Last Update : 21-September-2012, Friday

 
દિલ્હીની વાત
 

સરકાર ટકવા મુદ્દે 'જો' અને ''તો''
નવીદિલ્હી, તા. ૨૦
જ્યારથી તૃણમૂલ કોંગ્રેસના નેતા મમતા બેનર્જીએ, છૂટક વેચાણ ક્ષેત્રે એફ.ડી.આઈ.ને મંજુરી આપવા, તેમજ ડીઝલના ભાવ વધારા મુદ્દે ટેકો પાછો ખેંચ્યો છે. ત્યારથી કોંગ્રેસની હોદ્દાધારીઓ એ પ્રકારનો ઉજળો ચહેરો લઈને ફરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે અમારી સરકાર ટકી જશે. પણ રાજકીય પક્ષો તરફથી સતત એવા સંકેતો મળી રહ્યા છે જેનાથી રાજકીય અટકળોને વેગ મળે. હવે કોંગ્રેસના ભાથામાં મહત્ત્વના બેજ તીર બચ્યા છે. સ.પા. અને બ.સ.પા. પણ આ બન્ને પક્ષો પણ હાલમાં થોભો અને રાહ જુઓની નીતિને અનુસરી રહ્યા છે. અને તેમના કાર્ડ છાતી સરસા ચાંપી રાખે છે, ખોલતા નથી.
જોકે રાજકીય આગેવાનો માને છે કે ૫૪૧ સાંસદોના ગૃહમાં ૨૭૧ સાંસદોના ટેકાની જરૃર રહે છે. વળી ગૃહમાં ગેર હાજર રહેવું તે હવે અસામાન્ય બાબત નથી તે સંજોગોમાં આ પ્રકારની કોઈપણ હરકત સમગ્ર પ્રકરણમાં અનોખો વળાંક લાવી શકે છે.
શક્ય દ્રષ્યાવલી
રાજકીય વિશેષજ્ઞાોની દ્રષ્ટિએ જો તૃણમૂલ કોંગ્રેસ મતદાનથી વેગળો રહે, અને સ.પા. તેમજ બ.સ.પા. અને રાજદ ટેકો આપે તો સરકારની બહુમતિનો આંક ૨૬૨ બને. જ્યોર યુ.પી.એ.નો આંકડો ૩૦૧ પર પહોંચે. પણ જો તૃણમૂલ સરકાર વિરૃદ્ધ મતદાન કરે અને સ.પા., બ.સ.પા. અને રાજદ ટેકો આપે તો બહુમતિ ૨૭૧ પર પહોંચે અને યુ.પી.એ. સાંસદોની સંખ્યા ૩૦૧ થાય. પણ જો સ.પા. અને ટી.એમ.સી. ગેરહાજર રહે અને બ.સ.પ. રાજદ ટેકો આપે તો બહુમતિનો આંક ૨૫૧ બને જ્યારે યુ.પી.એ.ને ૨૭૯ સાંસદો જોઈએ. પણ જો સ.પા. અને ટી.એમ.સી. કોંગ્રેસ વિરુદ્ધ મતદાન કરે અને બ.સ.પ. તેમજ રાજદ ટેકો આપે તો બહુમતીનો આંક ૨૭૧ બને અને યુ.પી.એ.નો આંક ૨૭૯ બને. જો સ.પા, બ.સ.પા. અને ટી.એમ.સી, ગેરહાજર રહે તો બહુમતી માટેનો આંક ૨૪૦ બને. અને યુ.પી.એ.ના સભ્યોની સંખ્યા ૨૫૮ બને અને સૌથી ખરાબ સ્થિતિમાં સરકાર સામે એવું સમીકરણ ઉભુ થાય જ્યારે સ.પા., બ.સ.પા. અને ટી.એમ.સી. સરકાર વિરુદ્ધ મતદાન કરે તો બહુમતિ માટેનો આંક ૨૭૧ બને જ્યારે યુ.પી.એ. પાસે ૨૫૮ સાંસદો હોય તે સંજોગોમાં સરકારને બચવું મુશ્કેલ બને.
ઉપરના તમામ સમિકરણો જો અને તો વાળા ગણાય છે. પરસ્પર વિરોધી વિચાર સરણીવાળા ડાબેરી અને ભાજપ જેવા પક્ષો પણ વિરોધના મુદ્દે એક મંચ પર આવી શકતા હોય તો અત્યારના મલીન રાજકારણમાં કોઈપણ સમયે કંઈ પણ બની શકે. તે સંજોગોમાં સરકારના સ્થિરતાના દાવા છતાં રાજકીય પંડીતો આ મુદ્દા પાયાનું ધોવાણ કરી રહ્યા છે તેમ માને છે.

Share |
 

Gujarat Samachar Plus

નિરમાનું સ્ટુડન્ટસ ગુ્રપ આસામના વિસ્થાપિતોના વહારે
ગર્લ્સને એડલ્ટ ફિલ્મોમાં પડયો રસ
ગર્લ્સ કેન્ટિનમાં હોમમેડ નાસ્તો પસંદ કરે છે
પુરુષની ટાઈ ગર્લ્સના નાજુક ગરદનની શોભા
રેસ્ટોરાંના સંગીત અને લાઇટિંગની અસર પડે છે તમારા ખોરાક પર
ચાય ગરમ, કોફી નરમ
 

Gujarat Samachar glamour

આશા ભોંસલે ગીત સાથે ડાન્સ પણ કરશે
સોનાક્ષી 'બુલેટ રાજા'માં પણ આઈટમ-ગીત કરશે
અમીષા હવે 'સ્વીટ'માંથી 'સેક્સી-ગર્લ' બનવા માંડી
ડિટા વોન ટીજએ પોતાની ખુબસુરતીનું રહસ્ય ખોલ્યું
સલમાનને સાથ આપશે એક પોપટ 'રાધે'
સલમાન હવે કમાલ અમરોહીના પૌત્ર બિલાલને લોન્ચ કરશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved