Last Update : 21-September-2012, Friday

 
 

સેહવાગ અને ગંભીર જલ્દી ફોર્મ નહીં મેળવે તો ભારતની મુશ્કેલી વધશે
અફઘાનિસ્તાન સામેના કંગાળ દેખાવ બાદ ભારતીય કેમ્પની ચિંતા વધી

કોહલી અને યુવરાજે નિર્ણાયક તબક્કે ભારતનું ગૌરવ જાળવ્યું

બિનઅનુભવી અફઘાનિસ્તાનને ૧૪ વાઇડ અને પડતા મુકેલા કેચ ભારે
પડયા ઃ એક તબક્કે ભારત અપસેટનો શિકાર બની શકે તેમ હતું

 

કોલંબો,તા.૨૦
વન ડેની વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમે ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન સામે જે પ્રકારે માત્ર ૨૩ રનથી વિજય મેળવ્યો તે ટીમ ઇન્ડિયા માટે ચેતવણી સમાન છે. ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ જીતવાની દાવેદાર મનાતી ભારતીય ટીમને અફઘાનિસ્તાન જેવી સાવ સાધારણ કક્ષાની ટીમે મુશ્કેલીમાં મુકી દીધી હતી. અફઘાનિસ્તાનને તેના ખેલાડીઓમાં રહેલો અનુભવનો અભાવ નડયો નહીંતર તેઓએ જે સ્થિતી મેળવી હતી, તેમાંથી કોઇ સારી ટીમ જીત તરફનો રસ્તો બનાવી લેતા સ્હેજ પણ મોડુ ના કરે. કાગળ પર તો સૌથી મજબુત ગણાતી ભારતીય ટીમની ઓપનીંગ જોડી અને આખરી ઓવરોની બોલિંગ હાલમાં સાવ નબળી છે અને તેની સાબિતી અફઘાનના સાવ નવાસવા ક્રિકેટરોએ આપી દીધી છે.
કેપ્ટન ધોની અને કોચ ફ્લેચર માટે ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપની પ્રથમ મેચનું પરિણામ આંખો ઉઘાડવા માટે પુરતું છે. જો ટીમ ઇન્ડિયા હવે જલ્દી નહીં જાગે અને વ્યુહરચના ઝડપથી નહીં બદલે તો ટાઇટલ જીતવું તો દૂર પણ સેમિ ફાઇનલમાં પ્રવેશવું મુશ્કેલ બની જાય તેમ છે. અફઘાનિસ્તાને ગંભીર અને સેહવાગ જેવા ઝંઝાવાતી બેટ્સમેનોને સાવ સસ્તામાં આઉટ કરીને પેવેલિયન ભેગા કરી દઇને અણધારી શરૃઆત કરી હતી. બધાને લાગતું હતુ કે, અફઘાનિસ્તાન જેવી ટીમ સામે ભારતના ટોચના બેટ્સમેનો કાઉન્ટી મેચ રમતા હોય તેમ છવાઇ જશે પણ ચાહકોની ગણતરી ઊંધી વળી ગઇ. સેહવાગ અને ગંભીરનું ફોર્મ ખુબ જ ચિંતાજનક છે અને જો તેઓનો દેખાવ નહીં સુધરે તો ભારતને મુશ્કેલીનો સામનો કરવો પડશે.
મુશ્કેલીના સમયે ફરી વખત કોહલીએ લડાયક દેખાવ કરતાં ભારતને સન્માનજનક સ્કોર તરફ અગ્રેસર કરવામાં પાયાની ભુમિકા ભજવી. તેણે સતત ત્રીજી વન ડેમાં અડધી સદી ફટકારી તો રૈના અને ધોનીએ તેમની આગવી સ્ટાઇલમાં કોહલીના અધુરા કામને આગળ ધપાવતા ભારતને સન્માનજનક કહી શકાય તેવા ૧૫૯ના સ્કોર સુધી પહોંચાડયું હતુ.
અફઘાનિસ્તાનના ક્રિકેટરોમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનો ઓછો અનુભવ સ્પષ્ટ જોઇ શકાતો હતો. તેમણે ૧૪ તો વાઇડ નાંખ્યા હતા. તેઓ અર્થ એ થયો કે ભારતે ૧૫૯નો સ્કોર ૨૨.૨ ઓવરમાં કર્યો હતો. આ ઉપરાંત ભારતીય બેટ્સમેનોને કેચ પડતા મુકીને અફઘાનિસ્તાને જીવતદાન આપ્યું હતુ, જે પણ તેમને ભારે પડયું. જો તેઓએ આટલા બધા વાઇડ ના નાંખ્યા હોત અને કેચ પકડયા હોત તો તેઓ મેજર અપસેટ સર્જી શકે તેમ હતા. નબીએ યુવરાજને તેની જ બોલિંગમાં કોટ એન્ડ બોલ્ડ કરવાની તક ગુમાવી હતી. આ ઉપરાંત કોહલીને ૩૩ રને કેચ પડતો મુકીને અફઘાનિસ્તાને જીવતદાન આપ્યું હતુ. રૈનાને પણ ૧૯ રને કેચ પડતો મુકાતા બીજી તક મળી હતી. રૈનાને ૧૨મા ખેલાડી દૌલતઝાઇએ પણ જીવતદાન આપ્યું હતુ.જેના કારણે ભારત ૧૫૯ના સ્કોર સુધી પહોંચી શક્યું હતુ.
ભારત માટે આખરી ઓવરોની બોલિંગ પરેશાનીનું કારણ રહી છે અને આ મેચમાં પણ તે જોવા મળ્યું. અફઘાનિસ્તાનના બેટ્સમેનોએ કોઇ ટેસ્ટ રમતી અનુભવી ટીમને છાજે તેવી શરૃઆત કરી હતી. ભારતીય બોલરો અંહી પણ છવાઇ જવામાં નિષ્ફળ રહ્યા હતા. અફઘાનિસ્તાને ધીમી પણ મજબુત શરૃઆત કરીને કેપ્ટન ધોની સહિતના ભારતીય ખેલાડીઓને દબાણ હેઠળ રાખ્યા હતા. આખરે કેન્સરને હરાવીને પુનરાગમન કરનારા યુવરાજે ભારતીય ખેલાડીઓમાં આત્મવિશ્વાસ જગાવતા ૧૨મી ઓવરના બે બોલમાં બે વિકેટ ઝડપતાં અફઘાનિસ્તાનને પરાજય તરફ ધકેલ્યું હતુ.
યુવરાજે પીચ પર સેટ થઇને રમતા કરીમ અને સ્ટાનીકઝાઇને આઉટ કર્યા હતા. જો કે નબીએ ૧૭ બોલમાં ૨ ચોગ્ગા અને ૨ છગ્ગા સાથે ૩૧ રન ઝુડયા હતા. યુવરાજની સફળતા બાદ ભારતીય બોલરોએ અફઘાનિસ્તાનના બેટ્સમેનોને તબક્કાવાર આઉટ કરીને ભારતને જીત અપાવી હતી. જોક ેભારતનો ઓવરઓલ દેખાવ ચિંતાજનક અને વ્યુહરચના અંગે ફેરવિચારણાં માંગી લે તેવો હતો.
અફઘાનિસ્તાન સામેની પ્રથમ મેચમાં વિજય મેળવતા મેળવતા ભારત હાંફી ગયું હતુ. કોહલી અને યુવરાજે ખરા તબક્કે લડાયક દેખાવ કરતાં ટીમને જીત તરફ અગ્રેસર કરી હતી. જો ભારતનો દેખાવ આવો જ રહેશે તો ફરી વખત તેને સુપર એઇટમાંથી જ ટુર્નામેન્ટ છોડવી પડશે તેવી ચિંતા ચાહકોને સતાવવા લાગી છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

મોનિકા લેવેન્સ્કી બિલ ક્લિન્ટનને લખેલા ઉત્કટ પ્રેમ પત્રો જાહેર કરશે

'પોપકોર્ન લંગ' બિમારીથી પિડીતને ૭૨ લાખ ડોલર ચૂકવવાનો આદેશ
કૈથ વાઝની દેશના સાંસદોને ચેતવણી ઃ એફ.ડી.આઈ. મુદ્દે સાવધ રહો

લિબિયામાં અમેરિકી દૂતાવાસ પરનો હુમલો આતંકવાદી કૃત્યઃ અમેરિકા

પાકિસ્તાન સુપ્રીમે ગૃહમંત્રી રહેમાન મલિક સહિત ૧૨ જણાને અયોગ્ય ઠરાવ્યા
ચીનના મેન્યુફેક્ચરીંગના નબળા આંક પાછળ વૈશ્વિક બજારોમાં નરમાઇ
સોના-ચાંદીના ભાવોમાં વિશ્વબજાર પાછળ ફરી તેજી આવી
અર્થતંત્રની ચાલ ખોડંગાતી હોવા છતાં વેન્ચર કેપિટલ રોકાણમાં વધારો
અફઘાનિસ્તાન સામેના કંગાળ દેખાવ બાદ ભારતીય કેમ્પની ચિંતા વધી

આજે બાંગ્લાદેશ-ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ-અફઘાનિસ્તાન વચ્ચે ટક્કર

ભારતની બેડમિંટન સ્ટાર સિંધુ વર્લ્ડ રેન્કિગમાં ૨૦માં ક્રમે
હેડને ઘર આંગણાના ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ જાહેર કરી
ઈન્ડિયા-એ ટીમે ત્રણ વિકેટથી ન્યૂઝિલેન્ડ-એ સામે વિજય મેળવ્યો

તાજેતરનાં સુધારામાં નવી તેજીના મંડાણ જોતાં રોકાણકારો રક્ષણાત્મકમાંથી સક્રીય શેરો તરફ

નિકાસકારોનું કોટનમાં ફોરવર્ડમાં બુકીંગઃ જોકે આં.રા. બજારમાં પણ ભાવ નીચા જ!
 
 

Gujarat Samachar Plus

નિરમાનું સ્ટુડન્ટસ ગુ્રપ આસામના વિસ્થાપિતોના વહારે
ગર્લ્સને એડલ્ટ ફિલ્મોમાં પડયો રસ
ગર્લ્સ કેન્ટિનમાં હોમમેડ નાસ્તો પસંદ કરે છે
પુરુષની ટાઈ ગર્લ્સના નાજુક ગરદનની શોભા
રેસ્ટોરાંના સંગીત અને લાઇટિંગની અસર પડે છે તમારા ખોરાક પર
ચાય ગરમ, કોફી નરમ
 

Gujarat Samachar glamour

આશા ભોંસલે ગીત સાથે ડાન્સ પણ કરશે
સોનાક્ષી 'બુલેટ રાજા'માં પણ આઈટમ-ગીત કરશે
અમીષા હવે 'સ્વીટ'માંથી 'સેક્સી-ગર્લ' બનવા માંડી
ડિટા વોન ટીજએ પોતાની ખુબસુરતીનું રહસ્ય ખોલ્યું
સલમાનને સાથ આપશે એક પોપટ 'રાધે'
સલમાન હવે કમાલ અમરોહીના પૌત્ર બિલાલને લોન્ચ કરશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved