Last Update : 22-September-2012, Saturday

 

કોર્પોરેટ બોન્ડસ ખરીદવા FIIની પડાપડી

જો કે લાંબી મુદતના અને લોક ઈન પિરીયડ વાળા બોન્ડસ અને ગીલ્ટસમાં એમને ઓછો રસ

મુંબઈ,શુક્રવાર
ફોરેન ઈન્સ્ટીટયુશનલ ઈન્વેસ્ટર્સ (એફઆઈઆઈ) ગુરૃવારે કોર્પોરેટ બોન્ડસ ખરીદવા પડાપડી કરતા હતા અને ઓકશનની લિમિટ ઉપરાંત પ્રીમિયમ ચૂકવવાની તૈયારી દર્શાવતાં હતા. કુલ રૃ.૩,૭૩૬ કરોડની કિંમતનાં મુદતનાં નિયંત્રણ વગરનાં કોર્પોરેટ બોન્ડસનું ઓક્શન થયું હતું. તેમાં એફઆઈઆઈની બોલી રૃ.૬૩૪૧ કરોડ જેટલી હતી.
સેબી દ્વારા આ બોન્ડનાં ઓક્શન માટે કટ ઓફ પ્રીમિયમ ૫.૫ બેસીસ પોઈન્ટનું હતું અને એફઆઈઆઈએ વધુમાં વધુ ૪ બીપીએસનું પ્રીમિયમ ભૂતકાળમાં આવા કવોટા માટે ચુકવ્યું હતું. રિઝર્વ બેંકે કેશ રિઝર્વ રેશિયો (સી.આર.આર.)માં પા ટકાનો ઘટાડો કર્યો તેનાં પગલે એફઆઈઆઈને હવે આવા પેપર્સમાં નફો દેખાય છે. આર.બી.આઈ.એ સોમવારે સીઆરઆરમાં પા ટકાનો ઘટાડો કરી તેને સાડાચાર ટકાનો કર્યો હતો.
૧ વર્ષનાં કોર્પોરેટ બોન્ડનાં વળતરમાં લગભગ ૧૦ બીપીએસનો ઘટાડો થયો છે અને લાંબાગાળાના કોર્પોરેટ બોન્ડસનાં યીલ્ડમાં પણ ઘટાડો થવાની સંભાવના છે કેમ કે ઘટાડેલી સીઆરઆરનો અમલ ૨૨મીથી થતાં સિસ્ટમમાં પ્રવાહિતા વધશે. એવીએશન, બ્રોડકાસ્ટીંગ અને મલ્ટી બ્રાન્ડ રિટેલમાં એફડીઆઈ ્ અંગેના સરકારી પગલાંઓના કારણે તથા રાજકોષીય સુદ્રઢતા હાંસલ કરવાના અન્ય પગલાંઓના કારણે સેન્ટીમેન્ટમાં નોંધપાત્ર પ્રમાણમાં સુધારો થયો છે. સેબીનાં કામચલાઉ આંકડાઓ મુજબ જાન્યુ.થી હમણાં સુધીમાં રૃ.૨૫૦૫૦ કરોડનું રોકાણ ડેબ્ટમાં કર્યું છે. સેબીએ આના ઉપરાંત રૃ.૨૩૪૮૮ કરોડની લિમીટથી પાંચ વર્ષની ગીલ્ટસનું ઓક્શન કર્યું હતું અને ગુરુવારે ઈન્ફ્રા. બોન્ડસમાં રૃ.૬૯૩૯ કરોડની લિમીટથી ઓકશન કર્યું હતું. જેમાં એફઆઈઆઈએ લઘુત્તમ ૧૫ મહિનાની મુદતનાં એક વર્ષનાં ઈન્વેસ્ટમેન્ટ લોક ઈન પિરીયડ સાથે ખરીદી કરવાની શરત હતી. જો કે આ બન્ને પ્રકારને મોળો પ્રતિસાદ મળ્યો હતો અને તેમને તદ્દન નગણ્ય પ્રીમિયમ મળ્યું હતું. લાંબાગાળાની સરકારી જામીનગીરીઓમાં અંદાજે રૃ.૧૩,૨૫૫ કરોડની ફાળવણી કરાઈ હતી. એફઆઈઆઈએ રૃ.૫૭૯૪ કરોડ માટે બીડ કર્યા હતાં અને તેટલી જ રકમનાં ઈન્ફ્રા બોન્ડસ પણ તેમને ફાળવાયા હતા. જો કે મુદતનાં નિયંત્રણ વગરની જામીનગીરીઓ ઉપલબ્ધ ન હતી. સેબી રૃ.૧૦૦૦ કરોડની લિમીટ ફ્રી હોય ત્યારે જ આવી જામીનગીરીઓનું ઓક્શન કરે છે.
૩૧મી ઓગસ્ટની સ્થિતિ મુજબ એફઆઈઆઈએ ગીલ્ટસની તેમની રોકાણ મર્યાદા લગભગ પૂરી કરી છે. એફઆઈઆઈનો ઝોક ઓછા સમય માટે લોકઈન ધરાવતા અને ઓછી મુદત બોન્ડસમાં રોકાણ કરવાનો રહ્યો છે તેથી જ લાંબી મુદતનાં ઈન્ફ્રા. બોન્ડસ અને સરકારી બોન્ડસમાં એફઆઈઆઈનાં ઓછા બીડસ આવ્યા હતા.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મનમોહન સરકારઃ ઓફ ધ ફોરેનર બાય ધ ફોરેનર, ફોર ધ ફોરેનર
ગુજરાતના લોકોને કેન્દ્ર સરકાર નહીં મુખ્યમંત્રી થપ્પડો મારે છે

મોદીએ પાડેલા ભૂવા પૂરતાં દાયકાઓ લાગશે ઃ કેશુભાઈ

ચૂંટણીપંચની માન્યતા મળવાનું લંબાતા પરિવર્તન પાર્ટી દ્વિધામાં
સાત વર્ષીય બહેનની નજર સામે ભાણેજે મામીને ચપ્પાના ઘા ઝીંક્યા
ન્યુઝીલેન્ડ સામે બાંગ્લાદેશનો ૫૯ રનથી નાલેશીભર્યો પરાજય

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડકપ ઃ ભારત અને ઈંગ્લેન્ડ સુપર એઈટમાં

ટી-૨૦માં મેકુલમનો હાઈએસ્ટ સ્કોરનો અને બે સદીનો રેકોર્ડ
UPA સરકારના 'રીફોર્મગેટ'થી FII અંજાઈ ઃ શેરોમાં અઢળક ખરીદી ઃ સેન્સેક્ષ ૪૦૪ છલાંગે ૧૮૭૫૩ની ૧૬ મહિનાની ટોચે
સોના-ચાંદીમાં બેતરફી વધઘટે આરંભિક આંચકા પછી સાંજે ભાવોમાં ફરી ઉછાળો
કોર્પોરેટ બોન્ડસ ખરીદવા FIIની પડાપડી

ડિઝલના ભાવ વધારાની અસર કોમર્શિયલ વ્હીકલના વેચાણ પર પડશે

ગોલ્ડ ફાઈન્ડિંગ્સની ઈમ્પોર્ટ ડયુટી ૧૦થી ઘટાડી ચાર ટકા કરાઈ
ઈરાની ટ્રોફી ઃ રેસ્ટ ઓફ ઇન્ડિયા સામે રાજસ્થાનના ૨૫૩માં ઓલઆઉટ
નબળી મનાતી ટીમોએ કોઈ પ્રકારનો અપસેટ ન સર્જ્યો ઃ હવે જ ખરી જમાવટ
 
 

Gujarat Samachar Plus

દાગીના ગિરવે મૂકીને મૂર્તિઓ બનાવી પણ વેચાણ થયું નહીં
હિટ ફિલ્મી સોંગના તાલે ગણેશજીની ભક્તિનો ક્રેઝ
ભારતના રંગબેરંગી વસ્ત્રાભૂષણો
હકારાત્મક અભિગમ થકી નકારાત્મક્તાને દુર કરો
જો જો હીલવાળા જોડાથી પગને હાનિ ન પહોંચે
સ્માર્ટ, સેક્સી ફિગર માટે કેટલાક ઇઝી સ્ટેપ્સ
 

Gujarat Samachar glamour

પ્રીતિ ઝિન્ટાની બુરાઈમાં ભલાઈનો અણસાર હતો
કંગના કેસીનોમાંથી ત્રણ લાખ રૃપિયા જીતી
પોપ સિંગર શકીરા માતા બનશે
ખાન ત્રિપુટના પગલે કરીના
શાહરૃખ માટે કોની ઝુલ્ફોની ખુશ્બુ અણમોલ છે ?
રણબીર ફિલ્મના નફામાં ભાગ માંગવા માંડયો
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved