Last Update : 20-September-2012,Thursday

 

આજના બંધની અસરો પર સૌની નજર
વડાપ્રધાનનું મિચ્છામિ દુકકડં મમતાની કરૃણા પામી શકે છે...

 

- એફડીઆઈમાં રોકાણ રાતોરાત થવાનું નથી ઃ સરકાર સામે અનેક વિધ્નો...

 

આજે દેશભરમાં અને વિશ્વમાં જ્યાં ગુજરાતીઓ વસતા હશે ત્યાં વિધ્નહર્તા ભગવાન ગણેશનું સ્થાપન થયું હશે પરંતુ યુપીએ કેન્દ્ર સરકાર સામે તો વિધ્નોનો કોઈ અંત દેખાતો નથી. વડાપ્રધાન મનમોહનસિંહ સામે વિધ્નો ઊભા કરતા પરિબળો વધતા જાય છે. જોડાણવાળી સરાકરમાં બધાને સાથે લઈને ચાલવાની વાત પર યુપીએ સરકાર સંમત નથી એમ દેખાઈ આવે છે.
મંગળવારે સાંજે તૃણમુલ કોંગ્રેસના મમતા બેનરજીએ સરકાર સાથેનો છેડો ફાડીને સરકારની મુશ્કેલીમાં વધારો કર્યો છે. આર્થિક પરિવર્તનનો ડંડો પછાડીને સરકારે ઘણાંને નારાજ કર્યા છે.
જે સરકાર ઉંદર મારતા ડરતી હતી તે અચાનક જ સિંહનો શિકાર કરવા નિકળી હોય એવો ઘાટ સર્જયો છે. ક્યાં તો સરકાર પર વિદેશી કંપનીઓનું પ્રેશર છે અથવા તો તે નબળી સરકાર તરીકે ચીપકેલા લેબલથી થાકી ગઈ છે.
સાથી પક્ષો શરૃઆતથી જ મનમોહનસિંહને ગણતા નહોતા. તેમની સમસ્યાઓનું સમાધાન સોનિયા ગાંધી પાસે હતું. આ સ્થિતિ સરકારને ભારે પડી રહી છે કેમ કે આજે પણ મમતા સોનિયા ગાંધીને મળવા તત્પર છે અને મનમોહન સિંહના ફોનનો જવાબ પણ નથી આપતા.
બુધવારનો આખો દિવસ મમતા સાથેના સમાધાનની વાતોમાં ગયો હતો. બંન્ને પક્ષ દેખીતા મક્કમ હતા પરંતુ અંદર ખાને બંને સ્વિકારે છે કે આપણને એકબીજા વીના ચાલવાનું નથી.
જોડાણવાળી સરકારની સ્થિતિ તો જુઓ બિચારી ઉભડક જીવે છે. કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ-વનમાં ડાબેરી પક્ષો આડા ફાટયા હતા અને ત્યારે એક-એક મતની ગણત્રી કરવા કોંગ્રેસે યાદવ બંધુઓ સમક્ષ નાણા કોથળી ખુલ્લી મુકી દીધી હતી તે દિવસો લોકશાહીની કાળી ટીલી સમાન હતા જ્યારે સંસદમાં નોટોના બંડલના થોકડા બતાવાયા હતા જે સાંસદોને ખરીદવાના પૈસા હતા !! ડિઝલના ભાવ વધારાથી પ્રજા પર પડનારા બોજનો વિચાર કરવાના બદલે સરકાર એફડીઆઈનો મુદ્દો છંછેડે ત્યારે આશ્ચર્ય થાય છે. વધતી મોંઘવારીના કારણે પ્રજા વિદેશી મોલમાં ખરીદી કરવા કેવી રીતે જશે ?! દેશનો ૧૦ ટકા વર્ગ વિદેશનો માલ ગમે ત્યાંથી મેળવી લે છે, દેશનો ૨૦ ટકા વર્ગ દેખાદેખી વિદેશી કંપનીઓના મોલમાં જવાનો છે.
જ્યારે દેશના ૭૦ ટકા વર્ગ વિદેશી મોલની ઝકમઝોળ બહારથી જોઈને જ ધરાઈ જવાનો છે અને નજીક ઉભેલી લારીવાળા સાથે ભાવની રક-ઝક કરીને વસ્તુ ખરીદવાના છે. મમતાનો પક્ષ છેડો ફાડી નાખવાનો છે એ એપિસોડ દેશના રાજકારણમાં ગરમાટો લાવનાર બની ગયો હતો.
એફડીઆઈથી દેશને થનારા લાભ કે નુકશાનની વાતોના સ્થાને મમતા બેનરજીનું અક્કડ વલણ આવી ગયું હતું.
એક સમય હતો કે જ્યારે મમતા બેનરજી અર્થાત્ દીદીને કોઈ મુદ્દે વાંકુ પડતું તો દાદા પ્રણવ મુખરજી તેમને સમજાવી આવતા હતા. પરંતુ હવે દાદા સુપ્રીમ પોસ્ટ પર બેઠા છે તેમની ઈચ્છા હોય તો પણ તે આ મનાવવા-સમજાવવાની વાતમાં પડી શકે તેમ નથી. હાલમાં મમતાની સાથે સીધી મંત્રણા કરવા લાયક કોઈ નેતા કોંગ્રેસ પાસે નથી. આવા મધ્યસ્થીના અભાવે ડખા વધુ સખત બની ગયા છે.
મમતા બેનરજીના કિસ્સામાં યુપીએ સરકાર સમાધાન ઈચ્છે છે, સરકાર કુણી પણ પડી છે પરંતુ હવે નાણા પ્રધાન ચિદમ્બરમનો ઈગો આડે આવે છે.
ગઈકાલે એક ગૃહિણી કેવડાત્રીજની પૂજાનો સામાન ખરીદવા નીકળી હતી. આ પૂજન સામગ્રી સાથે આવતી સ્પેશ્યલ છાવબડીનું આકર્ષણ હોય છે. તેમાં કેવડો અને આકડાનું કાંટાવાળું ફૂલ મુકાય છે. આ ગૃહિણીનો પ્રશ્ન હતો કે શું વોલમાર્ટ જેવા સ્ટોર્સ આવી પરંપરાગત ઉજવાતી કેવડાત્રીજની છાબડી વેચશે ?!
છૂટક લાવનારા અને પગારના દિવસે ખરીદી કરનારાઓ આમ આદમી છે. આવા આમ આદમીના પગલે સરકાર ચૂંટાઈ છે. મમતા બેનરજી આમ આદમીની નસ પારખે છે. દેશના એકમાત્ર પ્રધાન સાદા-સરળ છે અને સ્લીપર પહેરીને ફરે છે.
એફડીઆઈ અંગેના તેમના વિરોધને સરકારે નજર અંદાજ કરવા જેવો નથી. ફરીવાર કોંગ્રેસ આવી સ્થિતિનું નિર્માણ કરી રહી છે. એફડીઆઈના મુદ્દે હકીકત એ છે કે આજેને આજે રોકાણ નથી આવી જવાનું રોકાણ કરતી કંપનીઓ ઘણી શરતો મુકશે. જ્યારે અડધા-અડધ ભારતને તે કવર ના કરી શકે તો તે બિઝનેસ માટે નાણા શા માટે રોકે ?!
મમતા બેનરજીને ગુમાવીને મનમોહનસિંહની સરકાર પોતાના પત્ર પર કુહાડો મારી રહી છે. મમતા બેનરજીના પ્રધાનો હજુ એક દિવસ પછી રાજીનામું આપવાના છે. મમતાએ એકલા હાથે ૩૪ વર્ષનું ડાબેરી શાસન ઉથલાવ્યું હતું. તેમની પાસે કોઈ ચોક્કસ વ્યૂહરચના હશે જ !! આ બે દિવસમાં મનમોહનસિંહ મમતાને મિચ્છામી દુકકડં કહીને ઉકળતો મામલો શાંત પાડવાની જરૃર છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

વીજળીની મદદથી માનવ-અંગો ફરી વિકસાવવાનું સંશોધન

નહાવાની સાથે કપડાં ધોવાની સુવિધા આપતો અનોખો ફુવારો!
યુકેમાં યુવાની લાંબો સમય ટકશે કેમ કે આધેડ વય ૫૫થી ચાલુ થાય છે !

સોશિયલ મિડિયા વ્યક્તિને આત્મશ્લાઘી બનાવતી હોવાનો મનોવૈજ્ઞાાનિકોનો મત

ચીનમાં અમેરિકી રાજદુતની કાર પર દેખાવકારોએ હુમલો કર્યો

ઓસ્ટે્રલિયાએ આયર્લેન્ડ સામે ૭ વિકેટથી આસાન વિજય મેળવ્યો

ભારતની બેડમિંટન સ્ટાર સાયનાએ રૃપિયા ૪૦ કરોડનો કોન્ટ્રાક્ટ કર્યો
આજે સાઉથ આફ્રિકા સામે ઝિમ્બાબ્વેે હારશે તો બહાર
પરિવર્તન પાર્ટી સત્તામાં આવશે તો ગામડાંમાં મફત વીજળી આપશે
સયાજીગંજમાં છ વર્ષની માસુમ બાળકી પર બળાત્કાર ગુજારી હત્યા

ચાંદીના સિક્કા ખરીદવા આવ્યા અને ચોરી ગયા રૃા.૨.૪૯ લાખનું સોનું

સૌથી લાંબો દરીયાકાંઠો ધરાવતુ દાઠા પોલીસ મથક માત્ર ૧૦ જવાનોથી ચાલે છે
નડિયાદમાં ખાનગી હોસ્પિટલમાં ઓચિંતો બ્લાસ્ટ થતા નાસભાગ
સાઉથિ-નિકોલની બીમારીથી ન્યુઝીલેન્ડની ચિંતા વધી
માફી તો માંગી લીધી હવે બોર્ડને મનાવવા બીજુ શું કરુ? ઃ પીટરસન
 

 

 

Gujarat Samachar Plus

રિક્ષાચાલકની મેક્સિકોમાં હોમલેસ વર્લ્ડકપ માટે પસંદગી
પીઠને ઉઘાડી બતાવતો 'સ્કૂપ બેક ડ્રેસ'
દેશી કાપડને મળ્યો છે વિદેશી ટચ
વજન ઉતારવા અને સેક્સલાઇફ સુધારવામાં મદદરૃપ 'ધ બેડરૃમ વર્કઆઉટ'
આકર્ષક યુવતી જોતા જ કલ્પનાના ઘોડા દોડાવતા પુરુષ
ટ્રાફિકની જાણકારી હવે મોબાઇલમાં
 

Gujarat Samachar glamour

પ્રિયંકા હવે રેખા માટે ગીત ગાવાની ઇચ્છા ધરાવે છે
સૈફ મેરેજ શૂટ સિવડાવવા લંડન જશે
કેટરીનાને મનગમતું ઘર મળી ગયું
મિલા જોવોવિક નાનપણમાં ક્રેડિટ-કાર્ડ ચોરી મોજ-મસ્તી કરતી
પૂનમ ટ્વિટર ઉપર જોવા નહીં મળે
રેસીપી વહેંચી અનુરાગ ફિલ્મનો પ્રચાર કરશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved