Last Update : 21-September-2012, Friday

 

અર્થતંત્રની ચાલ ખોડંગાતી હોવા છતાં વેન્ચર કેપિટલ રોકાણમાં વધારો

આ પ્રકારનું રોકાણ નાની-મધ્યમ કદની કંપનીઓ માટે મૂડી એકત્ર કરવામાં મદદરૃપ

નવી દિલ્હી, ગુરુવાર
વૈશ્વિક સ્તરની તેમજ ઘરઆંગણાની પ્રતિકૂળતાઓના પગલે ભારતીય અર્થતંત્રની વૃધ્ધિની ચાલ ખોડંગાતી હોવા છતાં વિતેલા નાણાંકીય વર્ષમાં વેન્ચર કેપિટલ ફંડો દ્વારા ભારતીય રોકાણમાં વધારો થવા પામ્યો હતો.
માર્કેટ રેગ્યુલેટર સેબીએ જાહેર કરેલા ડેટા મુજબ વિતેલા ૨૦૧૧-૧૨ના નાણાંકીય વર્ષમાં વેન્ચર કેપિટલ ફંડોએ ભારતમાં રૃા. ૫૮,૯૩૬ કરોડનું જે તેની અગાઉના નાણાંકીય વર્ષ દરમિયાન રૃા. ૫૨,૬૮૮ કરોડ હતું. આમ, વેન્ચર કેપિટલ ફંડોના રોકાણમાં ૧૨ ટકાનો વધારો નોંધાયો હતો. આ સિવાય ૨૦૦૮-૦૯માં વેન્ચર કેપિટલ ફંડો દ્વારા રૃા. ૩૭,૫૭૮ કરોડ અને ૨૦૦૬-૦૭માં રૃા. ૧૭,૬૨૧ કરોડનું રોકાણ કરાયું હતું.
નાણાં ક્ષેત્રના અભ્યાસી વર્તુળોના જણાવ્યા મુજબ વેન્ચર કેપિટલ ફંડોના રોકાણના કારણે નાની-મધ્યમ કદની કંપનીઓ માટે કાર્યકારી મુડી એકત્ર કરવામાં મદદરૃપ પૂરવાર થાય છે. આ ઉપરાંત વેન્ચર કેપિટલ રોકાણમાં મહત્વનું સેગમેન્ટ ગણાતા પ્રારંભિક અને વૃધ્ધિના તબક્કાના ફન્ડિંગનું રોકાણ સૂચિત સમયગાળા દરમિયાન ૪૦ ટકા જેટલું વધ્યું હતું.
સેબીએ જાહેર કરેલા આંકડા મુજબ ૨૦૧૧ના કેલેન્ડર વર્ષમાં વેન્ચર કેપિટલ ફંડ દ્વારા ભારતમાં રોકાણ અંગેના ૧૫૬ ડીલ્સ થયા હતા. જેના થકી તેઓએ રૃા. ૪૪.૪ કરોડ ડોલરનું રોકાણ કર્યું હતું. જે તેની અગાઉના ૨૦૧૦ના કેલેન્ડર વર્ષમાં ૯૪ સોદા થકી રૃા. ૩૧.૬ કરોડ ડોલર રોક્યા હતા.
ભારતમાં કરાયેલું રોકાણ લાંબા ગાળા માટે એશિયાના અન્ય દેશોની તુલનાએ ભારતમાં ઉંચું રોકાણ કર્યું છે. ૨૦૧૧-૧૨માં વેન્ચર-કેપિટલ ફંડ ક્ષેત્રની સંખ્યા વધીને ૨૦૭ થઈ છે. જે તેના આગલા સમયે ૧૮૪ હતી. આ ફંડો દ્વારા અગાઉ આઈટી ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરાયા બાદ આધુનિક વપરાશ આધારિત બિઝનેસ, ઈ-કોમર્સ, પ્રોસેસિંગ ટેકનોલોજી જેવા ક્ષેત્રમાં પોતાનું રોકાણ વધારેલું છે. પ્રાપ્ત માહિતી મુજબ ગત વર્ષે આઈટી ક્ષેત્રે ૧૬૦, હેલ્થકેર ક્ષેત્રે ૪૫ અને મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રે ૩૦ સોદા થયા હતા.

પી-નોટ્સ થકી થતા રોકાણમાં વધારો
નવી દિલ્હી, ગુરુવાર
ધનિક વિદેશીઓ દ્વારા ઓગસ્ટ માસમાં ભારતીય બજારમાં પાર્ટિસીપેટરી નોટ્સ (પી-નોટ્સ) થકી થતું રોકાણ વધીને પાંચ માસની ટોચે પહોંચી જવા પામ્યું છે. સૂચિત સમય દરમિયાન તેઓએ ભારતમાં રૃા. ૧,૪૧,૭૧૦ કરોડ એટલે કે ૨૬ બિલિયન કરોડનું રોકાણ કર્યું હતું.
સેબી દ્વારા જાહેર કરાયેલા ડેટા મુજબ ભારતમાં પી-નોટ્સ થકી થતું રોકાણ (ઈક્વિટી, ડેટ અને ડેરિવેટીવ્ઝ) માર્ચ સુધીમાં વધીને રૃા. ૧,૬૫,૮૩૨ કરોડની સર્વાધિક સપાટીએ પહોંચી ગયું હતું.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

મોનિકા લેવેન્સ્કી બિલ ક્લિન્ટનને લખેલા ઉત્કટ પ્રેમ પત્રો જાહેર કરશે

'પોપકોર્ન લંગ' બિમારીથી પિડીતને ૭૨ લાખ ડોલર ચૂકવવાનો આદેશ
કૈથ વાઝની દેશના સાંસદોને ચેતવણી ઃ એફ.ડી.આઈ. મુદ્દે સાવધ રહો

લિબિયામાં અમેરિકી દૂતાવાસ પરનો હુમલો આતંકવાદી કૃત્યઃ અમેરિકા

પાકિસ્તાન સુપ્રીમે ગૃહમંત્રી રહેમાન મલિક સહિત ૧૨ જણાને અયોગ્ય ઠરાવ્યા
ચીનના મેન્યુફેક્ચરીંગના નબળા આંક પાછળ વૈશ્વિક બજારોમાં નરમાઇ
સોના-ચાંદીના ભાવોમાં વિશ્વબજાર પાછળ ફરી તેજી આવી
અર્થતંત્રની ચાલ ખોડંગાતી હોવા છતાં વેન્ચર કેપિટલ રોકાણમાં વધારો
અફઘાનિસ્તાન સામેના કંગાળ દેખાવ બાદ ભારતીય કેમ્પની ચિંતા વધી

આજે બાંગ્લાદેશ-ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ-અફઘાનિસ્તાન વચ્ચે ટક્કર

ભારતની બેડમિંટન સ્ટાર સિંધુ વર્લ્ડ રેન્કિગમાં ૨૦માં ક્રમે
હેડને ઘર આંગણાના ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ જાહેર કરી
ઈન્ડિયા-એ ટીમે ત્રણ વિકેટથી ન્યૂઝિલેન્ડ-એ સામે વિજય મેળવ્યો

તાજેતરનાં સુધારામાં નવી તેજીના મંડાણ જોતાં રોકાણકારો રક્ષણાત્મકમાંથી સક્રીય શેરો તરફ

નિકાસકારોનું કોટનમાં ફોરવર્ડમાં બુકીંગઃ જોકે આં.રા. બજારમાં પણ ભાવ નીચા જ!
 
 

Gujarat Samachar Plus

નિરમાનું સ્ટુડન્ટસ ગુ્રપ આસામના વિસ્થાપિતોના વહારે
ગર્લ્સને એડલ્ટ ફિલ્મોમાં પડયો રસ
ગર્લ્સ કેન્ટિનમાં હોમમેડ નાસ્તો પસંદ કરે છે
પુરુષની ટાઈ ગર્લ્સના નાજુક ગરદનની શોભા
રેસ્ટોરાંના સંગીત અને લાઇટિંગની અસર પડે છે તમારા ખોરાક પર
ચાય ગરમ, કોફી નરમ
 

Gujarat Samachar glamour

આશા ભોંસલે ગીત સાથે ડાન્સ પણ કરશે
સોનાક્ષી 'બુલેટ રાજા'માં પણ આઈટમ-ગીત કરશે
અમીષા હવે 'સ્વીટ'માંથી 'સેક્સી-ગર્લ' બનવા માંડી
ડિટા વોન ટીજએ પોતાની ખુબસુરતીનું રહસ્ય ખોલ્યું
સલમાનને સાથ આપશે એક પોપટ 'રાધે'
સલમાન હવે કમાલ અમરોહીના પૌત્ર બિલાલને લોન્ચ કરશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved