Last Update : 21-September-2012, Friday

 

નિકાસકારોનું કોટનમાં ફોરવર્ડમાં બુકીંગઃ જોકે આં.રા. બજારમાં પણ ભાવ નીચા જ!

જીનરો ભૂતકાળનાં કડવા અનુભવના કારણે ફોરવર્ડ સોદા કરવાથી દૂર જ રહેવા માંગે છે

ચંદીગઢ, તા.૨૦
આંતરરાષ્ટ્રીય બજારમાં રૃની માગમાં એટલું જોર નથી છતાં પણ નિકાસકારો વાયદાના સોદા પર હાલ ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે. ભાવમાં સુધારો થયાની અપેક્ષાએ નિકાસકારો નવેમ્બર ડિલીવરીનાં કોન્ટ્રાકટસ ખાંડી (૩૫૬ કિ.ગ્રા.) દીઠ રૃ.૩૪,૦૦૦થી રૃ.૩૫,૦૦૦નાં ભાવે ખરીદી કરી રહ્યાં છે. દરમિયાન મુંબઈ ખાતે બેન્ચમાર્ક સંકર-૬ વેરાયટીનો ખાંડી દીઠ ભાવ રૃ.૩૫,૪૦૦ જેવો ક્વોટ થયો હતો. ગયા વર્ષે ફોરવર્ડ કોન્ટ્રાક્ટસ રૃ.૩૯,૦૦૦થી રૃ.૪૦,૦૦૦નાં ભાવે સંકર-૬માં થયા હતા. આ વર્ષે જોકે સંકર-૬નો ભાવ જેમ જેન નવી આવકો શરૃ થતી જાય છે તેમ તેમ ખાંડી દીઠ રૃ.૩૩,૦૦૦ સુધી આવી જવાની ધારણા રખાય છે. જોકે નિકાસકારો ભાવ વધવાની ગણતરી રાખે છે.
જીનર્સને જોકે ફોરવર્ડનો કડવો અનુભવ છે તેથી તેઓ ફોરવર્ડ કોન્ટ્રાક્ટસથી દૂર જ રહે છે. માર્ચ ૨૦૧૦માં ભાવ ખાંડીદીઠ રૃ.૬૦,૦૦૦ થઈ ગયો હતો ત્યારે ખેડૂતો પોતાનું બચત નિભાવવામાં નિષ્ફળ ગયા હતા અને પરિણામે જીનર્સ પણ પોતાનું નિકાસકારોને અપાયેલ વચન પાળી શકયા ન હતા અને ડિલીવરી આપી શકયા ન હતા. જોકે કરતી હેજીંગનો લાભ લઈને નિકાસકારો આ રીતે ડિલીવરી ન આવવા છતા ંનફો કરી શકયા હતા. નિકાસકારો અત્યંત પાતળા નફે કોટલુક ઈન્ડેક્સની ૨ ટકા વધઘટ સુધી સોદો કરતાં હોઈ નિકાસો પોષણક્ષમ બને છે.
જીનર્સે ફોરવર્ડ કોન્ટ્રાકટમાં જીનીંગ થયા વગરનો કપાસ ફોરવર્ડમાં કિન્વટલ દીઠ રૃ.૩,૦૦૦થી રૃ.૩,૧૦૦નાં ભાવે વેચ્યો હતો ગુણવત્તાનુસાર ભાવ હાલ રૃ.૪૧૦૦થી રૃ.૪૪૦૦ થઈ ગયો છે. ગયા વર્ષનાં કડવા અનુભવ બાદ જીનર્સ ફોરવર્ડ માર્કેટમાં કોટનની ખરીદી કરતાં અચકાય છે. ગુજરાતમાં આ વર્ષે રૃ.૨૫થી ૩૦ લાખ ગાંસડી કપાસ ઓછો થવાની ધારણા છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં જોકે કોટનનો ભાવ પાઉન્ડ દીઠ (૦.૪૫ કિલો ગ્રામ) અંદાજે ૮૫ સેન્ટ ચાલે છે. જે એટલો આકર્ષક નથી છતાં પણ કપાસની આવકો ચાલુ રહે ત્યાં સુધી નિકાસો ચાલુ રહેવાની સંભાવના છે. નવી આવકો ૧૫મી ઓક્ટોબર પછી જ નોંધપાત્ર પ્રમાણમાં શરૃ થવાની વકી છે.
એક પીઢ વેપારીએ જણાવ્યું હતું કે કોટનમાં ફોરવર્ડ ટ્રેડીંગ ખેડૂતોના લાભમાં છે પણ પૂરતી માહિતી અને માળખાકીય સવલતોનાં અભાવે તેઓ આ લાભથી વંચિત રહી જાય છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

મોનિકા લેવેન્સ્કી બિલ ક્લિન્ટનને લખેલા ઉત્કટ પ્રેમ પત્રો જાહેર કરશે

'પોપકોર્ન લંગ' બિમારીથી પિડીતને ૭૨ લાખ ડોલર ચૂકવવાનો આદેશ
કૈથ વાઝની દેશના સાંસદોને ચેતવણી ઃ એફ.ડી.આઈ. મુદ્દે સાવધ રહો

લિબિયામાં અમેરિકી દૂતાવાસ પરનો હુમલો આતંકવાદી કૃત્યઃ અમેરિકા

પાકિસ્તાન સુપ્રીમે ગૃહમંત્રી રહેમાન મલિક સહિત ૧૨ જણાને અયોગ્ય ઠરાવ્યા
ચીનના મેન્યુફેક્ચરીંગના નબળા આંક પાછળ વૈશ્વિક બજારોમાં નરમાઇ
સોના-ચાંદીના ભાવોમાં વિશ્વબજાર પાછળ ફરી તેજી આવી
અર્થતંત્રની ચાલ ખોડંગાતી હોવા છતાં વેન્ચર કેપિટલ રોકાણમાં વધારો
અફઘાનિસ્તાન સામેના કંગાળ દેખાવ બાદ ભારતીય કેમ્પની ચિંતા વધી

આજે બાંગ્લાદેશ-ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ-અફઘાનિસ્તાન વચ્ચે ટક્કર

ભારતની બેડમિંટન સ્ટાર સિંધુ વર્લ્ડ રેન્કિગમાં ૨૦માં ક્રમે
હેડને ઘર આંગણાના ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ જાહેર કરી
ઈન્ડિયા-એ ટીમે ત્રણ વિકેટથી ન્યૂઝિલેન્ડ-એ સામે વિજય મેળવ્યો

તાજેતરનાં સુધારામાં નવી તેજીના મંડાણ જોતાં રોકાણકારો રક્ષણાત્મકમાંથી સક્રીય શેરો તરફ

નિકાસકારોનું કોટનમાં ફોરવર્ડમાં બુકીંગઃ જોકે આં.રા. બજારમાં પણ ભાવ નીચા જ!
 
 

Gujarat Samachar Plus

નિરમાનું સ્ટુડન્ટસ ગુ્રપ આસામના વિસ્થાપિતોના વહારે
ગર્લ્સને એડલ્ટ ફિલ્મોમાં પડયો રસ
ગર્લ્સ કેન્ટિનમાં હોમમેડ નાસ્તો પસંદ કરે છે
પુરુષની ટાઈ ગર્લ્સના નાજુક ગરદનની શોભા
રેસ્ટોરાંના સંગીત અને લાઇટિંગની અસર પડે છે તમારા ખોરાક પર
ચાય ગરમ, કોફી નરમ
 

Gujarat Samachar glamour

આશા ભોંસલે ગીત સાથે ડાન્સ પણ કરશે
સોનાક્ષી 'બુલેટ રાજા'માં પણ આઈટમ-ગીત કરશે
અમીષા હવે 'સ્વીટ'માંથી 'સેક્સી-ગર્લ' બનવા માંડી
ડિટા વોન ટીજએ પોતાની ખુબસુરતીનું રહસ્ય ખોલ્યું
સલમાનને સાથ આપશે એક પોપટ 'રાધે'
સલમાન હવે કમાલ અમરોહીના પૌત્ર બિલાલને લોન્ચ કરશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved