Last Update : 22-September-2012, Saturday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૨૨-૦૯-૨૦૧૨, શનિવાર
નિજ ભાદરવા સુદ સાતમ
વંિછુંડો બપોરના ૨ ક. ૩૯ મિ. સુધી
સાયન સૂર્ય તુલા- દક્ષિણ ગોલ શરૂ

 

દિવસના ચોઘડિયા ઃ કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ.
રાત્રિના ચોઘડિયા ઃ લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૨૯ મિ., સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૩૫ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૨૯ મિ., સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૩૪ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૨૮ મિ., સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૩૪ મિ.
નવકારસી સમય ઃ (અ) ૭ ક. ૧૭ મિ., (સૂ) ૭ ક. ૧૭ મિ., (મું) ૭ ક. ૧૬ મિ.
જન્મરાશિ ઃ આજે બપોરના ૨ ક. ૩૯ મિ. સુધીમાં જન્મેલ બાળકની વૃશ્વિક (ન.ય.) રાશિ આવશે. ત્યારપછી જન્મેલ બાળકની ધન (ભ. ધ. ફ. ઢ.) રાશિ આવે.
નક્ષત્ર ઃ જ્યેષ્ઠા બપોરના ૨ ક. ૩૯ મિ. સુધી પછી મૂળ. આજે જન્મેલ બાળક માટે નક્ષત્ર શાંતિ પૂજા કરાવવી.
ગોચર ગ્રહ ઃ સૂર્ય - કન્યા, મંગળ - તુલા, બુધ - કન્યા, ગુરૂ - વૃષભ, શુક્ર - કર્ક, શનિ - તુલા, રાહુ - વૃશ્વિક, કેતુ - વૃષભ, હર્ષલ (યુરેનસ) - મીન, નેપચ્યુન - કુંભ, પ્લુટો - ધન, ચંદ્ર - બપોરના ૨ ક. ૩૯ મિ. સુધી વૃશ્વિક પછી ધન.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮, દક્ષિણાયન શરદ ૠતુ, રા.દિ. ભા. ૩૧.
માસ-તિથિ-વાર ઃ નિજ ભાદરવા સુદ સાતમને રવિવાર.
- ગૌરી આહવાહન.
- જ્યેષ્ઠા ગૌરી પૂજા ૧૪-૩૯ સુધી
- વંિછુડો બપોરના ૨ ક. ૩૯ મિ.સુધી.
- વિષ્ટી ૧૪-૦૯થી ૨૫-૧૧ સુધી.
- સાયન સૂર્ય તુલામાં ૨૦-૨૦ થી. દક્ષિણ ગોલ શરૂ.
- સોનાના ભાવ વધે ! બધા પ્રકારના અનાજના ભાવ વધે ? હાથીઓને પીડા, તીડ જીવાતનો ઉપદ્રવ,કોઈ સ્થળે યુદ્ધ થાય, પીડા વધે ?
મુસલમાની હિજરીસન ૧૪૩૩ જીલ્કાદ માસનો ૫ રોજ.
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૨ અર્દીબેહસ્ત માસનો ૬ રોજ ખોરદાદ.

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ શનિવારની સવારમાં શાંતિ રાખવી. બપોર સુધીનો સમય તન-મન-ધનથી નોકરી-ધંધામાં તેમજ પરિવારમાં ચંિતા રખાવે.

 

વૃષભ ઃ જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ શ્રમ-થાક-ચંિતા અનુભવો. નોકરી-ધંધાના કામમાં, વાહન ચલાવવામાં સંભાળવું પડે.

 

મિથુન ઃ કૌટુંબીક કામ અંગે ચંિતા રહે. વ્યવહારિક-સામાજિક-કૌટુંબીક કામ અંગે બહાર જવાનું થાય, ખર્ચ થાય. નોકરી-ધંધામાં નાણાંકીય ચંિતા રહે.

 

કર્ક ઃ પુત્ર પૌત્રાદિકના સાંસારીક પ્રશ્ને, પત્ની સાથેના વિવાદ કે છુટાછેડાના પ્રશ્ને, નોકરી છોડવાના પ્રશ્ને, ભાગીદારી છોડવાના પ્રશ્ને ધીરજ રાખવી પડે.

 

સંિહ ઃ જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ તમારા હૃદય-મનની વ્યગ્રતા-ચંિતા-ઉચાટ હળવો થતો જાય. નોકરી-ધંધાનું કામ ઉકેલાય.

 

કન્યા ઃ શનિવારની સવારે અન્યના કારણે ચંિતા-ઉચાટ રહે પરંતુ બપોર પછી કામકાજમાં ચંિતા છતાં પ્રગતિ, સાનુકૂળતા થતી જાય.

 

તુલા ઃ આપના રૂકાવટવાળા કામની ચંિતા હળવી થવાથી આપ હળવાશ અનુભવો. બહારનું કામ થાય. નોકરી-ધંધાનું કામ થાય.

 

વૃશ્વિક ઃ માનસિક પરિતાપ-ઉશ્કેરાટ-નકારાત્મક વિચારો-વલણને અંકુશમાં રાખી બપોર સુધીનો સમય પસાર કરી લેવો.

 

ધન ઃ આકસ્મિક ચંિતા-નુકસાન-વિવાદથી સંભાળવું પડે. શરીરમાં કળતર, બેલેન્સ ન સચવાય તેવું બને. જાગૃતિ રાખવી.

 

મકર ઃ જાહેર સંસ્થાકીય કામ અંગે, નોકરી-ધંધાના કે પત્ની પરિવારના કામ અંગે ચંિતા-ખર્ચ જણાય, વ્યસ્તતા રહે.

 

કુંભ ઃ બપોર પછી નોકરી-ધંધાનું કામ સાનુકૂળ થતું જાય. પુત્ર પૌત્રાદિકનું કામ થાય. ધંધો-આવક થવાથી રાહત રહે.

 

મીન ઃ શનિવારની બપોર સુધીની કામગીરીમાં ધીરજ રાખવી પડે. જીદ્દ-મુમત-ઉશ્કેરાટ-ઉતાવળમાં તકલીફ થાય. ચંિતા રહે.

 

જન્મ તારીખ વર્ષ સંકેત- તા. ૨૨-૦૯-૨૦૧૨, શનિવાર

આજથી શરૂ થઈ રહેલા જન્મવર્ષમાં સારા-નબળા અનુભવો થતા રહે. વર્ષનો પ્રારંભ સાનુકૂળતાવાળો રહે. આકસ્મિક કોઈ લાભ ફાયદો થાય. રૂકાવટવાળા કામનો ઉકેલ આવવાથી હળવાશ, રાહત અનુભવો. પરંતુ જેમ જેમ વર્ષ પસાર થાય તેમ તેમ આપે આપના આરોગ્યની બાબતમાં નાની-મોટી તકલીફ-ચંિતા અનુભવાય. શસ્ત્રક્રિયા થાય.

 

- નોકરી-ધંધામાં આવક થાય, ફેરફારી થાય પરંતુ સમય-શ્રમની મર્યાદા ન જળવાતા બીમારીમાં પટકાવ. કાયમી કોઈ વ્યાધિના ચક્કરમાં આવી જાવ.

 

- અવિવાહિતને વિવાહ-લગ્નનું નક્કી થાય. સાંસારીક જીવનમાં વિવાદ-વિખવાદ થયેલો હોય તો સમાધાન થાય.

 

- કૌટુંબીક ચંિતા, વર્ષના ઉત્તરાર્ધમાં આવી જાય.

 

- સ્ત્રી વર્ગને પતિ-સંતાનથી સાનુકૂળતા રહે પરંતુ શારીરિક કષ્ટપીડા ચાલ્યા કરે.

 

- વિદ્યાર્થીવર્ગને ભણવામાં ઘ્યાન રાખવું પડે.

 

સુપ્રભાતમ્

નીતિ જાણનાર વિધાનોએ દુઃખનું ઓસડ આ જ કહ્યું છે- વિષાદ કે સંતાપ છોડીને દુઃખના કારણનો નાશ કરવાની શરૂઆત કરી દેવી.

 

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિાક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

લલ્લુ પ્રેમિકા લીલીને ફોન ઉપર કહી રહ્યો હતો... ‘‘તારા વગર મગજ કામ કરતું નથી, ઊંઘ ઉડી ગઈ છે, હૃદય રડરડ કર્યા કરે છે, ક્યાંય ચેન પડતું નથી.’’
લીલીએ ફોનમાં જવાબ આપ્યો, ‘‘કોઈ સારા ડોક્ટરને બતાવ, આ બધા સ્વાઈનફ્‌લુના લક્ષણ છે, સમજ્યો ?’’

[Top]
 

આજ ની રેસીપી

મોહક મનોહર મોદક વરાયટી

માવાના મોદક

 

સામગ્રી ઃ ૨૫૦ ગ્રામ માવો, ૬૫થી ૭૦ ગ્રામ સાકર, સાત-આઠ એલચી, ખાવાનો રંગ, કેસર.

 

રીત ઃ માવાને એકદમ છૂટો કરીને કણી ન પડે તે રીતે મસળી લો. મિકસરમાં પણ કરી શકાય. હવે તેમાં સાકર નાખી પાછો માવો મસળી લો. પછી માવાને એક જાડા તળિયાવાળી કડાઈમાં ધીમી આંચ પર રાખી સાકર ઓગળી જાય ત્યાં સુધી ગરમ કરો. મિશ્રણ કડાઈ છોડવા લાગે ત્યારે એને આંચ પરથી ઉતારી ઠંડુ કરવા માટે હલાવતાં રહો. હવે તેમાં એલચીના દાણા અને કેસર જરાતરા ગરમ કરી વાટી લો અને માવામાં મિક્સ કરી દો (મોદક જો કલરફુલ બનાવવા હોય તો તેમાં ખાવાનો કલર મિક્સ કરો). મોદકના સાંચા (મોલ્ડ) બજારમાં તૈયાર મળે છે તેમાં માવાનું પૂરણ ભરી, બંધ કરી, હલકા હાથે ખોલી મોદક કાઢી લો. બહાર મળતા તૈયાર મોદક જેવા જ મોદક ઘરે બનાવી શકશો. એક વખતમાં પાંચથી પચ્ચીસ મોદક તૈયાર થશે.

[Top]
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved