Last Update : 21-September-2012, Friday

 

ગૃહમંત્રાલયના ઈશારે મારા ફોન ટેપ થયેલા ઃ મમતા
તૃણમૂલ કોંગ્રેસના તમામ ૬ પ્રધાનો આજે વડાપ્રધાનને રાજીનામા આપશે

સર્વસંમતિ વગર FDI અંગે નિર્ણય નહીં લેવાય તેવી પ્રણવદાની ખાતરી સરકારે તોડી

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૨૦
તૃણમૂલ કોંગ્રેસ કેન્દ્રની યુપીએ સરકાર સાથે આવતીકાલે સત્તાવાર રીતે છેડો ફાડી નાખે તેની પૂરી શક્યતા છે. મમતા બેનર્જીના પક્ષ તૃણમૂલ કોંગ્રેસના તમામ પ્રધાનો આવતીકાલે રાજીનામા આપી દેશે. જોકે સરકારને બહારથી ટેકો આપનારા મુલાયમ સિંહના સમાજવાદી પક્ષે મિશ્ર સંકેતો આપ્યા હોવા છતાં કેન્દ્ર સરકાર તેની સ્થિરતાના મુદ્દે ચિંતિત નથી, દરમિયાન મમતાએ તેનો ફોન ટેપ થયો હોવાનો આરોપ મુક્યો હતો.
સરકાર ડિઝલ, એલપીજી સિલિન્ડર અને એફડીઆઈ અંગેના નિર્ણયો પાછા ખેંચવાના મૂડમાં નથી ત્યારે તૃણમૂલના વડાં અને પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ આજે જણાવ્યું હતું કે તેમના પક્ષના તમામ ૬ પ્રધાનો આવતીકાલે વડાપ્રધાન મનમોહન સિંહને રાજીનામા સોંપી દેશે. સરકારને તેમના ૧૯ સાંસદોનો ટેકો પાછો ખેંચવાનો સ્પષ્ટ સંકેત આપતા મમતાએ જણાવ્યું હતું કે ''અમે સહિયારો નિર્ણય લીધો છે. અમારા પ્રધાનો કાલે રાજીનામા આવશે. અમે આવતીકાલે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને મળવાનો પણ સમય માગ્યો છે.''
બેનર્જીએ જણાવ્યું હતું કે રિટેલમાં એફડીઆઈ અંગે વાટાઘાટોની કોઈ શક્યતા નથી. તેમણે નવી દિલ્હી જઈને કોંગ્રેસની નેતાગીરી સાથે ચર્ચા કરવાની તમામ શક્યતા પણ નકારી કાઢી હતી. બીજી બાજુ નાણાપ્રધાન પી. ચિદમ્બરમે જણાવ્યું હતું કે ''ગઈકાલે અમારે ઘણા મિત્રો હતાં અને આજે પણ છે. તેથી અમારી સ્થિરતા પર શંકા કરવાનો પ્રશ્ન જ નથી.'' ચિદમ્બરમે નવા પક્ષો સાથે હાથ મિલાવવાની તૈયારી પણ બતાવી હતી.
દરમિયાન મમતાએ કેન્દ્રીય ગૃહમંત્રાલય પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે ભૂતકાળમાં તેઓ ફોન ટેપિંગનો ભોગ બનેલા છે. તેમણે ઉમેર્યું હતું કે ગૃહમંત્રાલયની મદદથી કોઈપણ વ્યક્તિનો ફોન ટેપ કરી શકાય છે. પાંચ વર્ષ અગાઉ નંદિગ્રામ ચળવળ વખતે પણ ફોન ટેપ થયો હોવાનું તેમણે કહ્યું હતું.
મમતાએ પૂર્વ નાણાપ્રધાન પ્રણવ મુખર્જીએ ૨૦૧૧માં લોકસભામાં આપેલા નિવેદનને પણ યાદ કર્યું હતું. મુખર્જીએ ૨૦૧૧માં કહ્યું હતું કે રિટેલમાં એફડીઆઈના મુદ્દે તમામ પક્ષોની સહમતી સધાય પછી જ આ મુદ્દે કોઈ નિર્ણય લેવામાં આવશે. મુખર્જીના આ નિવેદન અંગે મમતાએ આરોપ મુક્યો હતો કે કેન્દ્ર સરકાર રિટેલમાં એફડીઆઈ અંગેના પોતાના નિર્ણયથી જ હવે ફરી ગઈ છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

મોનિકા લેવેન્સ્કી બિલ ક્લિન્ટનને લખેલા ઉત્કટ પ્રેમ પત્રો જાહેર કરશે

'પોપકોર્ન લંગ' બિમારીથી પિડીતને ૭૨ લાખ ડોલર ચૂકવવાનો આદેશ
કૈથ વાઝની દેશના સાંસદોને ચેતવણી ઃ એફ.ડી.આઈ. મુદ્દે સાવધ રહો

લિબિયામાં અમેરિકી દૂતાવાસ પરનો હુમલો આતંકવાદી કૃત્યઃ અમેરિકા

પાકિસ્તાન સુપ્રીમે ગૃહમંત્રી રહેમાન મલિક સહિત ૧૨ જણાને અયોગ્ય ઠરાવ્યા
ચીનના મેન્યુફેક્ચરીંગના નબળા આંક પાછળ વૈશ્વિક બજારોમાં નરમાઇ
સોના-ચાંદીના ભાવોમાં વિશ્વબજાર પાછળ ફરી તેજી આવી
અર્થતંત્રની ચાલ ખોડંગાતી હોવા છતાં વેન્ચર કેપિટલ રોકાણમાં વધારો
અફઘાનિસ્તાન સામેના કંગાળ દેખાવ બાદ ભારતીય કેમ્પની ચિંતા વધી

આજે બાંગ્લાદેશ-ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ-અફઘાનિસ્તાન વચ્ચે ટક્કર

ભારતની બેડમિંટન સ્ટાર સિંધુ વર્લ્ડ રેન્કિગમાં ૨૦માં ક્રમે
હેડને ઘર આંગણાના ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ જાહેર કરી
ઈન્ડિયા-એ ટીમે ત્રણ વિકેટથી ન્યૂઝિલેન્ડ-એ સામે વિજય મેળવ્યો

તાજેતરનાં સુધારામાં નવી તેજીના મંડાણ જોતાં રોકાણકારો રક્ષણાત્મકમાંથી સક્રીય શેરો તરફ

નિકાસકારોનું કોટનમાં ફોરવર્ડમાં બુકીંગઃ જોકે આં.રા. બજારમાં પણ ભાવ નીચા જ!
 
 

Gujarat Samachar Plus

નિરમાનું સ્ટુડન્ટસ ગુ્રપ આસામના વિસ્થાપિતોના વહારે
ગર્લ્સને એડલ્ટ ફિલ્મોમાં પડયો રસ
ગર્લ્સ કેન્ટિનમાં હોમમેડ નાસ્તો પસંદ કરે છે
પુરુષની ટાઈ ગર્લ્સના નાજુક ગરદનની શોભા
રેસ્ટોરાંના સંગીત અને લાઇટિંગની અસર પડે છે તમારા ખોરાક પર
ચાય ગરમ, કોફી નરમ
 

Gujarat Samachar glamour

આશા ભોંસલે ગીત સાથે ડાન્સ પણ કરશે
સોનાક્ષી 'બુલેટ રાજા'માં પણ આઈટમ-ગીત કરશે
અમીષા હવે 'સ્વીટ'માંથી 'સેક્સી-ગર્લ' બનવા માંડી
ડિટા વોન ટીજએ પોતાની ખુબસુરતીનું રહસ્ય ખોલ્યું
સલમાનને સાથ આપશે એક પોપટ 'રાધે'
સલમાન હવે કમાલ અમરોહીના પૌત્ર બિલાલને લોન્ચ કરશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved