨૧
યુપીએ સરકાર દ્વારા અર્થતંત્રને વેગીલુ બનાવવા આર્થિક સુધારાના શ્રેણીબદ્ધ પગલાનો વિરોધ વ્યક્ત કરી મમતા બેનરજીના વડપણ હેઠળના તૃણમૂલ કોંગ્રેસે સરકારનો ટેકો પાછો ખેંચી લેવા સામે સમાજવાદી પક્ષે સરકારને ટેકો આપવાનુ ચાલુ રાખવાની બાંહેધરી આપવાના અહેવાલો પાછળ રાજકીય અસ્થિરતા દૂર થવા સાથે આર્થિક સુધારાની ગાડી પુરપાટ ઝડપે આગળ વધવાના પ્રબળ આશાવાદ પાછળ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ) દ્વારા આજે ભારતીય શેરબજારમાં એકજ દિવસમાં રૃા. ૨૩૨૭.૮૨ કરોડનું એટલે કે ૪૩૦ મિલિયન ડોલરનું જંગી રોકામ કરાતા અમેરિકન ડોલર સામે ભારતીય રૃપિયામાં ૯૩ પૈસાનો અતિ સૂચક ઉછાળો નોંધાયો હતો.
તો બીજી તરફ એફઆઇઆઇની ધૂમ લેવાલના પડાવે બીએસઇ સેન્સેક્સમાં પણ ૪૦૪ પોઇન્ટનો પ્રચંડ ઊછાળો નોંધાતા તે ૧૪ માસની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.
વિવિધ પ્રતિકૂળતાઓ પાછળ ખાડે ગયેલા અર્થતંત્રને બેઠુ કરવા તાજેતરમાં સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રમાં એફડીઆઇને મંજુરી, ડિઝલમાં ભાવ વધારા સહિતના આર્થિક પગલાની જાહેરાત કરી હતી. સરકારના આ પગલાનો વિરોધપક્ષો દ્વારા ઊગ્ર વિરોધ કરાયો હતો. આમ છતાંય સરકારે રીટેલ ક્ષેત્રે એફડીઆઇ મંજૂરીનું નોટીફીકેશન જાહેર કરવાની સાથોસાથ નાણામંત્રીએ આજે કોર્પોરેટ ક્ષેત્ર માટે વિદેશી ઋણ સસ્તુ કર્યું હતું. આ ઉપરાંત રાજીવ ગાંધી ઇક્વિટી સ્કીમને મંજૂરી આપવા જેવા મહત્વના પગલા ભર્યા હતા.
યુપીએ સરકાર દ્વારા આર્થિક સુધારા માટે ભરાયેલા પગલામાં પીછેહઠ ન કરાતા મમતા બેનરજીના તૃણમૂલ કોંગ્રેસ પક્ષે આજે સરકાર સાથે છેડો ફાડયો હતો. જો કે, આમતો આ સમાચાર પ્રતિકૂળ જ ગણાય. કારણ કે આ ઘટનાથી સરકારની તાકાતમાં ઘટાડો થવા સાથે રાજકીય અસ્થિરતા ઉભી થવાના એંધાણ હતા. પરંતુ બીજી તરફ સમાજવાદી પક્ષના વડા મુલાયમસિંહે યુપીએ સરકારને ટેકો આપવામાં સંપૂર્ણ સાથ નિભાવાનો પુનરોચ્ચાર કરતા રાજકીય અસ્થિરતા ટળવા સાથે આર્થિક સુધારાની ગાડી હવે વિના અવરોધે આગળ વધશે તેવા પ્રબળ આશાવાદ પાછળ શેરબજારમાં આજે ગુલાબી તેજીનો માહોલ રચાયો હતો.
આ અહેવાલો પાછળ મુંબઇ શેરબજાર ખાતે આજે કામકાજનો પ્રારંભ સુધારા તરફી ટોને થયા બાદ નવી લેવાલી પાછળ સુધારાની ચાલ એકધારી આગળ વધી હતી જેના પગલે એક તબક્કે સેન્સેક્સમાં ઇન્ટ્રાડે ૪૫૦થી પણ વધુ પોઇન્ટનો ઊછાળો નોંધાયો હતો. જો કે, પાછળથી આ ઊંચા મથાળે નફો બુક થતા બજાર થોડુ પાછુ પડયું હતું આમ છતાં કામકાજના અંતે બીએસઇ સેન્સેક્સ ૪૦૩.૫૮ પોઇન્ટ ઉછળી ૧૮૭૫૨.૮૩ની ૧૪ માસની ઊંચી સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે એનએસઇનો નિફ્ટી આંક ૧૩૬.૯૦ પોઇન્ટ ઉછળી ૫૬૯૧.૧૫ની સપાટીએ મજબૂત રહ્યો હતો.
સરકાર દ્વારા અર્થતંત્રને વેગીલુ બનાવવા ભરવામાં આવેલા શ્રેણીબદ્ધ આર્થિક સુધારાના પગલાથી આકર્ષાઇને વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ) દ્વારા આજે એકજ દિવસમાં ૪૩૦ મિલિયન ડોલરનું જંગી રોકાણ કરાયું હોવાના અહેવાલો તેમજ નિકાસકારો અને આગેવાન બેંકો દ્વારા ડોલરમાં મોટા પાયે વેચવાલી હાથ ધરાતા રૃપિયો ઝડપથી આગળ વધ્યો હતો અને કામકાજના અંતે ૯૩ પૈસા એટલે કે ૧.૭૧ ટકા વધીને ૫૩.૪૫ની સપાટીએ મજબૂત રહ્યો હતો. સરકાર દ્વારા કોર્પોરેટ ક્ષેત્ર માટે વિદેશી ઋણ મેળવવા પરના ટેક્સમાં કરાયેલા ઘટાડાની પણ હુંડિયામણ બજાર પર સાનુકુળ અસર થવા પામી હતી.
દરમિયાન ૧૪ સપ્ટેમ્બરે પૂરા થયેલા સપ્તાહ અંતે દેશના વિદેશી હૂંડિયામણ ભંડોળમાં ૨ અબજ ડોલરથી વધુનો એટલે કે ૨.૪૪ બિલિયન ડોલરનો વધારો થતા તે ૨૯૪.૪૭ બિલિયન ડોલરની સપાટીએ પહોંચી જવા પામ્યુ હતું.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મનમોહન સરકારઃ ઓફ ધ ફોરેનર બાય ધ ફોરેનર, ફોર ધ ફોરેનર
ગુજરાતના લોકોને કેન્દ્ર સરકાર નહીં મુખ્યમંત્રી થપ્પડો મારે છે

મોદીએ પાડેલા ભૂવા પૂરતાં દાયકાઓ લાગશે ઃ કેશુભાઈ

ચૂંટણીપંચની માન્યતા મળવાનું લંબાતા પરિવર્તન પાર્ટી દ્વિધામાં
સાત વર્ષીય બહેનની નજર સામે ભાણેજે મામીને ચપ્પાના ઘા ઝીંક્યા
ન્યુઝીલેન્ડ સામે બાંગ્લાદેશનો ૫૯ રનથી નાલેશીભર્યો પરાજય

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડકપ ઃ ભારત અને ઈંગ્લેન્ડ સુપર એઈટમાં

ટી-૨૦માં મેકુલમનો હાઈએસ્ટ સ્કોરનો અને બે સદીનો રેકોર્ડ
UPA સરકારના 'રીફોર્મગેટ'થી FII અંજાઈ ઃ શેરોમાં અઢળક ખરીદી ઃ સેન્સેક્ષ ૪૦૪ છલાંગે ૧૮૭૫૩ની ૧૬ મહિનાની ટોચે
સોના-ચાંદીમાં બેતરફી વધઘટે આરંભિક આંચકા પછી સાંજે ભાવોમાં ફરી ઉછાળો
કોર્પોરેટ બોન્ડસ ખરીદવા FIIની પડાપડી

ડિઝલના ભાવ વધારાની અસર કોમર્શિયલ વ્હીકલના વેચાણ પર પડશે

ગોલ્ડ ફાઈન્ડિંગ્સની ઈમ્પોર્ટ ડયુટી ૧૦થી ઘટાડી ચાર ટકા કરાઈ
ઈરાની ટ્રોફી ઃ રેસ્ટ ઓફ ઇન્ડિયા સામે રાજસ્થાનના ૨૫૩માં ઓલઆઉટ
નબળી મનાતી ટીમોએ કોઈ પ્રકારનો અપસેટ ન સર્જ્યો ઃ હવે જ ખરી જમાવટ
 
 

Gujarat Samachar Plus

દાગીના ગિરવે મૂકીને મૂર્તિઓ બનાવી પણ વેચાણ થયું નહીં
હિટ ફિલ્મી સોંગના તાલે ગણેશજીની ભક્તિનો ક્રેઝ
ભારતના રંગબેરંગી વસ્ત્રાભૂષણો
હકારાત્મક અભિગમ થકી નકારાત્મક્તાને દુર કરો
જો જો હીલવાળા જોડાથી પગને હાનિ ન પહોંચે
સ્માર્ટ, સેક્સી ફિગર માટે કેટલાક ઇઝી સ્ટેપ્સ
 

Gujarat Samachar glamour

પ્રીતિ ઝિન્ટાની બુરાઈમાં ભલાઈનો અણસાર હતો
કંગના કેસીનોમાંથી ત્રણ લાખ રૃપિયા જીતી
પોપ સિંગર શકીરા માતા બનશે
ખાન ત્રિપુટના પગલે કરીના
શાહરૃખ માટે કોની ઝુલ્ફોની ખુશ્બુ અણમોલ છે ?
રણબીર ફિલ્મના નફામાં ભાગ માંગવા માંડયો
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved