Last Update : 22-September-2012, Saturday

 

નાણા પ્રધાન પી. ચિદમ્બરમે કોર્પોરેટ ઈન્ડિયા માટે વિદેશી ઋણ સસ્તુ કર્યું; મુલાયમનું યુપીએ સરકારને સમર્થન
UPA સરકારના 'રીફોર્મગેટ'થી FII અંજાઈ ઃ શેરોમાં અઢળક ખરીદી ઃ સેન્સેક્ષ ૪૦૪ છલાંગે ૧૮૭૫૩ની ૧૬ મહિનાની ટોચે

અનિલ અંબાણી ગુ્રપ શેરોમાં ફંડોની ધૂમ લેવાલીએ તેજીનું તોફાન

નિફ્ટીએ ૧૬ મહિના બાદ ૫૭૦૦ની સપાટી કુદાવી ઃ FIIની કેશમાં એક જ દિવસમાં રૃા.૨૩૨૮ કરોડની જંગી ચોખ્ખી ખરીદી

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઇ, શુક્રવાર
એનડીએ- વિરોધ પક્ષોની મલ્ટિ બ્રાન્ડ રીટેલ ક્ષેત્રે ૫૧ ટકા એફડીઆઇ, ડીઝલના ભાવ વધારાના વિરોધમાં ગુરુવારના ભારત બંધ સામે કેન્દ્રની યુપીએ સરકારે વડા પ્રધાન મનમોહન સિંહ અને નાણા પ્રધાન પી. ચિદમ્બરમની જુગલ જોડીએ જડબાતોડ જવાબ આપતી આર્થિક સુધારાઓની સિક્સર બાદ ફોર રનની ફટકાબાજી બતાવી હતી. કોર્પોરેટ ઇન્ડિયાની ઊંચા ઋણ બોજની ફરિયાદ દૂર કરી વિદેશી ઋણ મેળવવા પરના વિધોલ્ડિંગ ટેક્ષને ૨૦ ટકાથી ઘટાડી પાંચ ટકા કરી આપતા અને રાજીવ ગાંધી ઇક્વિટી સેવિંગ્સ સ્કીમને મંજૂર કરી દઇને સાથે રીટેલ ક્ષેત્રે એફડીઆઇ મંજૂરીનું નોટીફિકેશન પણ જારી કરી દેતા અને યુપીએ સરકાર માટે અસ્થિરતાનું કોઇ જોખમ નહીં હોવાના માણા પ્રધાન પી. ચિદમ્બરમના વારંવારના કથનને આજે સમાજવાદી પક્ષના સુપ્રિમો મુલાયમ સિંહે સમર્થન આપી યુપીએ સરકારને ટેકો કાયમ રાખવામાં આવશે એવું સ્પષ્ટ કરી દેતાં હવે આર્થિક સુધારા આડે કોઇ અવરોધ નહીં રહી ઔદ્યોગિક-આર્થિક વૃદ્ધિને વેગ મળવાના સ્પષ્ટ સંકેતે એફઆઇઆઇએ અનિલ અંબાણી ગુ્રપ કંપનીઓના શેરોની આગેવાનીએ પાવર- કેપિટલ ગુડઝ, બેંકિંગ, મેટલ, પીએસયુ, ઓઇલ-ગેસ, ઓટો શેરોમાં આક્રમક લેવાલી કરી સેન્સેક્ષને ૪૦૩.૫૮ પોઇન્ટની છલાંગે ૧૮૭૫૨.૩૩ અને નિફ્ટીને ૧૩૬.૯૦ પોઇન્ટના ઉછાળે ૫૬૯૧.૧૫ની ૧૪ મહિનાની નવી ઉંચાઇએ મૂકી દીધા હતા. સેન્સેક્ષ આગલા બંધ ૧૮૩૪૯.૨૫ સામે ૧૮૪૧૧.૨૦ મથાળે ખુલીને શરૃઆતથી જ ભેલ, આઇસીઆઇસીઆઇ બેંક, લાર્સન, સ્ટરલાઇટ, હિન્દાલ્કો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં ફંડોની આક્રમક લેવાલી બાદ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ભારતી એરટેલ, ઓએનજીસી, ટાટા સ્ટીલ, મારૃતી સુઝુકી, એચડીએફસી, ગેઇલ ઇન્ડિયા, ટાટા પાવરમાં ફંડો-ઇન્વેસ્ટરો લેવાલ બનતા સેન્સેક્ષે ૧૨ઃ૧૨ વાગ્યે ૫૧૭.૬૨ પોઇન્ટના તોફાની ઉછાળે ૧૮૮૬૬.૮૭ની ૧૪ મહિનાની નવી ઉંચાઇ બનાવી હતી. જે વધ્યામથાળે ઓવરબોટ પોઝિશન સમજી અમુક વર્ગે હેમરીંગ કરવા પ્રયાસ કર્યો હતો. અને ઉછાળો ઓસરતો જઇ ૩૩૮ પોઇન્ટ જેટલો મર્યાદિત બની જઇ ૧૮૬૮૬.૮૨ સુધી આવી ગયો હતો. પરંતુ તેજીના મહારથીઓએ બમણા જોરે ભેલ, સ્ટેટ બેંક, આઇસીઆઇસીઆઇ, એચડીએફસી શેરો, લાર્સન, જિન્દાલ સ્ટીલમાં લેવાલી વધારતા અને એડીએજી ગુ્રપ શેરોમાં તોફાન અન્ય કાઉન્ટરોમાં પણ મંદી કપાવા લાગતા સેન્સેક્ષ ફરી ૪૫૦થી વધુ પોઇન્ટ ઉછળી આવ્યા બાદ અંતે સાધારણ નફારૃપી વેચવાલીએ ૪૦૩.૫૮ પોઇન્ટના ઉછાળે ૧૮૭૫૨.૮૩ બંધ રહ્યો હતો.
નિફ્ટી સાડા ૧૬ મહિના બાદ ૫૭૦૦ની સપાટી કુદાવી ઃ સેન્સેક્ષ પણ ૨, મે ૨૦૧૧ બાદની ૧૬ મહિનાની ટોચે
એનએસઇનો નિફ્ટી સ્પોટ ઇન્ડેક્ષ આગલા બંધ ૫૫૫૪.૨૫ સામે ૫૫૭૭ ખુલીને અનિલ અંબાણી ગુ્રપ કંપનીઓના શેરો રિલાયન્સ ઇન્ફ્રાની આગેવાનીએ ફંડોની ભેલ, લાર્સન, ટાટા પાવર સહિતના પાવર- કેપિટલ ગુડઝ શેરો તેમજ એક્સીસ બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, આઇસીઆઇસીઆઇ બેંક, કોટક મહિન્દ્રા બેંક, એચડીએફસી બેંક, એચડીએફસી, પીએનબી, ગ્રાસીમ, જેપી એસોસીયેટસ, સેઇલ, સેસાગોવા, સ્ટરલાઇટ, ટાટા સ્ટીલ, બેંક ઓફ બરોડા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં ફંડો મોટાપાયે લેવાલ બનતા નિફ્ટીએ ૩, મે, ૨૦૧૧ બાદ પ્રથમ વખત ૫૭૦૦ની સપાટી ઇન્ફ્રા-ડે કુદાવી ૫૭૨૦ની ૧૬ મહિનાની ઉંચાઇએ પહોંચી ગયો હતો. જે ડોલરના ધોવાણે આઇટી શેરો ટીસીએસ, ઇન્ફોસીસ સાથે ફાર્મા ફ્રન્ટલાઇન શેરો ડૉ. રેડ્ડીઝ લેબ, સિપ્લા, સન ફાર્માની નરમાઇએ ૫૭૦૦ની સપાટી ગુમાવી અંતે ૧૩૬.૯૦ પોઇન્ટના ઉછાળે ૫૬૯૧.૧૫ બંધ રહ્યો હતો. આમ સેન્સેક્ષ અને નિફ્ટી સાડા ૧૬ મહિનાની ઉંચાઇએ પહોંચ્યા હતા. સેન્સેક્ષ ૨, મે, ૨૦૧૧ની ૧૮૯૯૮.૦૨ની સપાટી બાદની સાડા ૧૬ મહિનાની ૧૮૮૬૬.૮૭ની ઉંચાઇએ પહોંચ્યો હતો.
ટેક્નીકલી, નજીકનો ટ્રેન્ડ પોઝિટીવ ઃ ૫૫૮૫ સપોર્ટ ઃ જીએમડીસી રૃા. ૧૮૧ ક્લોઝિંગ સ્ટોપલોસે ધ્યાન તેજી
ટેક્નીકલી, નિફ્ટીએ ૫૫૮૫ની સપાટી કુદાવી જતા નજીકનો ટ્રેન્ડ પોઝિટીવ- અપ બતાવાઇ રહ્યો છે. ટેક્નીકલી, નિફ્ટી સ્પોટ ૫૫૮૫ નીચે બંધ આવવાના સંજોગોમાં જ નજીકનો ટ્રેન્ડ બદલાશે બેંક નિફ્ટીમાં નજીકનો ટ્રેન્ડ પોઝિટીવ બતાવાઇ રહ્યો છે. ટેક્નીકલી બેંક નિફ્ટી સ્પોટ ૧૧૦૫૦ નીચે બંધ આવવાના સંજોગોમાં જ નજીકનો ટ્રેન્ડ બદલાશે. સ્ટોક સ્પેસિફિક જીએમડીસીમાં ટેક્નીકલી રૃા. ૧૮૧ના સ્પોટ ક્લોઝિંગ સ્ટોપલોસે તેજીનું ધ્યાન બતાવાઇ રહ્યું છે.
નિફ્ટી ૫૮૦૦નો કોલ ૨.૫૦થી ઉછળીને ૧૯ ઃ ૫૭૦૦નો કોલ ૧૦.૫૦થી ઉછળીને ૭૭.૭૫ બોલાયો
ડેરીવેટીવ્ઝમાં નિફ્ટી ૫૭૦૦નો કોલ ૯,૭૬,૯૧૨ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૨૮૦૬૩.૦૧ કરોડના ટર્નઓવરે ૧૦.૫૦ સામે ૧૦.૯૦ ખુલી ૧૦.૫૫થી ઉપરમાં ૭૭.૭૫ સુધી જઇ અંતે ૫૬.૫૫ હતો. નિફ્ટી ૫૮૦૦નો કોલ ૬,૬૮,૪૫૬ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૧૯૪૪૦.૩૭ કરોડના ટર્નઓવરે ૨.૫૦ સામે ૨.૪૫ ખુલી નીચામાં ૨.૧૦ થઇ ઉપરમાં ૩૩.૦૫ સુધી જઇને અંતે ૧૯ હતો. નિફ્ટી ૬૦૦૦નો કોલ ૬૦ પૈસા સામે ૫૦ પૈસા ખુલી નીચામાં ૦.૪૫ પૈસા થઇ ઉપરમાં ૩.૬૦ થઇ અંતે ૧.૯૦ હતો.
નિફ્ટી ફ્યુચર ૫૭૩૫ થઇ ૫૭૧૦ ઃ બેંક નિફ્ટી ફ્યુચર ૧૧૪૬૩ બોલાયો ઃ ૫૫૦૦નો પુટ ૨૮થી તૂટી ૬.૩૫
નિફ્ટી ૫૫૦૦નો પુટ ૬,૦૭,૨૧૬ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૧૬૭૨૭.૧૩ કરોડના ટર્નઓવરે ૨૮.૨૦ સામે ૨૫ ખુલી નીચામાં ૫.૮૦ સુધી ગબડી જઇને અંતે ૬.૩૫ હતો. નિફ્ટી ૫૬૦૦નો પુટ ૮,૨૨,૫૭૨ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૨૩૧૩૩.૫૬ કરોડના ટર્નઓવરે ૬૬.૦૫ સુધી ગબડી જઇ અંતે ૧૫.૫૦ હતો. નિફ્ટી સપ્ટેમ્બર ફ્યુચર ૫૫૭૧ સામે ૫૫૮૩.૮૫ ખુલી ઉપરમાં ૫૭૩૫.૫૫ સુધી જઇ અંતે ૫૭૧૦ હતો. બેંક નિફ્ટી સપ્ટેમ્બર ફ્યુચર ૧,૨૫,૬૮૧ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૩૫૪૫.૬૪ કરોડના ટર્નઓવરે ૧૦૯૫૨.૩૦ સામે ૧૦૯૯૦ ખુલી નીચામાં ૧૦૯૮૫થી ઉપરમાં ૧૧૪૬૩.૯૦ સુધી જઇને અંતે ૧૧૪૨૦ હતો.
સમાજવાદી પક્ષના યુપીએને સમર્થન, આરકોમના ટેરિફ વધારા નિર્ણય, પાવર ક્ષેત્રે આર્થિક સુધારાની તૈયારીએ અનિલ અંબાણી ગુ્રપ શેરોમાં તેજીનું તોફાન
અનિલ અંબાણી ગુ્રપ કંપનીઓના શેરોમાં આજે એકથી વધુ પ્રોત્સાહક સમાચારોએ એફઆઇઆઇ- વિદેશી ફંડોએ તેજીનું તોફાન મચાવી દીધી હતું. સમાજવાદી પક્ષના મુલાયમ સિંહે યુપીએ સરકારને ટેકો આપવાનું ચાલુ રાખવાનું જાહેર કરતા અને નાણા પ્રધાન પી. ચિદમ્બરમે આર્થિક સુધારાના નિર્ધાર સાથે વધુ આર્થિક સુધારા જાહેર કરી વિદેશી ઋણ પરના વિધોલ્ડિંગ ટેક્ષને ૨૦ ટકાથી ઘટાડી પાંચ ટકા કરતા અને પાવર ક્ષેત્રે આર્થિક સુધારા હવે નક્કી મનાતા તેમજ ટેલીકોમ જાયન્ટ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ દ્વારા તેના ટેરિફ દરોમાં ૩૦ દિવસમાં ૨૫ ટકા સુધીનો વધારો કરવાનું જાહેર કરતા આરકોમ સહિત રિલાયન્સ-એડીએજી ગુ્રપ કંપનીઓના શેરોમાં આક્રમક લેવાલી નીકળી હતી.
રિલાયન્સ કેપિટલ રૃા. ૩૭ ઉછળી રૃા. ૪૦૦, રિલાયન્સ ઇન્ફ્રા. રૃા. ૪૭ ઉછળી રૃા. ૫૪૪, આરકોમ રૃા. ૫ ઉછળી રૃા. ૬૨
અનિલ અંબાણી ગુ્રપ કંપનીઓના શેરોમાં રિલાયન્સ ઇન્ફ્રા. રૃા. ૪૭.૦૫ ઉછળીને રૃા. ૫૪૩.૫૫, રિલાયન્સ પાવર રૃા. ૫.૫૫ ઉછળીને રૃા. ૯૫.૧૦, રિલાયન્સ કેપિટલ રૃા. ૩૬.૭૦ ઉછળીને રૃા. ૩૯૯.૭૦, રિલાયન્સ કોમ્યુનિકેશન્સ- આરકોમ રૃા. ૪.૫૦ ઉછળીને રૃા. ૬૨.૫૦ રહ્યા હતાં.
ભેલ રૃા. ૧૫ ઉછળી રૃા. ૨૩૨, લાર્સન રૃા. ૬૩ તેજીએ રૃા. ૧૫૮૪, થર્મેક્સ રૃા. ૩૭ છલાંગે રૃા. ૫૫૨
પાવર- કેપિટલ ગુડઝ ક્ષેત્રે કેન્દ્ર સરકાર પાવર એક્ષચેન્જીસમાં એફડીઆઇ મંજૂરી બાદ નવા આર્થિક સુધારાની તૈયારીમાં હોવાના સ્પષ્ટ નિર્દેશે પાવર શેરોમાં વ્યાપક તેજી હતી. ભેલ રૃા. ૧૫.૪૫ ઉછળીને રૃા. ૨૩૨.૩૦, લાર્સન એન્ડ ટુબ્રો રૃા. ૬૩.૧૦ ઉછળીને રૃા. ૧૫૮૪.૨૦, જીએમઆર ઇન્ફ્રા. રૃા. ૨.૪૦ ઉછળીને રૃા. ૨૪.૯૫, થર્મેક્સ રૃા. ૩૭.૪૦ ઉછળીને રૃા. ૫૫૧.૮૦, લેન્કો ઇન્ફ્રા. રૃા. ૧૩.૭૪, અદાણી પાવર રૃા. ૨.૨૫ વધીને રૃા. ૪૬.૯૦, જેએસડબલ્યુ એનર્જી રૃા. ૨.૪૦ વધીને રૃા. ૫૪.૧૦, ક્રોમ્પ્ટન ગ્રીવ્ઝ રૃા. ૫.૧૫ વધીને રૃા. ૧૧૭.૨૫, એબીબી રૃા. ૨૨.૪૦ વધીને રૃા. ૭૬૮.૬૫, ટાટા પાવર રૃા. ૪.૦૫ વધીને રૃા. ૧૦૨.૭૦, એનટીપીસી રૃા. ૪.૪૦ વધીને રૃા. ૧૬૮.૬૫, એનએચપીસી ૩૫ પૈસા વધીને રૃા. ૧૮.૫૫, સિમેન્સ રૃા. ૧૦.૭૫ વધીને રૃા. ૬૯૨.૬૫ રહ્યા હતા. બીએસઇ પાવર ઇન્ડેક્ષ ૮૨.૯૮ પોઇન્ટ ઉછળીને ૧૯૯૦.૧૧, કેપિટલ ગુડઝ ઇન્ડેક્ષ ૪૨૪.૬૫ પોઇન્ટની છલાંગે ૧૦૭૩૩.૧૯ રહ્યો હતો.
બેંકોનું એનપીએ જોખમ ઘટયું ઃ બેંકેક્ષની પોઇન્ટની છલાંગ ઃ સ્ટેટ બેંક રૃા. ૯૧, આઇસીઆઇસીઆઇ રૃા. ૪૩ ઉછળ્યા
યુપીએ સરકારે આર્થિક સુધારાને વેગ આપતા અને વિદેશી બોરોઇંગ પરના ટેક્ષમાં ઘટાડાના પગલા સાથે હવે બેંકિંગ ક્ષેત્ર પર એનપીએનું જોખમ હળવું થવાના અંદાજોએ બેંક શેરોમાં વિદેશી ફંડોની આક્રમક લેવાલી વધી હતી. આઇસીઆઇસીઆઇ બેંક રૃા. ૪૨.૮૦ ઉછળીને રૃા. ૧૦૬૫.૨૫, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા રૃા. ૯૧.૨૦ વધીને રૃા. ૨૨૧૨.૬૦, એચડીએફસી બેંક રૃા. ૧૮.૩૫ વધીને રૃા. ૬૨૫.૨૫, એચડીએફસી રૃા. ૧૯.૧૫ વધીને રૃા. ૭૭૯.૧૫, એક્સીસ બેંક રૃા. ૮૦.૪૫ ઉછળીને રૃા. ૧૧૨૪.૭૦, કેનરા બેંક રૃા. ૨૫.૪૦ ઉછળીને રૃા. ૪૩૦.૦૫, બેંક ઓફ ઇન્ડિયા રૃા. ૧૬.૨૫ વધીને રૃા. ૩૦૨.૬૦, ફેડરલ બેંક રૃા. ૨૩.૯૦ ઉછળીને રૃા. ૪૪૬.૯૫, પીએનબી રૃા. ૪૧.૫૫ ઉછળીને રૃા. ૮૩૭.૪૫, બેંક ઓફ બરોડા રૃા. ૩૧.૮૫ વધીને રૃા. ૭૭૯.૨૫, કોટક મહિન્દ્રા બેંક રૃા. ૨૦.૩૫ વધીને રૃા. ૬૨૩.૦૫, ઇન્ડસઇન્ડ બેંક રૃા. ૭.૪૦ વધીને રૃા. ૩૩૭.૯૫, યશ બેંક રૃા. ૭.૬૦ વધીને રૃા. ૭.૪૦ વધીને રૃા. ૩૩૭.૯૫, યશ બેંક રૃા. ૭.૬૦ વધીને રૃા. ૩૭૧.૨૫, સેન્ટ્રલ બેંક રૃા. ૩.૬૫ વધીને રૃા. ૭૬.૦૫, આઇઓબી રૃા. ૨.૯૫ વધીને રૃા. ૭૮.૨૦, આંધ્ર બેંક રૃા. ૩.૦૫ વધીને રૃા. ૧૧૦.૭૦, સ્ટેટ બેંક ઓફ મૈસુર રૃા. ૧૩.૧૫ વધીને રૃા. ૫૧૨.૮૫ રહ્યા હતા. બીએસઇ બેંકેક્ષ ઇન્ડેક્ષ ૫૦૭.૦૨ પોઇન્ટની તેજીએ ૧૩૦૩૭.૩૪ રહ્યો હતો.
વિદેશી ઋણ સસ્તુ થતાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે વેગ મળશે ! મેટલ શેરોમાં ભડકો ઃ સેઈલ, જિન્દાલ, સેસાગોવા ઉછળ્યા
આર્થિક સુધારાને વેગથી હવે કોર્પોરેટ ઈન્ડિયાની ઊંચા વ્યાજ દરોને કારણે અટકી પડેલી વિસ્તરણ યોજનાઓને વેગ મળવાના અને ઔદ્યોગિક વૃદ્ધિને વેગ મળવાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે પ્રોત્સાહનોથી મેટલની માગમાં ધરખમ વધારાના અંદાજે મેટલ શેરોમાં ફંડો મોટાપાયે લેવાલ બન્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્ષ ૪૧૬.૭૬ પોઈન્ટની છલાંગે ૧૦૬૭૮.૩૩ રહ્યો હતો. સેઈલ રૃા.૬.૬૦ ઉછળીને રૃા.૯૨.૫૫, જિન્દાલ સ્ટીલ રૃા.૨૫.૭૦ ઉછળીને રૃા.૪૨૬.૬૦, સેસાગોવા રૃા.૯.૬૦ વધીને રૃા.૧૮૦.૪૫, સ્ટરલાઈટ ઈન્ડસ્ટ્રીઝ રૃા.૫.૧૫ વધીને રૃા.૧૦૪.૨૦, એનએમડીસી રૃા.૮.૯૫ વધીને રૃા.૧૯૬.૬૫, ટાટા સ્ટીલ રૃા.૧૫.૧૫ વધીને રૃા.૪૦૯, જેએસડબલ્યુ સ્ટીલ રૃા.૨૫.૨૦ વધીને રૃા.૭૩૧.૭૫, હિન્દાલ્કો રૃા.૩.૮૦ વધીને રૃા.૧૧૭.૭૦ રહ્યા હતા.
ડોલર ૯૩ પૈસા તૂટીને રૃા.૫૩.૪૫ ઃ ટીસીએસ, ઈન્ફોસીસ, હેકઝાવેર ટેકનોલોજી ઘટયા
રૃપિયા સામે ડોલર ૯૩ પૈસા તૂટીને રૃા.૫૩.૪૫ થઈ જતાં એફઆઈઆઈની આઈટી સોફટવેર શેરોમાં વેચવાલી હતી. ટીસીએસ રૃા.૧૮.૨૦ ઘટીને રૃા.૧૩૦૩.૨૦, ઈન્ફોસીસ રૃા.૨૦.૯૦ ઘટીને રૃા.૨૫૯૪.૬૫, હેક્ઝાવેર ટેકનો રૃા.૪.૬૫ ઘટીને રૃા.૧૨૪.૭૦ રહ્યા હતા.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ મલ્ટિ-બ્રાન્ડ રીટેલ નોટીફિકેશને રૃા.૧૮ વધીને રૃા.૮૫૦ ઃ ૩.૯ કરોડ શેરો બાયબેક કર્યા
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ૧૮, સપ્ટેમ્બર ૨૦૧૨ સુધીમાં ૩.૯ કરોડ શેરો બાયબેક કરાયા હોઈ ઘટાડે ફરી વિદેશી ફંડો લેવાલ બનતા શેર રૃા.૧૭.૭૫ વધીને રૃા.૮૪૯.૯૦ રહ્યો હતો. મલ્ટિ-બ્રાન્ડ રીટેલ ક્ષેત્રે ૫૧ ટકા એફડીઆઈ મંજૂરીના નોટીફિકેશનને પગલે પણ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની સબસીડીયરી રિલાયન્સ રીટેલને ફાયદો થવાનું શેરમાં આર્કષણ હતું.
FII ફરી ઈન્ડિયા શાઈનીંગથી અંજાઈ ઃ એક જ દિવસમાં વધુ રૃા.૨૩૨૮ કરોડના શેરોની જંગી ખરીદી
એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ આજે કેશ સેગ્મેન્ટમાં વધુ રૃા.૨૩૨૭.૮૨ કરોડના શેરોની જંગી ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૃા.૬૮૦૬.૦૨ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃા.૪૪૭૮.૨૦ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૃા.૧૧૨૭.૨૭ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૃા.૧૭૫૮.૨૯ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃા.૨૮૮૫.૫૭ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મનમોહન સરકારઃ ઓફ ધ ફોરેનર બાય ધ ફોરેનર, ફોર ધ ફોરેનર
ગુજરાતના લોકોને કેન્દ્ર સરકાર નહીં મુખ્યમંત્રી થપ્પડો મારે છે

મોદીએ પાડેલા ભૂવા પૂરતાં દાયકાઓ લાગશે ઃ કેશુભાઈ

ચૂંટણીપંચની માન્યતા મળવાનું લંબાતા પરિવર્તન પાર્ટી દ્વિધામાં
સાત વર્ષીય બહેનની નજર સામે ભાણેજે મામીને ચપ્પાના ઘા ઝીંક્યા
ન્યુઝીલેન્ડ સામે બાંગ્લાદેશનો ૫૯ રનથી નાલેશીભર્યો પરાજય

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડકપ ઃ ભારત અને ઈંગ્લેન્ડ સુપર એઈટમાં

ટી-૨૦માં મેકુલમનો હાઈએસ્ટ સ્કોરનો અને બે સદીનો રેકોર્ડ
UPA સરકારના 'રીફોર્મગેટ'થી FII અંજાઈ ઃ શેરોમાં અઢળક ખરીદી ઃ સેન્સેક્ષ ૪૦૪ છલાંગે ૧૮૭૫૩ની ૧૬ મહિનાની ટોચે
સોના-ચાંદીમાં બેતરફી વધઘટે આરંભિક આંચકા પછી સાંજે ભાવોમાં ફરી ઉછાળો
કોર્પોરેટ બોન્ડસ ખરીદવા FIIની પડાપડી

ડિઝલના ભાવ વધારાની અસર કોમર્શિયલ વ્હીકલના વેચાણ પર પડશે

ગોલ્ડ ફાઈન્ડિંગ્સની ઈમ્પોર્ટ ડયુટી ૧૦થી ઘટાડી ચાર ટકા કરાઈ
ઈરાની ટ્રોફી ઃ રેસ્ટ ઓફ ઇન્ડિયા સામે રાજસ્થાનના ૨૫૩માં ઓલઆઉટ
નબળી મનાતી ટીમોએ કોઈ પ્રકારનો અપસેટ ન સર્જ્યો ઃ હવે જ ખરી જમાવટ
 
 

Gujarat Samachar Plus

દાગીના ગિરવે મૂકીને મૂર્તિઓ બનાવી પણ વેચાણ થયું નહીં
હિટ ફિલ્મી સોંગના તાલે ગણેશજીની ભક્તિનો ક્રેઝ
ભારતના રંગબેરંગી વસ્ત્રાભૂષણો
હકારાત્મક અભિગમ થકી નકારાત્મક્તાને દુર કરો
જો જો હીલવાળા જોડાથી પગને હાનિ ન પહોંચે
સ્માર્ટ, સેક્સી ફિગર માટે કેટલાક ઇઝી સ્ટેપ્સ
 

Gujarat Samachar glamour

પ્રીતિ ઝિન્ટાની બુરાઈમાં ભલાઈનો અણસાર હતો
કંગના કેસીનોમાંથી ત્રણ લાખ રૃપિયા જીતી
પોપ સિંગર શકીરા માતા બનશે
ખાન ત્રિપુટના પગલે કરીના
શાહરૃખ માટે કોની ઝુલ્ફોની ખુશ્બુ અણમોલ છે ?
રણબીર ફિલ્મના નફામાં ભાગ માંગવા માંડયો
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved