Last Update : 20-September-2012,Thursday

 

ભલું થયું ભાંગી જંજાળ

 

સરકારના નિર્ણયો સામે પહેલી તકે પગ પછાડવા ઉત્સુક રહેતાં તૃણમૂળ કોંગ્રેસનાં મમતા બેનરજીએ આખરે સરકાર સાથે છેડો ફાડવાનો નિર્ણય લીધો. તેના માટે અપાયેલું દેખીતું કારણ ભલે સરકારની 'એન્ટી-પીપલ' (લોકવિરોધી) નીતિ હોય, પરંતુ સાચું કારણ કલ્પી શકાય છે.
અત્યાર સુધી દરેક વખતે ધમકીના શસ્ત્રનો પ્રયોગ કરતાં રહેલાં મમતા માટે આ વખતે લોકહિત કરતાં પણ વધારે મોટો પ્રશ્ન પોતાની ગંભીરતા સ્થાપિત કરવાનો હતો. દરેક વખતે પહેલાં વિરોધનું બૂમરાણ મચાવવું અને પછી માની જવું-એ નીતિને કારણે મમતા બેનરજીની શાખ તળીયે બેઠી હતી. દેવાળિયા પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી તરીકે તેમને કેન્દ્ર પાસેથી તોતિંગ આર્થિક સહાયની જરૃર છે, તે બીજી વાસ્તવિક્તા હતી. આ સ્થિતિમાં મમતા બેનરજીને દાદાગીરી-કે દીદીગીરી-ક્યાં સુધી પોસાય છે અને કેન્દ્ર તેમની જોહુકમી ક્યાં સુધી સહન કરે છે એ જ જોવાનું હતું.
છેવટે કેન્દ્ર સરકારે મોડે મોડે ખોંખારો ખાધો અને આર્થિક નીતિને લગતા પોતાના નિર્ણયોમાં મક્કમ રહેવાની જાહેરાત કરી. જેમ મમતા બેનરજી માટે તેમ કેન્દ્ર સરકાર માટે પણ, પોતાની ઢીલાશ છોડવાની આ છેલ્લી તક હતી. એ ખરું કે સાથીપક્ષોને સાથે લઈને ચાલવામાં કોંગ્રેસની આગેવાની હેઠળની સરકારોનો ઈતિહાસ ઉજળો નથી. છતાં, મમતા બેનરજીની કેવળ આંકડાકીય સ્થિતિનો લાભ લેવાની વૃત્તિ અને તેમની જોહુકમી સરકાર માટે કશો ભાવ ન હોય તેમને પણ ખટકે એવી હતી. સરકારના નિર્ણયોનો વિરોધ એ જાણે તેમની મુખ્ય પ્રવૃત્તિ બની રહ્યો. કેન્દ્ર સરકારમાં સામેલ થઈને અને રેલવે જેવું ખાતું ધારણ કરીને તૃણમૂલ કોંગ્રેસ પોતે 'સરકાર' બની છે, એવો અહેસાસ મમતા બેનરજીમાં કદી જાગ્યો નહીં. એટલું જ નહીં, કેન્દ્રમાં રેલમંત્રી તરીકે અને પશ્ચિમ બંગાળની ચૂંટણી જીત્યા પછી રાજ્યની સરકારની તરીકે તૃણમૂલ અને મમતા બેનરજીનો દેખાવ અત્યંત કંગાળ રહ્યો છે.
કેન્દ્ર સરકારની સામે પડવાની દરેક તક લેતાં મમતા બેનરજી મુખ્ય મંત્રી બન્યાં ત્યારે ડાબેરીઓના ત્રણ દાયકા જૂના શાસન સામેના અસંતોષનો તેમને લાભ મળ્યો. સિંગુર-નંદીગ્રામ જેવી ઘટનાઓમાં તેમના વલણથી લોકનેતા તરીકેનો તેમનો દાવો મજબૂત બન્યો. પરંતુ અસંતુષ્ટ લોકની આગેવાની લઈને શેરીઓમાં ઉતરવું એક વાત છે અને તેમના મતથી ચૂંટાયા પછી તેમને સંતોષ આપવો એ સાવ જુદી વાત છે. એ કસોટીમાં મમતા અત્યાર લગી નિષ્ફળ રહ્યાં છે.
આ તબક્કે મમતાનો ચોપડો ખોલવાનું કારણ એટલું જ કે કેન્દ્રની નીતિને 'લોકવિરોધી' ગણાવીને સરકારને આપેલો ટેકો પાછો ખેંચતાં મમતા અરીસામાં જોતાં નથી. પશ્ચિમ બંગાળમાં તેમના ચૂંટણીપ્રચારમાં હોંશે હોંશે ભાગ લેનારો સામાન્ય અને અસામાન્ય લોકોનો એક બહુ મોટો વર્ગ આટલા ટૂંકા ગાળામાં મમતા બેનરજીના શાસનથી નિર્ભાન્ત થઈ ચૂક્યો છે. આપખુદશાહી અને તરંગીપણામાં મમતા બેનરજી જરાય વખાણવાલાયક પુરવાર થયાં નથી. પોતાના રાજ્યમાં હજુ થોડા સમય પહેલાં જ ખોબલે ને ખોબલે મત આપનાર 'લોકો'ને મમતા બેનરજી અકારાં લાગવા માંડયાં છે, ત્યારે એ જ મમતા બેનરજી 'લોકો'નો હવાલો આપીને કેન્દ્ર સરકાર સાથે છેડો ફાડે, તે આખી સ્થિતિની વિચિત્રતા છે.
નવાઈ લાગે એવી વાત એ પણ છે કે મમતા બેનરજીના કટ્ટર વિરોધી અને યુપીએ સરકારને પહેલી મુદતમાં ટેકો આપનાર ડાબેરીઓએ આવી જ આત્યંતિક્તા અને એવા જ અવિચારીપણાથી કેન્દ્ર સરકારને ટેકો પાછો ખેંચી લીધો હતો. ત્યાર પછીની ચૂંટણીમાં ડાબેરી પક્ષો કેવા અપ્રસ્તુત બની ગયા, એ જાણીતું છે. ડાબેરી પક્ષોની જેમ કેન્દ્ર સરકારને સતત અદ્ધરજીવ રાખવાની નીતિ અપનાવનારાં મમતા, ડાબેરી પક્ષોની જેમ જ અવિચારીપણે સરકારને ટેકો પાછો ખેંચી લીધો, એ પણ એક વિશિષ્ટ યોગાનુયોગ છે. તેમના આ નિર્ણયથી સરકારની સ્થિરતા પર અસર પડે એવું હાલ તો જણાતું નથી. કારણ કે સમાજવાદી પક્ષ અને બહુજન સમાજ પક્ષ યુપીએ સરકારને બહારથી ટેકો આપી રહ્યાં છે.
કેન્દ્ર સરકાર માટે આ ક્ષણ 'ભલું થયું ભાંગી જંજાળ'ની અનુભૂતિ કરવાની છે. મમતા જેવાં માથાભારે અને દુશ્મનની ખોટ સાલવા ન દે એવાં સાથી છૂટાં થયા પછી, હવે કેન્દ્ર સરકાર પાસે બચાવનું કોઈ બહાનું રહેતું નથી. આર્થિક નીતિમાં જરૃરી સુધારાના રસ્તે આગળ વધવાની સાથોસાથ, રેલવે સહિતનાં મંત્રાલયોમાં બાઝી ગયેલાં જાળાં દૂર કરવાની આ ઉત્તમ તક છે.
મમતાની વિદાયથી મોકળા થયેલા મેદાનમાં બાકી રહેલો સમયગાળો સુવાંગ કોંગ્રેસનો છે. તેમાં વડાપ્રધાન અને તેમનું મંત્રીમંડળ ખાસ કશું ઉકાળશે નહીં તો એ સંપૂર્ણપણે તેમની જવાબદારી બની રહેશે અને બચેલા સમયમાં જો તે થોડીઘણી પણ નક્કર કામગીરી કરી શકશે, તો તે દેશ સામે મોં સંતાડવાને બદલે મોં બતાવવાની સ્થિતિમાં રહેશે.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

વીજળીની મદદથી માનવ-અંગો ફરી વિકસાવવાનું સંશોધન

નહાવાની સાથે કપડાં ધોવાની સુવિધા આપતો અનોખો ફુવારો!
યુકેમાં યુવાની લાંબો સમય ટકશે કેમ કે આધેડ વય ૫૫થી ચાલુ થાય છે !

સોશિયલ મિડિયા વ્યક્તિને આત્મશ્લાઘી બનાવતી હોવાનો મનોવૈજ્ઞાાનિકોનો મત

ચીનમાં અમેરિકી રાજદુતની કાર પર દેખાવકારોએ હુમલો કર્યો

ઓસ્ટે્રલિયાએ આયર્લેન્ડ સામે ૭ વિકેટથી આસાન વિજય મેળવ્યો

ભારતની બેડમિંટન સ્ટાર સાયનાએ રૃપિયા ૪૦ કરોડનો કોન્ટ્રાક્ટ કર્યો
આજે સાઉથ આફ્રિકા સામે ઝિમ્બાબ્વેે હારશે તો બહાર
પરિવર્તન પાર્ટી સત્તામાં આવશે તો ગામડાંમાં મફત વીજળી આપશે
સયાજીગંજમાં છ વર્ષની માસુમ બાળકી પર બળાત્કાર ગુજારી હત્યા

ચાંદીના સિક્કા ખરીદવા આવ્યા અને ચોરી ગયા રૃા.૨.૪૯ લાખનું સોનું

સૌથી લાંબો દરીયાકાંઠો ધરાવતુ દાઠા પોલીસ મથક માત્ર ૧૦ જવાનોથી ચાલે છે
નડિયાદમાં ખાનગી હોસ્પિટલમાં ઓચિંતો બ્લાસ્ટ થતા નાસભાગ
સાઉથિ-નિકોલની બીમારીથી ન્યુઝીલેન્ડની ચિંતા વધી
માફી તો માંગી લીધી હવે બોર્ડને મનાવવા બીજુ શું કરુ? ઃ પીટરસન
 
 

Gujarat Samachar Plus

રિક્ષાચાલકની મેક્સિકોમાં હોમલેસ વર્લ્ડકપ માટે પસંદગી
પીઠને ઉઘાડી બતાવતો 'સ્કૂપ બેક ડ્રેસ'
દેશી કાપડને મળ્યો છે વિદેશી ટચ
વજન ઉતારવા અને સેક્સલાઇફ સુધારવામાં મદદરૃપ 'ધ બેડરૃમ વર્કઆઉટ'
આકર્ષક યુવતી જોતા જ કલ્પનાના ઘોડા દોડાવતા પુરુષ
ટ્રાફિકની જાણકારી હવે મોબાઇલમાં
 

Gujarat Samachar glamour

પ્રિયંકા હવે રેખા માટે ગીત ગાવાની ઇચ્છા ધરાવે છે
સૈફ મેરેજ શૂટ સિવડાવવા લંડન જશે
કેટરીનાને મનગમતું ઘર મળી ગયું
મિલા જોવોવિક નાનપણમાં ક્રેડિટ-કાર્ડ ચોરી મોજ-મસ્તી કરતી
પૂનમ ટ્વિટર ઉપર જોવા નહીં મળે
રેસીપી વહેંચી અનુરાગ ફિલ્મનો પ્રચાર કરશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved