Last Update : 21-September-2012, Friday

 

અંબુજા સિમેન્ટ તેમજ ઇલેકટ્રોથર્મનો કોલ બ્લોક રદ્દ કરવા IMG ની ભલામણ

અભિજીત ગૂ્રપના ચેરમેન મનોજ જયસ્વાલની સીબીઆઈએ કરેલી પૂછપરછ

(પીટીઆઈ) નવીદિલ્હી, તા. ૨૦
નિશ્ચિત સમયમાં ખનનની કામગીરી નહિ શરૃ કરનારા કોલ બ્લૉક્સમાં તપાસ ચાલુ રાખતાં ઈન્ટર-મિનિસ્ટ્રિઅલ ગૂ્રપ (આઈએમજી)એ આજે વધુ બે ખાણોની ફાળવણી રદ્દ કરવાની ભલામણ કરી છે. આમ આવી ભલામણો જેમની સામે થઈ છે તે કૉલ-બ્લૉક્સની સંખ્યા વધીને ૧૩ થઈ છે. આની સાથે સાથે કોલસા કૌભાંડમાં કેન્દ્રીય તપાસ બ્યૂરો (સીબીઆઈ)એ અભિજીત ગુ્રપના ચેરમેન મનોજ જયસ્વાલની પૂછપરછ હાથ ધરી છે. જેમાં કૉલ બ્લૉક્સ મેળવતી વેળાએ તેમણે આપેલાં દસ્તાવેજોની ચકાસણી પણ શરૃ કરાઈ છે.
કંપની બાબતોના પૂર્વ પ્રધાન પ્રેમચંદ ગુપ્તાના પુત્રની કંપનીના એક બ્લૉકની ફાળવણી રદ કરવાની ભલામણ કરાતાં સનસનાટી મચી છે. ગુપ્તાના પુત્ર આ કંપનીના ડિરેક્ટરોમાં સ્થાન ધરાવે છે.
આ અંગે માહિતી આપતાં એક સત્તાવાર સૂત્રે જણાવ્યું હતું કે, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇલેકટ્રોથર્મને ફાળવવામાં આવેલાં ભાસ્કરપારા અને આઇએસટી સ્ટીલ એન્ડ પાવર, ગુજરાત અંબુજા સીમેન્ટ એન્ડ લાફાર્જ ઇન્ડિયાને ફાળવાયેલાં દહેગાંવ માર્કટધોકરા આઇવીનો સમાવેશ આઇએમજીએ ભલામણ કરેલાં આ કોલ-બ્લૉક્સમાં થાય છે.
પ્રેમચંદ ગુપ્તાના પુત્ર ગૌરવ ગુપ્તા આઇએસટી સ્ટીલ એન્ડ પાવરમાં ડિરેકટર છે. તેઓ દહેગાંવ માર્કરધોકરા બ્લૉકમાં બહુમતિ ૫૩ ટકા હિસ્સો ધરાવે છે. દહેગાંવ-માર્કરધોકરા આઈવી બ્લૉક આઇએસટી સ્ટીલ એન્ડ પાવરને આપવામાં આવ્યો છે. તેમાં ગુજરાત અંબુજા એન્ડ લાફાર્જ ઇન્ડિયા પણ સંયુક્ત ભાગીદાર છે.
જૂન, ૨૦૦૯માં ફાળવવામાં આવેલાં આ બ્લૉક પાસે કુલ ૪.૮૮ કરોડ ટન (એમડી)ના એકસ્ટ્રાનેબલ રિઝર્વ્સ છે. આ બન્ને બ્લૉક્સ છત્તીસગઢમાં છે અને તાજેતરમાં કેગે જે કંપનીઓને ખોટી રીતે લાભ આપીને બ્લૉક્સ ફાળવવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ તેના રિપોર્ટમાં કર્યો હતો તેમાં આ બન્નેનો પણ સમાવેશ થાય છે.
બીજો બ્લૉક ભાસ્કરપારાની ફાળવણી ઇલેકટ્રોથર્મ (ઇન્ડિયા) લિમિટેડ અને ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝને ૨૧ નવેમ્બર, ૨૦૦૮ના રોજે સંયુક્તપણે કરવામાં આવી હતી. સ્પોન્જ આયર્ન પ્રોજેક્ટ માટેનાં આ બ્લોક પાસે ૧.૮૭ કરોડ ટનના એકસ્ટ્રાકટેબલ રિઝર્વ્સ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ૧૩ બ્લૉક્સની ફાળવણી રદ કરવા ઉપરાંત પેનલે અત્યાર સુધી ૧૪ ખાણોની બેંક ગેરંટી આપવાની પણ ભલામણ કરી છે. નિશ્ચિત સમયમર્યાદામાં બ્લૉક્સનો વિકાસ નહિ કરવા બદલ કુલ ૫૮ ખાણોને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે.
સીબીઆઈએ આજે કોંગ્રેસના સાંસદ વિજય દર્ડાની આગેવાની હેઠળના લોકમત જૂથ, આઇએલએફએસ અને આવી અન્ય કંપનીઓ સાથે તેમની સાંઠગાંઠના મામલે માત્ર મનોજની આશરે આઠ કલાક સુધી પૂછપરછ કરી હતી. ગઈકાલે જયસ્વાલ પરિવારના ચાર સભ્યોની પૂછપરછ કરાઈ હતી.
એએમઆર આયરન એન્ડ સ્ટીલ, જેએએસ ઇન્ફ્રાસ્ટ્રકચર એન્ડ જેએલડી યવતમાલ પાવરને ફાળવવામાં આવેલા કોલ બ્લૉક્સમાં કથિત ગેરરીતિઓના ત્રણ કેસોમાં સીબીઆઈએ મનોજને આરોપી બનાવ્યા છે. તેમના ભાઈ અરવિંદ એએમઆર આયરન એન્ડ સ્ટીલમાં આરોપી છે.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

મોનિકા લેવેન્સ્કી બિલ ક્લિન્ટનને લખેલા ઉત્કટ પ્રેમ પત્રો જાહેર કરશે

'પોપકોર્ન લંગ' બિમારીથી પિડીતને ૭૨ લાખ ડોલર ચૂકવવાનો આદેશ
કૈથ વાઝની દેશના સાંસદોને ચેતવણી ઃ એફ.ડી.આઈ. મુદ્દે સાવધ રહો

લિબિયામાં અમેરિકી દૂતાવાસ પરનો હુમલો આતંકવાદી કૃત્યઃ અમેરિકા

પાકિસ્તાન સુપ્રીમે ગૃહમંત્રી રહેમાન મલિક સહિત ૧૨ જણાને અયોગ્ય ઠરાવ્યા
ચીનના મેન્યુફેક્ચરીંગના નબળા આંક પાછળ વૈશ્વિક બજારોમાં નરમાઇ
સોના-ચાંદીના ભાવોમાં વિશ્વબજાર પાછળ ફરી તેજી આવી
અર્થતંત્રની ચાલ ખોડંગાતી હોવા છતાં વેન્ચર કેપિટલ રોકાણમાં વધારો
અફઘાનિસ્તાન સામેના કંગાળ દેખાવ બાદ ભારતીય કેમ્પની ચિંતા વધી

આજે બાંગ્લાદેશ-ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ-અફઘાનિસ્તાન વચ્ચે ટક્કર

ભારતની બેડમિંટન સ્ટાર સિંધુ વર્લ્ડ રેન્કિગમાં ૨૦માં ક્રમે
હેડને ઘર આંગણાના ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ જાહેર કરી
ઈન્ડિયા-એ ટીમે ત્રણ વિકેટથી ન્યૂઝિલેન્ડ-એ સામે વિજય મેળવ્યો

તાજેતરનાં સુધારામાં નવી તેજીના મંડાણ જોતાં રોકાણકારો રક્ષણાત્મકમાંથી સક્રીય શેરો તરફ

નિકાસકારોનું કોટનમાં ફોરવર્ડમાં બુકીંગઃ જોકે આં.રા. બજારમાં પણ ભાવ નીચા જ!
 
 

Gujarat Samachar Plus

નિરમાનું સ્ટુડન્ટસ ગુ્રપ આસામના વિસ્થાપિતોના વહારે
ગર્લ્સને એડલ્ટ ફિલ્મોમાં પડયો રસ
ગર્લ્સ કેન્ટિનમાં હોમમેડ નાસ્તો પસંદ કરે છે
પુરુષની ટાઈ ગર્લ્સના નાજુક ગરદનની શોભા
રેસ્ટોરાંના સંગીત અને લાઇટિંગની અસર પડે છે તમારા ખોરાક પર
ચાય ગરમ, કોફી નરમ
 

Gujarat Samachar glamour

આશા ભોંસલે ગીત સાથે ડાન્સ પણ કરશે
સોનાક્ષી 'બુલેટ રાજા'માં પણ આઈટમ-ગીત કરશે
અમીષા હવે 'સ્વીટ'માંથી 'સેક્સી-ગર્લ' બનવા માંડી
ડિટા વોન ટીજએ પોતાની ખુબસુરતીનું રહસ્ય ખોલ્યું
સલમાનને સાથ આપશે એક પોપટ 'રાધે'
સલમાન હવે કમાલ અમરોહીના પૌત્ર બિલાલને લોન્ચ કરશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved