Last Update : 22-September-2012, Saturday

 

ગુજરાતને કેન્દ્ર સરકાર નહીં મુખ્યમંત્રી થપ્પડો મારે છે

મુખ્યમંત્રીમાં હિંમત હોય તો ભાવનગરથી ચૂંટણી લડેઃસૌનો સાથ અને પોતાના માનીતાઓના વિકાસની ચાલબાજી પ્રજા સમજી ચુકી છેઃશક્તિસિંહ ગોહીલ

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,શુક્રવાર
ગુજરાતના લોકોને કેન્દ્ર સરકારની નહી પણ મુખ્યમંત્રી પોતે થપ્પડ મારી રહ્યા છે તેમ ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે જણાવી ઉમેર્યું હતું કે ગુજરાત સરકારના પૈસે કેન્દ્ર સરકારના વિરોધમાં જાહેર ખબરો આપનારા મુખ્યમંત્રી પોતે જ ગુજરાતની જનતાને એક પછી એક થપ્પડો મારી રહ્યા છે.
તેમણે ગુજરાતના યુવાનોનુ ફીક્સ પગારથી નોકરીમાં શોષણ કરીને,માલધારીઓના ગોચર છીનવી લઈને ઉદ્યોગપતિઓને આપી દઈને અને ડીઝલ,પેટ્રોલ તેમજ ગેસ પર વેટ નહી ઘટાડીને લોકોના ગાલ પર થપ્પડો મારી છે.એમ કહી તેમણે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી મુંગેરીલાલ કે હસીન સપનેની માફક વડાપ્રધાન બનવાના સ્વપ્ના જોઈ રહ્યા છે.ગુજરાતના ખેડૂતો આપઘાત કરતા હતા ત્યારે મુખ્યમંત્રી પોતાના માનીતા ઉદ્યોગપતિઓની સાથે ગલ્ફના શેખના વિમાનમાં જાપાનમાં ફરતા હતા.જોકે સૌનો સાથ અને માત્ર પોતાના માનીતાઓનો વિકાસ કરતા મુખ્યમંત્રીની હવે ગુજરાતને જરૃર નથી.ગુજરાતમાં કરોડો રૃપિયાના ભ્રષ્ટાચારનો કેગે ઉલ્લેખ કરેલો છે.પરંતુ ગુજરાતની ભાજપ સરકાર તેના પર ચર્ચા કરવા માટે તૈયાર નથી.
તેમણે નરેન્દ્ર મોદીને પડકાર ફેંકતા જણાવ્યુ હતુ કે મુખ્યમંત્રીમાં હિંમત હોય તો ભાવનગરની બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડી બતાવે.મોદીની રાવણ સાથેની સરખામણીને કોંગ્રેસ વળગી રહે છે.કારણકે રાવણની લંકામાં તેના માનીતાઓના જ મહેલ સોનાના હતા પણ આમ આદમી તો દુખી જ હતો.આ મુખ્યમંત્રી ઝુંપડા તોડીને સાબરમતીના કિનારે રીવરફ્રંટ બનાવે છે અને પોતે તેમાં બોટીંગનો આનંદ માણે છે.રાજસ્થાન જેવા રાજ્યમાં દર ૭૫૦ વ્યક્તિએ એક કોેન્સ્ટેબલ છે અને ગુજરાત જેવા વિકસીત રાજ્યમાં ૧૭૦૦ વ્યક્તિએ એક કોન્સ્ટેબલ છે.જ્યારે મુખ્યમંત્રી પોતે હંમેશા આસપાસ ૨૦૦ કમાન્ડોથી ઘેરાયેલા હોય છે.
નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીની સરખામણી અંગે તેમણે કહ્યુ હતુ કે મોદી માસ મર્ડરર અને રાહુલ ગાંધી એક નખશીખ સજ્જન વ્યક્તિ છે.રાહુલ ગાંધીને આખી દુનિયામાં આવકાર મળે છે અને નરેન્દ્ર મોદીને અમેરીકા તો ઠીક છે બીહારના મુખ્યમંત્રી પણ આવકારવા તૈયાર નથી.મોદીમાં જો બહુ આવડત હોય તો બીજા પાસે અંગ્રેજીમાં લખાવેલા પુસ્તકનો એક પેરેગ્રાફ સાચા ઉચ્ચારો સાથે વાંચી બતાવે.
શક્તિસિંહ ગોહીલે કહ્યુ હતુ કે કોંગ્રેસ સત્તા પર આવશે તો જરૃર પડે ગૃહિણીઓને ૧૨ સીલીન્ડર પણ સબસીડીના ભાવે આપશે અને અદાણી જેવા ઉદ્યોગોને સસ્તા ભાવે અપાતો ગેસ બંધ કરશે.
તેમણે એમ પણ કહ્યુ હતુ કે વડાપ્રધાન મનમોહનસિંહ સાચા અર્થમાં સીંંઘમ છે અને મોદી તેમના કેટલાક માનીતા ઉદ્યોગપતિઓના ચ્યુઈંગમ જેવા છે.કારણકે તેઓ તેમની સાથે જ ચીટકી રહ્યા છેં.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મનમોહન સરકારઃ ઓફ ધ ફોરેનર બાય ધ ફોરેનર, ફોર ધ ફોરેનર
ગુજરાતના લોકોને કેન્દ્ર સરકાર નહીં મુખ્યમંત્રી થપ્પડો મારે છે

મોદીએ પાડેલા ભૂવા પૂરતાં દાયકાઓ લાગશે ઃ કેશુભાઈ

ચૂંટણીપંચની માન્યતા મળવાનું લંબાતા પરિવર્તન પાર્ટી દ્વિધામાં
સાત વર્ષીય બહેનની નજર સામે ભાણેજે મામીને ચપ્પાના ઘા ઝીંક્યા
ન્યુઝીલેન્ડ સામે બાંગ્લાદેશનો ૫૯ રનથી નાલેશીભર્યો પરાજય

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડકપ ઃ ભારત અને ઈંગ્લેન્ડ સુપર એઈટમાં

ટી-૨૦માં મેકુલમનો હાઈએસ્ટ સ્કોરનો અને બે સદીનો રેકોર્ડ
UPA સરકારના 'રીફોર્મગેટ'થી FII અંજાઈ ઃ શેરોમાં અઢળક ખરીદી ઃ સેન્સેક્ષ ૪૦૪ છલાંગે ૧૮૭૫૩ની ૧૬ મહિનાની ટોચે
સોના-ચાંદીમાં બેતરફી વધઘટે આરંભિક આંચકા પછી સાંજે ભાવોમાં ફરી ઉછાળો
કોર્પોરેટ બોન્ડસ ખરીદવા FIIની પડાપડી

ડિઝલના ભાવ વધારાની અસર કોમર્શિયલ વ્હીકલના વેચાણ પર પડશે

ગોલ્ડ ફાઈન્ડિંગ્સની ઈમ્પોર્ટ ડયુટી ૧૦થી ઘટાડી ચાર ટકા કરાઈ
ઈરાની ટ્રોફી ઃ રેસ્ટ ઓફ ઇન્ડિયા સામે રાજસ્થાનના ૨૫૩માં ઓલઆઉટ
નબળી મનાતી ટીમોએ કોઈ પ્રકારનો અપસેટ ન સર્જ્યો ઃ હવે જ ખરી જમાવટ
 
 

Gujarat Samachar Plus

દાગીના ગિરવે મૂકીને મૂર્તિઓ બનાવી પણ વેચાણ થયું નહીં
હિટ ફિલ્મી સોંગના તાલે ગણેશજીની ભક્તિનો ક્રેઝ
ભારતના રંગબેરંગી વસ્ત્રાભૂષણો
હકારાત્મક અભિગમ થકી નકારાત્મક્તાને દુર કરો
જો જો હીલવાળા જોડાથી પગને હાનિ ન પહોંચે
સ્માર્ટ, સેક્સી ફિગર માટે કેટલાક ઇઝી સ્ટેપ્સ
 

Gujarat Samachar glamour

પ્રીતિ ઝિન્ટાની બુરાઈમાં ભલાઈનો અણસાર હતો
કંગના કેસીનોમાંથી ત્રણ લાખ રૃપિયા જીતી
પોપ સિંગર શકીરા માતા બનશે
ખાન ત્રિપુટના પગલે કરીના
શાહરૃખ માટે કોની ઝુલ્ફોની ખુશ્બુ અણમોલ છે ?
રણબીર ફિલ્મના નફામાં ભાગ માંગવા માંડયો
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved