Last Update : 20-September-2012,Thursday

 
દિલ્હીની વાત
 

તોળાઇ રહીછે પ્રણવની ભૂમિકા
નવીદિલ્હી,તા.૧૯
તૃણમૂલ કોંગ્રેસના ૧૯ સાંસદોએ ટેકો પાછો ખેંચતા કેન્દ્રની યુપીએ સરકાર લઘુમતીમાં મૂકાતાં ભાજપે સંસદનું વિશેષ સત્ર બોલાવવા માટે દબાણ શરૃ કર્યું છે. એનડીએના સાથી પક્ષ શિરોમણી અકાલી દળે પણ વિશ્વાસના મતની માંગણી કરી છે. સમાજવાદી પક્ષ થોભો અને રાહ જુઓની રમત રમી રહ્યો છે. જયારે ડીએમકે એના વિકલ્પો ખુલ્લા રાખી રહ્યો છે ત્યારે સરકારનું ભાવિ અધ્ધરતાલ છે. બંધારણીય નિષ્ણાતોના મતાનુસાર વિશેષ સત્ર બોલાવતા અગાઉ ઘણું બધું કરવાનું બાકી છે. એમના મતે, તૃણમૂલ કોંગ્રેસે ખરેખર ટેકો પાછો ખેંચી લીધા પછી એના અધ્યક્ષ મમતાએ રાષ્ટ્રપતિને લખવું જ પડે. એકવાર તૃણમૂલ કોંગ્રેસ બહાર નીકળી જાય યુપીએ રાષ્ટ્રપતિને પોતે હજી બહુમતી ધરાવે છે એવું દર્શાવતા પત્રો રાષ્ટ્રપતિને આપશે. સરકારને સામાન્યતઃ એની બહુમતી પૂરવાર કરવા માટે સમય આપવામાં આવે છે. બહુમતી વિષેના સરકારના દાવા વિષે રાષ્ટ્રપતિ સંમત ના હોય તો જ સંસદની બેઠક યોજી શકાય.
મૂર્છિત કોંગ્રેસ માટે હવે શું?
કોંગ્રેસ સાથેનું ત્રણ વર્ષથી વધુ જુનું સંવનન પડતું મુકવા માટેની મમતા બેનરજીના પગલા પછી યુપીએને ટેકો પાછો ખેંચવાના મુદ્દે તૃણમુલ કોંગ્રેસનાં મતભેદો હોવાના અહેવાલથી કોંગ્રેસી નેતાઓ આશ્વસ્ત હતા. મમતાના ૭૨ કલાકના આખરીનામા દરમિયાન કોંગ્રેસે એમના સંપર્કનો પ્રયત્ન ના કર્યો એનું એક કારણ આ જ છે. કોંગીજનોને આશા હતી કે મમતા બહુ-બહુ તો પોતાના પ્રધાનોને કેન્દ્રીય મંત્રીમંડળમાંથી પાછા બોલાવી લેશે પરંતુ હવે એવું મનાઇ રહ્યું છે કે મમતા પોતાની વિશ્વસનીયતાને અસર પહોંચે એમ લાગવાથી એમણે આખરી પગલું ભર્યું.
કોંગ્રેસે આશા ગુમાવી નથી
કોંગ્રેસનું કોર જુથ વિકલ્પો અને આંકડાની રમત વિષે ચર્ચા માટે આજે બે કલાક માટે મળ્યું હતું. પોતાના પ્રધાનો શુક્રવારે રાજીનામું ધરશે એમ જણાવીને મમતાએ ત્રણ દિવસની બારી ખુલ્લી રાખી હોવાથી કોંગ્રેસે બધી આશા ગુમાવી નથી. મમતાને નરમ પાડવા પક્ષ એમના સંપર્કનો ફરી એકવાર પ્રયત્ન કરે એવા પૂરતા સંકેતો છે. કોંગ્રેસના મહામંત્રી જનાર્દન દ્વિવેદીએ કહ્યું કે મમતાને સમજાવવાની તકો છે. કોંગ્રેસને આશા છે કે મમતાના હરીફ એવા ડાબેરીઓ યુપીએ તરફ કુણા પડશે.
મધ્યવર્તી ચૂંટણીના ઘેરાતા વાદળો
જો કોંગ્રેસ મમતાનો નિર્ણય બદલાવવામાં સફળ ના થાય તો એણે ટકી રહેવા માટે સમાજવાદી પક્ષ અથવા બહુજન સમાજ પક્ષ પર આધાર રાખવો પડશે એ સ્પષ્ટ છે, પરંતુ લોહી સૂંઘી રહેલા આ બે પક્ષો પોતાની સરકારને ક્યાં સુધી ટેકો ચાલુ રાખશે એ વિષે કોંગ્રેસીઓને ખાતરી નથી. આથી મધ્યવર્તી ચૂંટણીની શક્યતાઓ નકારી શકાતી નથી. કોંગ્રેસ ચૂંટણી અગાઉ પોતાની છબી સુધારવા માગતી હોવાથી કોંગ્રેસ વહેલી ચૂંટણીની તરફેણમાં છે, પરંતુ સમાજવાદી પક્ષના નેતાઓનો નિર્દેશ છે કે તેઓ વહેલી ચૂંટણી ઇચ્છે છે. એનાથી વિશેષ એ કે એમને ડર છે કે સમાજવાદી પક્ષ આર્થિક સુધારાઓના માર્ગમાં અવરોધો નાખશે એવો જ ભય. બહુજન સમાજ પક્ષ તરફથી પણ અપેક્ષિત છે. ભાજપ એના પક્ષે ચૂંટણી માટે તૈયાર નથી, પરંતુ એ તક ઝડપશે અને ઇ.સ. ૨૦૧૪ સુધી રાહ જોશે.
મમતા કયો માર્ગ લેશે?
બધી આંખો પોતાના નિર્ણય પર મમતા ક્યાં સુધી અડગ રહે છે. એના પર છે. એમના પક્ષીય સ્ત્રોતોના મતાનુસાર તેઓ કોઇ પક્ષ સાથે જોડાણ કરે નહી અને ઇ.સ. ૨૦૧૪ની લોકસભા ચૂંટણી એકલે હાથે લડશે. હાલના તબક્કે એમની ચીંતા બંગાળમાં આવી રહેલી પંચાયતી ચૂંટણી અંગે છે. પંચાયતી ચૂંટણીમાં એમનો કરિશ્મા ચાલે છે કે નહી એ જોવાનું રહે છે. રાજયના કોંગી નેતાઓ એમના પર પહેલેથી ચિઢાયેલા છે. તેઓ કહે છે કે મમતાને માત્ર કેક ખાવી છે. અને કડવી ગોળીનો હિસ્સો રાખવો નથી.
ડાબેરીઓએ મારેલી પલટી યાદ આવી
કેન્દ્ર સરકારને ટેકો પાછો ખેંચવાના મમતાના પગલાંએ ઇ.સ.૨૦૦૮માં યુપીએ-૧ના શાસન દરમિયાન ડાબેરી પક્ષોએ ટેકો પાછો ખેંચ્યો હતો. એની યાદ તાજી થઇ ગઇ. તૃણમૃલ કોંગ્રેસે અને ડાબેરી પક્ષોએ બંનેએ કજ મુદ્દે ટેકો પાછો ખેંચ્યોછે. ડાબેરીઓએ અણુ કરાર અંગે જ્યારે તૃણમૂલ કોંગ્રેસે એફડીઆઇના મુદ્દે ૬૧ સાંસદો ધરાવતા ડાબેરી પક્ષો યુપીએ-૧ માટે એ વખતે એક મહત્વનો ભાગીદાર હતા. એ વખતે ૩૯ સાંસદો વાળા સમાજવાદી પક્ષે યુપીએ-૧ સરકારને ટેકો આપ્યો હતો. અને સરકાર ૨૭૫ મત મેળવીને વિશ્વાસનો મત જીતી ગઇ હતી. યુપીએ સરકાર ફરી વાર સમાજવાદી પક્ષ પર આધારિત થઇ રહી છે. ત્યારે અગાઉની ઘટનાની પુનરાવર્તન થઇ રહ્યું છે.
- ઇન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

રિક્ષાચાલકની મેક્સિકોમાં હોમલેસ વર્લ્ડકપ માટે પસંદગી
પીઠને ઉઘાડી બતાવતો 'સ્કૂપ બેક ડ્રેસ'
દેશી કાપડને મળ્યો છે વિદેશી ટચ
વજન ઉતારવા અને સેક્સલાઇફ સુધારવામાં મદદરૃપ 'ધ બેડરૃમ વર્કઆઉટ'
આકર્ષક યુવતી જોતા જ કલ્પનાના ઘોડા દોડાવતા પુરુષ
ટ્રાફિકની જાણકારી હવે મોબાઇલમાં
 

Gujarat Samachar glamour

પ્રિયંકા હવે રેખા માટે ગીત ગાવાની ઇચ્છા ધરાવે છે
સૈફ મેરેજ શૂટ સિવડાવવા લંડન જશે
કેટરીનાને મનગમતું ઘર મળી ગયું
મિલા જોવોવિક નાનપણમાં ક્રેડિટ-કાર્ડ ચોરી મોજ-મસ્તી કરતી
પૂનમ ટ્વિટર ઉપર જોવા નહીં મળે
રેસીપી વહેંચી અનુરાગ ફિલ્મનો પ્રચાર કરશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved