Last Update : 21-September-2012, Friday

 

FDIના મુદ્દે મનમોહન આજે પ્રજાજોગ સંદેશ આપશે

 

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૦
રિટેલ ક્ષેત્રે એફડીઆઇને મંજૂરી આપવાના પગલે દેશભરમાં મચેલા ઉહાપોહ વચ્ચે વડાપ્રધાન મનમોહનસિંહ આવતીકાલે આ નિર્ણય અંગે દેશ સમક્ષ ખુલાસો કરશે. વડાપ્રધાનનો પ્રજાજોગ સંદેશ લેખિત કે ટી.વી. પર સંબોધન રૃપે હશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે રિટેલમાં એફડીઆઇને મંજૂરી આપવા પાછળના જવાબદાર કારણો અંગે વડાપ્રધાન આવતીકાલે પ્રજા સમક્ષ ખુલાસો કરશે. અર્થતંત્રની કટોકટીભરી સ્થિતિની માહિતી આપ્યા બાદ વડાપ્રધાન આર્થિક વિકાસ અને રોજગારી ઊભી કરવા માટે તેની જરૃરિયાત પર પણ ભાર મૂકે તેની શક્યતા છે.
અગાઉ ૧૪મી સપ્ટેમ્બરના રોજ કેબિનેટના નિર્ણય બાદ વડાપ્રધાને જણાવ્યું હતું કે ભારતને વિદેશી મૂડી રોકાણ માટે આકર્ષક સ્થળ બનાવવા માટે આ પગલું ભરાયું છે. અને તેનાથી ભારતના વિકાસને વેગ મળશે.

 

ચંડીગઢને અશાંત વિસ્તારના દરજ્જામાંથી મુક્તિ
(પી.ટી.આઇ.) ચંડીગઢ, તા. ૨૦
પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે આજે વર્તમાન સમયમાં ચંડીગઢને અશાંત વિસ્તાર ગણાવવાનું બંધ કરતું જાહેરનામુ પ્રસિદ્ધ કરતા આશરે ત્રણ દાયકા બાદ ચંડીગઢને 'અશાંત વિસ્તાર'ના દરજ્જામાંથી મુક્તિ મળશે.
એક પીઆઇએલની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટીસ જસબીરસિંહ અને જસ્ટીસ રાકેશકુમાર જૈનની બનેલી ડિવિઝનલ બેન્ચે સ્પષ્ટતા કરી હતી કે હાલના સમયમાં આવા નામનો ઉલ્લેખ કરવાનું ચાલુ રાખવું ચંડીગઢ વહીવટીતંત્ર માટે યોગ્ય નથી કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી શહેરમાં કોઇ આતંકવાદી ઘટના બની નથી.
કોર્ટે અવલોકન કર્યું હતું કે ઇન્ટરનેટ પર ચંડીગઢને અશાંત વિસ્તાર તરીકે દર્શાવાતા ઘણાં લોકો શહેરની મુલાકાતે આવતા ખચકાય છે. ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ અગાઉ જ ચંડીગઢ વહીવટીતંત્રએ અશાંત વિસ્તારનું લેબલ હટાવવાની માગણી નકારી કાઢી હતી.
પંજાબમાં આતંકવાદ પ્રસર્યો ત્યારે ૧૯૮૩માં વહીવટીતંત્ર, પોલીસ અને સુરક્ષા દળોને આતંકવાદ વિરૃદ્ધ લડવા વિશિષ્ટ સત્તાઓ પૂરી પાડવા ચંડીગઢને અશાંત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો હતો. પંજાબ સરકારે રાજ્યમાંથી આતંકવાદનો સફાયો થયા બાદ આશરે બે દાયકા બાદ ૧૯૯૭માં આ દરજ્જો પાછો ખેંચ્યો હતો.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

મોનિકા લેવેન્સ્કી બિલ ક્લિન્ટનને લખેલા ઉત્કટ પ્રેમ પત્રો જાહેર કરશે

'પોપકોર્ન લંગ' બિમારીથી પિડીતને ૭૨ લાખ ડોલર ચૂકવવાનો આદેશ
કૈથ વાઝની દેશના સાંસદોને ચેતવણી ઃ એફ.ડી.આઈ. મુદ્દે સાવધ રહો

લિબિયામાં અમેરિકી દૂતાવાસ પરનો હુમલો આતંકવાદી કૃત્યઃ અમેરિકા

પાકિસ્તાન સુપ્રીમે ગૃહમંત્રી રહેમાન મલિક સહિત ૧૨ જણાને અયોગ્ય ઠરાવ્યા
ચીનના મેન્યુફેક્ચરીંગના નબળા આંક પાછળ વૈશ્વિક બજારોમાં નરમાઇ
સોના-ચાંદીના ભાવોમાં વિશ્વબજાર પાછળ ફરી તેજી આવી
અર્થતંત્રની ચાલ ખોડંગાતી હોવા છતાં વેન્ચર કેપિટલ રોકાણમાં વધારો
અફઘાનિસ્તાન સામેના કંગાળ દેખાવ બાદ ભારતીય કેમ્પની ચિંતા વધી

આજે બાંગ્લાદેશ-ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ-અફઘાનિસ્તાન વચ્ચે ટક્કર

ભારતની બેડમિંટન સ્ટાર સિંધુ વર્લ્ડ રેન્કિગમાં ૨૦માં ક્રમે
હેડને ઘર આંગણાના ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ જાહેર કરી
ઈન્ડિયા-એ ટીમે ત્રણ વિકેટથી ન્યૂઝિલેન્ડ-એ સામે વિજય મેળવ્યો

તાજેતરનાં સુધારામાં નવી તેજીના મંડાણ જોતાં રોકાણકારો રક્ષણાત્મકમાંથી સક્રીય શેરો તરફ

નિકાસકારોનું કોટનમાં ફોરવર્ડમાં બુકીંગઃ જોકે આં.રા. બજારમાં પણ ભાવ નીચા જ!
 
 

Gujarat Samachar Plus

નિરમાનું સ્ટુડન્ટસ ગુ્રપ આસામના વિસ્થાપિતોના વહારે
ગર્લ્સને એડલ્ટ ફિલ્મોમાં પડયો રસ
ગર્લ્સ કેન્ટિનમાં હોમમેડ નાસ્તો પસંદ કરે છે
પુરુષની ટાઈ ગર્લ્સના નાજુક ગરદનની શોભા
રેસ્ટોરાંના સંગીત અને લાઇટિંગની અસર પડે છે તમારા ખોરાક પર
ચાય ગરમ, કોફી નરમ
 

Gujarat Samachar glamour

આશા ભોંસલે ગીત સાથે ડાન્સ પણ કરશે
સોનાક્ષી 'બુલેટ રાજા'માં પણ આઈટમ-ગીત કરશે
અમીષા હવે 'સ્વીટ'માંથી 'સેક્સી-ગર્લ' બનવા માંડી
ડિટા વોન ટીજએ પોતાની ખુબસુરતીનું રહસ્ય ખોલ્યું
સલમાનને સાથ આપશે એક પોપટ 'રાધે'
સલમાન હવે કમાલ અમરોહીના પૌત્ર બિલાલને લોન્ચ કરશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved