Last Update : 21-September-2012, Friday

 

ફોર્બ્સ તૈયાર કરેલી યાદી
૪૦૦ ધનિક અમેરિકનોમાં પાંચ ભારતીય મૂળની વ્યક્તિનો પણ સમાવેશ

૬૬ અબજ ડોલરની સંપત્તિ સાથે ગેટ્સ સૌથી ધનિક અમેરિકન ઃ બફેટ બીજા ક્રમે

વોશિંગ્ટન, તા. ૨૦
અમેરિકાની સૌથી ધનિક ૪૦૦ વ્યક્તિઓની ફોર્બ્સ મેગેઝિને તૈયાર કરેલી યાદીમાં ભારતીયમૂળના પાંચ અમેરિકી નાગરિકોનો પણ સમાવેશ થાય છે. આ ધનિકોની યાદીમાં ૬૬ અબજ ડોલરની સંપત્તિ સાથે માઈક્રોસોફટના વડા બિલ ગેટ્સ ટોચનાં ક્રમે છે. જ્યારે પાંચ ભારતીય અમેરિકનોમાં સૌથી વધુ બે અબજ ડોલરની સંપત્તિ ભરત દેસાઈ પાસે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ બિલ ગેટ્સની સંપત્તિ ગયા વર્ષ કરતાં સાત અબજ ડોલર જેટલી વધી છે. યાદીમાં બીજો ક્રમ ૪૬ અબજ ડોલરની સંપત્તિ સાથે બર્કશાયર હેથવે ઈન્ડસ્ટ્રીઝના વોરેન બફેટનો અને ત્રીજોક્રમ ઓરેકલ કોર્પોરેશનના લેરી એલિસનનો છે. તેમની સંપત્તિ ૪૧ અબજ ડોલરની છે. બફેટની સંપત્તિમાં ૨૦૧૧ કરતાં સાત અબજ ડોલરનો જ્યારે એલિસનની સંપત્તિમાં આઠ અબજ ડોલરનો વધારો થયો છે.
ફેસબૂકનાં સ્થાપક માર્ક ઝુકરબર્ગ આ વર્ષે યાદીમાં નીચે ઉતરીને ૩૬માં ક્રમે આવી ગયા છે. ફેસબુકે મે મહિનામાં પબ્લિક ઈશ્યુ બહાર પાડયો ત્યારથી અત્યાર સુધીમાં તેમની સંપત્તિ ૮ અબજ ડોલર જેટલી ઘટીને ૯.૪ અબજ ડોલર પર આવી ગઈ છે. અમેરિકાના ૪૦૦ ધનિકોની આ યાદીમાં ભારતીય મૂળના પાંચ અમેરિકી નાગરિકો પણ સ્થાન પામ્યા છે. જેમાં ૨ અબજ ડોલરની સંપત્તિ સાથે ૨૩૯મો ક્રમ ભરત દેસાઈનો છે. કેન્યામાં જન્મેલા ભરતે તાતા કન્સલ્ટન્સિ સર્વિસીઝમાં પ્રોગ્રામર તરીકે શરૃઆત કરી હતી અને ત્યારબાદ પત્ની સાથે તેમણે સીન્ટેલ કંપની શરૃ કરી.
યાદીમાં ૧.૯ અબજ ડોલરની સંપત્તિ સાથે ૨૫૦ ક્રમે રમેશ વાઘવાની આવે છે. અમેરિકામાં માત્ર થોડા ડોલર લઈને આવેલા વાઘવાનીએ વખત જતાં સીમ્ફની ટેકનોલોજી જૂથની સ્થાપના કરી. આ પાંચ ભારતીયોમાં ૧.૬ અબજ ડોલરની સંપત્તિ ધરાવતા કવિતક રામ શ્રીરામ (૨૯૮મો ક્રમ), ૧.૫ અબજ ડોલરની સંપત્તિ સાથે મનોજ ભાર્ગવ (૩૧૧મો ક્રમ) અને ૩૨૮માં ક્રમે વિનોદ ખોસલાનો સમાવેશ થાય છે. તેમની સંપત્તિ ૧.૪ અબજ ડોલરની છે.
યાદીમાં સામેલ પાંચ ભારતીયો
૧) ભરત દેસાઈ (૨ અબજ ડોલર)
૨) રમેશ વાઘવાની (૧.૯ અબજ ડોલર)
૩) કવિતર્ક રામ શ્રીરામ (૧.૬ અબજ ડોલર)
૪) મનોજ ભાર્ગવ (૧.૫ અબજ ડોલર)
૫) વિનોદ ખોસલા (૧.૪ અબજ ડોલર)
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

મોનિકા લેવેન્સ્કી બિલ ક્લિન્ટનને લખેલા ઉત્કટ પ્રેમ પત્રો જાહેર કરશે

'પોપકોર્ન લંગ' બિમારીથી પિડીતને ૭૨ લાખ ડોલર ચૂકવવાનો આદેશ
કૈથ વાઝની દેશના સાંસદોને ચેતવણી ઃ એફ.ડી.આઈ. મુદ્દે સાવધ રહો

લિબિયામાં અમેરિકી દૂતાવાસ પરનો હુમલો આતંકવાદી કૃત્યઃ અમેરિકા

પાકિસ્તાન સુપ્રીમે ગૃહમંત્રી રહેમાન મલિક સહિત ૧૨ જણાને અયોગ્ય ઠરાવ્યા
ચીનના મેન્યુફેક્ચરીંગના નબળા આંક પાછળ વૈશ્વિક બજારોમાં નરમાઇ
સોના-ચાંદીના ભાવોમાં વિશ્વબજાર પાછળ ફરી તેજી આવી
અર્થતંત્રની ચાલ ખોડંગાતી હોવા છતાં વેન્ચર કેપિટલ રોકાણમાં વધારો
અફઘાનિસ્તાન સામેના કંગાળ દેખાવ બાદ ભારતીય કેમ્પની ચિંતા વધી

આજે બાંગ્લાદેશ-ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ-અફઘાનિસ્તાન વચ્ચે ટક્કર

ભારતની બેડમિંટન સ્ટાર સિંધુ વર્લ્ડ રેન્કિગમાં ૨૦માં ક્રમે
હેડને ઘર આંગણાના ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ જાહેર કરી
ઈન્ડિયા-એ ટીમે ત્રણ વિકેટથી ન્યૂઝિલેન્ડ-એ સામે વિજય મેળવ્યો

તાજેતરનાં સુધારામાં નવી તેજીના મંડાણ જોતાં રોકાણકારો રક્ષણાત્મકમાંથી સક્રીય શેરો તરફ

નિકાસકારોનું કોટનમાં ફોરવર્ડમાં બુકીંગઃ જોકે આં.રા. બજારમાં પણ ભાવ નીચા જ!
 
 

Gujarat Samachar Plus

નિરમાનું સ્ટુડન્ટસ ગુ્રપ આસામના વિસ્થાપિતોના વહારે
ગર્લ્સને એડલ્ટ ફિલ્મોમાં પડયો રસ
ગર્લ્સ કેન્ટિનમાં હોમમેડ નાસ્તો પસંદ કરે છે
પુરુષની ટાઈ ગર્લ્સના નાજુક ગરદનની શોભા
રેસ્ટોરાંના સંગીત અને લાઇટિંગની અસર પડે છે તમારા ખોરાક પર
ચાય ગરમ, કોફી નરમ
 

Gujarat Samachar glamour

આશા ભોંસલે ગીત સાથે ડાન્સ પણ કરશે
સોનાક્ષી 'બુલેટ રાજા'માં પણ આઈટમ-ગીત કરશે
અમીષા હવે 'સ્વીટ'માંથી 'સેક્સી-ગર્લ' બનવા માંડી
ડિટા વોન ટીજએ પોતાની ખુબસુરતીનું રહસ્ય ખોલ્યું
સલમાનને સાથ આપશે એક પોપટ 'રાધે'
સલમાન હવે કમાલ અમરોહીના પૌત્ર બિલાલને લોન્ચ કરશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved