Last Update : 22-September-2012, Saturday

 

છીપવાડમાં લારી ઉભી રાખવા અંગે પથ્થર મારો

બન્ને કોમના ટોળાઓ આમને સામને આવી જતા તંગદીલી ઃ રીક્ષાની તોડફોડ

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,શુક્રવાર
છીપવાડ ભોઇવાડ નર્મદા સ્કૂલ પાસે ભરાતા શાકમાર્કેટમાં લારીઓ ઉભી રાખવા બાબતે બે કોમના યુવકો વચ્ચે થયેલા ઝઘડીએ કોમી અથડામણનું સ્વરૃપ ધારણ કરી લેતાં નાસભાગ મચી ગઇ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટોળાં વિખેરી કાઢ્યા હતાં. પરંતુ, કોમી છમકલામાં એક રીક્ષાનાં કાચ તૂટી ગયા હતાં. ઓળખાયેલાં ચાર તોફાની સહિત ૫૦ ના ટોળાં સામે સીટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવ અંગેની વિગત એવી છે કે, શહેરનાં અતિ સંવેદનશીલ એવા છીપવાડ ભોઇવાડા નર્મદા સ્કૂલ પાસે ભરાતા શાકમાર્કેટ પાસે કોમી અથડામણ થઇ હતી. બપોરે દોઢ વાગ્યાના અરસામાં નર્મદા સ્કૂલ પાસે શાકમાર્કેટમાં લારીઓ ઉભી રાખવા બાબતે વિજય કહાર અને સદ્દામ મહેબૂબખાન પઠાણ વચ્ચે તકરાર થઇ હતી. આ બોલાચાલી દરમિયાન સદ્દામનાં પિતા મહેબૂબખાન સ્થળ પર આવી ગયા હતા. તેમને મુસ્લિમ છોકરાઓને ઉશ્કેર્યા હતા અને સામે પક્ષે પણ ઉશ્કેરણી કરવામાં આવી હતી. જેના પરિણામે બંન્ને કોમના ટોળાં સામ-સામે આવી ગયાં હતાં. અને પથ્થરમારો શરૃ કર્યો હતો. સીટી પોલીસમથકનાં પીઆઇ બી.એચ. ચાવડા અને સ્ટાફના જવાનો પેટ્રોલીંગમાં હતા તે સમયે બનાવની જાણ થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. પોલીસની એન્ટ્રી પડતાં જ તોફાની ટોળાં વિખેરાઇ ગયા હતા. પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લઇ ટોળાં વિખેરી ટ્રાફિક વ્યવહાર સામાન્ય કરાવ્યો હતો.
પોલીસે ઘટના સ્થળે પહોંચી કરેલી તપાસ દરમિયાન ઉપરોક્ત વિગતો જાણવા મળી હતી. ઘટના સ્થળેથી એક ડ્રાયવીંગ લાયસન્સ મળી આવ્યું હતું. જેમાં મજીદખાનનું નામ હતું.
સીટી પોલીસે બનાવ અંગે વિજય કહાર, મહેબૂબખાન પઠાણ, સદ્દામ પઠાણ, મજીદ પઠાણ સહિત બંન્ને કોમનાં ૫૦ના ટોળાં સામે ગુનોં નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અતિ સંવેદનશીલ છીપવાડ વિસ્તારમાં ભર બપોરે થયેલા કોમી છમકલા બાદ પોલીસે તમામ સંવેદનશીલ વિસ્તારોમાં સઘન પેટ્રોલીંગ શરૃ કરાવી દીધું હતું. અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે તકેદારીરૃપ પગલાં લીધાં હતાં.

તોફાનને પગલે શાળાની છાત્રાઓમાં ગભરાટ
જોત જોતામાં વિસ્તારની દુકાનો બંધ અને રસ્તાઓ સૂમસામ

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,શુક્રવાર
કોમી અથડામણના છીપવાડમાં આવેલી કન્યા શાળાની છાત્રાઓ પણ ગભરાઇ ગઇ હતી. તે ઉપરાંત ફતેપુરા ચાંપાનેર વિસ્તારની દુકાનો ફટાફટ બંધ થઇ ગઇ હતી અને રસ્તા પર નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા.
છીપવાડમાં થયેલી થયેલી કોમી અથડામણના પગલે આ વિસ્તારમાં આવેલી સરકારી કન્યા શાળાની છાત્રાઓ અને શિક્ષકો પણ ગભરાઇ ગયા હતા. તોફાનીઓ શાળામાં ઘુસી ન આવે તથા પથ્થરો અંદર ના આવે તે માટે શાળાના બારી- દરવાજા બંધ કરી દેવાયા હતા. પોલીસ ગણત્રીની મિનિટોમાં આવી જતાં તોફાન બંધ થતા શાળામાં ગભરાટ ઓછો થયો હતો. એક તબક્કે સ્કુલ વહેલી છોડવાનું નક્કી કરાયું હતુ. પરંતુ તોફાનના માહોલમાં માસૂમ છાત્રાઓ ગભરાઇને અટવાઇ ન પડે તે માટે શાળા ચાલુ રખાઇ હતી. અને જે વાલીઓ આવે તેમને સંતાનો સોંપી દેવાયા હતા.
તોફાનના પગલે ચાંપાનેર, ફતેપુરા, યાકુતપુરા વિગેરે વિસ્તારોમાં પણ ગભરાટ ભરી નાસભાગ મચી ગઇ હતી. અને દુકાનો બંધ થઇ ગઇ હતી. જોતજોતામાં રોડ પર સન્નાટો છવાઇ ગયો હતો.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મનમોહન સરકારઃ ઓફ ધ ફોરેનર બાય ધ ફોરેનર, ફોર ધ ફોરેનર
ગુજરાતના લોકોને કેન્દ્ર સરકાર નહીં મુખ્યમંત્રી થપ્પડો મારે છે

મોદીએ પાડેલા ભૂવા પૂરતાં દાયકાઓ લાગશે ઃ કેશુભાઈ

ચૂંટણીપંચની માન્યતા મળવાનું લંબાતા પરિવર્તન પાર્ટી દ્વિધામાં
સાત વર્ષીય બહેનની નજર સામે ભાણેજે મામીને ચપ્પાના ઘા ઝીંક્યા
ન્યુઝીલેન્ડ સામે બાંગ્લાદેશનો ૫૯ રનથી નાલેશીભર્યો પરાજય

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડકપ ઃ ભારત અને ઈંગ્લેન્ડ સુપર એઈટમાં

ટી-૨૦માં મેકુલમનો હાઈએસ્ટ સ્કોરનો અને બે સદીનો રેકોર્ડ
UPA સરકારના 'રીફોર્મગેટ'થી FII અંજાઈ ઃ શેરોમાં અઢળક ખરીદી ઃ સેન્સેક્ષ ૪૦૪ છલાંગે ૧૮૭૫૩ની ૧૬ મહિનાની ટોચે
સોના-ચાંદીમાં બેતરફી વધઘટે આરંભિક આંચકા પછી સાંજે ભાવોમાં ફરી ઉછાળો
કોર્પોરેટ બોન્ડસ ખરીદવા FIIની પડાપડી

ડિઝલના ભાવ વધારાની અસર કોમર્શિયલ વ્હીકલના વેચાણ પર પડશે

ગોલ્ડ ફાઈન્ડિંગ્સની ઈમ્પોર્ટ ડયુટી ૧૦થી ઘટાડી ચાર ટકા કરાઈ
ઈરાની ટ્રોફી ઃ રેસ્ટ ઓફ ઇન્ડિયા સામે રાજસ્થાનના ૨૫૩માં ઓલઆઉટ
નબળી મનાતી ટીમોએ કોઈ પ્રકારનો અપસેટ ન સર્જ્યો ઃ હવે જ ખરી જમાવટ
 
 

Gujarat Samachar Plus

દાગીના ગિરવે મૂકીને મૂર્તિઓ બનાવી પણ વેચાણ થયું નહીં
હિટ ફિલ્મી સોંગના તાલે ગણેશજીની ભક્તિનો ક્રેઝ
ભારતના રંગબેરંગી વસ્ત્રાભૂષણો
હકારાત્મક અભિગમ થકી નકારાત્મક્તાને દુર કરો
જો જો હીલવાળા જોડાથી પગને હાનિ ન પહોંચે
સ્માર્ટ, સેક્સી ફિગર માટે કેટલાક ઇઝી સ્ટેપ્સ
 

Gujarat Samachar glamour

પ્રીતિ ઝિન્ટાની બુરાઈમાં ભલાઈનો અણસાર હતો
કંગના કેસીનોમાંથી ત્રણ લાખ રૃપિયા જીતી
પોપ સિંગર શકીરા માતા બનશે
ખાન ત્રિપુટના પગલે કરીના
શાહરૃખ માટે કોની ઝુલ્ફોની ખુશ્બુ અણમોલ છે ?
રણબીર ફિલ્મના નફામાં ભાગ માંગવા માંડયો
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved