Last Update : 20-September-2012,Thursday

 
 

વોટસનનો ઓલરાઉન્ડ દેખાવ ઃ ત્રણ વિકેટ ઝડપી અને ૫૧ રન ફટકાર્યા
ઓસ્ટે્રલિયાએ આયર્લેન્ડ સામે ૭ વિકેટથી આસાન વિજય મેળવ્યો

૧૨૪ના પડકારને ઓસ્ટ્રેલિયાએ ૧૫.૧ ઓવરમાં ૩ વિકેટે ઝીલ્યો

કોલંબો, તા. ૧૯
વોટસને ૨૬ રનમાં ત્રણ વિકેટ ઝડપ્યા બાદ ૩૦ બોલમાં ૫ ચોગ્ગા અને ૩ છગ્ગા સાથે ૫૧ રનની ઇનિંગ રમીને ઓલરાઉન્ડ દેખાવ કરતાં ઓસ્ટ્રેલિયાએ આયર્લેન્ડ સામેની ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપની તેમની પ્રથમ મેચમાં આસાન વિજય મેળવ્યો હતો. જીતવા માટેના ૧૨૪ રનના પડકારને ઓસ્ટ્રેલિયાએ ૧૫.૧ ઓવરમાં ૩ વિકેટે ઝીલ્યો હતો. આ સાથે આયર્લેન્ડનો સાત વિકેટથી પરાજય થયો હતો. વોટસન મેન ઓફ ધ મેચ જાહેર થયો હતો.
આયર્લેન્ડના કેપ્ટન વિલિયમ પોર્ટરફિલ્ડે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. વોટસને મેચના પહેલા જ બોલે પોર્ટરફિલ્ડને આઉટ કરીને ઓસ્ટ્રેલિયાને પ્રભુત્વસભરની શરૃઆત અપાવી હતી. જે પછી સ્ટીર્લિંગ (૭), જોયસ (૧૬) અને વિલ્સન (૫) આઉટ થતાં આયર્લેન્ડે ૩૩ રનમાં ચાર વિકેટ ગુમાવી હતી. નીલ ઓ' બ્રાયન(૨૦) અને તેના ભાઇ કેવિન ઓ'બ્રાયને ૫૨ રનની ભાગીદારી કરતાં સ્કોરને સન્માનજનક સ્થિતીમાં પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. કેવિને આયર્લેન્ડ તરફથી સૌથી વધુ ૩૫ રન ૨૯ બોલમાં ૫ ચોગ્ગાની મદદથી નોંધાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાના બોલરો આયર્લેન્ડને ઓલઆઉટ કરી શક્યા નહતા અને તેઓએ ૭ વિકેટે ૧૨૩ રન નોંધાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી વોટસને ૨૬ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે સ્ટાર્કે બે અને મેક્સવેલ-હોગે ૧-૧ બેટસમેનને પેવેલિયન ભેગા કર્યા હતા.
જવાબમાં વોટસને ઓસ્ટ્રેલિયાને જીત તરફ દોરી જતાં ૫ ચોગ્ગા અને ૩ છગ્ગા સાથે ૩૦ બોલમાં ૫૧ રન ફટકાર્યા હતા. વોર્નરે ૨૬ અને માઇકલ હસીએ ૧૦ રન કર્યા હતા. વ્હાઇટ (અણનમ ૨૨) અને બેઇલી (૬*)એ આખરે ઓસ્ટ્રેલિયાને જીત અપાવી હતી.
આયર્લેન્ડ

-

રન

બોલ

પોર્ટરફિલ્ડ કો.સ્ટાર્ક બો.વોટસન

૦૦

૦૧

સ્ટીર્લિંગ કો.વોટસન બો.સ્ટાર્ક

૦૭

૧૨

જોયસ કો.વોર્નર બો.મેક્સવેલ

૧૬

૧૮

એન.ઓ'બ્રાયન બો.વોટસન

૨૦

૨૪

વિલ્સન એલબી બો.હોગ

૦૫

૦૫

કે.ઓ'બ્રાયન કો.વેડ બો.વોટસન

૩૫

૨૯

ક્યુસ્ક અણનમ

૧૫

૧૪

જોહ્નસ્ટોન બો.સ્ટાર્ક

૦૭

૦૭

જોન્સ અણનમ

૧૪

૧૦

વધારાના (લેગબાય ૩, વાઈડ ૧)

૦૪

 

 

 

કુલ ૨૦ ઓવરમાં ૭ વિકેટે

૧૨૩

 

 

 


વિકેટનો ક્રમ ઃ ૧/૦ (પોર્ટરફિલ્ડ ૦.૧), ૨/૧૫(સ્ટિર્લિંગ ૩.૩), ૩/૨૫(જોયસ ૫.૫), ૪/૩૩(વિલ્સન ૭.૨), ૫/૮૫ (એન.ઓ'બ્રાયન ૧૪.૩), ૬/૮૬ (કે.ઓ'બ્રાયન ૧૪.૬), ૭/૧૦૧ (જોહ્નસ્ટોન ૧૭.૧)બોલિંગ ઃ વોટસન ૪-૦-૨૬-૩, સ્ટાર્ક ૪-૦-૨૦-૨, કમિન્સ ૪-૦-૨૯-૦, મેક્સવેલ ૨-૦-૧૨-૧, ક્રિસ્ટીયન ૨-૦-૧૧-૦, હોગ ૨-૦-૨૨-૧.
ઓસ્ટ્રેલિયા

-

રન

બોલ

વોર્નર કો.કે.ઓ'બ્રાયન બો.ડોકરેલ

૨૬

૨૩

વોટસન રનઆઉટ

૫૧

૩૦

એમ.હસી બો.કે.ઓ'બ્રાયન

૧૦

૧૧

વ્હાઇટ અણનમ

૨૨

૧૯

બેઇલી અણનમ

૦૬

૦૮

વધારાના (લેગબાય ૪, વાઇડ ૬)

૧૦

 

 

 

કુલ ૧૫.૧ ઓવરમાં ૩ વિકેટે

૧૨૫

 

 

 


વિકેટનો ક્રમઃ ૧/૬૦ (વોર્નર ૭.૧), ૨/૯૧(વોટસન ૧૦.૧), ૩/૯૫(એમ.હસી ૧૦.૬).બોલિંગઃ રેન્કિન ૪-૦-૨૮-૦, જોહનસ્ટોન ૨-૦-૨૧-૦, ક્યુસ્ક ૨-૦-૧૦-૦, ડોકરેલ ૩.૧-૦-૩૧-૧, સ્ટિર્લિંગ ૧-૦-૧૩-૦, કે.ઓ'બ્રાયન૩-૦-૧૮-૧.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

વીજળીની મદદથી માનવ-અંગો ફરી વિકસાવવાનું સંશોધન

નહાવાની સાથે કપડાં ધોવાની સુવિધા આપતો અનોખો ફુવારો!
યુકેમાં યુવાની લાંબો સમય ટકશે કેમ કે આધેડ વય ૫૫થી ચાલુ થાય છે !

સોશિયલ મિડિયા વ્યક્તિને આત્મશ્લાઘી બનાવતી હોવાનો મનોવૈજ્ઞાાનિકોનો મત

ચીનમાં અમેરિકી રાજદુતની કાર પર દેખાવકારોએ હુમલો કર્યો

ઓસ્ટે્રલિયાએ આયર્લેન્ડ સામે ૭ વિકેટથી આસાન વિજય મેળવ્યો

ભારતની બેડમિંટન સ્ટાર સાયનાએ રૃપિયા ૪૦ કરોડનો કોન્ટ્રાક્ટ કર્યો
આજે સાઉથ આફ્રિકા સામે ઝિમ્બાબ્વેે હારશે તો બહાર
પરિવર્તન પાર્ટી સત્તામાં આવશે તો ગામડાંમાં મફત વીજળી આપશે
સયાજીગંજમાં છ વર્ષની માસુમ બાળકી પર બળાત્કાર ગુજારી હત્યા

ચાંદીના સિક્કા ખરીદવા આવ્યા અને ચોરી ગયા રૃા.૨.૪૯ લાખનું સોનું

સૌથી લાંબો દરીયાકાંઠો ધરાવતુ દાઠા પોલીસ મથક માત્ર ૧૦ જવાનોથી ચાલે છે
નડિયાદમાં ખાનગી હોસ્પિટલમાં ઓચિંતો બ્લાસ્ટ થતા નાસભાગ
સાઉથિ-નિકોલની બીમારીથી ન્યુઝીલેન્ડની ચિંતા વધી
માફી તો માંગી લીધી હવે બોર્ડને મનાવવા બીજુ શું કરુ? ઃ પીટરસન
 
 

Gujarat Samachar Plus

રિક્ષાચાલકની મેક્સિકોમાં હોમલેસ વર્લ્ડકપ માટે પસંદગી
પીઠને ઉઘાડી બતાવતો 'સ્કૂપ બેક ડ્રેસ'
દેશી કાપડને મળ્યો છે વિદેશી ટચ
વજન ઉતારવા અને સેક્સલાઇફ સુધારવામાં મદદરૃપ 'ધ બેડરૃમ વર્કઆઉટ'
આકર્ષક યુવતી જોતા જ કલ્પનાના ઘોડા દોડાવતા પુરુષ
ટ્રાફિકની જાણકારી હવે મોબાઇલમાં
 

Gujarat Samachar glamour

પ્રિયંકા હવે રેખા માટે ગીત ગાવાની ઇચ્છા ધરાવે છે
સૈફ મેરેજ શૂટ સિવડાવવા લંડન જશે
કેટરીનાને મનગમતું ઘર મળી ગયું
મિલા જોવોવિક નાનપણમાં ક્રેડિટ-કાર્ડ ચોરી મોજ-મસ્તી કરતી
પૂનમ ટ્વિટર ઉપર જોવા નહીં મળે
રેસીપી વહેંચી અનુરાગ ફિલ્મનો પ્રચાર કરશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved