Last Update : 20-September-2012,Thursday

 

'બાત કફ્રકી કી હૈ હમને' જેવી કવિતાઓના સર્જક અમૃતા પ્રીતમના દીકરાની ચોંકાવનારી જિંદગી
નવરોઝ ક્વાત્રાની હત્યામાં અશ્લીલતાનો વરવો રંગ

અંગ પ્રદર્શનનો વિરોધ અને અશ્લીલતાની લાલસા એ બંને પરિમાણો ભારતીય સમાજમાં સમાંતરે ચાલી રહ્યાં છે. જ્યાં સુધી આ દંભ છે ત્યાં સુધી પૂનમ, રાખી, મલ્લિકા હોવાના અને એ દરેકની પાછળ ક્યાંક નવરોઝ ક્વાત્રાના કેમેરા પણ હોવાના જ.

 

 

૬૫ વર્ષની ઉંમર, પોણા ભાગના માથેથી ગાયબ થઈ ગયેલા વાળની અવેજીમાં ચમકતું ટાલિયું માથું, ઉંમરસહજ કરચલીઓથી ઓપતો ગોરો, ગરવો ચહેરો, એકાકી જિંદગી, ફિલ્મ ફોટોગ્રાફર તરીકેની કારકિર્દી અને પારસીશાઈ રમૂજી સ્વભાવ. કોઈપણ વ્યક્તિત્વના આટલાં પાસાઓ જ તેને સામાજિક ઈજ્જત બક્ષવા માટે પૂરતાં ગણાય. એમાં પણ જ્યારે એ જૈફ વ્યક્તિ વિખ્યાત પંજાબી કવિયત્રિ અમૃતા પ્રિતમનો પુત્ર હોય ત્યારે તો સ્વાભાવિક રીતે જ તેમને કંઈક અંશે સેલિબ્રિટી સ્ટેટસ મળી જાય.
નવરોઝ ક્વાત્રા એમનું નામ. મુંબઈ ખાતે બોરિવલી સ્થિત એલઆઈસી કોલોનીમાં ભોંયતળિયે રહેતા નવરોઝ તેમના બિલ્ડિંગ ઉપરાંત આસપાસના દુકાનદારોમાં પણ જાણીતા હતા. શ્રદ્ધાંજલિની જાહેરાતમાં વપરાતા શબ્દોની માફક નવરોઝ ખરેખર મિલનસાર અને હસમુખો સ્વભાવ ધરાવતા હતા. કોલોનીના મોટાભાગના રહેવાસીઓ તેમને ફિલ્મ અને ફેશન ઈન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા જૈફ ફોટોગ્રાફી તરીકે ઓળખતા હતા જ્યારે કેટલાંક લોકો તેમને પંજાબી, હિન્દીના વિખ્યાત કવિયિત્રી, લેખિકા અમૃતા પ્રિતમના પુત્ર તરીકે પણ આદર આપતાં હતાં.
ગત ૧૪ સપ્ટેમ્બરે ભરબપોરે તેમના ઘરમાં ઘૂસેલા બે અજાણ્યા લોકોએ એકાકી જીવન ગાળતા નવરોઝ ક્વાત્રાની હત્યા કરી એ પછી પોલીસ તપાસમાં બહાર આવી રહેલાં સત્યોનો અછડતો ઉજાસ નવરોઝના અને છેવટે સમાજના ગરવા દેખાતા ચહેરા પર કલંકની ઝાંખપ છાંટી રહ્યો છે. દોઢ દાયકાથી પત્નીથી અલગ રહેતા નવરોઝના અહીં ભોંયતળિયે બે ફ્લેટ હતા, જેમાં એક ફ્લેટમાં સ્ટુડિયો હતો અને બીજા ફ્લેટમાં તેમનું નિવાસસ્થાન હતું. પોલીસની તલાશીમાં અહીંથી ઢગલાબંધ અશ્વીલ સીડી, ડીવીડી, કોન્ડોમના સંખ્યાબંધ પેકેટ્સ, મેડીકલ સ્ટોરમાં હોવો જોઈએ તેટલો કામોત્તેજક દવાઓનો જથ્થો અને જાતિય ચેષ્ટાઓને વિકૃત રીતે વધુ ઉત્તેજક બનાવવામાં વપરાતા સેક્સ ટોય્ઝ પણ મળી આવ્યા છે.
ફેશન અને મોડેલિંગ કો-ઓર્ડિનેટર તરીકેની વ્યવસાયી ઓળખ ધરાવતા નવરોઝના ઘરમાંથી મળી આવેલી કેટલીક સીડીમાં બી અને સી ગ્રેડની ફિલ્મોની અભિનેત્રીઓના અશ્લીલ કહેવાય તેવા વીડિયો પણ મળ્યા છે. હાલ ભોજપુરી ફિલ્મોમાં સ્થાન જમાવી ચૂકેલી એક જાણીતી અભિનેત્રીના તો તદ્દન નગ્નાવસ્થામાં પણ કેટલાંક વીડિયો હોવાનું કહેવાય છે. નવરોઝ ફોટોગ્રાફી કે મોડેલિંગ ઈન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા હોય તો પણ તેમનાં ઘરમાંથી મળી આવેલી આ અશ્લીલ સામગ્રીઓ જોતાં જૈફવયના આ 'કાકા' પોતે પૂરતા કરામતી હોવાનું ફલિત થાય છે.
આ સિવાય, તેમના ઘરના બેડરૃમ અને બાથરૃમમાં અલગ અલગ કુલ છ જગ્યાએ છૂપા કેમેરા પણ લગાવાયા હોવાનું પોલીસ તપાસમાં ફલિત થયું છે અને કેટલાંક વીડિયોનું શૂટિંગ તો તેમાં દેખાતી છોકરીઓની જાણ બહાર થયું હોવાનું પણ પોલીસ ઈન્વેસ્ટિગેશનમાં બહાર આવ્યું છે. એ જોતાં પોલીસ હાલના તબક્કે એવા તારણ પર પહોંચી છે કે દેખાવમાં સીધા-સાદા લાગતા નવરોઝ ક્વાત્રા પહોંચેલી માયા હોવા જોઈએ તેમજ અશ્લીલ તસવીરો જાહેર કરવાની ધમકી વડે બ્લેકમેઈલિંગમાં કે પછી પોર્નોગ્રાફીના મસમોટા રેકેટમાં પણ સંડોવાયા હોવા જોઈએ, જે આખરે તેમની હત્યામાં પરિણમ્યું હોય.
નવરોઝ ક્વાત્રાની હત્યાનું સત્ય તો જ્યારે બહાર આવે ત્યારે પરંતુ આ સમગ્ર ઘટના સમાજના બદલાઈ રહેલા ચહેરાની ઓળખ આપે છે. એક તરફ ભારતીય સમાજ અશ્લીલતાનો તીવ્ર વિરોધ કરે છે જ્યારે બીજી તરફ પોર્નોગ્રાફીનું બેકગ્રાઉન્ડ ધરાવતી સની લિયોન હિન્દી ફિલ્મની હિરોઈન પણ બને છે. સની લિયોનની ફિલ્મ પ્રદર્શિત થવાની હતી ત્યારે તેની બિભત્સ તસવીરો અને ચટપટા સમાચારોનો રાફડો ફાટયો હતો અને એ દરેક સમાચાર પ્રિન્ટ મીડિયાથી માંડીને ઈ-મીડિયા અને સોશિયલ મીડિયામાં હોટ નીવડયા હતા. સની લિયોન વિશે તો એવું પણ કહેવાયું કે તે ભારતીય મૂળની છે પરંતુ મૂળ ભારતની નથી માટે આવું બોલ્ડ અને બિન્ધાસ્ત વર્તન કરી શકે. પરંતુ આ દલીલની સામે પ્યોર દેશી પૂનમ પાંડે અને શર્લિન ચોપ્રાને મૂકીએ તો એ દલીલ પણ ટકી શકે તેમ નથી.
અંગ પ્રદર્શનનો વિરોધ અને અશ્લિલતાની લાલસા એ બંને પરિમાણો ભારતીય સમાજમાં સમાંતરે અને બહુ જ દંભી ચહેરે ચાલી રહ્યા છે. એંશીના દાયકાની સેક્સ બોમ્બ સિલ્ક સ્મિતા કે બિન્દુને આદર્શ નારીની છબીમાં ફીટ કરી દે એવી માનૂનીઓ મેદાનમાં આવી ગઈ છે. એક મલ્લિકા શેરાવત હતી, જે અંગ પ્રદર્શન કર્યા પછી એટલું જ બિન્દાસ્ત બોલતી પણ હતી. એક રાખી સાવંત છે, જેને શેનો છોછ છે એ હજુ શોધી શકાયું નથી. હવે પૂનમ પાંડે તેનાંથી ય બે-ચાર પગથિયા ઉપર ચડી રહી છે. એવી જ એક પ્લેબોય ફેઈમ શર્લિન ચોપ્રા છે જે સરાજાહેર એમ કહે છે કે, હા હું પૈસા માટે સેક્સ કરૃં છું અને આ દરેક માનૂનીઓ પોતાના બચાવમાં એકસરખી દલીલ કરે છે, 'જો અમને વાંધો નથી, અમને જોનારાને વાંધો નથી તો તમે કોણ કહેનારા?' અભિવ્યક્તિની આઝાદીની દલીલ એવી ચોટદાર છે કે એ બોલવામાં ક્રાંતિકારી હોવાનો વહેમ જાગી જાય તે સ્વાભાવિક છે. પણ ગમે તેમ વર્તવાની આઝાદી તો કોઈ સમાજમાં ક્યારેય ન હતી. એમ છતાં રાખી સાવંતો, પૂનમોને એ કરવું છે. કારણ કે સમાજને ચોંકાવી દેતાં વર્તનથી સફળતાની ગેરંટી મળી જાય છે. અને સમાજ આવા બિન્દાસ્તપણાથી ચોંકી ઊઠે છે, પણ ભારતીય સમાજનું ચોંકવું 'માળુ, આ તો જોવું પડશે હોં' પ્રકારનું ચોંકવું છે. એ ચોંકવામાં મૂંડી હલાવીને મનમાં ભાવવાનો ભાવ છે. એટલે, જે લાજ મૂકે છે એને સફળતાનું રાજ મળતું પણ રહ્યું છે.
નારીદેહના પ્રદર્શનની વાત આવે ત્યારે મહાન ભારતવર્ષની પરંપરા ટાંકવાની ફેશન છે. ભારતીય નારી લાજશરમ અને ઢાંકપિછોડા હેઠળ સભ્યતાપૂર્વક જ વર્તે અને આ બધું તો અમેરિકાની ગંદકીનું અનુકરણ છે એવું દોષારોપણ નરી આત્મવંચના છે. કારણ કે સ્ત્રીને ઉપભોગનું સાધન માનવાની રસમ હરેક સંસ્કૃતિની માફક આપણે ત્યાં પણ હજારો વર્ષ જૂની છે. સ્ત્રીનું શોષણ કરવાની વૃત્તિ ય એટલી જ આદિમ છે. ઈન્દ્રના દરબારમાં નૃત્ય કરતી અપ્સરાઓ ઈન્દ્રના સ્વાર્થ માટે તપોભંગ કરવા જાય, વિશ્વામિત્ર સાથે સંભોગ કરીને માતા બને. વિશ્વામિત્ર તો હાથ ખંખેરીને તપ કરવા જતા રહે, તપોભંગ થવાથી ઈન્દ્રનું ઈન્દ્રાસન બચી જાય પણ પછી અપ્સરાનું શું થાય એ વાત આપણે પૂરાણોમાં ય ગુપચાવી જઈએ છીએ.
પોર્નોગ્રાફીનો વિરોધ કરવો છે પણ છાના ખૂણે બ્લુ ફિલ્મ માણવી પણ છે. એકાદ નવરોઝ ક્વાત્રા છીંડે ચડી જાય ત્યારે 'હડ..હડ' કે 'હાય..હાય' કહીને તેને વખોડી નાંખવો છે પણ એ જ નવરોઝ ક્વાત્રાએ છાના કેમેરાથી ઉતારેલી ક્લિપ ઈન્ટરનેટ પર બડી લિજ્જતથી જોવી છે. આવા દંભી વલણથી જે ડરે છે એ નવરોઝ ક્વાત્રાની માફક છાના ખૂણે કેમેરા ગોઠવે છે અને પછી બ્લેકમેઈલિંગના ચાળે ચડે છે. જે સમાજના દંભને 'એક, બે ને સાડા ત્રણ' કરી શકે છે તેને આપણે પૂનમ પાંડે, શર્લિન ચોપ્રા કે વીણા મલિક તરીકે જોતાં રહીએ છીએ.
આ દરેક છોકરીઓ સમાજના દંભની સામે પડી છે એટલા માત્રથી એ ક્રાંતિકારી પણ નથી બની જતી. એ દરેક બિન્ધાસ્ત રહે છે કારણ કે તેમની બોલ્ડનેસમાં સફળતાની ગેરંટી છે. જો સફળતાની ગેરંટી ન હોત તો રાખીઓ, પૂનમો, મલ્લિકાઓ આવું કરવા પ્રેરાતી હોત? એ સફળતા શું છે? લોકપ્રિયતા જ ને? લોકોમાં ચર્ચાતું નામ જ કે બીજું કંઈ? અને એ લોકો એટલે આપણે જ બીજા કોઈ? જ્યાં સુધી આ દંભ છે ત્યાં સુધી પૂનમ અને રાખી, મલ્લિકા અને સિલ્ક હોવાના જ અને એ દરેકની પાછળ ક્યાંક નવરોઝ ક્વાત્રાના કેમેરા પણ મંડાયેલા રહેવાના જ.

Share |
 

Gujarat Samachar Plus

રિક્ષાચાલકની મેક્સિકોમાં હોમલેસ વર્લ્ડકપ માટે પસંદગી
પીઠને ઉઘાડી બતાવતો 'સ્કૂપ બેક ડ્રેસ'
દેશી કાપડને મળ્યો છે વિદેશી ટચ
વજન ઉતારવા અને સેક્સલાઇફ સુધારવામાં મદદરૃપ 'ધ બેડરૃમ વર્કઆઉટ'
આકર્ષક યુવતી જોતા જ કલ્પનાના ઘોડા દોડાવતા પુરુષ
ટ્રાફિકની જાણકારી હવે મોબાઇલમાં
 

Gujarat Samachar glamour

પ્રિયંકા હવે રેખા માટે ગીત ગાવાની ઇચ્છા ધરાવે છે
સૈફ મેરેજ શૂટ સિવડાવવા લંડન જશે
કેટરીનાને મનગમતું ઘર મળી ગયું
મિલા જોવોવિક નાનપણમાં ક્રેડિટ-કાર્ડ ચોરી મોજ-મસ્તી કરતી
પૂનમ ટ્વિટર ઉપર જોવા નહીં મળે
રેસીપી વહેંચી અનુરાગ ફિલ્મનો પ્રચાર કરશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved