Last Update : 21-September-2012, Friday

 

પુરુષની ટાઈ ગર્લ્સના નાજુક ગરદનની શોભા

- ત્રાંસી લાઈનની ડિઝાઇનીંગ ટાઈ સુંદર દેખાશે. ગર્લ્સ આવા પરિધાન સાથે કાનમાં લટકણિયા, ગોગલ્સ અને હાથમાં બ્રેસલેટ પહેરી શકે.

શહેરની વિમેન હવે પ્રત્યેક ક્ષેત્રે પુરુષોના પેંગડામાં પગ ઘાલવા લાગી છે તો ફેશન તેમાંથી બાકાત શી રીતે રહે? અલબત્ત, શર્ટ, ટી-શર્ટ, જીન્સ કે ટ્રાઉઝર જેવા એક સમયમાં માત્ર પુરુષોનો પહેરવેશ ગણાતા વસ્ત્રો તો મહિલાઓ ઘણાં વર્ષથી પહેરે છે. પણ આધુનિકાઓ હવે પુરુષોની જેમ નેકટાઈ પણ પહેરવા લાગી છે. તે પણ માત્ર શર્ટ-ટ્રાઉઝર સાથે નહીં, બલ્કે સ્કર્ટ અને ગાઉન સાથે પણ.
વાસ્તવમાં છેક ૧૯૭૭માં વૂડી એલન દિગ્દર્શિત ક્લાસિક 'એન્ની હોલ'માં અભિનેત્રી ડાયને કિટોને જાકીટ સાથે ટાઈ પહેરી હતી. આ ઉપરાંત હોલીવૂડ અભિનેત્રી મેરલીન ડાઈટ્રીચે પણ સૂટ અને ટાઈ પહેર્યાં હતાં.
પણ આ વર્ષના શિયાળુ કલેક્શનમાં ફેશન ડિઝાઇનરો દાયકાઓ અગાઉ અછડતી જોવા મળેલી આ ફેશન ફરી મેઇન સ્ટ્રીમમાં લાવવા માગતા હોય એમ લાગે છે.
ઘૂંટી સુધીની લંબાઈના સ્કર્ટ સાથેના ટોપમાં પહેરવામાં આવતી ટાઈ નારી જેવી નાજુક દેખાય છે. આ ઉપરાંત થોડા ટૂંકા સુટ અને પી-ટો સેંડલ સાથે પહેરેલી ટાઈ પણ અત્યંત આકર્ષક લાગે છે.
પોતાની સ્ટાઇલ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવનાર ફ્રીડા પિન્ટો, વિક્ટોરિયા બેકહમ, સોનમ કપૂર અને કંગના રાણાવતે પણ પોતાના વોર્ડરોબમાં ટાઈનો સમાવેશ કર્યો છે.
ફેશન ડિઝાઇનરો કહે છે કે માનુનીઓ યોગ્ય ફીટિંગના શર્ટ-બ્લાઉઝ કે વેસ્ટકોટ સાથે પાતળી (ઓછી પહોળાઈવાળી) ટાઈ ધારણ કરી શકે. ત્રાંસી લાઈનની ડિઝાઇનવાળી ટાઈ સાદી છતાં સુંદર દેખાશે. યુવતીઓ આવા પરિધાન સાથે કાનમાં લટકણિયા, ગોગલ્સ અને હાથમાં બ્રેસલેટ પહેરી શકે. પિન્ટોએ અત્યાર સુધી દૂધ જેવા ધોળા રંગના સાટીનના ગાઉન સાથે એક સમારંભમાં ટૂંકી ટાઈ પહેરી હતી. એક વાત ચોક્કસ છે કે જ્યારે કોઈ માનુની ટાઈ પહેરે ત્યારે બધાનું ધ્યાન ત્યાં અચૂક ખેંચાય છે.
જોકે ટાઈ પહેરનારી માનુનીએ એમ બતાવવાનો પ્રયત્ન બિલકુલ ન કરવો કે તેઓ પુરુષો જેવું પરિધાન કરી રહી છે. આ ઉપરાંત બટન કોલર ન પહેરવા. ચેક્સવાળા શર્ટ સાથે ચેક્સવાળી ટાઈ ભૂલેચૂકેય ન પહેરવી. ઢીલી ટાઈ સારી નહીં લાગે એવું નથી, પણ જો અનોખો લુક જોઈતો હોય તો ટાઇટ ટાઈ પહેરો.
જો કે, હવે જેન્ટસને પહેરવાની ટાઇનો ઉપયોગ ગર્લ્સ પણ કરતી જોવા મળી રહી છે. કેટલીક કોર્પોરેટ કંપનીમાં કામ કરતી ગર્લ્સ પણ આવી રીતે ટાઇ, શૂટ અને બૂટમાં સજ્જ જોવા મળે છે. હવે ગર્લ્સના વોર્ડરોબમાં પણ વિવિધ સ્ટાઇલીશ ટાઇ જોવા મળી રહી છે. કેટલીક ગર્લ્સ તો સ્ટાઇલીશ લૂક માટે પણ ટાઇ પહેરવાનું પસંદ કરે છે. કારણકે તેઓ કોર્પોરેટ કંપનીમાં કામ કરતી હોય છે અને ક્યારેક કોઇ વીઆઇપી ગેસ્ટ આવે ત્યારે તેઓની ઇમ્પ્રેશન સારી પડે તે માટે પણ ટાઇમાં સજ્જ થયેલી જોવા મળે છે. આજે માર્કેટમાં વિવિધ સ્ટાઇલીશ ટાઇ બહુ સરળતાથી મળી રહે છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

મોનિકા લેવેન્સ્કી બિલ ક્લિન્ટનને લખેલા ઉત્કટ પ્રેમ પત્રો જાહેર કરશે

'પોપકોર્ન લંગ' બિમારીથી પિડીતને ૭૨ લાખ ડોલર ચૂકવવાનો આદેશ
કૈથ વાઝની દેશના સાંસદોને ચેતવણી ઃ એફ.ડી.આઈ. મુદ્દે સાવધ રહો

લિબિયામાં અમેરિકી દૂતાવાસ પરનો હુમલો આતંકવાદી કૃત્યઃ અમેરિકા

પાકિસ્તાન સુપ્રીમે ગૃહમંત્રી રહેમાન મલિક સહિત ૧૨ જણાને અયોગ્ય ઠરાવ્યા
ચીનના મેન્યુફેક્ચરીંગના નબળા આંક પાછળ વૈશ્વિક બજારોમાં નરમાઇ
સોના-ચાંદીના ભાવોમાં વિશ્વબજાર પાછળ ફરી તેજી આવી
અર્થતંત્રની ચાલ ખોડંગાતી હોવા છતાં વેન્ચર કેપિટલ રોકાણમાં વધારો
અફઘાનિસ્તાન સામેના કંગાળ દેખાવ બાદ ભારતીય કેમ્પની ચિંતા વધી

આજે બાંગ્લાદેશ-ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ-અફઘાનિસ્તાન વચ્ચે ટક્કર

ભારતની બેડમિંટન સ્ટાર સિંધુ વર્લ્ડ રેન્કિગમાં ૨૦માં ક્રમે
હેડને ઘર આંગણાના ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ જાહેર કરી
ઈન્ડિયા-એ ટીમે ત્રણ વિકેટથી ન્યૂઝિલેન્ડ-એ સામે વિજય મેળવ્યો

તાજેતરનાં સુધારામાં નવી તેજીના મંડાણ જોતાં રોકાણકારો રક્ષણાત્મકમાંથી સક્રીય શેરો તરફ

નિકાસકારોનું કોટનમાં ફોરવર્ડમાં બુકીંગઃ જોકે આં.રા. બજારમાં પણ ભાવ નીચા જ!
 
 

Gujarat Samachar Plus

નિરમાનું સ્ટુડન્ટસ ગુ્રપ આસામના વિસ્થાપિતોના વહારે
ગર્લ્સને એડલ્ટ ફિલ્મોમાં પડયો રસ
ગર્લ્સ કેન્ટિનમાં હોમમેડ નાસ્તો પસંદ કરે છે
પુરુષની ટાઈ ગર્લ્સના નાજુક ગરદનની શોભા
રેસ્ટોરાંના સંગીત અને લાઇટિંગની અસર પડે છે તમારા ખોરાક પર
ચાય ગરમ, કોફી નરમ
 

Gujarat Samachar glamour

આશા ભોંસલે ગીત સાથે ડાન્સ પણ કરશે
સોનાક્ષી 'બુલેટ રાજા'માં પણ આઈટમ-ગીત કરશે
અમીષા હવે 'સ્વીટ'માંથી 'સેક્સી-ગર્લ' બનવા માંડી
ડિટા વોન ટીજએ પોતાની ખુબસુરતીનું રહસ્ય ખોલ્યું
સલમાનને સાથ આપશે એક પોપટ 'રાધે'
સલમાન હવે કમાલ અમરોહીના પૌત્ર બિલાલને લોન્ચ કરશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved