Last Update : 21-September-2012, Friday

 

૪૦૦ કરોડના ફિશરીઝ લીઝ કોન્ટ્રેક્ટ કૌભાંડમાં
પુરુષોત્તમ સોલંકી સામેના ભ્રષ્ટાચારની કાર્યવાહીનો રાજ્યપાલનો નિર્ણય યોગ્ય

હાઇકોર્ટે સોલંકીની અરજી ફગાવીઃ મંત્રી મંડળના નિર્ણયથી અલગ નિર્ણય લેવાની રાજ્યપાલને સત્તા છેેઃ હાઇકોર્ટ

અમદાવાદ, તા. ૨૦
ફિશરીઝ મંત્રી પુરુષોત્તમ સોલંકી વિરૃધ્ધ રૃા.૪૦૦ કરોડના ફિશરીઝ લીઝ કોન્ટ્રેક્ટ કૌભાંડ અંગે લાંચ રૃશ્વવત પ્રતિબંધક ધારા હેઠળ કાર્યવાહી કરવા માટે રાજ્યપાલે આપેલી મંજૂરીને ગુજરાત હાઇકોર્ટે યોગ્ય ઠરાવી છે. રાજ્યપાલ સરકારના મંત્રીમંડળના નિર્ણયથી અલગ નિર્ણય લેવાની સત્તા ધરાવે છે. આ કૌભાંડની તપાસ કરવા માટે ઇશાક મરડીયાએ કરેલી અરજી અંગે મંજુરી આપવાનો રાજ્યપાલનો નિર્ણય ભૂલ ભરેલો નથી અને આ નિર્ણયને અમલી બનાવવો જ રહ્યો તેવા અવલોકન સાથે જસ્ટિસ આર.એચ.શુકલે ફિશરીઝ મંત્રી પુરુષોત્તમ સોલંકીએ રાજ્યપાલના નિર્ણયને પડકારતી કરેલી અરજી આજે ફગાવી દીધી હતી.
જસ્ટિસ આર.એચ.શુકલ સમક્ષ રાજ્યપાલના નિર્ણયની કાયદેસરતાને પડકારતી મંત્રી પુરુષોત્તમ સોલંકીની અરજીના સંદર્ભમાં રાજ્યપાલના સચિવ,રાજ્ય સરકાર અને સોલંકી વતી બંધારણીય બાબતો રજુ કરવામાં આવી હતી. રાજ્યના મંત્રીમંડળનો નિર્ણય રાજ્યપાલને બંધનકર્તા છે કે કેમ અથવા રાજ્યપાલ મંત્રી મંડળના નિર્ણયની વિરૃધ્ધ નિર્ણય લઇ શકે છે કેમ તથા રાજ્યપાલના નિર્ણયની સમીક્ષા હાઇકોર્ટ કરી શકે કે કેમ તે મુદ્દે બંધારણના અનુચ્છેદ ૧૩૦,૧૩૧,૧૫૩,૧૫૪,૧૬૩,૨૦૦,૨૨૬,૩૫૬,૩૬૧ અને ૩૭૧ ની જોગવાઇઓની વિસતૃત રજુઆતો કરવામાં આવી હતી અને સુપ્રીમકોર્ટના માર્ગદર્શક ચુકાદાઓ રજુ કરવામાં આવ્યા હતા.
હાઇકોર્ટે ઠરાવ્યું હતું કે રાજ્યપાલના નિર્ણયની સમીક્ષા કરવાની હાઇકોર્ટને સત્તા છે. અનુચ્છેદ ૨૨૬ હેઠળ હાઇકોર્ટ આ સમીક્ષા કરી શકે છ. રાજ્યપાલ દ્વારા લેવાયેલો ભૂલભરેલો છે કે કેમ તેવી દહેશતની કાળજી લેવામાં આવી છે અને હાઇકોર્ટમાં તેની સમીક્ષાનેે પાત્ર છે તેમજ આવા નિર્ણય સંસદમાં ચર્ચાને પાત્ર છે. રાજ્યપાલે લીધેલો નિર્ણય જાહેર હિતમાં હોવો જોઇએ અને કાયદાના શાસનને અનુરૃપ હોવા જોઇએ તેવું બતાવવું જોઇએ. જે આ કિસ્સમાં લાગુ પડે છે.
ફિશરીઝ લીઝ કોન્ટ્રેક્ટ ટેન્ડર બહાર પાડયા વગર આપવામાં આવ્યા હોવાની બાબત હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે યોગ્ય ગણી ન હતી અને રાજ્યપાલે હાઇકોર્ટનો ચુકાદો તેમજ ફાઇલો પર નાણા વિભાગે આ કોન્ટ્રેક્ટ અંગે લેવાયેલો નિર્ણય રાજ્ય સરકારની નીતિથી વિરૃધ્ધ છે તેવી કરેલી નોંધોને ધ્યાનમાં લઇને રાજ્યપાલ ફરિયાદ અંગે મંત્રી વિરૃધ્ધ કાર્યવાહી કરવા માટે મંજુરી આપતો નિર્ણય કર્યો છે. રાજ્યપાલે મંત્રી મંડળના નિર્ણયથી અલગ સ્વતંત્ર રીતે લીધેલો નિર્ણય પુરાવાઓ અને સામગ્રીઓને ધ્યાનમાં લઇને લીધેલો નિર્ણય હેતુલક્ષી કસોટીને અનુરૃપ લેવાયલો છે. ગુનામાં જાહેર સેવકની સંડોવણી પ્રાથમિક રીતે દર્શાવતા પુરાવાઓ છે કે કેમ તે બાબત વિચારણામાં લેવાની હોય છે પરંતુ વિસ્તૃત સમીક્ષાની જરૃર હોતી નથી.
જસ્ટિસ શુકલે નોંધ્યું હતું કે સામાપક્ષની દલીલો અને મુદ્દાઓ તેમજ સામગ્રીને ધ્યાનમાં લેતાં રાજ્યપાલે લીધેલો સ્વતંત્ર નિર્ણય ભૂલ ભરેલો છે તેવું કહી શકાય નહીં.
ગુજરાતમાં ૨૮ જળાશયોના ફિશરીઝ લીઝ કોન્ટ્રેક્ટ ટેન્ડર બહાર પાડયાા વગર કેટલીક સહકારી મંડળીઓ દસ વર્ષની લીઝ પર વાર્ષિક રૃા. ૩.૬૨ લાખની ઉચ્ચક રકમ પર આપવાના લેવાયેલા નિર્ણયને ૨૦૧૦ માં હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. પાલનપુરના ઇશાક મરાડીયાએ કરેલી રિટમાં એવો મુદ્દો ઉપસ્થિત કર્યો હતો કે આ કોન્ટ્રેક્ટના કારણે સરકારને રૃા.૪૦૦ કરોડનું ગેરકાયદે નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરી લાંચ રૃશ્વત ધારા હેઠળ મંત્રી પુરુષોત્તમ સોલંકી સામે કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

મોનિકા લેવેન્સ્કી બિલ ક્લિન્ટનને લખેલા ઉત્કટ પ્રેમ પત્રો જાહેર કરશે

'પોપકોર્ન લંગ' બિમારીથી પિડીતને ૭૨ લાખ ડોલર ચૂકવવાનો આદેશ
કૈથ વાઝની દેશના સાંસદોને ચેતવણી ઃ એફ.ડી.આઈ. મુદ્દે સાવધ રહો

લિબિયામાં અમેરિકી દૂતાવાસ પરનો હુમલો આતંકવાદી કૃત્યઃ અમેરિકા

પાકિસ્તાન સુપ્રીમે ગૃહમંત્રી રહેમાન મલિક સહિત ૧૨ જણાને અયોગ્ય ઠરાવ્યા
ચીનના મેન્યુફેક્ચરીંગના નબળા આંક પાછળ વૈશ્વિક બજારોમાં નરમાઇ
સોના-ચાંદીના ભાવોમાં વિશ્વબજાર પાછળ ફરી તેજી આવી
અર્થતંત્રની ચાલ ખોડંગાતી હોવા છતાં વેન્ચર કેપિટલ રોકાણમાં વધારો
અફઘાનિસ્તાન સામેના કંગાળ દેખાવ બાદ ભારતીય કેમ્પની ચિંતા વધી

આજે બાંગ્લાદેશ-ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ-અફઘાનિસ્તાન વચ્ચે ટક્કર

ભારતની બેડમિંટન સ્ટાર સિંધુ વર્લ્ડ રેન્કિગમાં ૨૦માં ક્રમે
હેડને ઘર આંગણાના ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ જાહેર કરી
ઈન્ડિયા-એ ટીમે ત્રણ વિકેટથી ન્યૂઝિલેન્ડ-એ સામે વિજય મેળવ્યો

તાજેતરનાં સુધારામાં નવી તેજીના મંડાણ જોતાં રોકાણકારો રક્ષણાત્મકમાંથી સક્રીય શેરો તરફ

નિકાસકારોનું કોટનમાં ફોરવર્ડમાં બુકીંગઃ જોકે આં.રા. બજારમાં પણ ભાવ નીચા જ!
 
 

Gujarat Samachar Plus

નિરમાનું સ્ટુડન્ટસ ગુ્રપ આસામના વિસ્થાપિતોના વહારે
ગર્લ્સને એડલ્ટ ફિલ્મોમાં પડયો રસ
ગર્લ્સ કેન્ટિનમાં હોમમેડ નાસ્તો પસંદ કરે છે
પુરુષની ટાઈ ગર્લ્સના નાજુક ગરદનની શોભા
રેસ્ટોરાંના સંગીત અને લાઇટિંગની અસર પડે છે તમારા ખોરાક પર
ચાય ગરમ, કોફી નરમ
 

Gujarat Samachar glamour

આશા ભોંસલે ગીત સાથે ડાન્સ પણ કરશે
સોનાક્ષી 'બુલેટ રાજા'માં પણ આઈટમ-ગીત કરશે
અમીષા હવે 'સ્વીટ'માંથી 'સેક્સી-ગર્લ' બનવા માંડી
ડિટા વોન ટીજએ પોતાની ખુબસુરતીનું રહસ્ય ખોલ્યું
સલમાનને સાથ આપશે એક પોપટ 'રાધે'
સલમાન હવે કમાલ અમરોહીના પૌત્ર બિલાલને લોન્ચ કરશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved