Last Update : 20-September-2012,Thursday

 

કોલ બ્લોકની ફાળવણીની શરતોના ભંગ બદલ
ભાસ્કર જૂથની ડીબી પાવરની બેંક ગેરંટી કાપી લેવા IMGની ભલામણ

ઈલેક્ટ્રોસ્ટીલ કાસ્ટિંગ, રૃંગટા માઈન્સ અને મહારાષ્ટ્ર સીમલેસની ફાળવણી રદ્દ કરાશે

(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા. ૧૯
કોલ બ્લોકની ફાળવણીમાં થયેલ ભ્રષ્ટાચાર અંગે ચકાસણી કરી રહેલ આઈએમજીએ આજે દિવ્ય ભાસ્કર જૂથની ડીબી પાવરની બેન્ક ગેરંટીમાં કપાતની દરખાસ્ત રજૂ કરી હતી. ડીબી પાવરને નવેમ્બર ૨૦૦૭માં છત્તીસગઢ ખાતેના દુર્ગાપુર-૨/સરિયાના ૬૬.૯ મેટ્રિકટન કોલસો ધરાવતા બ્લોકની ફાળવણી થઈ હતી. ઉલ્લેખનીય છે કે કથિત બ્લોકની ફાળવણીમાં શરતોના ભંગ થવા અંગે કોલસા મંત્રાલયે ડીબી પાવરને શોકોઝ નોટિસ પણ ફટકારી હતી.
આઈએમજીએ આજે વધુ ત્રણ કોલ બ્લોકની ફાળવણી રદકરવાની અને અન્ય ચાર કોલ બ્લોકની બેંક ગેરંટી કાપવાની ભલામણ કરી હતી. અત્યાર સુધીમાં ૨૯ કોલસાની ખાણોની ફાળવણીની તપાસ પૂર્ણ કરી ચૂકેલી આઈએમજી આવતીકાલની બેઠકમાં વધુ ખાણોની તપાસ હાથ ધરવા અંગે નિર્ણય લેવાશે.
આઈએમજીએ બેંક ગેરંટીમાં કપાતની ભલામણ કરેલી કંપનીઓમાં વિશ્વની સૌથી મોટી લોખંડની ઉત્પાદક આર્સેલર મિત્તલ અને જીવીકે પાવર્સના સહિયારા સાહસની કંપનીનો પણ સમાવેશ થાય છે. ૯મી ઓક્ટોબરથી આઈએમજી સરકારી કંપનીઓને ફાળવાયેલા ૨૯ અન્ય બ્લોકની ચકાસણી શરૃ કરશે એમ મનાય ચે. આવતીકાલની બેઠકમાં ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝ અને આઈએસટી સ્ટીલ એન્ડ પાવર સહિતની કંપનીઓને ફાળવાયેલા કોલબ્લોકની સમીક્ષા થશે. આઈએણજીએ આજે ફાળવણી રદ કરવાની ભલામણમાં ઈલેક્ટ્રોસ્ટીલ કાસ્ટિંગ્સને ફાળવાયેલ ઉત્તરધાડુ, રૃંગટા માઈન્સને ફાળવાયેલ ચોરીટંડ તેલૈયા અને મહારાષ્ટ્ર સીમલેસને ફાળવાયેલ ગોન્ડખી બ્લોકનો સમાવેશ થાય છે. આઈએમજીએ આર્સેલર મિત્તલ અન્ જીવીકે પાવર્સને ફાળવાયેલ સેરેગર્થા બ્લોક, જયસ્વાલ નેકોને ફાળવાયેલ મોઈત્રા બ્લોક, નીલાંચલ આયર્ન એન્ડ સ્ટીલને ફાળવાયેલ દુર્ગાપુર-૨/સરીયા બ્લોકની બેન્ક ગેરંટીમાં કપાત કરવાની ભલામણ પણ કરી હતી. આ સાથે અત્યાર સુધીમાં આઈએમજીએ કુલ ૧૧ બ્લોકની ફાળવણી રદ કરવાની તેમજ અન્ય ૧૪ બ્લોકની બેંક ગેરંટીમાં કપાતની ભલામણ કરી હતી.
કુલ ૫૮ બ્લકોને નિયત સમયમર્યાદમાં કામગીરી ચાલુ ન કરવા બદલ કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

વીજળીની મદદથી માનવ-અંગો ફરી વિકસાવવાનું સંશોધન

નહાવાની સાથે કપડાં ધોવાની સુવિધા આપતો અનોખો ફુવારો!
યુકેમાં યુવાની લાંબો સમય ટકશે કેમ કે આધેડ વય ૫૫થી ચાલુ થાય છે !

સોશિયલ મિડિયા વ્યક્તિને આત્મશ્લાઘી બનાવતી હોવાનો મનોવૈજ્ઞાાનિકોનો મત

ચીનમાં અમેરિકી રાજદુતની કાર પર દેખાવકારોએ હુમલો કર્યો

ઓસ્ટે્રલિયાએ આયર્લેન્ડ સામે ૭ વિકેટથી આસાન વિજય મેળવ્યો

ભારતની બેડમિંટન સ્ટાર સાયનાએ રૃપિયા ૪૦ કરોડનો કોન્ટ્રાક્ટ કર્યો
આજે સાઉથ આફ્રિકા સામે ઝિમ્બાબ્વેે હારશે તો બહાર
પરિવર્તન પાર્ટી સત્તામાં આવશે તો ગામડાંમાં મફત વીજળી આપશે
સયાજીગંજમાં છ વર્ષની માસુમ બાળકી પર બળાત્કાર ગુજારી હત્યા

ચાંદીના સિક્કા ખરીદવા આવ્યા અને ચોરી ગયા રૃા.૨.૪૯ લાખનું સોનું

સૌથી લાંબો દરીયાકાંઠો ધરાવતુ દાઠા પોલીસ મથક માત્ર ૧૦ જવાનોથી ચાલે છે
નડિયાદમાં ખાનગી હોસ્પિટલમાં ઓચિંતો બ્લાસ્ટ થતા નાસભાગ
સાઉથિ-નિકોલની બીમારીથી ન્યુઝીલેન્ડની ચિંતા વધી
માફી તો માંગી લીધી હવે બોર્ડને મનાવવા બીજુ શું કરુ? ઃ પીટરસન
 
 

Gujarat Samachar Plus

રિક્ષાચાલકની મેક્સિકોમાં હોમલેસ વર્લ્ડકપ માટે પસંદગી
પીઠને ઉઘાડી બતાવતો 'સ્કૂપ બેક ડ્રેસ'
દેશી કાપડને મળ્યો છે વિદેશી ટચ
વજન ઉતારવા અને સેક્સલાઇફ સુધારવામાં મદદરૃપ 'ધ બેડરૃમ વર્કઆઉટ'
આકર્ષક યુવતી જોતા જ કલ્પનાના ઘોડા દોડાવતા પુરુષ
ટ્રાફિકની જાણકારી હવે મોબાઇલમાં
 

Gujarat Samachar glamour

પ્રિયંકા હવે રેખા માટે ગીત ગાવાની ઇચ્છા ધરાવે છે
સૈફ મેરેજ શૂટ સિવડાવવા લંડન જશે
કેટરીનાને મનગમતું ઘર મળી ગયું
મિલા જોવોવિક નાનપણમાં ક્રેડિટ-કાર્ડ ચોરી મોજ-મસ્તી કરતી
પૂનમ ટ્વિટર ઉપર જોવા નહીં મળે
રેસીપી વહેંચી અનુરાગ ફિલ્મનો પ્રચાર કરશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved