Last Update : 20-September-2012,Thursday

 

ટેકો પાછો ખેંચ્યા પછી મમતા સોનિયા સાથે વાત કરવા માગતાં હતાં ઃ કોંગ્રેસ

સરકાર છેલ્લા ચાર દિવસથી મમતાનો સંપર્ક કરવા પ્રયાસ કરતી હતી ઃ ચિદમ્બરમ્

(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા.૧૯
ડીઝલના ભાવ વધારા તેમજ એફ.ડી.આઈ.ને રીટેલ સેક્ટરમાં મંજુરી પાછળના કારણોની ચર્ચા કરવા સરકાર છેલ્લા ચાર દિવસથી પ્રયાસો કરે છે. પણ સફળતા મળતી નથી. વડા પ્રધાને પણ મમતા બેનર્જીનો સંપર્ક સાધવા પ્રયાસ કર્યો હતો પણ નિષ્ફળ રહ્યો હતો. તેવી સ્પષ્ટતા સરકારે કરી છે. જ્યારે કોંગ્રેસ એમ જણાવ્યું છે કે સરકારને ટેકો પાછો ખેંચ્યા બાદ મમતા બેનર્જી કોંગ્રેસના વડા સોનિયા ગાંધીને મળવા માંગતા હતા. તેમણે ફોન પર સંપર્ક સાધવા પ્રયાસ કર્યો હતો પણ તે શક્ય બન્યું ન હતું.
પત્રકારો સાથેની વાતચીતમાં ગૃહપ્રધાન પી. ચિદમ્બરમે જણાવ્યું હતું કે ચાર દિવસ પહેલા મેં મમતા બેનર્જીનો સંપર્ક સાધવા પ્રયાસ કર્યો હતો વડા પ્રધાને પણ તેમની સાથે વાત કરવા કોશિષ કરી હતી. અમે તેમને માટે સંદેશો પણ મુક્યો હતો કે અમે આ વિવાદાસ્પદ મુદ્દાઓ સંદર્ભે ચર્ચા કરવા માંગીએ છીએ, પણ તે શક્ય બન્યું ન હતું. રીટેલમાં એફ.ડી.આઈ.ને મંજુરી તેમજ ડીઝલના ભાવ વધારા મુદ્દે તૃણમુલ કોંગ્રેસે ટેકો પાછો ખેંચી લેતા તે સંદર્ભે પત્રકારોએ પુછેલા સવાલોનો જવાબ ચિદમ્બરમ્ આપી રહ્યા હતા.
બીજા એક નિવેદનમાં કોંગ્રેસના પ્રવકતા જનાર્દન દ્વિવેદીએ જણાવ્યું હતું કે મમતા બેનર્જીએ કેટલાક મુદ્દાઓ ઉપસ્થિત કર્યા હતા. તે અંગે તેઓ સોનિયા ગાંધીનો સંપર્ક સાધવા પ્રયાસ કરતા હતા પણ ત્યારે સંપર્ક થઈ શક્યો ન હતો. ત્યારબાદ મમતાને મળવાના પ્રયત્નોમાં સફળતા મળી ન હતી. મમતાનો સંપર્ક ન થઈ શકતા. તેમના પક્ષના નેતા અને રેલ્વે મંત્રી મુકુલ રોયનો સંપર્ક કરીને તેમને સોનિયા ગાંધી, મમતાનો સંપર્ક સાધવા માંગે છે. તેવા મતલબનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો. વડા પ્રધાન કાર્યાલય ધ્વારા પણ તેમનો સંપર્ક સાધવા પ્રયત્ન થયા હતા પણ તેમાં સફળતા મળી ન હતી તેમ દ્વિવેદીએ ખુલાસો આપ્યો હતો.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

વીજળીની મદદથી માનવ-અંગો ફરી વિકસાવવાનું સંશોધન

નહાવાની સાથે કપડાં ધોવાની સુવિધા આપતો અનોખો ફુવારો!
યુકેમાં યુવાની લાંબો સમય ટકશે કેમ કે આધેડ વય ૫૫થી ચાલુ થાય છે !

સોશિયલ મિડિયા વ્યક્તિને આત્મશ્લાઘી બનાવતી હોવાનો મનોવૈજ્ઞાાનિકોનો મત

ચીનમાં અમેરિકી રાજદુતની કાર પર દેખાવકારોએ હુમલો કર્યો

ઓસ્ટે્રલિયાએ આયર્લેન્ડ સામે ૭ વિકેટથી આસાન વિજય મેળવ્યો

ભારતની બેડમિંટન સ્ટાર સાયનાએ રૃપિયા ૪૦ કરોડનો કોન્ટ્રાક્ટ કર્યો
આજે સાઉથ આફ્રિકા સામે ઝિમ્બાબ્વેે હારશે તો બહાર
પરિવર્તન પાર્ટી સત્તામાં આવશે તો ગામડાંમાં મફત વીજળી આપશે
સયાજીગંજમાં છ વર્ષની માસુમ બાળકી પર બળાત્કાર ગુજારી હત્યા

ચાંદીના સિક્કા ખરીદવા આવ્યા અને ચોરી ગયા રૃા.૨.૪૯ લાખનું સોનું

સૌથી લાંબો દરીયાકાંઠો ધરાવતુ દાઠા પોલીસ મથક માત્ર ૧૦ જવાનોથી ચાલે છે
નડિયાદમાં ખાનગી હોસ્પિટલમાં ઓચિંતો બ્લાસ્ટ થતા નાસભાગ
સાઉથિ-નિકોલની બીમારીથી ન્યુઝીલેન્ડની ચિંતા વધી
માફી તો માંગી લીધી હવે બોર્ડને મનાવવા બીજુ શું કરુ? ઃ પીટરસન
 
 

Gujarat Samachar Plus

રિક્ષાચાલકની મેક્સિકોમાં હોમલેસ વર્લ્ડકપ માટે પસંદગી
પીઠને ઉઘાડી બતાવતો 'સ્કૂપ બેક ડ્રેસ'
દેશી કાપડને મળ્યો છે વિદેશી ટચ
વજન ઉતારવા અને સેક્સલાઇફ સુધારવામાં મદદરૃપ 'ધ બેડરૃમ વર્કઆઉટ'
આકર્ષક યુવતી જોતા જ કલ્પનાના ઘોડા દોડાવતા પુરુષ
ટ્રાફિકની જાણકારી હવે મોબાઇલમાં
 

Gujarat Samachar glamour

પ્રિયંકા હવે રેખા માટે ગીત ગાવાની ઇચ્છા ધરાવે છે
સૈફ મેરેજ શૂટ સિવડાવવા લંડન જશે
કેટરીનાને મનગમતું ઘર મળી ગયું
મિલા જોવોવિક નાનપણમાં ક્રેડિટ-કાર્ડ ચોરી મોજ-મસ્તી કરતી
પૂનમ ટ્વિટર ઉપર જોવા નહીં મળે
રેસીપી વહેંચી અનુરાગ ફિલ્મનો પ્રચાર કરશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved