Last Update : 21-September-2012, Friday

 

ચીનના મેન્યુફેક્ચરીંગના નબળા આંક પાછળ વૈશ્વિક બજારોમાં નરમાઇ

રોલબેકના ગભરાટ, ચીન, યુરો ઝોનના નબળા HSBC PMI આંકે મેટલ ઇન્ડેક્ષ ૨૪૦, સેન્સેક્ષ ૧૪૭ પોઇન્ટ ગબડયા

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઇ, ગુરુવાર
મલ્ટિ બ્રાન્ડ રીટેલમાં ૫૧ ટકા એફડીઆઇ મંજૂરી, ડીઝલમાં લીટર દીઠ રૃા. ૫ ભાવ વધારાના વિરોધમાં એનડીએના દેશવ્યાપી બંધના એલાનને મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ સિવાય જબ્બર પ્રતિસાદને પરિણામે યુપીએ સરકારે ડીઝલના ભાવ વધારા અને એલપીજી સબસીડી કાપમાં આંશિક રોલ બેક કરવાની ફરજ પડે એવી શક્યતા અને રાજ્યોના વિરોધથી એફડીઆઇ મંજૂરી પણ અદ્ધરતાલ રહેવાના અંદાજોએ મુંબઇ શેરબજારોમાં એફઆઇઆઇ- વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ નવી મોટી ખરીદીમાં સાવચેતીએ દૂર રહી ઓવરબોટ પોઝિશન હળવી કરતા સેન્સેક્ષ ૧૪૬.૭૬ પોઇન્ટ ઘટીને ૧૮૩૪૯.૨૫ અને નિફ્ટી ૪૫.૮૦ પોઇન્ટ ઘટીને ૫૫૫૪.૨૫ બંધ રહ્યા હતાં. આર્થિક સુધારાના વિરોધમાં દેશવ્યાપી બંધની અસર સાથે આંતરરાષ્ટ્રીય મોરચે એચએસબીસી પરચેઝ મેનેજર્સનો ઓગસ્ટનો આંક ચીનના જુલાઇ ૨૦૧૨ની તુલનાએ સતત ૧૧માં મહિને ઘટીને ૪૭.૮ આવતા અને ૧૭ દેશોના યુરો ઝોનનો આંક પણ જુલાઇના ૪૬.૩ની તુલનાએ ઓગસ્ટમાં ૩૯ મહિનાની નીચી સપાટીએ ૪૫.૯ જાહેર થતાં યુરોપ, ચીનના નબળા આંક વૈશ્વિક આર્થિક ઔદ્યોગિક મંદીના એંધાણ આપતા હોવાના સંકેતે ફંડો એશીયાના બજારોમાં વેચવાલ બન્યા છે. મુંબઇ શેરબજારમાં આરંભથી જ ફ્રન્ટલાઇન શેરો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, આઇસીઆઇસીઆઇ બેંક, ભેલ, ગેઇલ ઇન્ડિયા, કોલ ઇન્ડિયા, સ્ટરલાઇટ, લાર્સન, સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝ, એચડીએફસી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા સ્ટીલ, સ્ટેટ બેંકમાં વેચવાલીના દબાણે સેન્સેક્ષ આગલા બંધ ૧૮૪૯૬.૦૧ સામે ૨૦૩.૮૮ પોઇન્ટ નીચે ગેપમાં ૧૮૨૯૨.૨૨ મથાળે ખુલી નીચામાં ૨૦૪.૦૮ પોઇન્ટના ઘટાડે ૧૮૨૯૧.૯૩ સુધી ગયો હતો. જે ઘટયામથાળે રૃપિયા સામે ડોલરની મજબૂતીથી અને એચસીએલ ટેક્નોલોજીસે યુ.એસ.માં કરોડો ડોલરનો કોન્ટ્રેક્ટ મેળવતા આઇટી શેરો ટીસીએસ, વિપ્રો, ઇન્ફોસીસમાં ફંડો લેવાલ બનતા અને ઓએનજીસી, મારૃતી સુઝુકી, ટાટા પાવર, એચડીએફસી બેંકની મજબૂતીએ અને અન્ય ઘટેલા ફ્રન્ટલાઇન શેરોમાં પણ આંશિક ઘટાડો પચાવાતા સેન્સેક્ષનો ઘટાડો એક તબક્કે બપોરે ૨ઃ૧૫ વાગ્યા નજીક ૫૨.૦૯ પોઇન્ટ મર્યાદિત થઇ જઇ ૧૮૪૪૩.૯૨ સુધી આવી ગયો હતો. પરંતુ બપોરે પોણા ત્રણ વાગ્યા બાદ શરૃ થયેલા ફરી હેમરીંગે સ્ટેટ બેંક, હિન્દાલ્કો, જિન્દાલ સ્ટીલ, ટાટા મોટર્સ, રિલાયન્સ ઇન્ફ્રા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ભેલ, લાર્સન, જેપી એસોસીયેટસ ઘટી આવતા સેન્સેક્ષ છેલ્લે બંધ થવા સુધી ૧૮૦ પોઇન્ટ જેટલો ઘટી નીચામાં ૧૮૩૧૬ સુધી આવી ગયો હતો. જે છેલ્લી એવરેજ ગણતરીએ ૧૪૬.૭૬ પોઇન્ટના ઘટાડે ૧૮૩૪૯.૨૫ બંધ રહ્યો હતો. આમ આજે સેન્સેક્ષમાં દિવસ દરમિયાન ૫૫૦ પોઇન્ટની અફડાતફડી બોલાઇ ગઇ હતી.
સેન્સેક્ષમાં ૫૫૦, નિફ્ટીમાં ૧૭૦ પોઇન્ટની અફડાતફડી ઃ નિફ્ટી નીચામાં ૫૫૩૪ થઇ ૫૫૫૪
એનએસઇનો નિફ્ટી સ્પોટ ઇન્ડેક્ષ-આગલા બંધ ૫૬૦૦.૦૫ સામે ૫૫૩૬.૯૫ મથાળે ખુલીને રિલાયન્સ ઇન્ફ્રા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, સ્ટેટ બેંક, આઇસીઆઇસીઆઇ બેંક, ભેલ, લાર્સન, જિન્દાલ સ્ટીલ, સેસાગોવા, ટાટા સ્ટીલ, ગેઇલ ઇન્ડિયા, સેઇલ, સ્ટરલાઇટ, કોલ ઇન્ડિયા, કેઇર્ન ઇન્ડિયામાં વેચવાલીએ નીચામાં ૫૫૮૧.૩૫ સુધી આવી ગયો હતો. જે ઘટયામથાળે રૃપિયા સામે ડોલરની ૩૦થી ૩૫ પૈસાથી મજબૂતીએ આઇટી શેરો ટીસીએસ, વિપ્રો, ઇન્ફોસીસ, એચસીએલ ટેક્નોલોજીસમાં આકર્ષણે મોટો ઘટાડો પચાવી સવારે ૧૧.૧૫ વાગ્યા નજીક ૫૫૮૧.૩૫ સુધી આવી ગયો હતો. જે ફરી યુરોપના બજારો એક વાગ્યે ઘટીને ખુલતા અને એશીયામાં ચીન પાછળ નરમાઇએ નિફ્ટી ૧.૩૦ વાગ્યા નીચામાં ૫૫૫૩ જેટલો થયો હતો. પરંતુ ક્રુડ ઓઇલના આંતરરાષ્ટ્રીય ભાવ ત્રણ ડોલર જેટલા ગઇકાલે ઘટી આવતા ઓઇલ ગેસ શેરોમાં બીપીસીએલ, ઓએનજીસીમાં લેવાલીએ ફરી ૨.૧૫ વાગ્યા નજીક ૫૫૭૫ જેટલો આવ્યો હતો. પરંતુ છેલ્લા પોણા કલાકમાં રોલબેકની હવાએ ફરી હેમરીંગ શરૃ થતા નીચામાં ૫૫૪૨ જેટલો આવી જઇ અંતે ૪૫.૮૦ પોઇન્ટના ઘટાડે ૫૫૫૪.૨૫ બંધ રહ્યો હતો.
નિફ્ટી ૫૫૦૦નો પુટ ૧૯.૫૫થી ઉછળી ૩૦.૮૫ ઃ ૫૭૦૦નો કોલ ૨૧થી તૂટી ૮ ઃ ૫૬૦૦નો કોલ ૫૯.૮૫થી તૂટીને ૩૩.૪૫
ડેરીવેટીવ્ઝમાં નિફ્ટી ૫૬૦૦નો કોલ ૪,૪૫,૩૫૨ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૧૨૫૬૨.૧૩ કરોડના ટર્નઓવરે ૫૯.૮૫ સામે ૪૬.૮૫ ખુલી ઉપરમાં ૪૮.૪૦થી નીચામાં ૨૮.૮૦ સુધી જઇ અંતે ૩૩.૪૫ હતો. નિફ્ટી ૫૫૦૦નો પુટ ૪,૪૫,૨૭૯ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૧૨૩૦૬.૩૩ કરોડના ટર્નઓવરે ૧૯.૫૫ સામે ૩૧.૫૦ ખુલી નીચામાં ૨૨.૭૦થી ઉપરમાં ૪૯.૯૦ સુધી જઇ અંતે ૩૦.૮૫ હતો. નિફ્ટી ૫૭૦૦નો કોલ ૩,૪૫,૫૧૨ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૯૮૬૭.૩૯ કરોડના ટર્નઓવરે ૨૧ સામે ૧૫ ખુલી ઉપરમાં ૧૬.૫૫થી નીચામાં ૮.૦૫ સુધી જઇ અંતે ૮.૧૦ હતો.
બેંક નિફ્ટી ફ્યુચર ૧૧૦૬૨થી ઘટી ૧૦૯૧૦ થઇ ૧૦૯૪૦ ઃ નિફ્ટી ફ્યુચર નીચામાં ૫૫૫૧ થઇ ૫૫૬૦
નિફ્ટી સપ્ટેમ્બર ફ્યુચર ૧,૯૩,૦૪૦ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૫૩૮૨.૯૭ કરોડના ટર્નઓવરે ૫૬૧૨.૨૫ સામે ૫૫૫૨ ખુલી ઉપરમાં ૫૫૯૪ થઇ નીચામાં ૫૫૫૧.૨૫ સુધી ગબડી જઇ અંતે ૫૫૬૦.૫૦ હતો. નિફ્ટી ૫૪૦૦નો પુટ ૮.૮૦ સામે ૧૨.૫૦ ખુલી નીચામાં ૯.૨૦થી ઉપરમાં ૧૩.૭૫ સુધી જઇ અંતે ૧૨.૭૫ હતો. બેંક નિફ્ટી સપ્ટેમ્બર ફ્યુચર ૧૧૦૬૨.૪૦ સામે ૧૦૯૬૯ ખુલી ઉપરમાં ૧૧૦૪૭થી નીચામાં ૧૦૯૧૦.૧૦ સુધી જઇ અંતે ૧૦૯૪૦ રહ્યો હતો.
ટેક્નીકલી, નવી લોંગ પોઝિશન માટે નિફ્ટી ૫૫૮૫ ઉપર બંધ જરૃરી ઃ નિફ્ટી સપોર્ટ ૫૫૩૦ ઃ મજબૂત સપોર્ટ ૫૪૩૦
ટેક્નીકલી, નિફ્ટી સ્પોટ હવે ૫૫૮૫ ઉપર બંધ આવવાના સંજોગોમાં જ નવી લોંગ પોઝિશન લેવાનું ધ્યાન બતાવાઇ રહ્યું છે. ટેક્નીકલી નિફ્ટી સ્પોટ સપોર્ટ ૫૫૩૦ અને મજબૂત સપોર્ટ સપાટી ૫૪૩૦ બતાવાઇ રહી છે.
ચીન, યુરો ઝોનના નબળા HSBC PMI આંક પાછળ મેટલ ઇન્ડેક્ષ ૨૩૯ પોઇન્ટ તૂટયો ઃ હિન્દુસ્તાન ઝિંક, સ્ટરલાઇટ, સેસાગોવા ગબડયા
એચએસબીસી મેન્યુફેક્ચરીંગ પીએમઆઇ ઓગસ્ટના આંક ચીનના સતત ૧૧માં મહિને ઘટીને ૪૭.૮ આવતા અને યુરો ઝોનના બન્ને ઉદ્યોગોના આંક ૪૬.૩થી ઘટીને ૪૫.૯ની ૩૯ મહિનાની નીચી સપાટીએ આવતા ફરી વૈશ્વિક મંદીના ગભરાટે લંડન મેટલ એક્ષચેન્જમાં નોન-ફેરસ મેટલના ભાવોમાં ઘટાડા સાથે સ્થાનિકમાં મેટલ શેરોમાં ફંડો વેચવાલ બન્યા હતા. બીએસઇ મેટલ ઇન્ડેક્ષ ૨૩૯.૧૬ પોઇન્ટ તૂટીને ૧૦૨૬૧.૫૭ રહ્યો હતો. સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝ રૃા. ૨.૮૫ ઘટીને રૃા. ૯૯.૦૫, ટાટા સ્ટીલ રૃા. ૧૧.૦૫ ઘટીને રૃા. ૩૯૩.૮૫, હિન્દુસ્તાન ઝિંક રૃા. ૪.૫૦ ઘટીને રૃા. ૧૨૯.૭૫, કોલ ઇન્ડિયા રૃા. ૧૧.૨૫ ઘટીને રૃા. ૩૬૪.૯૫, સેસાગોવા રૃા. ૫ ઘટીને રૃા. ૧૭૦.૮૫, જેએસડબલ્યુ સ્ટીલ રૃા. ૨૦.૫૫ તૂટીને રૃા. ૭૦૬.૫૫, સેઇલ રૃા. ૨.૩૫ ઘટીને રૃા. ૮૫.૯૫, જિન્દાલ સ્ટીલ રૃા. ૪.૦૫ ઘટીને રૃા. ૪૦૦.૯૦ રહ્યા હતાં.
આર્થિક સુધારામાં રોલબેકની હવાએ પાવર- કેપિટલ ગુડઝ શેરોમાં ગાબડાં ઃ ભેલ, જીએમઆર, લાર્સન, બીઇએમએલ ગબડયા
આર્થિક સુધારાના વિરોધમાં ભારત બંધ બાદ હવે રોલબેકની હવાએ કેપિટલ ગુડઝ- પાવર ક્ષેત્રે પણ આર્થિક સુધારા અટવાઇ પડવાની શક્યતાએ શેરોમાં ફંડો- ઇન્વેસ્ટરો વેચવાલ બન્યા હતા. બીએસઇ કેપિટલ ગુડઝ ઇન્ડેક્ષ ૨૦૩.૫૪પોઇન્ટ તૂટીને ૧૦૩૦૮.૫૪ રહ્યો હતો. ભેલ રૃા. ૮.૧૫ તૂટીને રૃા. ૨૧૬.૮૫, લાર્સન એન્ડ ટુબ્રો રૃા. ૩૦.૫૫ ઘટીને રૃા. ૧૫૨૧.૧૦, એનટીપીસી રૃા. ૨.૨૦ ઘટીને રૃા. ૧૬૪.૨૫, બીઇએમએલ રૃા. ૧૧.૯૫ ગબડીને રૃા. ૩૦૫.૨૫, સુઝલોન ૬૪ પૈસા તૂટીને રૃા. ૧૬.૫૧, પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ રૃા. ૧.૬૫ ઘટીને રૃા. ૪૬.૬૦, પુંજ લોઇડ રૃા. ૧.૫૫ ઘટીને રૃા. ૫૦.૪૫, એસકેએફ ઇન્ડિયા રૃા. ૮ ઘટીને રૃા. ૬૨૭.૦૫, હવેલ્સ ઇન્ડિયા રૃા. ૬.૩૦ ઘટીને રૃા. ૫૮૩.૮૫, સિમેન્સ રૃા. ૫.૮૦ ઘટીને રૃા. ૬૭૭.૬૫, જીએમઆર ઇન્ફ્રા. રૃા. ૧.૩૦ તૂટીને રૃા. ૨૨.૫૫, લેન્કો ઇન્ફ્રા. રૃા. ૧૩.૦૩, અદાણી પાવર રૃા. ૧.૪૫ ઘટીને રૃા. ૪૪.૬૫, એબીબી રૃા. ૨૨.૨૦ ઘટીને રૃા. ૭૪૬.૨૫, રિલાયન્સ ઇન્ફ્રા. રૃા. ૧૪.૭૦ ઘટીને રૃા. ૪૯૬.૫૦, જેએસડબલ્યુ એનર્જી રૃા. ૧.૧૫ ઘટીને રૃા. ૫૧.૭૦ રહ્યા હતાં.
ક્રુડ ઓઇલ ત્રણ ડોલર તૂટી ૧૦૮ ડોલર અંદર ઃ બીપીસીએલ, એચપીસીએલ ઉંચકાયા ઃ કેઇર્ન ઘટયો
ક્રુડ ઓઇલના આંતરરાષ્ટ્રીય ભાવ ગઇકાલે ત્રણ ડોલર જેટલા ઘટીને નાયમેક્ષ ક્રુડના બેરલદીઠ ૯૧.૭૧ ડોલર અને બ્રેન્ટ ક્રુડ ૧૦૭.૨૪ ડોલર થઇ જતાં ઓઇલ માર્કેટીંગ પીએસયુ શેરોમાં આંશિક લેવાલી હતી, જ્યારે કેઇર્ન ઇન્ડિયા રૃા. ૮.૯૦ ઘટીને રૃા. ૩૪૧.૨૦, ગેઇલ ઇન્ડિયા રૃા. ૧૩.૯૦ ઘટીને રૃા. ૩૭૪, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રૃા. ૨૩.૦૫ ઘટીને રૃા. ૮૩૨.૧૫ રહ્યા હતા. ઓએનજીસી રૃા. ૩.૪૦ વધીને રૃા. ૨૮૪.૭૦, એચપીસીએલ રૃા. ૯.૬૫ વધીને રૃા. ૨૯૬.૪૦, બીપીસીએલ રૃા. ૮.૩૦ વધીને રૃા. ૩૪૫.૪૫, ઓઇલ ઇન્ડિયા રૃા. ૧.૧૦ વધીને રૃા. ૪૭૭.૫૫ રહ્યા હતાં.
ડોલર ૩૭ પૈસા વધીને રૃા. ૫૪.૩૮ ઃ ટીસીએસ, એમ્ફેસીસ, વિપ્રો, ઇન્ફોસીસ વધ્યા
રૃપિયા સામે ડોલર ઘટતો અટકીને આજે ૩૭ પૈસા મજબૂત થઇ રૃા. ૫૪.૩૮ થઇ જતાં આઇટી- સોફ્ટવેર કંપનીઓને આઉટસોર્સીંગ બિઝનેસમાં વધુ આવકના અંદાજ અને એચસીએલ ટેક્નોલોજીસ દ્વારા યુ.એસ.માંથી કરોડો ડોલરનો કોન્ટ્રેક્ટ મળતા આઇટી શેરોમાં આકર્ષણ હતું. એમ્ફેસીસ રૃા. ૯ વધીને રૃા. ૩૮૭.૫૦, ટીસીએસ રૃા. ૨૧.૧૦ વધીને રૃા. ૧૩૨૧.૫૦, વિપ્રો રૃા. ૩.૪૫ વધીને રૃા. ૩૭૩.૦૫, ઇન્ફોસીસ રૃા. ૧૫.૯૦ વધીને રૃા. ૨૬૧૫.૫૫ રહ્યા હતાં.
એફઆઇઆઇની કેશમાં રૃા. ૭૪ કરોડની ડીઆઇઆઇની રૃા. ૩૩૧ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી
એફઆઇઆઇ- વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ આજે ગુરુવારે કેશ સેગ્મેન્ટમાં રૃા. ૭૩.૬૭ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃા. ૩૨૬૦.૭૫ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું. જ્યારે ડીઆઇઆઇ- સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૃા. ૩૩૧.૧૧ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૃા. ૧૧૩૬.૬૭ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃા. ૧૪૬૭.૭૮ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું.
HSBC PMI ના નબળા આંકે સાંઘાઇ ૪૩ પોઇન્ટ તૂટયો ઃ નિક્કી ૧૪૫, હેંગસેંગ ૨૫૧ ગબડયા ઃ યુરોપમાં પણ નરમાઇ
એશીયાના અન્ય દેશોના બજારોમાં જાપાનનો નિક્કી ઇન્ડેક્ષ ૧૪૫.૨૩ પોઇન્ટ તૂટીને ૯૦૮૬.૯૮, હોંગકોંગનો હેંગસેંગ ૨૫૦.૯૯ પોઇન્ટ તૂટીને ૨૦૫૯૦.૯૨, તાઇવાન વેઇટેજ ૫૪.૩૬ પોઇન્ટ તૂટીને ૭૭૨૭.૫૫, ચીનનો સાંઘાઇ કોમ્પોઝિટ ૪૨.૯૯ પોઇન્ટ ગબડીને ૨૦૨૪.૮૪ રહ્યા હતા. યુરોપના બજારોમાં પણ ૧૫થી ૩૫ પોઇન્ટની નરમાઇ હતી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

મોનિકા લેવેન્સ્કી બિલ ક્લિન્ટનને લખેલા ઉત્કટ પ્રેમ પત્રો જાહેર કરશે

'પોપકોર્ન લંગ' બિમારીથી પિડીતને ૭૨ લાખ ડોલર ચૂકવવાનો આદેશ
કૈથ વાઝની દેશના સાંસદોને ચેતવણી ઃ એફ.ડી.આઈ. મુદ્દે સાવધ રહો

લિબિયામાં અમેરિકી દૂતાવાસ પરનો હુમલો આતંકવાદી કૃત્યઃ અમેરિકા

પાકિસ્તાન સુપ્રીમે ગૃહમંત્રી રહેમાન મલિક સહિત ૧૨ જણાને અયોગ્ય ઠરાવ્યા
ચીનના મેન્યુફેક્ચરીંગના નબળા આંક પાછળ વૈશ્વિક બજારોમાં નરમાઇ
સોના-ચાંદીના ભાવોમાં વિશ્વબજાર પાછળ ફરી તેજી આવી
અર્થતંત્રની ચાલ ખોડંગાતી હોવા છતાં વેન્ચર કેપિટલ રોકાણમાં વધારો
અફઘાનિસ્તાન સામેના કંગાળ દેખાવ બાદ ભારતીય કેમ્પની ચિંતા વધી

આજે બાંગ્લાદેશ-ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ-અફઘાનિસ્તાન વચ્ચે ટક્કર

ભારતની બેડમિંટન સ્ટાર સિંધુ વર્લ્ડ રેન્કિગમાં ૨૦માં ક્રમે
હેડને ઘર આંગણાના ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ જાહેર કરી
ઈન્ડિયા-એ ટીમે ત્રણ વિકેટથી ન્યૂઝિલેન્ડ-એ સામે વિજય મેળવ્યો

તાજેતરનાં સુધારામાં નવી તેજીના મંડાણ જોતાં રોકાણકારો રક્ષણાત્મકમાંથી સક્રીય શેરો તરફ

નિકાસકારોનું કોટનમાં ફોરવર્ડમાં બુકીંગઃ જોકે આં.રા. બજારમાં પણ ભાવ નીચા જ!
 
 

Gujarat Samachar Plus

નિરમાનું સ્ટુડન્ટસ ગુ્રપ આસામના વિસ્થાપિતોના વહારે
ગર્લ્સને એડલ્ટ ફિલ્મોમાં પડયો રસ
ગર્લ્સ કેન્ટિનમાં હોમમેડ નાસ્તો પસંદ કરે છે
પુરુષની ટાઈ ગર્લ્સના નાજુક ગરદનની શોભા
રેસ્ટોરાંના સંગીત અને લાઇટિંગની અસર પડે છે તમારા ખોરાક પર
ચાય ગરમ, કોફી નરમ
 

Gujarat Samachar glamour

આશા ભોંસલે ગીત સાથે ડાન્સ પણ કરશે
સોનાક્ષી 'બુલેટ રાજા'માં પણ આઈટમ-ગીત કરશે
અમીષા હવે 'સ્વીટ'માંથી 'સેક્સી-ગર્લ' બનવા માંડી
ડિટા વોન ટીજએ પોતાની ખુબસુરતીનું રહસ્ય ખોલ્યું
સલમાનને સાથ આપશે એક પોપટ 'રાધે'
સલમાન હવે કમાલ અમરોહીના પૌત્ર બિલાલને લોન્ચ કરશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved