Last Update : 21-September-2012, Friday

 

સોના-ચાંદીના ભાવોમાં વિશ્વબજાર પાછળ ફરી તેજી આવી

મોડી સાંજે ઝવેરીબજારમાં ઝડપી ઉછાળોઃ વિશ્વબજારમાં સોનું ૧૭૫૫ થયા પછી ઉછળી ૧૭૬૭ ડોલર બોલાયું

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ, ગુરુવાર
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે ભાવો આંચકા પચાવી ફરી ઉંચકાયા હતા. સોનાના ભાવો ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૃ.૩૧૮૦૦ વાળા આજે રૃ.૩૨૦૨૫ ખુલી રૃ.૩૧૯૬૦ જ્યારે ૯૯.૯૦ના ભાવો રૃ.૩૧૯૪૦ વાળા આજે રૃ.૩૨૧૭૦ ખુલી રૃ.૩૨૦૯૫ બંધ રહ્યા હતા. સોનાના ભાવો આરંભમાં ઉંચા ખુલ્યા પછી ઘટીને બંધ રહ્યા હતા. છતાં પાછલા બંધ સામે આજના બંધ ભાવો ઉંચા રહ્યા હતા. ચાંદીના ભાવો કિલોના ૯૯૯ના રૃ.૬૨૬૬૦ વાળા આજે રૃ.૬૩૦૬૦ ખુલી રૃ.૬૩૦૫૦ બંધ રહ્યા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવો ઔંશના નીચામાં ૧૭૫૫.૭૦ ડોલર બોલાયા પછી ઝડપી વધી ૧૭૭૨.૧૦ થઈ સાંજે ૧૭૬૫.૮૦ ડોલર રહ્યાના સમાચારો હતા જ્યારે ચાંદીના ભાવો નીચામાં ૩૪.૧૦ ડોલર રહ્યા પછી ઉછળી ૩૪.૭૧ થઈ સાંજે ૩૪.૫૩ ડોલર રહ્યાના સમાચારો હતા. મુંબઈમાં આજે ચાંદીના ભાવો વધી રૃ.૬૩૪૦૦ રહ્યા હતા જ્યારે કેશમાં ભાવો રૃ.૬૨૨૦૦થી ૬૨૩૦૦ બોલાઈ રહ્યા હતા. સોનામાં પણ બંધ ભાવો સામે સાંજે ૧૦ ગ્રામના ઉંચા બોલાઈ રહ્યા હતા. ડોલરના ભાવો આજે રૃ.૫૪.૦૧થી ૫૪.૦૨ વાળા ઉંચામાં રૃ.૫૪.૪૧ થઈ છેલ્લે રૃ.૫૪.૩૩ રહ્યા હતા. વિશ્વબજારમાં મોડી સાંજે સોનાના ભાવો ૧૭૬૭ ડોલર તથા ચાંદીના ભાવો ૩૪.૫૮ ડોલર બોલાતાં મુંબઈમાં મોડી સાંજે ભાવો વધી સોનાના ૯૯.૫૦નારૃ.૩૨૦૩૦, ૯૯.૯૦ના રૃ.૩૨૧૮૦ તથા ચાંદીના રૃ.૬૩૪૫૦થી ૬૩૫૦૦ બોલાઈ રહ્યા હતા.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

મોનિકા લેવેન્સ્કી બિલ ક્લિન્ટનને લખેલા ઉત્કટ પ્રેમ પત્રો જાહેર કરશે

'પોપકોર્ન લંગ' બિમારીથી પિડીતને ૭૨ લાખ ડોલર ચૂકવવાનો આદેશ
કૈથ વાઝની દેશના સાંસદોને ચેતવણી ઃ એફ.ડી.આઈ. મુદ્દે સાવધ રહો

લિબિયામાં અમેરિકી દૂતાવાસ પરનો હુમલો આતંકવાદી કૃત્યઃ અમેરિકા

પાકિસ્તાન સુપ્રીમે ગૃહમંત્રી રહેમાન મલિક સહિત ૧૨ જણાને અયોગ્ય ઠરાવ્યા
ચીનના મેન્યુફેક્ચરીંગના નબળા આંક પાછળ વૈશ્વિક બજારોમાં નરમાઇ
સોના-ચાંદીના ભાવોમાં વિશ્વબજાર પાછળ ફરી તેજી આવી
અર્થતંત્રની ચાલ ખોડંગાતી હોવા છતાં વેન્ચર કેપિટલ રોકાણમાં વધારો
અફઘાનિસ્તાન સામેના કંગાળ દેખાવ બાદ ભારતીય કેમ્પની ચિંતા વધી

આજે બાંગ્લાદેશ-ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ-અફઘાનિસ્તાન વચ્ચે ટક્કર

ભારતની બેડમિંટન સ્ટાર સિંધુ વર્લ્ડ રેન્કિગમાં ૨૦માં ક્રમે
હેડને ઘર આંગણાના ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ જાહેર કરી
ઈન્ડિયા-એ ટીમે ત્રણ વિકેટથી ન્યૂઝિલેન્ડ-એ સામે વિજય મેળવ્યો

તાજેતરનાં સુધારામાં નવી તેજીના મંડાણ જોતાં રોકાણકારો રક્ષણાત્મકમાંથી સક્રીય શેરો તરફ

નિકાસકારોનું કોટનમાં ફોરવર્ડમાં બુકીંગઃ જોકે આં.રા. બજારમાં પણ ભાવ નીચા જ!
 
 

Gujarat Samachar Plus

નિરમાનું સ્ટુડન્ટસ ગુ્રપ આસામના વિસ્થાપિતોના વહારે
ગર્લ્સને એડલ્ટ ફિલ્મોમાં પડયો રસ
ગર્લ્સ કેન્ટિનમાં હોમમેડ નાસ્તો પસંદ કરે છે
પુરુષની ટાઈ ગર્લ્સના નાજુક ગરદનની શોભા
રેસ્ટોરાંના સંગીત અને લાઇટિંગની અસર પડે છે તમારા ખોરાક પર
ચાય ગરમ, કોફી નરમ
 

Gujarat Samachar glamour

આશા ભોંસલે ગીત સાથે ડાન્સ પણ કરશે
સોનાક્ષી 'બુલેટ રાજા'માં પણ આઈટમ-ગીત કરશે
અમીષા હવે 'સ્વીટ'માંથી 'સેક્સી-ગર્લ' બનવા માંડી
ડિટા વોન ટીજએ પોતાની ખુબસુરતીનું રહસ્ય ખોલ્યું
સલમાનને સાથ આપશે એક પોપટ 'રાધે'
સલમાન હવે કમાલ અમરોહીના પૌત્ર બિલાલને લોન્ચ કરશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved