Last Update : 22-September-2012, Saturday

 

ડિઝલના ભાવ વધારાની અસર કોમર્શિયલ વ્હીકલના વેચાણ પર પડશે

વેચાણમાં ઘટાડા માટે ઔદ્યોગિક માગમાં ઘટાડો પણ જવાબદાર

મુંબઈ, શુક્રવાર
ઔદ્યોગિક માગમાં ઘટાડો અને ડિઝલના ભાવમાં તાજેતરમાં કરાયેલા વધારાને પરિણામે મીડિયમ અને હેવી કમર્સિઅલ વ્હીકલ (એમએન્ડએચસીવી) ક્ષેત્રની હાલત વધુ બગડવાની શકયતા જણાઈ રહી છે.હળવા કમર્સિઅલ વાહનો કરતા ભારે વાહનોના વેચાણ પર વધુ અસર જોવા મળી શકશે. હળવા કમર્સિઅલ વાહનોમાં હાલમાં જંગી વોલ્યુમ જોવા મળી રહ્યું છે.
કમર્સિઅલ વ્હીકલના વેચાણમાં એકંદર વધારો થયો છે પરંતુ એમએન્ડએચસીવીના વેચાણમાં ચાલુ વર્ષના એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન ૧૩ ટકા ઘટાડો નોંધાયો છે. ઊંચા ખર્ચ અને નીચા નૂરદરને કારણે હાલમાં દબાણ હેઠળ કામ કરી રહેલા ફ્રેઈટ ઓપરેટરોએ ડિઝલના ભાવમાં વધારાને કારણે વધુ સહન કરવાનું આવશે. આ વર્ષના જાન્યુઆરીની સરખામણીએ સપ્ટેમ્બરમાં નૂરદરમાં ૧૦થી ૧૫ ટકાના ઘટાડો થયો છે એમ આઈએફટીઆરટીના આંકડા જણાવે છે.
ચાલુ નાણાંકીય વર્ષના પ્રારંભથી અત્યારસુધીમાં અશોક લેલેન્ડના શેર ભાવમાં ૨૬ ટકા ઘટાડો થયો છે. કંપનીના એમએન્ડએચસીવીના વેચાણમાં ચાલુ વર્ષમાં અત્યારસુધી ૧.૨૦ ટકા ઘટાડો નોંધાયો છે. જો કે નાના વેપારી વાહનોના સારા વેચાણ આંકને કારણે વાહનોનું એકંદર વેચાણ વોલ્યુમ ૩૬ ટકા ઉપર રહ્યું છે. વેચાણમાં ઘટાડો થવાનું અન્ય એક કારણ સ્પર્ધા પણ હોવાનું કંપનીના સુત્રોએ જણાવ્યું હતું. કંપનીના એમએન્ડએચસીવીના વોલ્યુમમાં ચાર ટકા ઘટાડો થવાની વિશ્લેષકો શકયતા જોઈ રહ્યા છે. આઈસર મોટર્સનું વોલ્યુમ પણ એપ્રિલથી ઓગસ્ટના સમયગાળા દરમિયાન સ્થિર રહ્યું હતું. ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ પાંચ મહિનામાં તાતા મોટર્સના વેચાણમાં પણ ૨૦ ટકાનું ગાબડું પડયું છે. નબળા નૂરદર અને મંદ ઔદ્યોગિક ઉત્પાદન અને ઈન્વેસ્ટમેન્ટને જોતા તાતા મોટર્સના વોલ્યુમમાં ચાલુ વર્ષમાં પાંચ ટકાનો ઘટાડો થવાની વિશ્લેષકો શકયતા જોઈ રહ્યા છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મનમોહન સરકારઃ ઓફ ધ ફોરેનર બાય ધ ફોરેનર, ફોર ધ ફોરેનર
ગુજરાતના લોકોને કેન્દ્ર સરકાર નહીં મુખ્યમંત્રી થપ્પડો મારે છે

મોદીએ પાડેલા ભૂવા પૂરતાં દાયકાઓ લાગશે ઃ કેશુભાઈ

ચૂંટણીપંચની માન્યતા મળવાનું લંબાતા પરિવર્તન પાર્ટી દ્વિધામાં
સાત વર્ષીય બહેનની નજર સામે ભાણેજે મામીને ચપ્પાના ઘા ઝીંક્યા
ન્યુઝીલેન્ડ સામે બાંગ્લાદેશનો ૫૯ રનથી નાલેશીભર્યો પરાજય

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડકપ ઃ ભારત અને ઈંગ્લેન્ડ સુપર એઈટમાં

ટી-૨૦માં મેકુલમનો હાઈએસ્ટ સ્કોરનો અને બે સદીનો રેકોર્ડ
UPA સરકારના 'રીફોર્મગેટ'થી FII અંજાઈ ઃ શેરોમાં અઢળક ખરીદી ઃ સેન્સેક્ષ ૪૦૪ છલાંગે ૧૮૭૫૩ની ૧૬ મહિનાની ટોચે
સોના-ચાંદીમાં બેતરફી વધઘટે આરંભિક આંચકા પછી સાંજે ભાવોમાં ફરી ઉછાળો
કોર્પોરેટ બોન્ડસ ખરીદવા FIIની પડાપડી

ડિઝલના ભાવ વધારાની અસર કોમર્શિયલ વ્હીકલના વેચાણ પર પડશે

ગોલ્ડ ફાઈન્ડિંગ્સની ઈમ્પોર્ટ ડયુટી ૧૦થી ઘટાડી ચાર ટકા કરાઈ
ઈરાની ટ્રોફી ઃ રેસ્ટ ઓફ ઇન્ડિયા સામે રાજસ્થાનના ૨૫૩માં ઓલઆઉટ
નબળી મનાતી ટીમોએ કોઈ પ્રકારનો અપસેટ ન સર્જ્યો ઃ હવે જ ખરી જમાવટ
 
 

Gujarat Samachar Plus

દાગીના ગિરવે મૂકીને મૂર્તિઓ બનાવી પણ વેચાણ થયું નહીં
હિટ ફિલ્મી સોંગના તાલે ગણેશજીની ભક્તિનો ક્રેઝ
ભારતના રંગબેરંગી વસ્ત્રાભૂષણો
હકારાત્મક અભિગમ થકી નકારાત્મક્તાને દુર કરો
જો જો હીલવાળા જોડાથી પગને હાનિ ન પહોંચે
સ્માર્ટ, સેક્સી ફિગર માટે કેટલાક ઇઝી સ્ટેપ્સ
 

Gujarat Samachar glamour

પ્રીતિ ઝિન્ટાની બુરાઈમાં ભલાઈનો અણસાર હતો
કંગના કેસીનોમાંથી ત્રણ લાખ રૃપિયા જીતી
પોપ સિંગર શકીરા માતા બનશે
ખાન ત્રિપુટના પગલે કરીના
શાહરૃખ માટે કોની ઝુલ્ફોની ખુશ્બુ અણમોલ છે ?
રણબીર ફિલ્મના નફામાં ભાગ માંગવા માંડયો
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved