Last Update : 22-September-2012, Saturday

 
શું આવી સુવિધાઓજ વિકાસની વ્યાખ્યામાં આવે છે ?
બોટાદમાં અઠવાડિયે એક દિવસ પાણી આવે અને એ પણ સાવ ગંદુ

નવ યુવાનો માટે નથી રમત - ગમતના મેદાન કે નથી પાર્કિંગ સુવિધા ઃ હરવા ફરવા માટેનો બગીચો પણ રહ્યો નથી

 

(ફેક્સ) બોટાદ, તા.૨૧
બોટાદ નગરપાલિકા દ્વારા શહેરીજનોને નળ કનેકશન મારફત ઘરે અઠવાડિયે એક દિવસ અને એ પણ ટૂંકા સમય માટે આપવામાં આવે છે. આ પાણીમાં ગટરનું પાણી ભળીને આવતું હોઈ પહેલી ૧૦ થી ૧૫ મિનિટનું પાણી ગટરમાં જવા દેવું પડે છે. ત્યારબાદ પીવા કે વાપરવા જેવું પાણી આવે છે અને તે પણ ચકાસણી કરીને પીવા માટે ભરવું પડે છે. તેમ બોટાદના સામાજિક કાર્યકર નારણભાઈ કે.મેટાલિયાએ અખબારી યાદીમાં જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, ભાવનગર જિલ્લાનું મુખ્ય શહેર બોટાદ જે દરેક ઉદ્યોગ ધંધા વેપારથી ધમધમતુ ૨ થી ૨।। લાખની વસ્તી ધરાવતુ સીટી છે. જેમાં અનેક સુવિધાવાળુ એસ.ટી. ડેપો માર્કેટીંગ યાર્ડ, હીરા ઉદ્યોગથી રોજીંદા કરોડો રૃપીયાનું ટર્નઓવર થઈ રહેલ છે. સ્કુલ, કોલેજો, દવાખાના, હોસ્પીટલો, અનેક બેન્કો અને રાજકીય ક્ષેત્રે બોટાદનું નામ મોટુ છે તેમ છતાં ઃ- બોટાદ શહેરમાં ટુ - વ્હીલર, ફોર વ્હીલર વિગેરે ખાનગી વાહનો માટે વર્ષોથી પાર્કીંગની કોઈ સુવિધા નથી. ટેક્સી સ્ટેન્ડ, રીક્ષા સ્ટેન્ડ, ટ્રકો તથા અન્ય વાહનો મુકવાની સુવિધા નથી. શાકભાજીના વેચાણ માટે જાહેર રસ્તાઓ ઉપર પાથરણા પાથરી વેચાણ થઈ રહેલ છે સારી મોટી શાકમાર્કેટ નથી. નવ યુવાનો વિદ્યાર્થીઓ માટે ક્રિકેટ, વોલીબોલ વિગેરે રમત ગમતના મેદાન નથી. વૃધ્ધો અને નવયુવાનોને મનોરંજન માટે અને હરવા ફરવા માટે સીટીમાં એક બગીચો હતો તેનો પણ નાશ થઈ ગયો છે. દિનદયાળ ચોકથી હવેલી ચોક સુધીના રસ્તા ઉપર રીક્ષામાં કોઈ બહેન - દિકરીને ડીલીવરી માટે દવાખાને લઈ જતા લગભગ ડીલીવરી રસ્તામાં જ થઈ જાય તેવા રસ્તાઓ આ છે. સીટીમાં તેમજ વર્ષો જુની સોસાયટીઓમાં હિન્દુસ્તાન સ્વતંત્ર થયુ ત્યારના જે રસ્તાઓ હતા તેના તે જ છે. ગામ અને પરા વચ્ચે વર્ષોથી ગંદા પાણીની ખુલ્લી ગટર બોટાદની બંને નદીઓમાંથી પસાર થઈ રહેલ છે તેમાં બેસી નાના - મોટા વેપાર ધંધા ચાલે છે. જેથી શહેરીજનોને આરોગ્યને ભયંકર નુકશાન થઈ રહેલ છે. શહેરના ૯૦ ટકા શોપીંગો, બેન્કો, રેસ્ટોરન્ટો, ટયુશન ક્લાસો, દવાખાના, હોસ્પીટલોમાં પાર્કીંગની કોઈ સુવિધા ન હોઈ જેવા અનેક કારણોસર શહેરમાં જંગલરાજ જેવી ટ્રાફીક સમસ્યા સર્જાયેલ છે. જેના કારણે રોજીંદા અનેક નાના મોટા એક્સીડન્ટો થાય છે. ''સાયલા - બોટાદ - ઢસા'' સ્ટેટ હાઈ-વે નંબર ૨૧ ગઢડા રોડ, પાળીયાદ રોડ, એસ.ટી. ડેપો જેવા શહેરના મહત્ત્વના રસ્તા ઉપરથી શહેર વચ્ચેથી પસાર થાય છે જે રોડ ઉપર રાત્રીની સુવિધા માટે કોઈ લાઈટીંગની સુવિધા કે વ્યવસ્થા નથી. જેની સામે બોટાદમાં રાજકીય કાર્યકરોની સોસાયટીના આવવા - જવાના રસ્તાઓ - જેવા કે ગોકુલ મેડીકલ થી અંદર મહિલા કોલેજ તરફનો રોડ - ઉપર સોડીયમ લેમ્પોથી સુશોભીત મુંબઈ શહેરના રોડ જેવી લાઈટો છે.
બોટાદના શહેરીજનોને પીવાનાં પાણી નગરપાલીકા દ્વારા નળ કનેકશનો દ્વારા ઘેર ઘેર અઠવાડીયે એક દિવસ ટુંકા સમય માટે આપવામાં આવે છે. આ પાણીમાં ગટરનું પાણી ભળીને આવતુ હોય પહેલી ૧૦ થી ૧૫ મીનીટનું પાણી ગટરમાં જવા દેવું પડે છે. ત્યાર બાદ પીવા કે વાપરવા જેવું પાણી આવે છે તે પણ ચકાસણી કરીને પીવા માટે ભરવું પડે છે. એ રીતે અનેક સુવિધાઓથી વંચીત બોટાદ શહેર અને શહેરીજનો છે જેની બોટાદ શહેરના તમામ રાજકીય પક્ષના આગેવાનો - કાર્યકરોને જાણ છે જ પરંતુ તેની દરકાર કોને છે ? એવો પ્રશ્ન તેમણે ઊઠાવ્યો હતો.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મનમોહન સરકારઃ ઓફ ધ ફોરેનર બાય ધ ફોરેનર, ફોર ધ ફોરેનર
ગુજરાતના લોકોને કેન્દ્ર સરકાર નહીં મુખ્યમંત્રી થપ્પડો મારે છે

મોદીએ પાડેલા ભૂવા પૂરતાં દાયકાઓ લાગશે ઃ કેશુભાઈ

ચૂંટણીપંચની માન્યતા મળવાનું લંબાતા પરિવર્તન પાર્ટી દ્વિધામાં
સાત વર્ષીય બહેનની નજર સામે ભાણેજે મામીને ચપ્પાના ઘા ઝીંક્યા
ન્યુઝીલેન્ડ સામે બાંગ્લાદેશનો ૫૯ રનથી નાલેશીભર્યો પરાજય

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડકપ ઃ ભારત અને ઈંગ્લેન્ડ સુપર એઈટમાં

ટી-૨૦માં મેકુલમનો હાઈએસ્ટ સ્કોરનો અને બે સદીનો રેકોર્ડ
UPA સરકારના 'રીફોર્મગેટ'થી FII અંજાઈ ઃ શેરોમાં અઢળક ખરીદી ઃ સેન્સેક્ષ ૪૦૪ છલાંગે ૧૮૭૫૩ની ૧૬ મહિનાની ટોચે
સોના-ચાંદીમાં બેતરફી વધઘટે આરંભિક આંચકા પછી સાંજે ભાવોમાં ફરી ઉછાળો
કોર્પોરેટ બોન્ડસ ખરીદવા FIIની પડાપડી

ડિઝલના ભાવ વધારાની અસર કોમર્શિયલ વ્હીકલના વેચાણ પર પડશે

ગોલ્ડ ફાઈન્ડિંગ્સની ઈમ્પોર્ટ ડયુટી ૧૦થી ઘટાડી ચાર ટકા કરાઈ
ઈરાની ટ્રોફી ઃ રેસ્ટ ઓફ ઇન્ડિયા સામે રાજસ્થાનના ૨૫૩માં ઓલઆઉટ
નબળી મનાતી ટીમોએ કોઈ પ્રકારનો અપસેટ ન સર્જ્યો ઃ હવે જ ખરી જમાવટ
 
 

Gujarat Samachar Plus

દાગીના ગિરવે મૂકીને મૂર્તિઓ બનાવી પણ વેચાણ થયું નહીં
હિટ ફિલ્મી સોંગના તાલે ગણેશજીની ભક્તિનો ક્રેઝ
ભારતના રંગબેરંગી વસ્ત્રાભૂષણો
હકારાત્મક અભિગમ થકી નકારાત્મક્તાને દુર કરો
જો જો હીલવાળા જોડાથી પગને હાનિ ન પહોંચે
સ્માર્ટ, સેક્સી ફિગર માટે કેટલાક ઇઝી સ્ટેપ્સ
 

Gujarat Samachar glamour

પ્રીતિ ઝિન્ટાની બુરાઈમાં ભલાઈનો અણસાર હતો
કંગના કેસીનોમાંથી ત્રણ લાખ રૃપિયા જીતી
પોપ સિંગર શકીરા માતા બનશે
ખાન ત્રિપુટના પગલે કરીના
શાહરૃખ માટે કોની ઝુલ્ફોની ખુશ્બુ અણમોલ છે ?
રણબીર ફિલ્મના નફામાં ભાગ માંગવા માંડયો
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved