Last Update : 22-September-2012, Saturday

 

શ્રધ્ધાના માર્ગે ચાલતા માઇભક્તોને કોઇ પણ મુશ્કેલીઓ નડતી જ નથી

૭૦ વર્ષના ગીરીશભાઇ છેલ્લા ૫૩ વર્ષથી સતત અમદાવાદથી અંબાજી પગપાળા જાય છે

ગાંધીનગર,તા.૨૧
શ્રધ્ધા અને મન અડગ હોય તો વિકલાંગ પણ શિખર સર કરી શકે છે. આ કહેવતના આપણે આપણા સમાજમાં અસંખ્ય ઉદાહરણો જોયા અને સાંભળ્યા હશે. તો મનમાં પુર્ણ વિશ્વાસ અને જગદંબા માં અંબામાં શ્રધ્ધા સાથે ૭૦ વર્ષના ગીરીશભાઇ જોષી છેલ્લા ૫૨ વર્ષની જેમ આ વખતે પણ આસ્થાના માર્ગે અમદાવાદથી અંબાજી સુધીની ૨૦૦ કિ.મી.નું અંતર કાપવા પગપાળા નિકળી ગયા છે. તેમનું માનવું છે કે, શ્રધ્ધાના માર્ગે ચાલતા માઇભક્તોને રસ્તામા કોઇ પણ મુશ્કેલીઓ નડતી નથી અને મતાજી સાક્ષાત તેમની રક્ષા કરે છે.
ભાદરવી પૂનમે માં અંબાના ધામ અંબાજીમાં પગપાળા હજારો માઇભક્તો જતા હોય છે. માતાજીમાં અતૂટ આસ્થાને કારણે ૧૫૦થી ૨૦૦ કિ.મી. અંતર ચાલતા હોવા છતા પણ ભક્તોને ઉની આંચ આવતી નથી. ત્યારે ગાંધીનગરમાંથી પસાર થતા માઇભક્તો માટે માર્ગો પર સેવા કેન્દ્રો પણ ઉભા થઇ ગયા છે. એટલુ જ નહીં, મંગળવારે અમદાવાદનો સૌથીમોટો પગપાળા સંધ લાલ ડંડાવાળો અને શિવશક્તિ સંધ ગાંધીનગર પહોંચ્યા હતા. જેમાં શિવશક્તિ સંધમાં છેલ્લા પાંચ વર્ષથી ચાલતા અંબાજી જતા અને તે પહેલા લાલા ડંડાવાળા સંધમાં પગપાળા યાત્રા કરતા ગીરીશભાઇ પણ ગાંધીનગર આવ્યા હતા. સરકારી ડ્રાઇવર તરીકે નિવૃત થયેલા અને અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં રહેતા ગીરીશભાઇ જોષી ૭૦ વર્ષની વયે છેલ્લા ૫૩ વર્ષથી અમદાવાદથી અંબાજી સુધીની ૨૦૦ કી.મી.ની સફર ચાલતા સર કરે છે. આ અંગે તેમની સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, તેમના મોટાબાપુજી કાંતિલાલા સતત ૭૦ વર્ષ પગપાળા અંબાજી ગયા હતા. તેમનામાંથી પ્રેરણા લઇને તેઓ પણ તરૃણાવસ્થાથી જ લાલાડંડાવાળા સંઘમાં અંબાજી પગપાળા જતા હતા. જેનાથી તેમની માતાજી પરની શ્રધ્ધા પણ દિવસેને દિવસે વધી રહી હતી.
૭૦ વર્ષની વયે પણ ચાલવામાં યુવાનોને પાછળ રાખી દેતા ગીરીશભાઇ પગપાળા ચાલતા માઇભક્તોને સલાહ આપે છે કે, જગતજનની માં જગદમ્બા માં અંબાજી પર ખરા દિલથી વિશ્વાસ અને શ્રધ્ધા રાખવામાં આવે તો ચાલતા જતા માઇભક્તોને રસ્તામાં પણ કોઇ પણ જાતની મુશ્કેલીઓ નડતી નથી.આ અંગે તેમને ઉદાહરણ આપતા કહ્યું હતું કે, પાંચ વર્ષ પહેલા વડનગર પાસે અચાનક ભમરાઓ ઉડતા નાશભાગ મચી ગઇ હતી.
તે દરમિયાન તેમણે તેમની પાસે રહેલા માતાજીના નિશાન રૃપી ધજા ખોલીને માતાજીના નામ લેતા-લેતા હવામાં ફેરવતા તુરંત જ ભમરાનું જુંડ ત્યાંથી જતું રહ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજે અંબાજી પગપાળા જવાને ઘણા યુવાનો પિકનીક ગણી રહ્યા છે. ત્યારે આવી પરિસ્થિતિમાં ચાલતા જતા માઇભક્તોએ માર્ગમાં આવતા સેવા કેન્દ્રોનો જરૃર પડે ત્યારે જ અને તેટલો જ ઉપયોગ કરવો જોઇએ. સેવા કેન્દ્રોમાંથી વિતરણ કરવામાં આવતી ચીજ વસ્તુઓનો દુરોપયોગ કે બગાડ કરવો જોઇએ નહીં.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મનમોહન સરકારઃ ઓફ ધ ફોરેનર બાય ધ ફોરેનર, ફોર ધ ફોરેનર
ગુજરાતના લોકોને કેન્દ્ર સરકાર નહીં મુખ્યમંત્રી થપ્પડો મારે છે

મોદીએ પાડેલા ભૂવા પૂરતાં દાયકાઓ લાગશે ઃ કેશુભાઈ

ચૂંટણીપંચની માન્યતા મળવાનું લંબાતા પરિવર્તન પાર્ટી દ્વિધામાં
સાત વર્ષીય બહેનની નજર સામે ભાણેજે મામીને ચપ્પાના ઘા ઝીંક્યા
ન્યુઝીલેન્ડ સામે બાંગ્લાદેશનો ૫૯ રનથી નાલેશીભર્યો પરાજય

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડકપ ઃ ભારત અને ઈંગ્લેન્ડ સુપર એઈટમાં

ટી-૨૦માં મેકુલમનો હાઈએસ્ટ સ્કોરનો અને બે સદીનો રેકોર્ડ
UPA સરકારના 'રીફોર્મગેટ'થી FII અંજાઈ ઃ શેરોમાં અઢળક ખરીદી ઃ સેન્સેક્ષ ૪૦૪ છલાંગે ૧૮૭૫૩ની ૧૬ મહિનાની ટોચે
સોના-ચાંદીમાં બેતરફી વધઘટે આરંભિક આંચકા પછી સાંજે ભાવોમાં ફરી ઉછાળો
કોર્પોરેટ બોન્ડસ ખરીદવા FIIની પડાપડી

ડિઝલના ભાવ વધારાની અસર કોમર્શિયલ વ્હીકલના વેચાણ પર પડશે

ગોલ્ડ ફાઈન્ડિંગ્સની ઈમ્પોર્ટ ડયુટી ૧૦થી ઘટાડી ચાર ટકા કરાઈ
ઈરાની ટ્રોફી ઃ રેસ્ટ ઓફ ઇન્ડિયા સામે રાજસ્થાનના ૨૫૩માં ઓલઆઉટ
નબળી મનાતી ટીમોએ કોઈ પ્રકારનો અપસેટ ન સર્જ્યો ઃ હવે જ ખરી જમાવટ
 
 

Gujarat Samachar Plus

દાગીના ગિરવે મૂકીને મૂર્તિઓ બનાવી પણ વેચાણ થયું નહીં
હિટ ફિલ્મી સોંગના તાલે ગણેશજીની ભક્તિનો ક્રેઝ
ભારતના રંગબેરંગી વસ્ત્રાભૂષણો
હકારાત્મક અભિગમ થકી નકારાત્મક્તાને દુર કરો
જો જો હીલવાળા જોડાથી પગને હાનિ ન પહોંચે
સ્માર્ટ, સેક્સી ફિગર માટે કેટલાક ઇઝી સ્ટેપ્સ
 

Gujarat Samachar glamour

પ્રીતિ ઝિન્ટાની બુરાઈમાં ભલાઈનો અણસાર હતો
કંગના કેસીનોમાંથી ત્રણ લાખ રૃપિયા જીતી
પોપ સિંગર શકીરા માતા બનશે
ખાન ત્રિપુટના પગલે કરીના
શાહરૃખ માટે કોની ઝુલ્ફોની ખુશ્બુ અણમોલ છે ?
રણબીર ફિલ્મના નફામાં ભાગ માંગવા માંડયો
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved