Last Update : 20-September-2012,Thursday

 

જૂઠાણાં ફેલાવાનું બંધ કરો
કોંગ્રેસ કે સરકારમાંથી કોઈએ મારો સંપર્ક સાધ્યો નથી ઃ મમતા બેનર્જી

વર્ષે પ્રત્યેક કુટુંબને ઓછામાં ઓછા ગેસના ૨૪ બાટલા રાહતદરે મળવા જોઈએ

કોલકાતા, તા. ૧૯
તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીએ આજે યૂપીએ સરકારને ટેકો પાછો ખેંચી લેવાના નિર્ણયમાંથી પાછા ફરવાના કોઈ સંકેતો ન આપતા કેન્દ્ર સરકારના મુખ્ય સુધારાઓ પાછા ખેંચવાના મુદ્દે કોઈપણ સમાધાનની વાત નકારી કાઢી હતી.
સરકારને ટેકો પાછો ખેંચી લેવાના અને પોતાના મંત્રીઓના રાજીનામા આપી દેવાની જાહેરાત કર્યાના બીજા દિવસે મમતાએ જણાવ્યું હતું ''હું મારા નિર્ણયને વળગી રહીશ. તૃણમૂલના મંત્રીઓ રાજીનામા આપશે.'' નાણામંત્રી પી. ચિદમ્બરમના નિવેદન અંગે પ્રતિક્રિયા આપતા મમતાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે ડીઝલ ભાવ વધારા, રાંધણગેસની સબસીડીમાં કાપ અને છૂટક વ્યાપારમાં વિદેશી મૂડીરોકાણના નિર્ણયો લીધા પહેલા કે પછી દિલ્હી ખાતેથી કોઈએ મારો સંપર્ક કર્યો નથી.
મમતાએ પોતાની માંગણીઓ દોહરાવતા કહ્યું હતું, ''દર વર્ષે પ્રત્યેક કુટુંબને ઓછામાં ઓછા ૨૪ સિલિન્ડર મળવા જોઈએ. છૂટક વ્યાપારમાં વિદેશી મૂડી રોકાણને આપેલી મંજૂરી પાછી ખેંચવી પડશે.'' તેમણે જણાવ્યું હતું કે ૧૪મી સપ્ટેમ્બરે જ્યારે કેન્દ્રિય મંત્રીમંડળે એફડીઆઈ અંગે નિર્ણય લીધા ત્યારે જ તેમણે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને જણાવ્યું હતું કે તેમનો પક્ષ આ નિર્ણયોનો વિરોધ કરશે.
ભૂતપૂર્વ નાણાપ્રધાન પ્રણવ મુખર્જીના નિવેદન કે 'બધા રાજકીય પક્ષોની સર્વસંમતિ સધાય ત્યાં સુધી રિટેલ ક્ષેત્રે એફડીઆઈ લાગુ નહીં કરાય'ને યાદ કરાવીને મમતાએ કહ્યું હતું કે સરકારે એ વચનબદ્ધતાને વળગી રહેવું જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે સંસદમાં રિટેલમાં એફડીઆઈ અંગેનો ખરડો પસાર થાય ત્યાર બાદ જ સરકાર એ અંગે કોઈ નિર્ણય લઈ શકે.
દરમિયાન આર્થિક સુધારાઓના મુદ્દે કોંગ્રેસની ઝાટકણી ચાલુ રાખતા તેમણે કહ્યું હતું કે તેઓએ ૧૯૯૨થી સુધારાઓ ચાલુ કર્યા છે અને હજુયે આંતરરાષ્ટ્રીય ભાવોના ગાણા ગાઈને ઈંધણના ભાવો વધાર્યા કરે છે. જે સુધારાઓથી સામાન્ય માણસને લાભ ન થાય એવા સુધારા શા કામના? તેમણે જણાવ્યું હતું કે યૂપીએ સરકાર માત્ર કોંગ્રેસની જ બનેલી નથી પરંતુ તેઓ તો બધા નિર્ણયો એકતરફી લઈ લે છે.
વડાપ્રધાને દિલ્હીથી તેમનો સંપર્ક કરવા પ્રયત્ન કર્યો હોવાની વાત નકારી કાઢતા મમતાએ જણાવ્યું હતું કે રિટેલમાં એફડીઆઈને પરવાનગી આપવાના નિર્ણયની તેમને જાણ કરાઈ નહોતી. તેમણે કોંગ્રેસને વિનંતી કરતા જણાવ્યું હતું કે સત્ય હકીકતોને તોડી મરોડીને રજૂ ન કરશો. તેમણે ટકોર કરી હતી કે કોંગ્રેસ અમુક ટીવી ચેનલોને કંટ્રોલ કરી શકે પરંતુ અમને નહીં.
દરમિયાન યૂપીએ સરકાર શાસન કરવાનો નૈતિક અધિકાર ગુમાવી ચૂકી હોવાનું જણાવીને તૃણમૂલના સાંસદ કુણાલ ઘોષે વડાપ્રધાન મનમોહનસિંહને રાજીનામુ આપીને નવેસરથી ચૂંટણીઓ જાહેર કરાવવાની માંગ કરી હતી. તેમણે ટ્વીટ કર્યું હતું ''તૃણમૂલ કોંગ્રેસના મંત્રીઓના રાજીનામા સ્વીકારતા પહેલા વડાપ્રધાને રાજીનામુ આપીને ચૂંટણીઓ કરાવવી જોઈએ અને જાણવું જોઈએ કે દેશ આ નીતિઓને મંજૂરી આપે છે કે કેમ.'' કોંગ્રેસની નીતિઓને લોક-વિરોધી જણાવીને ચાબખા મારતા તેમણે કહ્યું હતું કે સરકાર કોંગ્રેસની ખાનગી માલિકીની નથી.

મમતા ઉવાચ્
* વિદેશી મૂડીરોકાણના નિર્ણયો અંગે મને કદી જાણ કરવામાં આવી નથી.
* સર્વસંમતિ સધાયા વિના રિટેલ ક્ષેત્રે એફડીઆઈ લાગુ નહીં કરવાના અગાઉના નિર્ણયનો કોંગ્રેસે ભંગ કર્યો છે.
* હું કોંગ્રેસના નેતાઓને સત્ય તોડી મરોડીને રજૂ ન કરવા વિનંતી કરું છું. તેઓએ વાસ્તવિકતા બયાન કરવી જોઈએ.
* કોંગ્રેસ અમુક ચેનલોને કાબુમાં રાખી શકે, અમને નહીં.
* આ મુદ્દા સામાન્ય પ્રજાજનો સાથે સંકળાયેલાં છે. રાજકીય પક્ષોએ લોકોની લાગણી સમજવી જોઈએ. જો હું લોકોને છેતરીશ તો મારું અસ્તિત્ત્વ જ નહીં રહે.
* જે સુધારાઓથી સામાન્ય માનવીને લાભ ન થતો હોય એવા સુધારા શા કામના?
* રાસાયણિક ખાતરોની કિંમતમાં ૭૫ ટકા જેટલો વધારો થયો છે જે ખેડૂત-વિરોધી છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

વીજળીની મદદથી માનવ-અંગો ફરી વિકસાવવાનું સંશોધન

નહાવાની સાથે કપડાં ધોવાની સુવિધા આપતો અનોખો ફુવારો!
યુકેમાં યુવાની લાંબો સમય ટકશે કેમ કે આધેડ વય ૫૫થી ચાલુ થાય છે !

સોશિયલ મિડિયા વ્યક્તિને આત્મશ્લાઘી બનાવતી હોવાનો મનોવૈજ્ઞાાનિકોનો મત

ચીનમાં અમેરિકી રાજદુતની કાર પર દેખાવકારોએ હુમલો કર્યો

ઓસ્ટે્રલિયાએ આયર્લેન્ડ સામે ૭ વિકેટથી આસાન વિજય મેળવ્યો

ભારતની બેડમિંટન સ્ટાર સાયનાએ રૃપિયા ૪૦ કરોડનો કોન્ટ્રાક્ટ કર્યો
આજે સાઉથ આફ્રિકા સામે ઝિમ્બાબ્વેે હારશે તો બહાર
પરિવર્તન પાર્ટી સત્તામાં આવશે તો ગામડાંમાં મફત વીજળી આપશે
સયાજીગંજમાં છ વર્ષની માસુમ બાળકી પર બળાત્કાર ગુજારી હત્યા

ચાંદીના સિક્કા ખરીદવા આવ્યા અને ચોરી ગયા રૃા.૨.૪૯ લાખનું સોનું

સૌથી લાંબો દરીયાકાંઠો ધરાવતુ દાઠા પોલીસ મથક માત્ર ૧૦ જવાનોથી ચાલે છે
નડિયાદમાં ખાનગી હોસ્પિટલમાં ઓચિંતો બ્લાસ્ટ થતા નાસભાગ
સાઉથિ-નિકોલની બીમારીથી ન્યુઝીલેન્ડની ચિંતા વધી
માફી તો માંગી લીધી હવે બોર્ડને મનાવવા બીજુ શું કરુ? ઃ પીટરસન
 
 

Gujarat Samachar Plus

રિક્ષાચાલકની મેક્સિકોમાં હોમલેસ વર્લ્ડકપ માટે પસંદગી
પીઠને ઉઘાડી બતાવતો 'સ્કૂપ બેક ડ્રેસ'
દેશી કાપડને મળ્યો છે વિદેશી ટચ
વજન ઉતારવા અને સેક્સલાઇફ સુધારવામાં મદદરૃપ 'ધ બેડરૃમ વર્કઆઉટ'
આકર્ષક યુવતી જોતા જ કલ્પનાના ઘોડા દોડાવતા પુરુષ
ટ્રાફિકની જાણકારી હવે મોબાઇલમાં
 

Gujarat Samachar glamour

પ્રિયંકા હવે રેખા માટે ગીત ગાવાની ઇચ્છા ધરાવે છે
સૈફ મેરેજ શૂટ સિવડાવવા લંડન જશે
કેટરીનાને મનગમતું ઘર મળી ગયું
મિલા જોવોવિક નાનપણમાં ક્રેડિટ-કાર્ડ ચોરી મોજ-મસ્તી કરતી
પૂનમ ટ્વિટર ઉપર જોવા નહીં મળે
રેસીપી વહેંચી અનુરાગ ફિલ્મનો પ્રચાર કરશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved