Last Update : 21-September-2012, Friday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૨૧-૦૯-૨૦૧૨, શુક્રવાર
નિજ ભાદરવા સુદ છઠ્ઠ - વંિછુંડો
અનુરાધા નક્ષત્ર - ખેતી, વરસાદ શુભ સંકેત
બલરામ જયંતી- કાર્તિક સ્વામિ દર્શન

 

દિવસના ચોઘડિયા ઃ ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ.
રાત્રિના ચોઘડિયા ઃ રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૨૯ મિ., સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૩૬ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૨૮ મિ., સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૩૫ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૨૮ મિ., સૂર્યાસ્તઃ ૧૮ ક. ૩૫ મિ.
નવકારસી સમય ઃ (અ)૭ ક. ૧૭ મિ., (સૂ) ૭ ક. ૧૬ મિ., (મું) ૭ ક.૧૬ મિ.
જન્મરાશિ ઃ આજે જન્મેલ બાળકની વૃશ્વિક (ન. ય.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ અનુરાધા સાંજના ૪ ક. ૦૩ મિ.સુધી પછી જ્યેષ્ઠા. આજે સાંજના ૪ ક. ૦૩ મિ. પછી જન્મેલ બાળક માટે જ્યેષ્ઠા શાંતિ કરાવવી.
ગોચર ગ્રહ ઃ સૂર્ય - કન્યા, મંગળ - તુલા, બુધ - કન્યા, ગુરૂ - વૃષભ, શુક્ર - કર્ક, શનિ - તુલા, રાહુ - વૃશ્વિક, કેતુ - વૃષભ, હર્ષલ (યુરેનસ) - મીન, નેપચ્યુન - કુંભ, પ્લુટો - ધન, ચંદ્ર - વૃશ્વિક.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભ સં. શાકે ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮. દક્ષિણાયન શરદ ૠતુ, રા.દિ. ભા. ૩૦
માસ-તિથિ-વાર ઃ નિજ ભાદરવા સુદ છઠ્ઠને શુક્રવાર.
- આજે અનુરાધા નક્ષત્ર છે. ખેતી, વરસાદ શુભ સંકેત.
- આજે વિછુંડો છે. સૂર્ય, સવિતા ષષ્ઠ્ઠી.
- બલરામ જયંતી.
- ગૌરી આહવાહન ૧૬-૦૩ સુધી.
- કાર્તિક સ્વામિ દર્શન.
ભાદરવા સુદ છઠ્ઠે અનુરાધા નક્ષત્ર હોય તો કોઈપણ દોષ હોય તે નષ્ટ થાય છે.
મુસલમાની હિજરીસન ૧૪૩૩ જીલ્કાદ માસનો ૪ રોજ.
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૨ અર્દીબેહસ્ત માસનો ૫ રોજ સ્પેર્ન્દામંદ.

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ આજે શારીરિક-માનસિક-નાણાંકીય પ્રશ્ને, નોકરી-ધંધાના, ઘર-પરિવારના પ્રશ્ને આપને શાંતિ જણાય નહીં.

 

વૃષભ ઃ આપના નોકરી-ધંધાના કામમાં અન્યના સહકારથી આપને સાનુકૂળતા રહે. સીઝનલ ધંધો-આવક થાય. કરારી ધંધો મળી રહે.

 

મિથુન ઃ નોકરી-ધંધામાં પોતાની ગણત્રી-ધારણા પ્રમાણેનું કામ થાય નહીં. શરીરમાં દર્દપીડા અનુભવાય. આંખનું ઘ્યાન રાખવું.

 

કર્ક ઃ માનસિક ચંિતા-ઉચાટ-ઉદ્વેગમાં ઉતાવળીયો ખોટો નિર્ણય લેવાયનહીં તેનું ઘ્યાન રાખવું. સારા સંબંધમાં મનદુઃખ થાય.

 

સંિહ ઃ શરદી-કફ-સીઝનલ બીમારી, ઈન્ફેકશનથી સંભાળવું. નોકરી-ધંધાના, સગાસંબંધી-મિત્રવર્ગના, પરિવારના પ્રશ્ને ચંિતા રહે.

 

કન્યા ઃ આપના અંગત કામ અંગે વ્યસ્ત રહેવાનું થાય. બહાર જવાનું થાય. વ્યવહારિક-સામાજિક-કૌટુંબીક-પરિવારીક કામની ચંિતા રહે.

 

તુલા ઃ વિલંબમાં પડેલ કામમાં ઘ્યાન આપવુંપડે. નોકરી-ધંધાનું કામ થઈ શકે. આકસ્મિક કોઈને મળવાનું થાય.

 

વૃશ્વિક ઃ વિચારોની દ્વિધામાં અટવાયેલા રહો. બહાર જવાનું હોય- બહારગામનું કોઈ કામ હોય તેમાં સાવધાની-જાગૃતિ રાખવી.

 

ધન ઃ શારીરિક કષ્ટ પીડા, મનની બેચેની- વ્યગ્રતાના કારણે નોકરી-ધંધાના કામમાં એકાગ્રતા-શાંતિ જણાય નહીં.

 

મકર ઃ આપના નોકરી-ધંધાના વિલંબમાંપડેલા કામના ઉકેલમાં સાનુકૂળતા રહે. ધંધો-આવક થાય. નોકરીમાં વધારાનું કામ થઈ શકે.

 

કુંભ ઃ હરોફરો, કામકાજ કરો પરંતુ હૃદય-મનને આનંદ, ઉત્સાહ-સ્ફૂર્તિ જણાય નહીં. કામ કરવા ખાતર કરતા હોવ તેમ લાગે.

 

મીન ઃ આપના વિલંબમાં પડેલા કામ અંગે ઘ્યાન આપવું પડે. બહાર જવાનું થાય. નોકરી-ધંધામાં વ્યસ્ત રહેવાનું થાય.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૨૧-૦૯-૨૦૧૨, શુક્રવાર

 

આજથી શરૂ થતા આપના જન્મવર્ષના પ્રારંભે પ્રતિકૂળતા-ચંિતા-ખર્ચ છતાં કામનો ઉકેલ આવી શકે. પરંતુ જેમ જેમ વર્ષનો ઉત્તરાર્ધ નજીક આવતો જાય તેમ તેમ તમારી શારીરિક શિથિલતા, પ્રતિકૂળતાના કારણે તમારા કાર્યક્ષેત્રમાં, પ્રગતિમાં તમે રૂકાવટ અનુભવતા જાવ.

 

વિશેષમાં - - વર્ષારંભે પત્ની-સંતાનથી સાનુકૂળતા રહે. પરંતુ વર્ષના ઉત્તરાર્ધમાં પુત્ર પૌત્રાદિકના પ્રશ્નમાં ચંિતા રહે.

 

- સગાસંબંધી-મિત્રવર્ગ- ભાઈભાંડુના સંબંધ, વ્યવહારમાં તમને કડવો અનુભવ થાય. દગો વિશ્વાસઘાત થાય. મનદુઃખ, ગેરસમજ થાય.

 

- નોકરી-ધંધાના કામકાજમાં કોઈ તપાસ, બંધન-નુકસાનમાં આવી ન જાવ તેનું ઘ્યાન રાખવું.

 

- સ્ત્રી વર્ગને પ્રેમ-મિત્રતા-લાગણીના સંબંધો, નોકરી-ધંધાના કાર્યક્ષેત્રમાં તકલીફ અનુભવાય.

 

- વિદ્યાર્થીવર્ગને પરીક્ષા સમયે આરોગ્યની કાળજી રાખવી પડે.

 

સુપ્રભાતમ્

નીતિ જાણનાર વિધાનોએ દુઃખનું ઓસડ આ જ કહ્યું છે- વિષાદ કે સંતાપ છોડીને દુઃખના કારણનો નાશ કરવાની શરૂઆત કરી દેવી.

 

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિાક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

પત્ની લીલી પતિ લલ્લુને બોલી, ''હાય! મારા તો કરમભાગ ફૂટી ગયા કે તમારી જેવાને પરણી બાકી મને તમારા કરતાં ઘણા હોંશિયાર પરણવા તૈયાર હતા.''
''તે બરોબર છે,'' લલ્લુ બોલ્યો, ''એ બધા મારા કરતાં હોશિયાર હતા એટલે જ તને ન પરણ્યા...''

[Top]
 

આજ ની રેસીપી

મોહક મનોહર મોદક વરાયટી

માવાના મોદક

 

સામગ્રી ઃ ૨૫૦ ગ્રામ માવો, ૬૫થી ૭૦ ગ્રામ સાકર, સાત-આઠ એલચી, ખાવાનો રંગ, કેસર.

 

રીત ઃ માવાને એકદમ છૂટો કરીને કણી ન પડે તે રીતે મસળી લો. મિકસરમાં પણ કરી શકાય. હવે તેમાં સાકર નાખી પાછો માવો મસળી લો. પછી માવાને એક જાડા તળિયાવાળી કડાઈમાં ધીમી આંચ પર રાખી સાકર ઓગળી જાય ત્યાં સુધી ગરમ કરો. મિશ્રણ કડાઈ છોડવા લાગે ત્યારે એને આંચ પરથી ઉતારી ઠંડુ કરવા માટે હલાવતાં રહો. હવે તેમાં એલચીના દાણા અને કેસર જરાતરા ગરમ કરી વાટી લો અને માવામાં મિક્સ કરી દો (મોદક જો કલરફુલ બનાવવા હોય તો તેમાં ખાવાનો કલર મિક્સ કરો). મોદકના સાંચા (મોલ્ડ) બજારમાં તૈયાર મળે છે તેમાં માવાનું પૂરણ ભરી, બંધ કરી, હલકા હાથે ખોલી મોદક કાઢી લો. બહાર મળતા તૈયાર મોદક જેવા જ મોદક ઘરે બનાવી શકશો. એક વખતમાં પાંચથી પચ્ચીસ મોદક તૈયાર થશે.

[Top]
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved