Last Update : 22-September-2012, Saturday

 

અઠવાડિક ભવિષ્ય તા.૨૩-૯-૨૦૧૨ રવિવારથી તા.૨૯-૯-૨૦૧૨ શનિવાર સુધી

 

મેષ (અ.લ.ઈ.)

 

સપ્તાહના અંતમાં અનંત ચૌદશથી આપની રાશિનો અધિપતિ વૃશ્ચિક રાશિમાં પરિભ્રમણ શરૂ કરતાં આપે આપના આરોગ્યની કાળજી રાખવી જરૂરી રહેશે. શારીરિક-માનસિક કષ્ટ પીડા, નાણાંકીય ખેંચ-ચંિતા-મુંઝવણ અનુભવાય. મસ્તકમાં, કમરમાં, ગરદનમાં, ગુદામાં, પેશાબમાં દર્દપીડાની બેકાળજી રાખવી નહીં. ચક્કર, વિચારોની દ્વિધામાં સંભાળવું પડે. નોકરી-ધંધામા ંજોખમ કરવું નહીં. તા. ૨૩ સપ્ટેમ્બર રવિ ધરો આઠમે કામની વ્યસ્તતા રહે. ૨૪ સોમ નોકરી-ધંધાના કામમાં ઘ્યાન આપી શકો. ૨૫ મંગળ વિલંબમાં પડેલ કામ ઉકેલાય. ૨૬ બુધ ધર્મકાર્ય થાય, નોકરી-ધંધાનું કામ સાનુકૂળતાવાળું રહે. ૨૭ ગુરુ પુત્ર પૌત્રાદિકના કામમાં ઘ્યાન આપવું પડે. ૨૮ શુક્ર અનંત ચૌદશે ઉતાવળીયો કોઈ નિર્ણય કરવો નહીં. ૨૯ શનિ વ્રતની પૂનમે ચંિતા-ખર્ચ રહે.

 

વૃષભ (બ.વ.ઉ.)

 

આપના ઘર, પરિવારના, નોકરી-ધંધાના કામ અંગે, માનસિક પરિતાપ રહે. આગામી સમયમાં પત્નીના સ્વભાવ કે બિમારીના કારણે તમને શાંતિ, રાહત જણાય નહીં. જાહેર સંસ્થાકીય કામમાં, નાણાંની લેવડ દેવડની જવાબદારીમાં, બેંકના, નોકરી-ધંધાના કામમાં સાવધાની, જાગૃતિ રાખવી. પેટ, કમરમાં દર્દ પીડાના કારણે કામકાજ કરવામાં બેચેની અનુભવો. વ્યવહારિક, સામાજીક, ધાર્મિક કામ અંગે સમય ફાળવવો પડે. તા. ૨૩ સપ્ટેમ્બર રવિ, ધરો આઠમે ઘર, પરિવારના પ્રશ્નમાં ચંિતા, ઉદ્વેગ રહે. ૨૪ સોમ નોકરી-ધંધામાં તન-મન-ધનથી વાહનથી સંભાળવું. ૨૫ મંગળ નોકરી-ધંધાના કામ અંગે કોઈને મળળાનું થાય. ૨૬ બુધ વિલંબમાં પડેલ કામ ઉકેલાય. ધર્મકાર્ય થાય. ૨૭ ગુરુ સરકારી, રાજકીય, ખાતાકીય કામની ચંિતા રહે. ૨૮ શુક્ર અનંત ચૌદશે સગા સંબંધી-મિત્રવર્ગના કામમાં મદદરૂપ થવું પડે. ૨૯ શનિ વ્રતની પૂનમે કામકાજમાં સાનુકૂળતા રહે.

 

મિથુન (ક.છ.ઘ.)

 

વિલંબમાં પડેલા કામનો ઉકેલ લાવવામાં આપે વ્યસ્ત રહેવું પડે. ચંિતા-રૂકાવટ પછી કામનો ઉકેલ આવવાથી આપ હળવાશ, રાહત અનુભવો. નોકરી ધંધાના કે વ્યવહારિક, સામાજીક, ધાર્મિક કામ અંગે બહાર કે બહારગામ જવાનું થાય. પુત્ર પૌત્રાદિકના કામમાં ઘ્યાન આપવું પડે, સહકાર આપવો પડે, ખર્ચ કરવો પડે. ભાઈભાંડુ, નોકર ચાકર, કારીગરવર્ગ કોઈના દોરવાયા દોરવાઈ જવાથી તમે ચંિતા-મુંઝવણ અનુભવો. તા. ૨૩ સપ્ટેમ્બર રવિ ધરો આઠમે પત્ની, સંતાન પરિવારના કામમાં ઘ્યાન આપવું પડે, ખર્ચ કરવો પડે. ૨૪ સોમ નોકરી-ધંધાના કામકાજમાં પ્રગતિ, સફળતા. ૨૫ મંગળ તન-મન-ધનથી, વાહનથી સંભાળવું. ૨૬ બુધ ખાવાપીવામાં, વાહન ચલાવવામાં ઘ્યાન રાખવું. ૨૭ ગુરુ નોકરી-ધંધાના કામમાં ઘ્યાન આપવું પડે. ૨૮ શુક્ર અનંત ચૌદશે હૃદય-મનની પ્રસન્નતા રહે. ૨૯ શનિ વ્રતની પૂનમે કામકાજમાં સાનુકૂળતા, પ્રગતિ જણાય, કામ ઉકેલાય.

 

કર્ક (ડ.હ.)

 

આપ એક ચંિતા-ઉપાધિમાં હોવ એટલામાં અન્ય ચંિતા-ઉપાધિના કારણે શાંતિ, રાહત જણાય નહીં. ઘરના મોભી તેમજ સંતાનના પ્રશ્ને, મિત્રવર્ગના વ્યવહાર, સંબંધ, મિત્રતા, લાગણીના પ્રશ્ને ચંિતા-ખર્ચ-વિવાદ-બિમારી-મુંઝવણ અનુભવાય. શેરોની લે-વેચમાં, તાંબા, પિત્તળ, લાલ રંગ, કાળા રંગની ચીજવસ્તુના વેપાર-ધંધામાં નુકસાનીથી સંભાળવું પડે. મકાન-જમીન-વાહનના પ્રશ્ને જાગૃતિ રાખવી. કોઈના કારણે તકલીફ થાય. તા. ૨૩ સપ્ટેમ્બર રવિ ધરો આઠમે માનસિક પરિતાપ-વિચારો રહે. ૨૪ સોમ નોકરી ધંધાનું કામ સ્વસ્થાપૂર્વક કરવું. ૨૫ મંગળ રોજીંદા કામકાજમાં ઘ્યાન આપવું પડે. ૨૬ બુધ ભક્તિપૂજા, મંત્રજાપથી હૃદય-મનની શાંતિ અનુભવાય. ૨૭ ગુરુ આકસ્મિક ચંિતા-ઉપાધિ-અશાંતિ. ૨૮ શુક્ર અનંત ચૌદશે ઉતાવળીયો જોખમી કોઈ નિર્ણય કરવો નહીં. ૨૯ શનિ વ્રતની પૂનમે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ હળવાશ અનુભવાય.

 

સંિહ (મ.ટ.)

 

આગામી સમય જેમ જેમ પસાર થાય તેમ તેમ આપ બંધન-ચંિતા-વિવાદમાં અટવાતા જાવ. ઈચ્છા-અનિચ્છાએ કોઈ નિર્ણય કરવો પડે. મકાન, વાહન, મીલ્કતના પ્રશ્નમાં જાગૃતિ, સાવધાની રાખવી. સંયુક્ત મીલ્કત, સંયુક્ત ધંધાના પ્રશ્ને ખેંચતાણ મુંઝવણ-મુશ્કેલી અનુભવાય. માતાના સ્વભાવ, બિમારીના કારણે ચંિતીત રહો. પરદેશમાં રહેતા સગા સંબંધી-મિત્રવર્ગની ચંિતા અનુભવાય. સરકારી નોકરી હોય તેમને ખાતાકીય, સરકારી કામમાં તકલીફ પડે. સમયસર ધાર્યું કામકાજ થાય નહીં. તા. ૨૩ સપ્ટેમ્બર રવિ ધરો આઠમે પુત્ર પૌત્રાદિક, પત્ની, પરિવારના કામમાં ઘ્યાન આપવું પડે. ૨૪ સોમ શેરોમાં, નોકરી ધંધાના કામમાં ઘ્યાન આપવું પડે. ૨૫ મંગળ વિલંબમાં પડેલ કામ ઉકેલાય. ૨૬ બુધ નોકરી ધંધાના કામમાં સાનુકૂળતા. ૨૭ ગુરુ કામકાજમાં સાનુકૂળતા પરંતુ જોખમી નિર્ણય કરવો નહીં. ૨૮ શુક્ર અનંત ચૌદશે ધર્મકાર્યથી આનંદ, રાહત, શાંતિ. ૨૯ શનિ તન-મન-ધનથી-વાહનથી, વ્રતની પૂનમે સંભાળવું પડે.

 

કન્યા (પ.ઠ.ણ.)

 

નોકર ચાકર, ભાઈભાંડુ, સહકાર્યકરવર્ગ, ઉપરીવર્ગ, ભાગીદારના કારણે આપને ચંિતા-ઉચાટ-વિવાદ, બિમારી જણાય. યાત્રા પ્રવાસમાં તેમજ રસ્તામાં આવતા જતા, વાહન ચલાવતા સંભાળવું પડે. બેંકના કામમાં, નાણાંકીય ખર્ચમાં મુંઝવણ જણાય. બજારોની વધઘટમાં સોના-ચાંદી-લોખંડના વેપાર, ધંધામાં, આયાત નિકાસના, બહારગામના ધંધામાં ચંિતા-મુશ્કેલી અનુભવાય. તે સિવાય ધર્મકાર્ય થાય. નિકટના સ્વજન સ્નેહી મિત્રવર્ગને મળવાનું થાય. તા. ૨૩ સપ્ટેમ્બર રવિ ઘર, પરિવારના, સગા સંબંધી-મિત્રવર્ગના પ્રશ્ને ચંિતા, ઉચાટ રહે. ૨૪ સોમ નોકરી-ધંધાના કામમાં જાગૃતિ, સાવધાની રાખવી. ૨૫ મંગળ વિલંબમાં પડેલા કામમાં ઘ્યાન રાખવું. ૨૬ બુધ કામકાજમાં સાનુકૂળતા, પ્રગતિ. ૨૭ ગુરુ નોકરી, ધંધાના કામ અંગે કોઈને મળવાનું થાય. ૨૮ શુક્ર અનંત ચૌદશે ધર્મકાર્ય થાય, આનંદ રહે. ૨૯ શનિ કામકાજમાં પ્રગતિ, સાનુકૂળતા.

 

તુલા (ર.ત.)

 

ધર્મકાર્યથી આપનું હૃદય-મન પ્રફુલ્લિત રહે. વ્યવહારિક, સામાજીક, ધાર્મિક કામમાં, નોકરી ધંધાના કામમાં સાનુકૂળતા રહે. જુના સંબંધો તાજા થાય. તમે જેમને યાદ કરતા હોવ તેમને મળવાનું થાય. સાંસારીક પ્રશ્નમાં, મિત્રવર્ગના પ્રશ્નમાં તમારે ઘ્યાન આપવું પડે. આંખમાં દર્દપીડાથી સંભાળવું. કૌટુંબીક કામગીરી, જવાબદારીમાં કે કોઈની બિમારીમાં આપને વ્યસ્તતા રહે, અન્યને મદદરૂપ થવું પડે. તા. ૨૩ સપ્ટેમ્બર રવિ ધરો આઠમે સગા સંબંધી, મિત્રવર્ગ, દેશ પરદેશના કામની વ્યસ્તતા રહે. ૨૪ સોમ નોકરી ધંધાના કામ અંગે કોઈને મળવાનું થાય. ૨૫ મંગળ ચંિતા-ઉચાટ મન વ્યગ્ર રહ્યા કરે. ૨૬ બુધ નોકરી-ધંધાના કામમાં ઘ્યાન રાખવું. ૨૭ ગુરુ કામકાજમાં સાનુકૂલતા. ૨૮ શુક્ર અનંત ચૌદશે હૃદય-મનની પ્રસન્નતા રહે. ૨૯ શનિ ધર્મકાર્ય, વ્રતની પૂનમે થાય. આનંદ રહે.

 

વૃશ્ચિક (ન.ય.)

 

આપ આકસ્મિક ચંિતા-ઉપાધિ-બિમારી, નુકસાની કે અન્ય કોઈ કારણસર મુશ્કેલી-બંધન અનુભવતા હોવ તેમ લાગ્યા કરે. કાનૂની, રાજકીય, સરકારી કામગીરીમાં, પોલીસ કાર્યવાહીમાં તમારી ઓળખાણ, લાગવગ, પૈસા છતાં તમે ગ્રહવશાત પાછા પડો. તમારી ગણત્રી, ધારણા કરતાં અવળુ બને. પતિ-પત્નીના પરસ્પરના વિવાદમાં, અન્ય વિવાદમાં ઉશ્કેરાટ, ગુસ્સો, ઉતાવળ કર્યા વગર શાંતિથી સપ્તાહ પસાર કરવું. અન્યના દોરવાયા દોરવાઈ જવું નહીં. તા. ૨૩ સપ્ટેમ્બર રવિ ધરો આઠમે કામની વ્યસ્તતા રહે. ૨૪ સોમ નોકરી-ધંધાના વિલંબમાં પડેલા કામમાં ઘ્યાન આપવું પડે. ૨૫ મંગળ મકાન-વાહન-મશીનરી-ખાદ્ય ખોરાકની ચંિતા. ૨૬ બુધ નોકરી-ધંધામાં જાગૃતિ રાખવી. ૨૭ ગુરુ તન-મન-ધનથી-વાહનથી, વિવાદથી સંભાળવું. ૨૮ શુક્ર અનંત ચૌદશે સગા સંબંધી-મિત્રવર્ગના કામની વ્યસ્તતા રહે. ૨૯ શનિ વ્રતની પૂનમે રાહત રહે. ધર્મકાર્ય થાય.

 

ધન (ભ.ધ.ફ.ઢ.)

 

આગામી સમય આપે નાણાંકીય પ્રશ્ને, બેંક કે અન્ય દેવાના પ્રશ્નો, નોકરી ધંધાની કામગીરીમાં, પુત્ર પૌત્રાદિકના પ્રશ્નમાં, ચંિતા-મુશ્કેલી મુંઝવણ, દ્વિધામાં, અનિશ્ચિતતામાં પસાર કરવો પડે. વઘુ પડતા આત્મવિશ્વાસ કે અતિ ઉત્સાહમાં અન્યની દેખાદેખીમાં દેખાવો કરવા કે ભભકા કરવા જાવ તો તમારી ઊંઘ હરામ થઈ જાય. મોટા નુકસાનમાં, દેવામાં પટકાઈ પડો. નોકરીમાં લાંચ લેવામાં, ખોટું કામ કરવામાં બંધન, શિક્ષા થાય. ખાતાકીય તમારી પ્રગતિ, નાણાં, ઈજાફાને, પેન્શનને ધક્કો પહોંચે. તા. ૨૩ સપ્ટેમ્બર રવિ ધરો આઠમે સાનુકૂળતા. ૨૪ સોમ નોકરી ધંધાનું કામ થાય. ૨૫ મંગળ વિલંબમાં પડેલ કામ ઉકેલાય. ૨૬ બુધ નોકરી ધંધાના કામમાં વ્યસ્તતા રહે. ૨૭ ગુરુ યાત્રા પ્રવાસ-મુલાકાતમાં, મીટીંગમાં, નિર્ણયમાં સાવધાની રાખવી. ૨૮ શુક્ર અનંદ ચૌદશે ધર્મકાર્ય થાય પરંતુ તન-મન-ધનથી-વાહનથી, પડવા વાગવાથી સંભાળવું પડે. ૨૯ શનિ સગા સંબંધી-મિત્રવર્ગના કારણે વ્રતની પૂનમે ચંિતા-ઉચાટ રહે.

 

મકર (ખ.જ.)

 

આપના ઘર, પરિવારના, સગા સંબંધી મિત્રવર્ગના વ્યવહારિક, સામાજીક, કૌટુંબીક કામની વ્યસ્તતા રહે. જુના સંબંધો, સંસ્મરણો તાજા થાય. ખર્ચ થાય પરંતુ આનંદ રહે. ધર્મકાર્ય થાય. પ્રવાસ થાય. નોકરી, ધંધામાં સીઝનલ કામની વ્યસ્તતા રહે. કામ મળે, આવક થાય. મકાન, વાહન અંગેનું કામ થાય. પુત્ર પૌત્રાદિકથી ખર્ચ થાય. રાજકીય, સરકારી કામમાં સાનુકૂળતા રહે. સરકારી કરારી ધંધો, કાગળ, કાપડનો ધંધો, ટ્રાવેલ્સનો ધંધો થઈ શકે. નોકરીમાં ઉપરી અધિકારી, સહકાર્યકરનું કામ કરી શકો. તા. ૨૩ સપ્ટેમ્બર રવિ ખર્ચ ચંિતા. ૨૪ સોમ નોકરી ધંધાના કામમાં જાગૃતિ રાખવી. ૨૫ મંગળ વિલંબમાં પડેલ કામ ઉકેલાય. ૨૬ બુદ પરિવારના કામમાં સાનકૂળતા રહે. ૨૭ ગુરુ આનંદ ઉત્સાહ રહે, કામકાજમાં પ્રગતિ. ૨૮ શુક્ર અનંત ચૌદશે અન્યને મદદરૂપ થઈ શકો. ધર્મકાર્ય થાય. ૨૯ શનિ વ્રતની પૂનમે કામકાજમાં સાનુકૂળતા, હળવાશ આનંદ રહે.

 

કુંભ (ગ.શ.સ.ષ.)

 

આપની પ્રતિકૂળમાં હૃદયૃ-મન ઉચાટમાં રહે. નોકરી-ધંધામાં તમારી સાથે કામ કરનાર તમને પરેશાન કરવા તમારી વિરુઘ્ધમાં કાર્યવાહી કર્યા કરે. આક્ષેપ-અપયશ-વિવાદ-ટીકા ટીપ્પણીથી તમારા રોજીંદા કામકાજમાં, સત્તા, હોદ્દામાં તમે સ્વસ્થતા, એકાગ્રતા જાળવી શકો નહીં. ભાગીદારીવાળા ધંધામાં ઘરના હોય કે બહારના હોય પરંતુ ધંધો કરવાનો આનંદ ઉત્સાહ જણાય નહીં. પિતૃપક્ષે માતૃપક્ષે ચંિતા-બિમારી જણાય. તા. ૨૩ સપ્ટેમ્બર રવિ કામકાજમાં હળવાશ, રાહત રહે. ૨૪ સોમ નોકરી-ધંધાનું કામ ચંિતા પછી ઉકેલાય. ૨૫ મંગળ હરિફવર્ગ ખટપટ, ઈર્ષા કરનારથી પરેશાની, ચંિતા. ૨૬ બુધ નાણાંકીય કામકાજમાં, સરકારી, ખાતાકીય કામમાં સાવધાની રાખવી. ૨૭ ગુરુ હૃદય-મનને શાંતિ જણાય નહીં. ૨૮ શુક્ર અનંત ચૌદશે સગા સંબંધી-મિત્રવર્ગના કામની વ્યસ્તતા રહે, ધર્મકાર્ય થાય. ૨૯ શનિ હળવાશ રાહત રહે, વધારાનું કામ કરી શકો.

 

મીન (દ.ચ.ઝ.થ.)

 

શાંતિથી આ સપ્તાહ પસાર કરી લેવું. આપે ખાવાપીવામાં, હરવા ફરવામાં તેમજ વાહનથી, પડવા વાગવાથી, લપસી પડવાથી, પશુથી, ટક્કરથી સંભાળવું, જાગૃતિ સાવધાની રાખવી. પૈસા, પાકીટ, મોબાઈલ, લેપટોપ, વાહનનું ઘ્યાન રાખવું. નોકરી-ધંધામાં તમને ઉશ્કેરવા, બોલાવવા, વિવાદ કરવા, મારામારી કરવા માટેના પ્રયત્નો થાય પરંતુ શાંતિ-સ્વસ્થતા-ધીરજ રાખવી જરૂરી રહેશે. ચક્કરથી, સીઝનલ બિમારીથી તકલીફ રહે. તા. ૨૩ સપ્ટેમ્બર રવિ અન્યના કારણે ચંિતા, ઉચાટ. ૨૪ સોમ નોકરી ધંધામાં શાંતિથી કામકાજ કરવું. ૨૫ મંગળ રોજીંદા તેમજ અન્ય કામમાં ઘ્યાન આપવું પડે. ૨૬ બુધ વિલંબમાં પડેલ કામ ઉકેલાય. ૨૭ ગુરુ નોકરી-ધંધામાં સાવધાની, જાગૃતિ રાખવી. ૨૮ શુક્ર અનંત ચૌદશે તન-મન-ધનથી, વાહનથી, ટક્કરથી, લપસી પડવાથી સંભાળવું. ૨૯ શનિ શારીરિક-માનસિક અસ્વસ્થતા.

[Top]
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved