Last Update : 21-September-2012, Friday

 

ડીઝલનો ભાવ વધારો, રિટેલમાં એફડીઆઇ તથા રાંધણગેસના બાટલા મર્યાદિત કરવાના મુદ્દે
ભારત બંધ સફળ ઃ ભાજપ-ડાબેરીઓ એક મંચ પર

મુલાયમના નેતૃત્વમાં ત્રીજા મોરચાની શક્યતા ઃ બંધથી જનજીવન ખોરવાયું ઃ અર્થતંત્રને ૧૨,૫૦૦ કરોડનો ફટકો

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૦
ડિઝલ ભાવવધારો, રાંધણ ગેસની સબસીડીમાં કાપ અને છૂટક વ્યાપારમાં વિદેશી મૂડીરોકાણની છૂટના સરકારના નિર્ણયો વિરૃધ્ધ ભાજપ, ડાબેરીઓ અને સરકારને બહારથી ટેકો આપી રહેલ સમાજવાદી પક્ષે આપેલું ભારતબંધનું એલાન મહ્દંશે સફળ રહ્યું હતું. પરસ્પર કટ્ટર વિરોધીઓ એવા ભાજપ અને ડાબેરીઓ સરકારના વિરોધમાં આજે એક મંચ પર આવ્યાં હતા. સરકારના નિર્ણયો સામેના વિરોધ-પ્રદર્શનમાં સપાના વડા મુલાયમસિંહ યાદવ આજે મુખ્ય ભૂમિકામાં ઉપસી આવ્યાં હતાં. યૂપીએ સરકારના સહયોગી એનસીપીએ પણ ભાવવધારાનો વિરોધ કર્યો હતો.
વિરોધ પક્ષોએ આપેલા ભારત બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ સાંપડયો હતો અને ઘણા રાજ્યોમાં સામાન્ય જનજીવન ખોરવાયું હતું. વિરોધપ્રદર્શન કરી રહેલાં ઘણા નેતાઓએ ધરપકડ વહોરી હતી. દેશની રાજધાની દિલ્હી ખાતે બજારો મહદંશે બંધ રહ્યાં હતાં અને અમુક સ્થળોએ વાહનવ્યવહાર ખોરવાયો હતો જ્યારે દેશના આર્થિક પાટનગર મુંબઇ ખાતે શિવસેના અને મનસે ગણેશચતુર્થીના તહેવારોના કારણે બંધમાં ન જોડાતા બંધના એલાનને ખાસ પ્રતિસાદ મળ્યો નહોતો. સપા અને ભાજપના કાર્યકરોએ વિરોધપ્રદર્શન કરતા ઉત્તર પ્રદેશના મથુરા, આગ્રા, વારાણસી, અલાહાબાદ અને લખનૌ ખાતે ટ્રેનો અટકાવી હતી.
ઉત્તરપ્રદેશમાં બંધ સફળ રહ્યું હતું. સપાના કાર્યકરોએ લખનૌના વૉલમાર્ટ સ્ટોર આગળ રિટેલમાં એફડીઆઇના વિરોધમાં સ્લોગનો સાથે દેખાવ કર્યો હતો અને હઝરતગંજના રેલવે મેનેજરના કાર્યાલય બહાર વિરોધપ્રદર્શનો કર્યા હતાં. બંધના પગલે ઉત્તરપ્રદેશ ઉપરાંત બિહાર, પ.બંગાળ, ઓરિસ્સા, પંજાબ, હરિયાણા, ગુજરાત, કર્ણાટક અને મધ્યપ્રદેશમાં જનજીવન ખોરવાયું હતું.
દિલ્હી ખાતે વેપારીઓએ યોજેલા બંધ પ્રદર્શનમાં ડાબેરી નેતાઓ એ બી બર્ધન અને સીતારામ યેચુરી ભાજપના નેતાઓ મુરલી મનોહર જોશી અને નીતિન ગડકરી સાથે એક મંચ પર ઉપસ્થિત રહ્યાં હતાં. જોકે સપાના વડા મુલાયમસિંહ યાદવ અને ટીડીપીના અધ્યક્ષ એન ચંદ્રાબાબુ નાયડુએ ભાજપથી અંતર જાળવી રાખ્યું હતું. બાદમાં જંતર મંતર ખાતે પ્રદર્શન કરીને મુલાયમસિંહ, એ બી બર્ધન અને પ્રકાશ કરાતે ધરપકડ વહોરી હતી. સપાના અન્ય નેતાઓ તેમજ ડાબેરીઓ, જદ (એસ), ટીડીપી અને બીજેડીના નેતાઓએ પાર્લામેન્ટ સ્ટ્રીટના પોલીસમથક તરફ કૂચ કરીને ધરપકડ વહોરી હતી. ધરપકડ વહોરનારા મહાનુભાવોમાં સીપીઆઇ (એમ)ના સીતારામ યેચુરી, ટીડીપીના ચંદ્રાબાબુ નાયડુ અને જદ (એસ)ના એચ ડી દેવગોવડાનો સમાવેશ થાય છે. ભાજપના નેતાઓ એમ વૈંકયા નાયડુ અને શાહનવાઝ હુસેને હૈદરાબાદ ખાતે ધરપકડ વહોરી હતી.
દરમિયાન સરકારના નિર્ણયો સામેના વિરોધ પ્રદર્શમાં સપાના વડા મુલાયમસિંહ યાદવ આજે મુખ્ય ભૂમિકામાં ઉપસી આવ્યાં હતાં. મુલાયમસિંહે યૂપીએ સરકારને ગર્ભિત ધમકી આપતા જણાવ્યું હતું કે તેમનો પક્ષ લોક-વિરોધી નિર્ણયો સાંખી નહીં લે. તેમણે ત્રીજા મોરચાની રચનાનો માર્ગ પણ ખુલ્લો હોવાનું જણાવ્યું હતું. મુલાયમસિંહે સ્પષ્ટતા કરી હતી કે સાંપ્રદાયિક બળોને સત્તાની ખુરશીથી દૂર રાખવા માટે જ તેઓ સરકારને ટેકો આપી રહ્યાં છે.
ઔદ્યોગિક સંસ્થા સીઆઇઆઇના જણાવ્યા અનુસાર બંધના કારણે ઉત્પાદન અને વેપાર ખોરવાઇ જતા દેશના અર્થતંત્રને રૃા. ૧૨,૫૦૦ કરોડનો ફટકો પડયો છે. બંધને ઘણાં વેપારીઓ સંગઠનો અને દુકાનદારોએ સાથ આપ્યો હતો. અર્થતંત્રને થયેલા નુકસાન માટે સરકારે બંધનું એલાન આપનાર પક્ષોને દોષિત ઠરાવીને આર્થિક સુધારાઓમાં પીછેહઠ ન કરવાની જાહેરાત કરી હતી.

ભારતબંધથી દેશને મોટેપાયે નુકસાન ઃ નાણા મંત્રી ચિદમ્બરમ્
અમે આર્થિક સુધારણામાં માનવીય અભિગમ જાળવ્યો જ છે ઃ ખુર્શીદ
(પી.ટી.આઈ.) નવીદિલ્હી, તા. ૨૦
એફ.ડી.આઈ. મુદ્દે વિપક્ષોએ આપેલા દેશવ્યાપી બંધના એલાનની ટીકા કરતા સરકારે જણાવ્યું હતું કે આ પ્રકારના બંધથી વ્યાવસાયિક ખોટ જતી હોય છે. તેમણે આવા બંધનું એલાન આપનારા પક્ષોની ટીકા કરી હતી. અને જણાવ્યું હતું કે દેશના 'સાર્વત્રીક' વિકાસ માટે એફ.ડી.આઈ. જરૃરી છે અને તેમાં પાછા હટવાનો સવાલ જ ઊભો થતો નથી. વરિષ્ઠ પ્રધાનોએ જણાવ્યું હતું કે આવતી કાલે તૃણમૂલ કોંગ્રેસ સરકારને છોડી જાય તેનાથી સરકાર પર કોઈ જ જોખમ નથી. તેમણે કેટલાંક નવા ગઠબંધનનો પણ સંકેત આપ્યો હતો. નાણા પ્રધાન પી. ચિદંબરમે જણાવ્યું હતું કે આ પ્રકારના બંધથી મોટું આર્થિક નુકસાન જાય છે. તમે વિરોધ પ્રદર્શન કરવા માગતા હો ત્યારે એ પ્રકારે કરવો જોઈએ જેથી નુકસાન ન જતું હોય. તેમણે નવા સાથી પક્ષો મેળવવા સંદર્ભે પણ સકારાત્મક સંકેત આપ્યો હતો.
જ્યારે માહિતી અને પ્રસારણ મંત્રી અંબિકા સોનીએ જણાવ્યું હતું કે કોઈપણ બાબતે વિરોધ કરવામાં આવે ત્યારે તે મર્યાદિત હોવો જોઈએ. તે એ પ્રકારનો ન હોવો જોઈએ. જેનાથી લોકોને નુકસાન જાય તેમણે ઉમેર્યું હતું કે અમને ૩૦૦ સાંસદોનો ટેકો છે. તેથી સરકાર જવાનો સવાલ જ નથી.
કાનૂન મંત્રી સલમાન ખુર્શીદે મત વ્યક્ત કર્યો હતો કે અમે સુધારા માનવીય અભિગમથી કરવા પ્રયાસ કર્યો છે. માટે મહેરબાની કરીને અમને અભિગમ બદલવા ન કહેશો. માનવીય અભિગમ રહેશે જ પણ અમે રાષ્ટ્રના 'સાર્વત્રીક વિકાસ માટે આ પગલું ભર્યું છે. અને જો વિપક્ષ આ ક્ષણે તેને અટકાવવા પ્રયાસ કરશે તો તે ભવિષ્યમાં તે પ્રાપ્ત નહીં થઈ શકે. લોકોએ તેમનો વિરોધ વ્યક્ત કરી દીધો હવે ચાલો આપણે આપણા કારખાને, દુકાને કે શાળાએ જઈએ અને કામમાં જોડાઈ જઈએ.'
સરકારની સ્થિરતા મુદ્દે ચિદંબરમે જણાવ્યું હતું કે ગઈકાલે અમારે ઘણા સારા મિત્રો (સાથી પક્ષો) હતા. આજે પણ ઘણા છે. તે સંજોગોમાં મને એ નથી સમજાતું કે સરકારની સ્થિરતા મુદ્દે શા માટે સવાલ ઉઠાવાય છે.

એફડીઆઇના અમલીકરણ માટે સરકારે જાહેરનામું બહાર પાડયું
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૦
પોતાના સહયોગીઓ અને વિરોધ પક્ષોના વિરોધથી વિચલિત થયા વગર સરકાર આજેે એફડીઆઇના અમલીકરણના સંદર્ભમાં જાહેરનામું બહાર પાડયું હતું. આજે વિવિધ પક્ષો દ્વારા બંધની જાહેરાત કરવામાં આવી હોવા છતાં સરકારે ઉડ્ડયન અને બ્રોડકાસ્ટીંગ સેક્ટરમાં વિદેશ રોકાણ સરળ બનાવવા તથા મલ્ટી-બ્રાન્ડ રીટેલમાં એફડીઆઇના અમલીકરણની કાર્યવાહી આગળ વધારી હતી.
જાહેરનામા અનુસાર જે ૧૦ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ એફડીઆઇનો અમલ કરવાની સંમતિ દર્શાવી છે તેવા રાજ્યોમાં સ્ટોર્સ ખોેલવા માટે મલ્ટી નેશનલ કંપનીઓ ૫૧ ટકા સુધીનું રોકાણ કરી શકશે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

મોનિકા લેવેન્સ્કી બિલ ક્લિન્ટનને લખેલા ઉત્કટ પ્રેમ પત્રો જાહેર કરશે

'પોપકોર્ન લંગ' બિમારીથી પિડીતને ૭૨ લાખ ડોલર ચૂકવવાનો આદેશ
કૈથ વાઝની દેશના સાંસદોને ચેતવણી ઃ એફ.ડી.આઈ. મુદ્દે સાવધ રહો

લિબિયામાં અમેરિકી દૂતાવાસ પરનો હુમલો આતંકવાદી કૃત્યઃ અમેરિકા

પાકિસ્તાન સુપ્રીમે ગૃહમંત્રી રહેમાન મલિક સહિત ૧૨ જણાને અયોગ્ય ઠરાવ્યા
ચીનના મેન્યુફેક્ચરીંગના નબળા આંક પાછળ વૈશ્વિક બજારોમાં નરમાઇ
સોના-ચાંદીના ભાવોમાં વિશ્વબજાર પાછળ ફરી તેજી આવી
અર્થતંત્રની ચાલ ખોડંગાતી હોવા છતાં વેન્ચર કેપિટલ રોકાણમાં વધારો
અફઘાનિસ્તાન સામેના કંગાળ દેખાવ બાદ ભારતીય કેમ્પની ચિંતા વધી

આજે બાંગ્લાદેશ-ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ-અફઘાનિસ્તાન વચ્ચે ટક્કર

ભારતની બેડમિંટન સ્ટાર સિંધુ વર્લ્ડ રેન્કિગમાં ૨૦માં ક્રમે
હેડને ઘર આંગણાના ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ જાહેર કરી
ઈન્ડિયા-એ ટીમે ત્રણ વિકેટથી ન્યૂઝિલેન્ડ-એ સામે વિજય મેળવ્યો

તાજેતરનાં સુધારામાં નવી તેજીના મંડાણ જોતાં રોકાણકારો રક્ષણાત્મકમાંથી સક્રીય શેરો તરફ

નિકાસકારોનું કોટનમાં ફોરવર્ડમાં બુકીંગઃ જોકે આં.રા. બજારમાં પણ ભાવ નીચા જ!
 
 

Gujarat Samachar Plus

નિરમાનું સ્ટુડન્ટસ ગુ્રપ આસામના વિસ્થાપિતોના વહારે
ગર્લ્સને એડલ્ટ ફિલ્મોમાં પડયો રસ
ગર્લ્સ કેન્ટિનમાં હોમમેડ નાસ્તો પસંદ કરે છે
પુરુષની ટાઈ ગર્લ્સના નાજુક ગરદનની શોભા
રેસ્ટોરાંના સંગીત અને લાઇટિંગની અસર પડે છે તમારા ખોરાક પર
ચાય ગરમ, કોફી નરમ
 

Gujarat Samachar glamour

આશા ભોંસલે ગીત સાથે ડાન્સ પણ કરશે
સોનાક્ષી 'બુલેટ રાજા'માં પણ આઈટમ-ગીત કરશે
અમીષા હવે 'સ્વીટ'માંથી 'સેક્સી-ગર્લ' બનવા માંડી
ડિટા વોન ટીજએ પોતાની ખુબસુરતીનું રહસ્ય ખોલ્યું
સલમાનને સાથ આપશે એક પોપટ 'રાધે'
સલમાન હવે કમાલ અમરોહીના પૌત્ર બિલાલને લોન્ચ કરશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved