Last Update : 21-September-2012, Friday

 

તાજેતરનાં સુધારામાં નવી તેજીના મંડાણ જોતાં રોકાણકારો રક્ષણાત્મકમાંથી સક્રીય શેરો તરફ

૧૫ દિવસનાં સેન્સેકસનાં ૬.૮૩ ટકાના સુધારા સામે આઈટીસી- સિપ્લા ઘટયા જ્યારે એચએલએલ- ડો. રેડ્ડી ઠેરનાં ઠેર

મુંબઈ, તા.૨૦
બજારની અચોક્કસ ચાલ વખતે ડિફેન્સીવમાં શેરોમાં લાંબા સમયથી રોકાણ રાખનાર વર્ગ હવે સાયકલીકલ શેરોમાં તક દેખાતાં પોતાનાં રોકાણો તે તરફ સ્વીચ ઓવર કરવા લાગ્યા છે. ૫મી સપ્ટેમ્બરથી હમણા સુધીમાં સેન્સેક્સમાં ૬.૮૩ ટકાનો વધારો થયો છે પણ હિન્દુસ્તાન યુનિલીવર, આઈટીસી, સિપ્લા અને ડો. રેડ્ડીઝ જેવા ડિફેન્સીવ શેરો ક્યાં તો ફલેટ રહ્યા છે કે ઘટયા છે.
ઉદાહરણાર્થે આઈટીસી ૫.૧૯ ટકા અને સિપ્લા ૨.૩૩ ટકા ઘટયા છે. જ્યારે હિન્દુસ્તાન યુનિલીવર અને ડો. રેડ્ડીઝમાં નગણ્ય ૦.૦૬ અને ૦.૦૨ ટકાનો સુધારો જોવાયો છે. બીજી તરફ જિંદાલ પાવર એન્ડ સ્ટીલ અને તાતા મોટર્સમાં ૨૦ ટકાનો ઉછાળો જોવાયો છે. આઈસીઆઈ- સીઆઈ બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, લાર્સન એન્ડ ટૂબ્રો, તાતા સ્ટીલ, હિન્દાલ્કો અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં પણ ૧૦થી ૧૮ ટકાનો વધારો નોંધાયો છે.
તાજેતરના સુધારામાં ડિફેન્સીવ સેકટરનાં આંકો જેવા કે એફએમસીજી, આઈટી અને ફાર્મા અંડર પરફોર્મર રહ્યા છે. એફએમસીજી આંક એક જ એવા આંક છે જેમાં આ રેલી દરમિયાન ઘટાડો નોંધાયો છે. રોકાણકારો પોતાના દલાલોને સવાલ પૂછે છે કે શું સુધારો ચાલુ રહેશે? અને પોર્ટફોલિયોમાં સાયકલીકલ્સ સામેલ કરવા જોઈએ? આ બંન્ને પ્રશ્નોનો જવાબ દલાલો હામાં આપે છે. તેઓ ડિફેન્સીવથી સાયકલીકલ પર સ્વીચ ઓવરનાં પક્ષમાં છે. તેમના મતે હાલનાં ભાવે સાયકલીકલ્સ સારા ભાવે મળી રહ્યા છે અને બૃહદ્ આર્થિક સુધારા પર આધાર રાખી રહ્યા છે.
મોટાભાગના દલાલોને બજારમાં તેજી દેખાય છે અને ડીસેમ્બર ૨૦૧૨ સુધીનાં ટારગેટ પણ તેમણે સુધાર્યા છે. સેન્સેકસનું ટારગેટ હવે ૨૦,૦૦૦નું કરાયું છે જે વર્તમાન સ્તરેથી ૮-૧૦ ટકા રિટર્ન આપી શકે. આમ તો સેન્સેકસ તેનાં એક વર્ષ પછીની કમાણીનાં પ્રાઈસ રેશિયોની સરેરાશ ૧૫-૧૬ની સામે નાણાકીય વર્ષ ૨૦૧૪ની કમાણીને સેન્સેક્સનાં ભાવ ૧૪-૧૫ ગણું ડિસ્કાઉન્ટ કરે એવી ગણતરી રખાય છે.
એનાલિસ્ટોનાં મને વળતરનો યીલ્ડ કર્વ ફલેટ થતો જવાનું બંધ થવું, લિકવીડીટીમાં સુધારો થવો, વેલ્યુએશન વ્યાજબી લાગવા માંડવા અને પ્રોફીટ માર્જીનનું વિસ્તરણ એવો નિર્દેશ કરે છે કે નવેસરથી તેજી થવાના સંયોગો રચાયા છે. સરકારની નીતિમાં વધુ હકારાત્મક પરિવર્તનો આવે તો નવો બેઝ બને તેવી ધારણા પણ આ વર્ગ રાખી રહ્યો છે. આમ સરકાર તરફથી વધુ પ્રોત્સાહક પગલાઓની જાહેરાત થાય અને વ્યાજના દરો પણ નીચા આવતા જાય તો આર્થિક વિકાસને વેગ મળે તેમ છે. નકારાત્મક સંભાવનાઓમાં કોમોડિટીઝનાં ભાવ વધવાની સંભાવના, બેન્કોનાં એસેટસની ગુણવત્તા બગડવી અને ચૂંટણી પૂર્વે લોકપ્રિયતા માટેનાં પગલાઓ જોકે ઘટાડાની સંભાવના ખુલ્લી રાખે છે.
છેલ્લા એક વર્ષમાં એફએમસીજી, ઓટો, આઈટી અને હેલ્થકેર જેવાં ડિફેન્સીવ સેકટરને રોકાણકારો પસંદ કરતા હતા. પણ હાલના તબક્કે તેમનો પી/ઈ રેશિયો ઊંચો હોઈ રોકાણકારોને તેમાં જ રોકાણ જાળવવાનું જોખમી લાગે છે.
એક આંતરરાષ્ટ્રીય બ્રોકરનાં મતે ૨૦૦૮માં સાયકલીકલ્સ અને ડિફેન્સીવમાં પ્રાઈસ ટૂ બુકવેલ્યુના રેશિયોમાં જે તફાવત હતો તે હાલ તો ઓર વધારે દેખાય છે અને અમેરિકન બોન્ડનાં યીલ્ડ તરફ ડિફેન્સીવથી સાયકલીકલ્સ પર શીફટીંગની તરફેણ કરે છે. ૨૦૦૮-૯થી પણ નીચે જેની પી/બી વેલ્યુ હોય એવાં અગ્રણી શેરોમાં તાતા મોટર્સ, તાતા સ્ટીલ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનાં નામ લેવાય છે.
એફએમસીજીનાં વેલ્યુએશન મોંઘા થયા હોવાનો પૂરાવો એ વાત પરથી મળે છે કે છેલ્લાં બે ત્રણ વર્ષમાં આ આંકનો ૧૨ મહીનાનો ટ્રેઈલીંગ પીઈ રેશિયો ૨૨થી વધીને ૩૦ જેવો થઈ ગયો છે એમ પણ એનાલિસ્ટોએ જણાવ્યું હતું. ઐતિહાસિક રીતે આ આંક સેન્સેક્સથી એવરેજ ૧૧૭ ટકા, પ્રિમીયમે રહેતો હતો તે પ્રિમીયમ પણ વધીને ૧૫૩ ટકા થઈ ગયું છે. રૃપિયો મજબૂત થાય તો ફાર્મા સેકટર અને આઈટી સેકટરનાં વિકાસ પર અસર થશે એવું પણ એનાલિસ્ટોનું માનવું છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

મોનિકા લેવેન્સ્કી બિલ ક્લિન્ટનને લખેલા ઉત્કટ પ્રેમ પત્રો જાહેર કરશે

'પોપકોર્ન લંગ' બિમારીથી પિડીતને ૭૨ લાખ ડોલર ચૂકવવાનો આદેશ
કૈથ વાઝની દેશના સાંસદોને ચેતવણી ઃ એફ.ડી.આઈ. મુદ્દે સાવધ રહો

લિબિયામાં અમેરિકી દૂતાવાસ પરનો હુમલો આતંકવાદી કૃત્યઃ અમેરિકા

પાકિસ્તાન સુપ્રીમે ગૃહમંત્રી રહેમાન મલિક સહિત ૧૨ જણાને અયોગ્ય ઠરાવ્યા
ચીનના મેન્યુફેક્ચરીંગના નબળા આંક પાછળ વૈશ્વિક બજારોમાં નરમાઇ
સોના-ચાંદીના ભાવોમાં વિશ્વબજાર પાછળ ફરી તેજી આવી
અર્થતંત્રની ચાલ ખોડંગાતી હોવા છતાં વેન્ચર કેપિટલ રોકાણમાં વધારો
અફઘાનિસ્તાન સામેના કંગાળ દેખાવ બાદ ભારતીય કેમ્પની ચિંતા વધી

આજે બાંગ્લાદેશ-ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ-અફઘાનિસ્તાન વચ્ચે ટક્કર

ભારતની બેડમિંટન સ્ટાર સિંધુ વર્લ્ડ રેન્કિગમાં ૨૦માં ક્રમે
હેડને ઘર આંગણાના ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ જાહેર કરી
ઈન્ડિયા-એ ટીમે ત્રણ વિકેટથી ન્યૂઝિલેન્ડ-એ સામે વિજય મેળવ્યો

તાજેતરનાં સુધારામાં નવી તેજીના મંડાણ જોતાં રોકાણકારો રક્ષણાત્મકમાંથી સક્રીય શેરો તરફ

નિકાસકારોનું કોટનમાં ફોરવર્ડમાં બુકીંગઃ જોકે આં.રા. બજારમાં પણ ભાવ નીચા જ!
 
 

Gujarat Samachar Plus

નિરમાનું સ્ટુડન્ટસ ગુ્રપ આસામના વિસ્થાપિતોના વહારે
ગર્લ્સને એડલ્ટ ફિલ્મોમાં પડયો રસ
ગર્લ્સ કેન્ટિનમાં હોમમેડ નાસ્તો પસંદ કરે છે
પુરુષની ટાઈ ગર્લ્સના નાજુક ગરદનની શોભા
રેસ્ટોરાંના સંગીત અને લાઇટિંગની અસર પડે છે તમારા ખોરાક પર
ચાય ગરમ, કોફી નરમ
 

Gujarat Samachar glamour

આશા ભોંસલે ગીત સાથે ડાન્સ પણ કરશે
સોનાક્ષી 'બુલેટ રાજા'માં પણ આઈટમ-ગીત કરશે
અમીષા હવે 'સ્વીટ'માંથી 'સેક્સી-ગર્લ' બનવા માંડી
ડિટા વોન ટીજએ પોતાની ખુબસુરતીનું રહસ્ય ખોલ્યું
સલમાનને સાથ આપશે એક પોપટ 'રાધે'
સલમાન હવે કમાલ અમરોહીના પૌત્ર બિલાલને લોન્ચ કરશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved