Last Update : 21-September-2012, Friday

 

સો કરોડની ક્લબ

 

ફિલ્મ ઉદ્યોગના ‘બઝ વર્ડ્‌સ’- ચલણી વિશેષણો વખતોવખત બદલાતા રહે છે. એક સદી પહેલાં નાટક જેવા મનોરંજનના માઘ્યમના સમયમાં ફિલ્મોની શરૂઆત થઇ, ત્યારે ‘હાલતાં-ચાલતાં દૃશ્યો’ હોવાં એ જાહેરખબરોમાં લખવા માટેનો મોટો મુદ્દો હતો. તેની સાથે વચ્ચે વચ્ચે ડાન્સ અને સંગીતની પાર્ટીનું પણ મહત્ત્વ હતું. ફિલ્મોમાં સંવાદ-ગીત-સંગીત આવ્યા એટલે ‘સળંગ બોલતી-ગાતી ફિલ્મ’નું વિશેષણ ઘ્યાનાકર્ષક બન્યું. બોલતી ફિલ્મોનો સિક્કો જામી ગયા પછી થોડા સમયમાં ‘જ્યુબિલી’નો જમાનો આવ્યો. ફિલ્મો જેટલાં સપ્તાહ વઘુ ચાલે, એટલો તેનો મહિમા વધારે. ફિલ્મો ત્યારે સૌથી પહેલાં મોટાં શહેરોમાં રજૂ થતી હતી. ત્યાર પછી મઘ્યમ કક્ષાનાં નગરમાં અને ગામડાંમાં તો સાવ છેલ્લે ફિલ્મ પહોંચતી. કારણ કે ફિલ્મની પ્રિન્ટ્‌સ કાઢવી પડતી અને એ કામ ખર્ચાળ હતું. શરૂઆતમાં તો જોખમકારક પણ ખરું. કારણ કે ફિલ્મોમાં વપરાતી રાસાયણિક સામગ્રી ભારે જ્વલનશીલ હતી.
જ્યુબિલી (જયંતી) ફિલ્મોની સફળતાનો એવો માપદંડ બની કે રાજેન્દ્રકુમાર જેવા સાધારણ અભિનેતા તેમની ફિલ્મોની સતત સફળતાને કારણે ‘જ્યુબિલીકુમાર’નું બિરુદ પામ્યા. ચાળીસીના દાયકામાં ‘કિસ્મત’, સિત્તેરના દાયકામાં ‘શોલે’ અને નેવુના દાયકામાં ‘દિલવાલે દુલ્હનીયા લે જાયેંગે’ જેવી ફિલ્મો વર્ષો સુધી ચાલવાના વિક્રમો નોંધાવી ચૂકી છે. પરંતું છેલ્લા થોડા સમયથી ફિલ્મઉદ્યોગમાં ફિલ્મોની સફળતાનો નવો માપદંડ છેઃ સો કરોડની ક્લબ.
જે ફિલ્મો રૂ.૧૦૦ કરોડનો વકરો કરે એ ફિલ્મોને સફળતમ ફિલ્મોની આ ક્લબમાં સામેલ ગણવામાં આવે છે. પરંતુ ‘૧૦૦ કરોડની ક્લબ’ એ શબ્દપ્રયોગ ઘણી રીતે ગેરરસ્તે દોરનારો છે. એ વાપરીએ ત્યારે તેમાં કેટલાક પાયાના સવાલની તપાસ જરૂરી બને છે. જેમ કે, ફિલ્મને થયેલા રૂ.૧૦૦ કરોડના વકરામાંથી ટિકિટબારી પરની આવક કેટલી છે? આ સવાલ એટલા માટે અગત્યનો છે કારણ કે અત્યારે ફિલ્મોની આવકનો મોટો હિસ્સો તેના મ્યુઝિક રાઇટ્‌સ, સેટેલાઇટ રાઇટ્‌સ, ઓવરસીઝ રાઇટ્‌સ અને કેટલીક ફિલ્મોમાં મર્ચન્ડાઇઝંિગ રાઇટ્‌સના વેચાણમાંથી આવે છે. તેના કારણે થાય છે એવું કે ફિલ્મ રજૂ થાય તે પહેલાં જ તેના રોકાણનો નોંધપાત્ર હિસ્સો નિર્માતાને પાછો મળવાનું નક્કી હોય છે. એ રીતે નિર્માતાના પક્ષે રહેલું અનિશ્ચિતતા અથવા દાયકાઓ પહેલાં અસ્તિત્ત્વ ધરાવતું જુગારનું તત્ત્વ નહીંવત્‌ થઇ જાય છે. ફિલ્મ ગમે તેટલી નિષ્ફળ જાય તો પણ, એ બજાર જ એટલું વિકસી ગયું છે કે બોક્સઓફિસ નહીં તો છેવટે બીજા રસ્તે પણ નુકસાનમાં ઉતરવાનો વારો ન આવે.
આ બધા મુદ્દા ઉપરાંત સૌથી અગત્યનો મુદ્દો છેઃ ૧૦૦ કરોડની ક્લબમાં પ્રવેશ મેળવનારી ફિલ્મના નિર્માણ અને પ્રચારપ્રસાર પાછળ કેટલો ખર્ચ થયો હતો? ‘રા.વન’ જેવી કેટલીક ફિલ્મો વકરાની દૃષ્ટિએ સો કરોડની ક્લબમાં દાખલ થઇને પોતાની સફળતાના ઝંડા ફરકાવવાની કોશિશ કરે છે, પરંતુ ફિલ્મની સફળતાનો ખરો અંદાજ કાઢવાની એક રીત તેના વકરાને ફક્ત આંકડામાં ગણવાને બદલે નિર્માણખર્ચની ટકાવારીમાં ગણવાની છે. ઉદાહરણ તરીકે, કોઇ ફિલ્મ સાઠ કરોડ રૂપિયામાં બને, તેના પ્રચાર પાછળ બીજા દસ કરોડ ખર્ચાય અને તે સો કરોડની ક્લબમાં પ્રવેશે. બીજી તરફ, એક ફિલ્મ રૂ.પંદર કરોડના ખર્ચે બને અને રૂ. પચાસ કરોડની કમાણી કરે. આ બન્નેમાંથી પહેલી ફિલ્મ સો કરોડની ક્લબમાં સામેલ થવાને કારણે પ્રસાર માઘ્યમોમાં તેનો જયજયકાર થાય છે અને તેને સુપરહિટ તરીકે ગણી લેવામાં આવે છે, પરંતુ સરખામણી કરવામાં આવે, તો એના કરતાં માંડ ચોથા ભાગના ખર્ચમાં બનેલી અને ૩૦૦ ટકાથી પણ વધારે નફો કમાનારી ફિલ્મ ધંધાકીય દૃષ્ટિએ વઘુ સફળ ગણાવી જોઇએ. કારણ કે તેમાં તગડી ફી આપીને સલમાનખાન જેવા ‘સો કરોડની ક્લબ’ના સભ્ય ગણાતા સ્ટાર હોતા નથી. ‘રા.વન’ની જેમ આક્રમક પ્રચારપ્રસાર પાછળ તેમાં અઢળક નાણાં વેરાતાં નથી. છતાં, તે નિર્માતાના રોકાણને ત્રણ-ચાર ગણું વધારે વળતર આપે છે. અલબત્ત, આ માત્ર ને માત્ર ધંધાદારી ગણતરી છે. એક ફિલ્મ સો કરોડની ક્લબમાં પહોંચે છે કે નહીં, તેને ફિલ્મની ગુણવત્તા અને કેટલાક કિસ્સામાં તો પ્રેક્ષક-સ્વીકૃતિ સાથે પણ સંબંધ હોવો જરૂરી નથી.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

મોનિકા લેવેન્સ્કી બિલ ક્લિન્ટનને લખેલા ઉત્કટ પ્રેમ પત્રો જાહેર કરશે

'પોપકોર્ન લંગ' બિમારીથી પિડીતને ૭૨ લાખ ડોલર ચૂકવવાનો આદેશ
કૈથ વાઝની દેશના સાંસદોને ચેતવણી ઃ એફ.ડી.આઈ. મુદ્દે સાવધ રહો

લિબિયામાં અમેરિકી દૂતાવાસ પરનો હુમલો આતંકવાદી કૃત્યઃ અમેરિકા

પાકિસ્તાન સુપ્રીમે ગૃહમંત્રી રહેમાન મલિક સહિત ૧૨ જણાને અયોગ્ય ઠરાવ્યા
ચીનના મેન્યુફેક્ચરીંગના નબળા આંક પાછળ વૈશ્વિક બજારોમાં નરમાઇ
સોના-ચાંદીના ભાવોમાં વિશ્વબજાર પાછળ ફરી તેજી આવી
અર્થતંત્રની ચાલ ખોડંગાતી હોવા છતાં વેન્ચર કેપિટલ રોકાણમાં વધારો
અફઘાનિસ્તાન સામેના કંગાળ દેખાવ બાદ ભારતીય કેમ્પની ચિંતા વધી

આજે બાંગ્લાદેશ-ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ-અફઘાનિસ્તાન વચ્ચે ટક્કર

ભારતની બેડમિંટન સ્ટાર સિંધુ વર્લ્ડ રેન્કિગમાં ૨૦માં ક્રમે
હેડને ઘર આંગણાના ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ જાહેર કરી
ઈન્ડિયા-એ ટીમે ત્રણ વિકેટથી ન્યૂઝિલેન્ડ-એ સામે વિજય મેળવ્યો

તાજેતરનાં સુધારામાં નવી તેજીના મંડાણ જોતાં રોકાણકારો રક્ષણાત્મકમાંથી સક્રીય શેરો તરફ

નિકાસકારોનું કોટનમાં ફોરવર્ડમાં બુકીંગઃ જોકે આં.રા. બજારમાં પણ ભાવ નીચા જ!
 
 

Gujarat Samachar Plus

નિરમાનું સ્ટુડન્ટસ ગુ્રપ આસામના વિસ્થાપિતોના વહારે
ગર્લ્સને એડલ્ટ ફિલ્મોમાં પડયો રસ
ગર્લ્સ કેન્ટિનમાં હોમમેડ નાસ્તો પસંદ કરે છે
પુરુષની ટાઈ ગર્લ્સના નાજુક ગરદનની શોભા
રેસ્ટોરાંના સંગીત અને લાઇટિંગની અસર પડે છે તમારા ખોરાક પર
ચાય ગરમ, કોફી નરમ
 

Gujarat Samachar glamour

આશા ભોંસલે ગીત સાથે ડાન્સ પણ કરશે
સોનાક્ષી 'બુલેટ રાજા'માં પણ આઈટમ-ગીત કરશે
અમીષા હવે 'સ્વીટ'માંથી 'સેક્સી-ગર્લ' બનવા માંડી
ડિટા વોન ટીજએ પોતાની ખુબસુરતીનું રહસ્ય ખોલ્યું
સલમાનને સાથ આપશે એક પોપટ 'રાધે'
સલમાન હવે કમાલ અમરોહીના પૌત્ર બિલાલને લોન્ચ કરશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved