Last Update : 20-September-2012,Thursday

 

વડાપ્રધાન-સોનિયા વરિષ્ઠ નેતાઓને મળ્યાં
કોંગ્રેસ મમતા બેનર્જીની જિદ સામે ઝૂકે તેવા અણસાર નથી

પક્ષ કે સરકારના મંત્રીઓનાં મમતા વિરોધી નિવેદનો પરથી છતો થતો મિજાજ

નવી દિલ્હી, તા.૧૯
કોંગ્રેસ આ વખતે મમતા બેનર્જીની માગણીઓ સામે ઝૂકવાના મતની હોય તેવું અત્યારે લાગી રહ્યું છે અને એટલે જ, મધ્યસત્ર ચૂંટણી ટાળવા તેણે અન્ય મહત્વના પક્ષોનો ટેકો મેળવવાનું પ્રયાસો આદરી દીધા છે.
વડા પ્રધાન અને સોનિયા ગાંધી આજે સવારે વરિષ્ઠ નેતાઓને મળ્યા હતા અને એમ મનાય છે કે રિટેલ ક્ષેત્રમાં વિદેશી રોકાણના મુદ્દે કોઈ પીછેહટ નહીં કરાય.
આજે કોંગ્રેસના પ્રવક્તા જનાર્દન દ્વિવેદી, મહામંત્રી દિગ્વિજય સિંહ તથા નાણા મંત્રી ચિદમ્બરમ અને વાણિજ્ય મંત્રી આનંદ શર્માના જે નિવેદનો આવ્યા છે તે પરથી કોંગ્રેસનો તૃણમૂલ સાથે લડી લેવાનો મિજજ સ્પષ્ટ રીતે છતો થાય છે. જર્નાદન દ્વિવેદીએ કહ્યું કે મમતાએ ટેકો પાછે ખેંચ્યા પછી સોનિયાની સાથે વાત કરવા મેસેજ મોકલાવ્યો હતો. દિગ્વિજય સિંહે યુપીએની સંકલન સમિતિમાં મમતાને બધા નિર્ણયોની જાણ કરાયાનું કહ્યું, ચિદમ્બરમ સરકારે ચાર દિવસથી મમતાનો સંપર્ક કરવા પ્રયાસ કરાતા હોવાનું કહ્યું તો વાણિજ્ય મંત્રી આનંદ શર્માએ સરકાર પીછેહટ નહીં કરે તેવું જણાવ્યું. આમ, કોંગ્રેસના કોઈ નેતા કે સરકારના કોઈ મંત્રીનો નરમ સૂર કે મમતાને સમજાવવાની વાત જણાવી નથી.
કોંગ્રેસના સાથી પક્ષોમાં મમતા સિવાય આજે માત્ર મુલાયમે કડક વલણ અપનાવ્યું છે પણ ટેકો પાછો ખેંચવાની વાત નથી કરી. ડીએમકે આવતીકાલે રાષ્ટ્રવ્યાપી બંધમાં જોડાવાનો છે પરંતુ તેણે ટેકો પાછો ખેંચવાની વાત નથી કરી. બસપના સર્વેસર્વા માયાવતી પણ સરકારને સમર્થન ચાલુ રાખશે તેમ જણાય છે. આમ, યુપીએ સરકારને હાલ કોઈ ખતરો ન હોવાનું લાગી રહ્યું છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

વીજળીની મદદથી માનવ-અંગો ફરી વિકસાવવાનું સંશોધન

નહાવાની સાથે કપડાં ધોવાની સુવિધા આપતો અનોખો ફુવારો!
યુકેમાં યુવાની લાંબો સમય ટકશે કેમ કે આધેડ વય ૫૫થી ચાલુ થાય છે !

સોશિયલ મિડિયા વ્યક્તિને આત્મશ્લાઘી બનાવતી હોવાનો મનોવૈજ્ઞાાનિકોનો મત

ચીનમાં અમેરિકી રાજદુતની કાર પર દેખાવકારોએ હુમલો કર્યો

ઓસ્ટે્રલિયાએ આયર્લેન્ડ સામે ૭ વિકેટથી આસાન વિજય મેળવ્યો

ભારતની બેડમિંટન સ્ટાર સાયનાએ રૃપિયા ૪૦ કરોડનો કોન્ટ્રાક્ટ કર્યો
આજે સાઉથ આફ્રિકા સામે ઝિમ્બાબ્વેે હારશે તો બહાર
પરિવર્તન પાર્ટી સત્તામાં આવશે તો ગામડાંમાં મફત વીજળી આપશે
સયાજીગંજમાં છ વર્ષની માસુમ બાળકી પર બળાત્કાર ગુજારી હત્યા

ચાંદીના સિક્કા ખરીદવા આવ્યા અને ચોરી ગયા રૃા.૨.૪૯ લાખનું સોનું

સૌથી લાંબો દરીયાકાંઠો ધરાવતુ દાઠા પોલીસ મથક માત્ર ૧૦ જવાનોથી ચાલે છે
નડિયાદમાં ખાનગી હોસ્પિટલમાં ઓચિંતો બ્લાસ્ટ થતા નાસભાગ
સાઉથિ-નિકોલની બીમારીથી ન્યુઝીલેન્ડની ચિંતા વધી
માફી તો માંગી લીધી હવે બોર્ડને મનાવવા બીજુ શું કરુ? ઃ પીટરસન
 
 

Gujarat Samachar Plus

રિક્ષાચાલકની મેક્સિકોમાં હોમલેસ વર્લ્ડકપ માટે પસંદગી
પીઠને ઉઘાડી બતાવતો 'સ્કૂપ બેક ડ્રેસ'
દેશી કાપડને મળ્યો છે વિદેશી ટચ
વજન ઉતારવા અને સેક્સલાઇફ સુધારવામાં મદદરૃપ 'ધ બેડરૃમ વર્કઆઉટ'
આકર્ષક યુવતી જોતા જ કલ્પનાના ઘોડા દોડાવતા પુરુષ
ટ્રાફિકની જાણકારી હવે મોબાઇલમાં
 

Gujarat Samachar glamour

પ્રિયંકા હવે રેખા માટે ગીત ગાવાની ઇચ્છા ધરાવે છે
સૈફ મેરેજ શૂટ સિવડાવવા લંડન જશે
કેટરીનાને મનગમતું ઘર મળી ગયું
મિલા જોવોવિક નાનપણમાં ક્રેડિટ-કાર્ડ ચોરી મોજ-મસ્તી કરતી
પૂનમ ટ્વિટર ઉપર જોવા નહીં મળે
રેસીપી વહેંચી અનુરાગ ફિલ્મનો પ્રચાર કરશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved