Last Update : 21-September-2012, Friday

 

હોસ્પિટલમાં ‘બાઉન્સર થેરાપી’

મેરા ભારત મહાન - અક્ષય અંતાણી
 

 

નાઈટ ક્લબ, પબ, બિયર બાર કે ડિસ્કોથેકમાં કોઈ નશામાં ચકચૂર થઈને બેફામ વર્તન કરે, એલફેલ બોલે કે પછી ધમાલ મચાવે ત્યારે તેને કાંઠલેથી ઝાલી સીધો બહાર તગેડી મૂકવા માટે અથવા તો ઠમઠોરવા માટે બાઉન્સર તૈયાર જ હોય છે. હટ્ટાકટ્ટા, છ હાથ પૂરા, ચહેરા પર કાપાકૂપી કે દાઢીનું જંગલ ઉગાડ્યું હોય એવા ડરામણા બાઉન્સરોને જોઈને જ ભલભલાની ફેં ફાંટી જાય. શરાબના અડ્ડા, નાઈટ ક્લબ કે બિયર કે ડાન્સબારમાં અત્યાર સુધી બાઉન્સરો જોવા મળતા.
પણ જ્યારથી દરદીઓનાં સગાંવહાલાં તરફથી ડોક્ટરો ઉપર અવારનવાર હુમલા થવા માંડ્યા પછી બાઉન્સરો દિલ્હીની પ્રાઇવેટ હોસ્પિટલોમાં પણ ગોઠવાતા જાય છે. હોસ્પિટલોમાં ડોક્ટરોને રક્ષણ પૂરું પાડવા રોકવામાં આવતા આ બાઉન્સરો આમ તો ખૂબ સલૂકાઈથી વર્તે છે પણ એમનો દેખવા જ એવો હોય છે કે બને ત્યાં સુધી કોઈ એની સામે ઊંચા અવાજે વાત કરવાની હંિમત નથી કરી શકતું. દિલ્હીની દિનદયાળ ઉપાઘ્યાય સરકારી હોસ્પિટલે બાઉન્સર તહેનાત કરવાની પહેલ કર્યા પછી અન્ય હોસ્પિટલો પણ આ દિશામાં આગળ વધી રહી છે. ગયા એપ્રિલમાં એક પેશન્ટના ઉશ્કેરાયેલા પરિવારજનોએ ડોક્ટર પર હુમલો કર્યો હતો અને એક જણે તો મુક્કો મારીને નાક તોડી નાખ્યું હતું. આ ઘટનાના એક અઠવાડિયા પછી બાઉન્સર રાખવામાં આવ્યો હતો. આ હોસ્પિટલમાં ડોક્ટરો ઉપર દર મહિને એક હુમલાનો બનાવ બનતો હતો. આથી ડોક્ટરોએ છેલ્લા છ વર્ષમાં ૨૦ વખત હડતાળ પાડી હતી. છતાં ડોક્ટરોની સલામતીના પગલાં નહોતાં લેવાયા. પણ હવે બાઉન્સર ગોઠવાયા પછી જરા ફેર પડ્યો હોય એવો તબીબોનો અનુભવ છે. બાઉન્સર થેરાપીની અસર થઈ ખરી.
હોમિયોપેથી, એલોપેથી, શિવામ્બુ ચિકિત્સાની રેલોપેથીની જેમ કારગર સાબિત થઈ છે. ગડબડ કરવાવાળાને હોસ્પિટલની બહાર હડસેલવાની આ નવતર ‘ઠેલોપેથી.’
યહ અંદર કી
બાત હૈ
છૂપા લો યૂં દિલ મેં પ્યાર મેરા કે જૈસે મંદિર મેં લૌ દિયે કી... દિલમાં કોઈનો પ્રેમ છૂપાવી શકાય. પરંતુ કાચબા કે ટચૂકડાં વાંદરા છુપાવાનું મુશ્કેલ છે એ દાણચોરો સમજી ગયા છે. જીવતા કાચબા અને ટચૂકડા વાંદરા ક્યાંથી પકડાયા ખબર છે છે? સ્મગલરોના અંડરવેરમાંથી, વિદેશથી સળવળાટ અને ગલીપચી સહન કરીને કાચબા અને વાંદરા કેમ લાવ્યા હશે?
મુંબઈ એરપોર્ટ ઉપર કસ્ટમ્સ અધિકારીઓએ બેંગકોકથી આવેલા એક માણસને શકને આધારે સપાટામાં લીધો. એનો બધો જ સામાન ફેંદી નાખ્યો છતાં કંઈ ન મળ્યું. પરંતુ ઓફિસરોની ચબરાક આંખોએ પારખી લીઘું કે તેને ચાલવામાં થોડી તકલીફ પડે છે એટલે અંદર લઈ જઈને કપડાં ઉતારવામાં આવતા અંડરવેરમાંથી ૧૦ નાના (સ્ટાર ટોર ટોઇઝ) મળી આવ્યાં હતા. આવી જ રીતે દિલ્હી એરપોર્ટ પર ત્રણ પ્રવાસીની તલાશી લેવામાં આવતા બેના અંડરવેરમાંથી સાત સાત ઈંચના ટચુકડા વાંદરા પકડાવા હતા. આ અત્યંત અલભ્ય જાતિના મિની મંકીને દાણચોરો જાંઘિયામાં સંતાડી બેંગકોકથી દુબઈ લઈ જતા હતા. કસ્ટમવાળા ગાતા હશે ઃ લાખ છૂપાવો છૂપ ના સકેગા રાઝ ઇતના ગહરા... અંદરકી બાત બતા દેતા હૈ અસલી-નકલી ચહેરા...
છપ્પન છૂરી સુહાગરાત પૂરી
સુહાગ રાત હૈ ધુંઘટ ઊઠા રહા હૂંં મૈં.. મનોમન ગણગણતા બાગપતના દુલ્હારાજાએ ફૂલોની સેજ પર ધુંઘટ ઓઢીને બેઠેલી નવોઢાનો ધુંઘટ ઊઠાવતાંની સાથે જ તેના મોઢામાંથી રીતસર ચીસ નીકળી ગી. આ શું? દુલ્હને ધારદાર છરી કાઢી દુલ્હાની છાતી ઉપર અડાડી ધમકી આપી ‘મુઝે હાથ ભી લગાયા તો જાન લે લૂંગી... યે શાદી મેરી મરઝી કે ખીલાફ હુઈ હૈ સમજા?’
વરરાજાની કેવી દશા થઈ હશે? હોબાળો મચી ગયો. બધા પોલીસ સ્ટેશને પહોંચ્યા. વરરાજા અને નવોઢાનું બયાન લેવાની મહિલા પોલીસ અધિકારીએ શરૂઆત કરી. વરરાજાએ સુહાગરાતે શું થયું એનું ઘુ્રજારીપૂર્ણ વર્ણન કરતાની સાથે નવવઘૂ વિફરી અને રણચંડીની જેમ ઠેકડો મારીને ઊભી થઈ, એક હાથે લાકડાની ખુરશી ઉપાડીને પતિ ઉપર પ્રહાર કરવાની અણી ઉપર હતી ત્યાં જ સહુએ પકડી લીધી. આ મારકણી મહિલાને માંડ શાંત પાડવામાં આવી.
ચંદ્રમુખી અચાનક જ્વાલામુખીની જેમ ફાટે ત્યારે પતિ કેવો દુખી દુખી થઈ જાય? કેવી કફોડી દશા? છપ્પન છૂરી સુહાગરાત પૂરી. આવી લડાયક લલનાઓ સંસારમાં નહીં સંસદમાં શોભે.
બસની નોકરી માટે બસ કરો
આજની મરણતોલ મોંઘવારીમાં પણ વગર વિચાર્યે સંતાનોનું નોનસ્ટોપ પ્રોડક્શન જારી રાખવાવાળા ક્યાંક ક્યાંક જોવા મળે છે. તાનસેન રાગ માલકૌંસ છેડતા અને આ સં-તાનસેન રાગ બાલ-કૌંસ છેડીને બાલબચ્ચાની લંગાર વધારતા જાય છે.
કુટુંબ નિયોજનની ઝુંબેશ પૂરજોશમાં ચાલતી ત્યારે બસની પાછળ જાહેરખબર વાંચવા મળતી ‘એક કે બે બસ.’ કોઈ અબૂધ ગામડિયા આ વાંચી નિસાસો નાખી કથળેલી એસટી સર્વિસને કોસતા કે આખા દિવસમાં એક કે બે બસ આવે એમાં શું વળે? તો વળી કોઈ અક્કલવાળા કહેતા કે એક કે બે બસ ભરાય એટલા બચ્ચા પેદા કરવાવાળાને સરકાર કેમ નથી સમજાવતી કે હવે તો બસ કરો? મહારાષ્ટ્ર એસટીએ તો હવે નવો નિયમ લાગુ કર્યો છે.
બસમાં નોકરી જોઈતી હોય એ પહેલાં બસ કરે. અર્થાત્‌ એસટી બસમાં ડ્રાઇવર અથવા કંડકટરની નોકરી એવાને જ અપાશે જેને બે અથવા બેથી ઓછા સંતાન હોય. જેને બે સંતાન હોય એણે પ્રતિજ્ઞાપત્ર પર સહી કરી દેવી પડશે કે હવે તેઓ બસ કરશે, ત્રીજું બાળક ન અવતરે માટે ઇમર્જન્સી ‘બ્રેક’ મારી દેશે. ૨૦૦૫ની સાલના મહારાષ્ટ્ર સિવિલ સર્વિસીઝ (સ્મોલ ફેમિલી) રુલ્સ અનુસાર એક કે બે બસનો નિયમ નોકરીમાં ભરતી વખતે લાગુ કરવામાં આવ્યો છે. ડ્રાઇવરને ‘બ્રેક’ મારવાનું શીખવવું ન પડે અને કંડક્ટર તો વઘુ પેસેન્જરનો ભરાવો ન થાય માટે સજાગ હોય છે. એસટીવાળાએ એક નવું સૂત્ર બધી બસો ઉપર ચિતરાવવું જોઈએ ‘એક કે બે બસ નહીંતર થશો બે-બસ.’
પતિદેવે પત્નીને પગાર આપવો પડશે
પતિદેવો પોતાની પત્નીને ફક્ત પ્રેમ આપીને સંતોષ માની નહીં શકો, પગાર પણ આપવો પડશે. આ સમાચાર સાંભળીને દેશભરના પરણેલા પુરુષો ચોંકી ગયા છે. રસોઈ કરતી, બાલબચ્ચા ઉછેરતી, ઘરની સાફસફાઈ રાખતી મહિલાઓને હવે હસબન્ડોએ આ ઘરેલું કામકાજનું મહેનતાણું ચૂકવવું પડશે. કેન્દ્રના મહિલા અને બાલ વિકાસ મંત્રાલયે આ માટે પ્રસ્તાવ તૈયાર કર્યો છે. થોડા સમયમાં આ પ્રસ્તાવ કેબિનેટમાં રજૂ કરાશે. ત્યાર પછી આ પ્રસ્તાવ સંસદમાં પાસ થશે અને કાયદાનું સ્વરૂપ લેશે એટલે મહિલાઓનો પગાર ચાલુ થઈ જશે. પતિદેવોએ પોતાની માસિક આવકમાંથી દસથી વીસ ટકા હિસ્સો પત્નીને પગાર તરીકે ચૂકવવો પડશે. કોઈ મરદ ચૂકવણીમાં ઘાલમેલ ન કરે માટે પત્નીના નામે ખાતું ખોલાવી એમાં મહેનતાણાની રકમ જમા કરાવી પડશે.
ભારતમાં ૯૦ ટકા મહિલાઓ ઘરગૃહસ્થી સંભાળે છે. આ ગૃહિણીઓ હવે વેતન મેળવતી થઈ જશે. જોકે મરદોને બરાબર ઓળખતી કેટલીક સ્માર્ટ મહિલાઓના મનમાં અત્યારથી સંશયનો કીડો સળવળવા માંડ્યો છે કે તેમનો પતિ કોઈ ઓછા પગારવાળીને લઈ આવશે તો? પરંતુ આવી ચંિતા કરવાની જરૂર નથી.
અત્યારે જેમ ઘરખર્ચ માટે અમુક રકમ આપે છે એવી રીતે વેતનરૂપે ચોક્કસ રકમ ચૂકવશે. જો વાદા કિયા વો નિભાના પડેગા... રોકે ઝમાના ચાહે રોકે ખુદાઈ વેતન દેના પડેગા... દર મહિને વેતન ચૂકવતો વર કેવો રૂડો લાગશે? વેતન મેળવીને વનિતા ગીત ગણગણશે ‘(વે)તન ભી સુંદર ધન ભી સુંદર તું સુંદરતા કી મૂરત હૈ, કિસી ઔર કો શાયદ કમ હોગી મુઝે તેરી (સેલરી) બહોત કુછ હૈ...
પંચ-વાણી
ઓળખાણ એ તો ખાણ છે, એટલે જ ઓળખાણથી જ (કોલસાની) ખાણ અપાય છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

મોનિકા લેવેન્સ્કી બિલ ક્લિન્ટનને લખેલા ઉત્કટ પ્રેમ પત્રો જાહેર કરશે

'પોપકોર્ન લંગ' બિમારીથી પિડીતને ૭૨ લાખ ડોલર ચૂકવવાનો આદેશ
કૈથ વાઝની દેશના સાંસદોને ચેતવણી ઃ એફ.ડી.આઈ. મુદ્દે સાવધ રહો

લિબિયામાં અમેરિકી દૂતાવાસ પરનો હુમલો આતંકવાદી કૃત્યઃ અમેરિકા

પાકિસ્તાન સુપ્રીમે ગૃહમંત્રી રહેમાન મલિક સહિત ૧૨ જણાને અયોગ્ય ઠરાવ્યા
ચીનના મેન્યુફેક્ચરીંગના નબળા આંક પાછળ વૈશ્વિક બજારોમાં નરમાઇ
સોના-ચાંદીના ભાવોમાં વિશ્વબજાર પાછળ ફરી તેજી આવી
અર્થતંત્રની ચાલ ખોડંગાતી હોવા છતાં વેન્ચર કેપિટલ રોકાણમાં વધારો
અફઘાનિસ્તાન સામેના કંગાળ દેખાવ બાદ ભારતીય કેમ્પની ચિંતા વધી

આજે બાંગ્લાદેશ-ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ-અફઘાનિસ્તાન વચ્ચે ટક્કર

ભારતની બેડમિંટન સ્ટાર સિંધુ વર્લ્ડ રેન્કિગમાં ૨૦માં ક્રમે
હેડને ઘર આંગણાના ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ જાહેર કરી
ઈન્ડિયા-એ ટીમે ત્રણ વિકેટથી ન્યૂઝિલેન્ડ-એ સામે વિજય મેળવ્યો

તાજેતરનાં સુધારામાં નવી તેજીના મંડાણ જોતાં રોકાણકારો રક્ષણાત્મકમાંથી સક્રીય શેરો તરફ

નિકાસકારોનું કોટનમાં ફોરવર્ડમાં બુકીંગઃ જોકે આં.રા. બજારમાં પણ ભાવ નીચા જ!
 

 

 

Gujarat Samachar Plus

નિરમાનું સ્ટુડન્ટસ ગુ્રપ આસામના વિસ્થાપિતોના વહારે
ગર્લ્સને એડલ્ટ ફિલ્મોમાં પડયો રસ
ગર્લ્સ કેન્ટિનમાં હોમમેડ નાસ્તો પસંદ કરે છે
પુરુષની ટાઈ ગર્લ્સના નાજુક ગરદનની શોભા
રેસ્ટોરાંના સંગીત અને લાઇટિંગની અસર પડે છે તમારા ખોરાક પર
ચાય ગરમ, કોફી નરમ
 

Gujarat Samachar glamour

આશા ભોંસલે ગીત સાથે ડાન્સ પણ કરશે
સોનાક્ષી 'બુલેટ રાજા'માં પણ આઈટમ-ગીત કરશે
અમીષા હવે 'સ્વીટ'માંથી 'સેક્સી-ગર્લ' બનવા માંડી
ડિટા વોન ટીજએ પોતાની ખુબસુરતીનું રહસ્ય ખોલ્યું
સલમાનને સાથ આપશે એક પોપટ 'રાધે'
સલમાન હવે કમાલ અમરોહીના પૌત્ર બિલાલને લોન્ચ કરશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved