Last Update : 22-September-2012, Saturday

 
બહેનની નજર સામે ભાણેજે મામીનું ગળુ કાપી હત્યા કરી

પાડોશીના ઘર પર લાગેલા સીસીટીવી કેમેરામાં હત્યારો ભાણેજ ઝડપાયોઃ ઘરમાંથી હત્યારાના કપડાં, ચપ્પલ અને ચપ્પુ મળ્યાં

અમદાવાદ, શુક્રવાર
અસલાલીમાં એક ૨૬ વર્ષની પરિણીતાને તેના જ ભાણેજે ચપ્પાના આડેધડ ૨૨ ઘા ઝીંકી હત્યા કર્યા બાદ ક્રુરતા પૂર્વક ગળુ કાપી નાંખ્યું હતુ. ત્રણ-ત્રણ પિતરાઇ બહેનોની નજર સામે મામીની હત્યા કરી નાસી છુટેલો જુહાપુરાનો શખ્સ પાડોશીના બંગલા પર લાગેલા સીસીટીવી ફુટેજમાં આબાદ ઝડપાયો હતો. એટલું જ નહીં, મૃતકની સૌથી મોટી સાત વર્ષની દીકરીએ પણ ઘરમાં પડેલા એક લગ્નના આલ્બમમાંથી હત્યારા પિતરાઇ ભાઇનો ફોટો પોલીસ સમક્ષ ઓળખી બતાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી નાસી છુટેલા હત્યારાની શોધખોળ હાથ ધરી છે. પોલીસને ઘરમાંથી હત્યારાના કપડા, ચપ્પલ અને ચપ્પુ પણ મળ્યાં છે.
ગ્યાસપુરની ઇબ્રાહિમ મસ્જીદ પાસેના તોહિતપાર્કમાં રહેતા સફદર હુસૈન સૈયદે પોલીસ ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે તેના પરિવારમાં પત્ની સાઇમા (ઉં.૨૬) તથા સાત વર્ષની દીકરી જોહા, પાંચ વર્ષની દીકરી આલીયા અને ત્રણ વર્ષની મરીયમ છે. આજે બપોરે સફદરભાઇ હુસૈન કામ અર્થે બહાર ગયા હતા. દરમિયાન ઘરમાં પત્ની સાઇમાં અને ત્રણેય દીકરીઓ હતી.
બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં ત્રણેય દીકરીઓ બૂમાબૂમ કરતી ઘરની બહાર દોડી આવી હતી. બાળકીઓની બૂમાબૂમો સાંભળી દોડી આવેલા લોકોએ ઘરમાં તપાસ કરતા સાઇમા લોહીલૂહાણ હાલતમાં ઘરમાં પડી હતી. પાડોશીઓએ ઘટનાની જાણ પોલીસ અને એમ્બ્યુલન્સને કરી હતી. જો કે સાઇમાંનું સ્થળ પર જ મોત નિપજ્યું હતુ. પોલીસની પ્રાથમિક પુછપરછમાં સાઇમાબહેનની સૌથી મોટી દીકરી જોહાએ ઘરમાં પડેલા એક લગ્નનાં આલ્બમમાંથી ફોઇના દીકરા ઇમરાન અસલમખાન પઠાણ (રહે. જન્નતપાર્ક રો હાઉસ, જૂહાપુરા)ને ઓળખી બતાવી તેણે જ તેની માતાની હત્યા કરી હોવાનું જણાવ્યું હતુ. એટલું જ નહીં પોલીસને મૃતક સાઇમાબહેનના ઘર સામે આવેલા એક બંગલા બહાર લાગેલા સીસીટીવી કેમેરામાંથી પણ ઇમરાન ભાગતો હોય તેવા ફુટેજ મળ્યાં છે.
અસલાલી પોલીસનું કહેવું છે કે-ઇમરાને ચપ્પાના ૨૨ ઘા ઝીંક્યા ઉપરાંત સાઇમાબહેનનું ગળુ કાપી નાંખ્યું હતુ, આ સમયે તેમની ત્રણેય દીકરીઓ ઘરમાં હાજર હતી. ઉપરાંત ઘરમાંથી આરોપી ઇમરાનના કપડા, ચપ્પલ અને લોહી વાળુ ચપ્પુ પણ મળ્યું છે.
હાલ ઇમરાન નાસી છુટયો હોઇ તેની શોધખોળ ચાલી રહી છે.

 

પ્રેમ પ્રકરણમાં હત્યા થયાની આશંકાઃ પોલીસ
* સાઇમા સૈયદની હત્યાનું ચોક્કસ કારણ પોલીસ જાણી શકી નથી, પરંતુ અસલાલીના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ હત્યા પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાની આશંકાને નકારી રહ્યા નથી. ડીવાય એસ.પી આર.કે પટેલનું કહેવું છે કે હત્યા પાછળ જવાબદાર શક્ય તમામ આશંકાઓને ધ્યાનમાં રાખીને તપાસ ચાલી રહી છે

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મનમોહન સરકારઃ ઓફ ધ ફોરેનર બાય ધ ફોરેનર, ફોર ધ ફોરેનર
ગુજરાતના લોકોને કેન્દ્ર સરકાર નહીં મુખ્યમંત્રી થપ્પડો મારે છે

મોદીએ પાડેલા ભૂવા પૂરતાં દાયકાઓ લાગશે ઃ કેશુભાઈ

ચૂંટણીપંચની માન્યતા મળવાનું લંબાતા પરિવર્તન પાર્ટી દ્વિધામાં
સાત વર્ષીય બહેનની નજર સામે ભાણેજે મામીને ચપ્પાના ઘા ઝીંક્યા
ન્યુઝીલેન્ડ સામે બાંગ્લાદેશનો ૫૯ રનથી નાલેશીભર્યો પરાજય

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડકપ ઃ ભારત અને ઈંગ્લેન્ડ સુપર એઈટમાં

ટી-૨૦માં મેકુલમનો હાઈએસ્ટ સ્કોરનો અને બે સદીનો રેકોર્ડ
UPA સરકારના 'રીફોર્મગેટ'થી FII અંજાઈ ઃ શેરોમાં અઢળક ખરીદી ઃ સેન્સેક્ષ ૪૦૪ છલાંગે ૧૮૭૫૩ની ૧૬ મહિનાની ટોચે
સોના-ચાંદીમાં બેતરફી વધઘટે આરંભિક આંચકા પછી સાંજે ભાવોમાં ફરી ઉછાળો
કોર્પોરેટ બોન્ડસ ખરીદવા FIIની પડાપડી

ડિઝલના ભાવ વધારાની અસર કોમર્શિયલ વ્હીકલના વેચાણ પર પડશે

ગોલ્ડ ફાઈન્ડિંગ્સની ઈમ્પોર્ટ ડયુટી ૧૦થી ઘટાડી ચાર ટકા કરાઈ
ઈરાની ટ્રોફી ઃ રેસ્ટ ઓફ ઇન્ડિયા સામે રાજસ્થાનના ૨૫૩માં ઓલઆઉટ
નબળી મનાતી ટીમોએ કોઈ પ્રકારનો અપસેટ ન સર્જ્યો ઃ હવે જ ખરી જમાવટ
 
 

Gujarat Samachar Plus

દાગીના ગિરવે મૂકીને મૂર્તિઓ બનાવી પણ વેચાણ થયું નહીં
હિટ ફિલ્મી સોંગના તાલે ગણેશજીની ભક્તિનો ક્રેઝ
ભારતના રંગબેરંગી વસ્ત્રાભૂષણો
હકારાત્મક અભિગમ થકી નકારાત્મક્તાને દુર કરો
જો જો હીલવાળા જોડાથી પગને હાનિ ન પહોંચે
સ્માર્ટ, સેક્સી ફિગર માટે કેટલાક ઇઝી સ્ટેપ્સ
 

Gujarat Samachar glamour

પ્રીતિ ઝિન્ટાની બુરાઈમાં ભલાઈનો અણસાર હતો
કંગના કેસીનોમાંથી ત્રણ લાખ રૃપિયા જીતી
પોપ સિંગર શકીરા માતા બનશે
ખાન ત્રિપુટના પગલે કરીના
શાહરૃખ માટે કોની ઝુલ્ફોની ખુશ્બુ અણમોલ છે ?
રણબીર ફિલ્મના નફામાં ભાગ માંગવા માંડયો
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved