Last Update : 21-September-2012, Friday

 

નિરમાનું સ્ટુડન્ટસ ગુ્રપ આસામના વિસ્થાપિતોના વહારે

- આસામના લાખો પરિવારોને સહાયરૃપ થવા માટે નિરમાના 'નિપ્સા' ગુ્રપના સ્ટુડન્ટસએ કપડાં, વાસણ,મેડિસીન અને રોકડ રકમ એકઠી કરવાની પ્રક્રિયા શરૃ કરી છે. હવે સ્ટુડન્ટસમાં સોશ્યલ સર્વિસ કરવાનું પ્રમાણ વધ્યું

તાજેતરમાં આસામ રાજ્યમાં ફાટી નીકળેલા તોફાનોમાં એક લાખથી વધુ લોકોે ઘર-વિહોણા થઈ જતાં ત્યાંની રાહત છાવણીઓમાં જીવન જીવી રહ્યા છે. ત્યારે દેશભરમાંથી રાયટ્સના આ વિસ્થાપીતોને સહાય માટે મદદનો ધોધ વરસી રહ્યો છે. અમદાવાદની નિરમા યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સનું એસોશિએશન ચાલી રહ્યુ છે. નિરમા ઈન્સ્ટિટયુટ ઓફ ફાર્મસી સ્ટુડન્ટ્સ એસોશિએશનમાં ૧૫૦ જેટલા સ્ટુડન્ટ્સ જોડાયેલા છે. આ સ્ટુડન્ટ્સ ગુ્રપ કોલેજમાં વિવિધ એક્ટિવિટીની સાથે સોશ્યલ એક્ટિવીટી કરી રહ્યા છે. આસામના લાખો પરિવારોને સહાયરૃપ થવા માટે 'નિપ્સા'ના સ્ટુડન્ટ્સે કપડાં, વાસણ,મેડિસીન અને રોકડ રકમ એકઠી કરવાની પ્રક્રિયા શરૃ કરી હતી. જેમાં અઢી થી ત્રણ હજાર જેટલા કપડાં, વાસણો, દવાઓ, વગેરે જરૃરી પ્રમાણમાં એકત્ર થયું છે. જેને હાલમાં સોર્ટિંગ કરી આસામના વિસ્થાપિતો સુધી પહોંચાડવાની કામગીરી ચાલી રહી છે.
આ અંગે પ્રિતી જોષી કહે, હું અમદાવાદમાં રહી ગૃહિણી હોવાની સાથે સોશ્યલ એક્ટિવીટીમાં રસ ધરાવતી હોઈ, આવી આપત્તિઓમાં લોકોને સહાય રૃપ થવા કામ કરુ છુ આસામના ઘર વિહોણા લોકો માટે અમે સહાય રૃપ થવાના નિર્ણયની સાથે જ નિપ્સા અને અમારા પોતાના ગુ્રપ અને આસપાસથી અનેક લોકોએ સારા કપડા વાસણ અને દવાઓની મદદ આપી છે.
નિપ્સા સ્ટુડન્ટ્સ કુનાલ આસર કહે છે કે અમારા ૧૫૦ જેટલા સભ્યોએ એક અવાજે આ કાર્યમાં સહભાગી થવાના નિર્ણય સાથે દરેક સભ્ય કામગીરીએ લાગી ગયા હતા. યશ પ્રજાપતિ, યશ શાહ, અને દ્રષ્ટિ જેવા ઉત્સાહિ સ્ટુડન્ટ્સોએ એટલી બધી સહાય કરી કે જોત જોતાંમાં આખો રૃમ ભરાઈ જાય તેટલી ચીજ વસ્તુઓ વિસ્થાપિતો માટે એકઠી થઈ ગઈ છે. જેને અમે આવતી કાલે ત્યાંની સંસ્થાના સભ્યોને સુપ્રત કરીશું જેે ગુવાહાટી થી ખોખરાઝાર ગામમાં જ્યાં વિસ્થાપિતો હજારોની સંખ્યામાં રાહત છાવણીઓમાં રહે છે, ત્યાં પહોંચાડવામાં આવશે. યશ પ્રજાપતિ કહે છે કે અમારી કોલેજમાં અમારા નિપ્સા એસોશિએશનના ગુ્રપના સભ્યોની સાથે કોલેજના અન્ય સ્ટુડન્ટ્સ પણ આવી પ્રવૃતિઓમાં સહર્ષ જોડાતા હોય છે. કોેલેજની વિવિધ એેક્ટિવીટીઓમાં આ ગુ્રપ સહભાગી થાય છે ત્યારે આવા સોશ્યલ કામોમાં કામ કરવાથી અમને એક નવું બળ મળે છે. અને કંઈક કર્યાનો સંતોષ પણ થાય છે. આપણું ભણતર ત્યારે જ લેખે લાગે જ્યારે આપણે બીજા કોઈને આફતના સમયમાં મદદરુપ થઈએ. અમારા ગુ્રપમાં હજુ પણ સ્ટુડન્ટસ સોશ્યલ એક્ટિવીટી કરવા માટે તૈયાર છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

મોનિકા લેવેન્સ્કી બિલ ક્લિન્ટનને લખેલા ઉત્કટ પ્રેમ પત્રો જાહેર કરશે

'પોપકોર્ન લંગ' બિમારીથી પિડીતને ૭૨ લાખ ડોલર ચૂકવવાનો આદેશ
કૈથ વાઝની દેશના સાંસદોને ચેતવણી ઃ એફ.ડી.આઈ. મુદ્દે સાવધ રહો

લિબિયામાં અમેરિકી દૂતાવાસ પરનો હુમલો આતંકવાદી કૃત્યઃ અમેરિકા

પાકિસ્તાન સુપ્રીમે ગૃહમંત્રી રહેમાન મલિક સહિત ૧૨ જણાને અયોગ્ય ઠરાવ્યા
ચીનના મેન્યુફેક્ચરીંગના નબળા આંક પાછળ વૈશ્વિક બજારોમાં નરમાઇ
સોના-ચાંદીના ભાવોમાં વિશ્વબજાર પાછળ ફરી તેજી આવી
અર્થતંત્રની ચાલ ખોડંગાતી હોવા છતાં વેન્ચર કેપિટલ રોકાણમાં વધારો
અફઘાનિસ્તાન સામેના કંગાળ દેખાવ બાદ ભારતીય કેમ્પની ચિંતા વધી

આજે બાંગ્લાદેશ-ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ-અફઘાનિસ્તાન વચ્ચે ટક્કર

ભારતની બેડમિંટન સ્ટાર સિંધુ વર્લ્ડ રેન્કિગમાં ૨૦માં ક્રમે
હેડને ઘર આંગણાના ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ જાહેર કરી
ઈન્ડિયા-એ ટીમે ત્રણ વિકેટથી ન્યૂઝિલેન્ડ-એ સામે વિજય મેળવ્યો

તાજેતરનાં સુધારામાં નવી તેજીના મંડાણ જોતાં રોકાણકારો રક્ષણાત્મકમાંથી સક્રીય શેરો તરફ

નિકાસકારોનું કોટનમાં ફોરવર્ડમાં બુકીંગઃ જોકે આં.રા. બજારમાં પણ ભાવ નીચા જ!
 
 

Gujarat Samachar Plus

નિરમાનું સ્ટુડન્ટસ ગુ્રપ આસામના વિસ્થાપિતોના વહારે
ગર્લ્સને એડલ્ટ ફિલ્મોમાં પડયો રસ
ગર્લ્સ કેન્ટિનમાં હોમમેડ નાસ્તો પસંદ કરે છે
પુરુષની ટાઈ ગર્લ્સના નાજુક ગરદનની શોભા
રેસ્ટોરાંના સંગીત અને લાઇટિંગની અસર પડે છે તમારા ખોરાક પર
ચાય ગરમ, કોફી નરમ
 

Gujarat Samachar glamour

આશા ભોંસલે ગીત સાથે ડાન્સ પણ કરશે
સોનાક્ષી 'બુલેટ રાજા'માં પણ આઈટમ-ગીત કરશે
અમીષા હવે 'સ્વીટ'માંથી 'સેક્સી-ગર્લ' બનવા માંડી
ડિટા વોન ટીજએ પોતાની ખુબસુરતીનું રહસ્ય ખોલ્યું
સલમાનને સાથ આપશે એક પોપટ 'રાધે'
સલમાન હવે કમાલ અમરોહીના પૌત્ર બિલાલને લોન્ચ કરશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved