Last Update : 20-September-2012,Thursday

 

સાઉથ આફ્રિકા જીતે તો તેનું અને શ્રીલંકાનું સુપરએઇટમાં સ્થાન નિશ્ચિત
આજે સાઉથ આફ્રિકા સામે ઝિમ્બાબ્વેે હારશે તો બહાર

રાત્રે ૭.૩૦થી મેચનો પ્રારંભ થશે

હેમ્બાન્ટોટા,તા.૧૯
ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપમાં આવતીકાલે રમાનારી સાઉથ આફ્રિકા સામેની મેચ ઝિમ્બાબ્વે માટે કરો યા મરો સમાન બની રહેશે. ઝિમ્બાબ્વેનો પ્રથમ મેચમાં શ્રીલંકા સામે નાલેશીભર્યો પરાજય થયો હતો અને હવે જો તેઓ સતત બીજી મેચ હારશે તો ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાશે. સાઉથ આફ્રિકાની જીત તેમનું અને શ્રીલંકાનું સ્થાન સુપર એઇટમાં નિશ્ચિત કરશે. ભારતીય સમય પ્રમાણે સાંજે ૭.૩૦થી ટ્વેન્ટી-૨૦ મેચનો પ્રારંભ થશે.
આઇસીસીના મેગા સ્ટેજ પર નિર્ણાયક તબક્કે ફ્લોપ શો માટે જાણીતું સાઉથ આફ્રિકા આ વખતે તેના 'ચોકર્સ'ના ટેગને દૂર કરવાના ઇરાદા સાથે ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપમાં રમવા ઉતરશે. ડિ'વિલિયર્સની કેપ્ટન્સી હેઠળની સાઉથ આફ્રિકાની ટીમ પાસે ચેમ્પિયન બનવા માટેની પ્રતિભા છે. ઓલરાઉન્ડર્સથી માંડીને બેટિગ અને બોલિંગમાં નિર્ણાયક તબક્કે વિજયી દેખાવ કરી શકે તેવા ખેલાડીઓ સાઉથ આફ્રિકા પાસે છે. તેની સામે બ્રેન્ડન ટેલરની આગેવાની હેઠળની ઝિમ્બાબ્વેની ટીમ સાવ નબળી લાગી રહીછે. પ્રતિભા અને અનુભવની રીતે સાઉથ આફ્રિકા જ આવતીકાલે જીતવા માટે ફેવરીટ છે.
જો કે ટ્વેન્ટી-૨૦નું ફોર્મેટ મેજર અપેસટ સર્જવા માટે જાણીતું છે. ક્રિકેટના આ સુપરફાસ્ટ ફોર્મેટમાં કોઇ પણ દિગ્ગજ ટીમને આંચકાજનક પરાજય સહન કરવો પડે તે ઘટના સ્વાભાવિક કહી શકાય તેવી છે.
ખાસ કરીને પ્રથમ મેચમાં જે પ્રકારે ન્યુઝીેલેન્ડનો પરાજય થયો હતો, તે જોતા તેઓ ફરી બેઠા થઇને સાઉથ આફ્રિકા જેવી ટીમને હરાવે તે શક્ય લાગતું નથી. જો કે ક્રિકેટ એ અનિશ્ચિતતાઓની રમત છે. શ્રીલંકા સામેની હાર બાદ પણ ઝિમ્બાબ્વેના કેપ્ટન ટેલરે અસાધારણ ઉત્સાહ બતાવતા કહ્યું હતુ કે, ઘણી વખત આવું થઇ જતું હોય છે. બધી ટીમોનો ક્યારેક ને ક્યારેક તો આવો શરમજનક ધબડકો થાય છે. શ્રીલંકા સામેની મેચના સ્કોરબોર્ડમાં જોવા મળી તેના કરતાં અમારી ટીમ ઘણી મજબુત છે. અમે આગામી મેચમાં વધુ સારી ટીમ તરીકે બહાર આવીશું.
દરેક ટીમોમાં એક એવી વિશિષ્ટ પ્રતિભા છે, જેના સહારે તેઓ ચમત્કારિક દેખાવ કરીને આગેકૂચ કરવાનો આત્મવિશ્વાસ ધરાવે છે. જો કે ઝિમ્બાબ્વેની ટીમમાં આવા ખેલાડીનો અભાવ છે. જેના કારણે તેઓ મેજર અપસેટ સર્જતાં અંતિમ આઠમાં પ્રવેશે તેની શક્યતા નહીંવત છે. બીજી તરફ સાઉથ આફ્રિકાની ટીમ આ વખતે તો વર્લ્ડ કપ જીતવા માટે કટિબદ્ધ છે.
સાઉથ આફ્રિકાના બેટ્સમેનડયુમિનીએ કહ્યું કે, મને લાગે છે કે જો અમે સારા કોર્ડિનેશન સાથે રમીએ તો ચોક્કસપણે વિજયી દેખાવ કરીને નોંધપાત્ર દેખાવ કરશું. અગાઉની ટુર્નામેન્ટમાં અમે ખાસ પ્રભાવ પાડી શક્યા નથી પણ મને લાગે છે કે આ વખતે અમે નવો ઇતિહાસ રચી શકીએ તેમ છીએ. સાઉથ આફ્રિકાએ ન્યુઝીલેન્ડ સામેની પ્રેક્ટિસ મેચમાં પ્રભુત્વ સાથેનો વિજય મેળવ્યો હતો અને આવતીકાલની મેચ પણ તેમના માટે પ્રેક્ટિસ મેચ સમાન બની રહેશે તેમ મનાય છે.
સાઉથ આફ્રિકા ઃ ડી'વિલિયર્સ(કેપ્ટન), અમલા, બેહાર્ડીન, બોથા, ડયુમિની, ડયુ પ્લેસીસ, કાલીસ, લેવી, એલ્બી મોર્કેલ, મોર્ની મોર્કેલ, ઓન્ટોગ, પારનેલ, પીટરસન, સ્ટેન, સોત્સોબે.
ઝિમ્બાબ્વે ઃ બ્રેન્ડન ટેલર (કેપ્ટન), સિબાન્દા, મસાકાડ્ઝા, મત્સીકેન્યેરી, વોલેર, ચિગુમ્બુરા, ઇરવિન, ક્રેમેર, પ્રાઇસ, જાર્વિસ, પોફુ, મુઝાન્ગે, વિટોરી, ઉત્સેયા, મુટીઝ્વા.

 

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

વીજળીની મદદથી માનવ-અંગો ફરી વિકસાવવાનું સંશોધન

નહાવાની સાથે કપડાં ધોવાની સુવિધા આપતો અનોખો ફુવારો!
યુકેમાં યુવાની લાંબો સમય ટકશે કેમ કે આધેડ વય ૫૫થી ચાલુ થાય છે !

સોશિયલ મિડિયા વ્યક્તિને આત્મશ્લાઘી બનાવતી હોવાનો મનોવૈજ્ઞાાનિકોનો મત

ચીનમાં અમેરિકી રાજદુતની કાર પર દેખાવકારોએ હુમલો કર્યો

ઓસ્ટે્રલિયાએ આયર્લેન્ડ સામે ૭ વિકેટથી આસાન વિજય મેળવ્યો

ભારતની બેડમિંટન સ્ટાર સાયનાએ રૃપિયા ૪૦ કરોડનો કોન્ટ્રાક્ટ કર્યો
આજે સાઉથ આફ્રિકા સામે ઝિમ્બાબ્વેે હારશે તો બહાર
પરિવર્તન પાર્ટી સત્તામાં આવશે તો ગામડાંમાં મફત વીજળી આપશે
સયાજીગંજમાં છ વર્ષની માસુમ બાળકી પર બળાત્કાર ગુજારી હત્યા

ચાંદીના સિક્કા ખરીદવા આવ્યા અને ચોરી ગયા રૃા.૨.૪૯ લાખનું સોનું

સૌથી લાંબો દરીયાકાંઠો ધરાવતુ દાઠા પોલીસ મથક માત્ર ૧૦ જવાનોથી ચાલે છે
નડિયાદમાં ખાનગી હોસ્પિટલમાં ઓચિંતો બ્લાસ્ટ થતા નાસભાગ
સાઉથિ-નિકોલની બીમારીથી ન્યુઝીલેન્ડની ચિંતા વધી
માફી તો માંગી લીધી હવે બોર્ડને મનાવવા બીજુ શું કરુ? ઃ પીટરસન
 
 

Gujarat Samachar Plus

રિક્ષાચાલકની મેક્સિકોમાં હોમલેસ વર્લ્ડકપ માટે પસંદગી
પીઠને ઉઘાડી બતાવતો 'સ્કૂપ બેક ડ્રેસ'
દેશી કાપડને મળ્યો છે વિદેશી ટચ
વજન ઉતારવા અને સેક્સલાઇફ સુધારવામાં મદદરૃપ 'ધ બેડરૃમ વર્કઆઉટ'
આકર્ષક યુવતી જોતા જ કલ્પનાના ઘોડા દોડાવતા પુરુષ
ટ્રાફિકની જાણકારી હવે મોબાઇલમાં
 

Gujarat Samachar glamour

પ્રિયંકા હવે રેખા માટે ગીત ગાવાની ઇચ્છા ધરાવે છે
સૈફ મેરેજ શૂટ સિવડાવવા લંડન જશે
કેટરીનાને મનગમતું ઘર મળી ગયું
મિલા જોવોવિક નાનપણમાં ક્રેડિટ-કાર્ડ ચોરી મોજ-મસ્તી કરતી
પૂનમ ટ્વિટર ઉપર જોવા નહીં મળે
રેસીપી વહેંચી અનુરાગ ફિલ્મનો પ્રચાર કરશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved