Last Update : 21-September-2012, Friday

 

ઈસ્લામ વિરોધી ફિલ્મના મુદ્દે
ઈસ્લામાબાદમાં દેખાવો હિંસક બનતાં સ્થિતિ થાળે પડતા સૈન્ય બોલાવાયું

વિદેશી દૂતાવાસોવાળા 'રેડઝોન' પાસે પોલીસ પર પથ્થરમારો ઃ પોલીસકર્મીઓ સહિત ૫૦થી વધુને ઈજા

(પી.ટી.આઈ.) ઈસ્લામાબાદ, તા. ૨૦
ઈસ્લામ વિરોધી ફિલ્મના મુદ્દે રોષે ભરાયેલા હજારો લોકોએ પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં ઉગ્ર દેખાવો કર્યા હતાં. પ્રદર્શનકારો અમેરિકી દૂતાવાસ, ભારતીય હાઈકમિશન અને અન્ય દેશોના મથકોવાળા અતિ ઉચ્ચ સલામતી ધરાવતા 'રેડઝોન'ની બહાર મોટી સંખ્યામાં એકઠા થઈને અમેરિકા વિરોદી સૂત્રોચ્ચાર કર્યો હતો. દેખાવકારો અને પોલીસ વચ્ચે અથડામણના પગલે સ્થિતિ તંગ બનતા અંતે સૈન્ય બોલાવવાની ફરજ પડી હ તી. અથડામણમાં પોલીસકર્મી અને વિદ્યાર્થીઓ સહિત ૫૦થી વધુ લોકો ઘવાયા હતાં.
સૂત્રોના જણાવ્યા મુજબ ઈસ્લામિ જમિયત-એ-તલબા સહિતના વિદ્યાર્થી સંગઠનોના સભ્યો ઈસ્લામાબાદના મુખ્ય વિસ્તાર ગણાતા રેડઝોનની બહાર બપોરે બે વાગ્યાની આસપાસ એકઠા થઈ ગયા હતા. તેમણે 'ઈનોસન્સ ઓફ મુસ્લિમ્સ' ફિલ્મ સામે રોષ ઠાલવ્યો હતો. બીજી બાજુ અહલ-એ-સુન્નત વલ જમાત અને જમાત-ઉદ-દાવા સહિતના કટ્ટરવાદી જૂથોના સભ્યો મોટી સંખ્યામાં રાવલપીંડીથી રેલી સ્વરૃપે ઈસ્લામાબાદ આવી પહોંચ્યા હતા.
આ રાજદ્વારી પરિસરના પ્રવેશદ્વારતી એક કીમી કરતાં પણ ઓછા અંતરે ભારતીય હાઈ કમિશન આવેલું છે. જોકે દુતાવાસ ખાતેના તમામ ભારતીયો સલામત છે. દેખાવકારો અને પોલીસ વચ્ચે ત્રણ કલાક સુધી અથડામણ ચાલી હતી. ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરતાં પોલીસને ટીયરગેસના અને રબરની ગોળીઓ છોડીને લાઠીચાર્જ પણ કરવાની ફરજ પડી હતી. તમામ પ્રયત્નો છતાં સ્થિતિ થાળે ન પડતા અંતે સૈન્યની ટુકડીને બોલાવાઈ હતી.
દરમિયાન પાકિસ્તાની સરકારે આવતીકાલના દિવસને 'લવ ધ પ્રોફેટ ડે' તરીકે મનાવવાનું નક્કી કર્યું છે. આવતીકાલે રાષ્ટ્રીય રજા જાહેર કરાઈ છે. ઈસ્લામાબાદ સરકારે મુસ્લિમ વિશ્વના તોફાનો સર્જનારી ઈસ્લામવિરોધી ફિલ્મની પણ ટીકા કરી છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

મોનિકા લેવેન્સ્કી બિલ ક્લિન્ટનને લખેલા ઉત્કટ પ્રેમ પત્રો જાહેર કરશે

'પોપકોર્ન લંગ' બિમારીથી પિડીતને ૭૨ લાખ ડોલર ચૂકવવાનો આદેશ
કૈથ વાઝની દેશના સાંસદોને ચેતવણી ઃ એફ.ડી.આઈ. મુદ્દે સાવધ રહો

લિબિયામાં અમેરિકી દૂતાવાસ પરનો હુમલો આતંકવાદી કૃત્યઃ અમેરિકા

પાકિસ્તાન સુપ્રીમે ગૃહમંત્રી રહેમાન મલિક સહિત ૧૨ જણાને અયોગ્ય ઠરાવ્યા
ચીનના મેન્યુફેક્ચરીંગના નબળા આંક પાછળ વૈશ્વિક બજારોમાં નરમાઇ
સોના-ચાંદીના ભાવોમાં વિશ્વબજાર પાછળ ફરી તેજી આવી
અર્થતંત્રની ચાલ ખોડંગાતી હોવા છતાં વેન્ચર કેપિટલ રોકાણમાં વધારો
અફઘાનિસ્તાન સામેના કંગાળ દેખાવ બાદ ભારતીય કેમ્પની ચિંતા વધી

આજે બાંગ્લાદેશ-ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ-અફઘાનિસ્તાન વચ્ચે ટક્કર

ભારતની બેડમિંટન સ્ટાર સિંધુ વર્લ્ડ રેન્કિગમાં ૨૦માં ક્રમે
હેડને ઘર આંગણાના ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ જાહેર કરી
ઈન્ડિયા-એ ટીમે ત્રણ વિકેટથી ન્યૂઝિલેન્ડ-એ સામે વિજય મેળવ્યો

તાજેતરનાં સુધારામાં નવી તેજીના મંડાણ જોતાં રોકાણકારો રક્ષણાત્મકમાંથી સક્રીય શેરો તરફ

નિકાસકારોનું કોટનમાં ફોરવર્ડમાં બુકીંગઃ જોકે આં.રા. બજારમાં પણ ભાવ નીચા જ!
 
 

Gujarat Samachar Plus

નિરમાનું સ્ટુડન્ટસ ગુ્રપ આસામના વિસ્થાપિતોના વહારે
ગર્લ્સને એડલ્ટ ફિલ્મોમાં પડયો રસ
ગર્લ્સ કેન્ટિનમાં હોમમેડ નાસ્તો પસંદ કરે છે
પુરુષની ટાઈ ગર્લ્સના નાજુક ગરદનની શોભા
રેસ્ટોરાંના સંગીત અને લાઇટિંગની અસર પડે છે તમારા ખોરાક પર
ચાય ગરમ, કોફી નરમ
 

Gujarat Samachar glamour

આશા ભોંસલે ગીત સાથે ડાન્સ પણ કરશે
સોનાક્ષી 'બુલેટ રાજા'માં પણ આઈટમ-ગીત કરશે
અમીષા હવે 'સ્વીટ'માંથી 'સેક્સી-ગર્લ' બનવા માંડી
ડિટા વોન ટીજએ પોતાની ખુબસુરતીનું રહસ્ય ખોલ્યું
સલમાનને સાથ આપશે એક પોપટ 'રાધે'
સલમાન હવે કમાલ અમરોહીના પૌત્ર બિલાલને લોન્ચ કરશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved