Last Update : 20-September-2012,Thursday

 

ગુજરાતના ચીફ સેક્રેટરીએ પત્ર લખ્યો હતો
FDI માટેની દરખાસ્તને મોદી સરકારે મંજૂરી આપેલી

મોદીની કહેણી - કરણી વચ્ચે મોટો તફાવત ઃ રિટેલમાં FDI માટે NDA વખતે કેબિનેટ નોંધ તૈયાર થયેલી ઃ આનંદ શર્મા

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,બુધવાર
દેશના રિટેઈલ સેક્ટરમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કરવાની છૂટ આપવાની બાબતમાં ગુજરાત સરકારના ચીફ સેક્રેટરીએ પણ ટેકો આપતો પત્ર લખ્યો છે. આ મુદ્દે બેફામ નિવેદન કરી રહેલા ગુજરાતના મુખ્યમંત્રીએ માનસિક સંતુલન ગુમાવી દીધું હોવાનું જણાય છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર સીધા પ્રહારો કરતાં કેન્દ્રના વાણિજ્ય, ઉદ્યોગ અને ટેક્સટાઈલ મંત્રી આનંદ શર્માએ જણાવ્યું હતું કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ માટેનો નિર્ણય દેશની સામાજિક અને આર્થિક સ્થિતિનો અભ્યાસ કરીને જ લેવામાં આવે છે. ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટની શરતી છૂટછાટ આપવાને પરિણામે ખેડૂતોને મહત્તમ લાભ મળશે.
અત્યારે ખેડૂતોને બજાર કિંમતની તુલનાએ તેમની ઉપજના બારથી તેર ટકા જેટલી જ કિંમત મળી રહી છે. આગામી દિવસોમાં આ સ્થિતિમાં સુધારો થશે. બીજું, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટને રાજ્યમાં આવવા દેવું કે નહિ તે અંગેનો નિર્ણય કરવાનું રાજ્ય સરકાર પર છોડી દેવામાં આવ્યું છે.
તેમણે કહ્યું હતું કે એન.ડી.એ.ના શાસનમાં કોઈપણ શરત વિના જ રિટેઈલ સેક્ટરમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ લાવવા માટેની કેબિનેટની નોંધ તૈયાર કરી દેવામાં આવી હતી. ભાજપ સરકારનું પતન થતાં આ કામગીરી અધૂરી રહી હતી. પરંતુ ભાજપ જો સંસદને ચાલવા દેશે તો આખા દેશને તેની જાણ કરવા માટે હું સંસદમાં આ હકીકત રજૂ કરીશ.
તેમણે કહ્યું હતુંક ે ગાયની હત્યા ઉપર સમગ્ર દેશમાં પ્રતિબંધ છે ત્યારે ગાયના મટનની નિકાસની તેમણે કરેલી વાત સાવ જ વાહિયાત છે. તેમાંય વળી તેના પર સબસિડી આપવાની વાત તેનાથીય ખોટી છે. ગાયની કતલ થતી હોય તો તેની સામે કાર્યવાહી કરવાની જવાબદારી જે તે રાજ્ય સરકારની છે. ગુજરાતમાં પશુઓ માટેના ગૌચર ખલાસ થઈ રહ્યા છે તે માટેની જવાબદારી રાજ્ય સરકારની છે. ગુજરાતના મુખ્યમંત્રીએ ગુજરાતની જનતાને સાચી માહિતી આપવી જોઈએ. તેમણે ખોટી અને ભ્રામક માહિતી આપી છે. સત્યને રજૂ કરવાની જવાબદારી તેમણે નિભાવી નથી. સરકારી ખર્ચે એટલે કે કરદાતાઓને પૈસા ખોટી જાહેરાતો કરીને રાજકીય ખેલ ન ખેલવા જોઈએ.
તેમણે કહ્યું હતું કે એન.ટી.સી. હેઠળ ગુજરાતમાં સાત પ્રોજેક્ટ આપવામાં આવ્યા છે. તેમાં ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ ભરૃચ-મહુવામાં બે તથા ગુજરાત સ્ટેટ માર્કેટિંગને આપેલા ચાર પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. એક પ્રોજેક્ટ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝને દહેગામમાં આપેલો છે. ગુજરાતમાં હેન્ડલૂમના નવ મોટા ક્લસ્ટર મંજૂર કરવામાં આવ્યા છે.

ગુજરાત વિકાસના નગારા વગાડવાનું બંધ કરી દે
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,બુધવાર
પ્રગતિશીલ રાજ્ય તરીકે ગુજરાત સરકારે કરેલો પ્રચાર માત્ર જૂઠ્ઠાણું જ હોવાનો આક્ષેપ કેન્દ્રના વાણિજ્ય ઉદ્યોગ અને ટેક્સટાઈલ મંત્રી આનંદ શર્માએ આજે કર્યો હતો. ગુજરાત અનેક સામાજિક ક્ષેત્રમાં અન્ય રાજ્યોની તુલનાએ પાછળ છે. ૨૦૦૧થી ૨૦૧૧ના દસકામાં ગુજરાતમાં બીપીએલ પરિવારની સંખ્યા ૩૧.૮ ટકાથી વધીને ૩૯. ૮ ટકા થઈ છે. આ સંખ્યા આઠ ટકા વધી છે. સાક્ષરતામાં અને બાળમૃત્યુના દરમાં ગુજરાત ઘણાં રાજ્યોથી પાછળ છે.

ધોલેરા 'સર'ના બાજુની જમીન ભાજપના નેતાઓએ લઈ લીધી
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,બુધવાર
ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજ્યન - સર તૈયાર કરવાનો નિર્ણય લીધો તે સાથે જ તે વિસ્તારના ખેડૂતો પાસે મોટાભાગની જમીનો ભાજપના નેતાઓએ જ લઈ લીધી છે. ૯૯૦ ચોરસ કી.મી. વિસ્તારમાં તૈયાર કરવામાં આવનારા આ પ્રોજેક્ટ માટે રૃા. ૭૩૦૦૦ કરોડનું રોકાણ કરવામાં આવશે અને તેનાથી અંદાજે ૨૯૦૦૦ લોકોને સીધી રોજગારી મળશે. આડકતર રોજગારીનો આંક તેમાં ઉમેરવામાં આવે તો ૫૧૪૩૮ લોકોને તેનાથી રોજગારી મળશે.

DMICમાં જાપાન ગુજરાતનું નહિ, કેન્દ્રનું ભાગીદાર છે
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,બુધવાર
દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરના પ્રોજેક્ટ સાથે કેન્દ્ર સરકાર સાથે જાપાને ભાગીદારી કરી છે. આ સંદર્ભમાં ગુજરાત સરકાર સાથે જાપાનની સરકારની કોઈ જ સીધી ભાગીદારી નથી, એમ આજે અહીં કેન્દ્રના વાણિજ્ય મંત્રી આનંદ શર્માએ જણાવ્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના વધુ એક જુઠ્ઠાણાનો આ સાથે જ તેમણે પર્દાફાશ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આ સંદર્ભમાં તેમણે પોતે (આનંદ શર્માએ) જાપાન સરકાર સાથે કરાર કરેલા છે. આ માટેનું સીડ ફંડ -પાયાની મૂડી પેટે કેન્દ્ર સરકારે ૧૮,૫૦૦ કરોડ આપ્યા છે.

કપાસની નિકાસ અટકાવી ખેડૂતોને મારી નાખ્યાની બૂમરાણ પણ ખોટી
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,બુધવાર
કપાસની નિકાસ અટકાવીને કેન્દ્ર સરકારે ખેડૂતોને ખોટના ખાડામાં ઉતાર્યા હોવાનો મોદી સરકારનો દાવો પણ બોગસ જ હોવાનું કેન્દ્રના વાણિજ્ય મંત્રી આનંદ શર્માએ જણાવ્યું હતું. ૨૦૧૦માં કપાસનું ઉત્પાદન ઓછું થયું હતું. તેથી ભાવ ઊંચકાયા હતા. ૨૦૧૧માં કપાસનું ઉત્પાદન વધું થયું હતું તેથી કપાસના ભાવ તૂટયા હતા. દુનિયામાં કપાસના ઉત્પાદનની બાબતમાં ચીન પછીના ક્રમે ભારત છે. કપાસની નિકાસ અટકાવ -વામાં ન આવી હોત તો વધુ મિલોને તાળાં મારવાની નોબત આવી હોત. તેમણે કહ્યું હતું કે આજે ગુજરાતમાં ૪૪ કાપડ મિલો બંધ પડેલી છે. જે રીતે ગુજરાતના મુખ્યમંત્રી કપાસની નિકાસને મુદ્દે વાતો કરે છે તે જોતાં કપાસને અભાવે બીજી ઘણી મિલો બંધ પડી શકે છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

વીજળીની મદદથી માનવ-અંગો ફરી વિકસાવવાનું સંશોધન

નહાવાની સાથે કપડાં ધોવાની સુવિધા આપતો અનોખો ફુવારો!
યુકેમાં યુવાની લાંબો સમય ટકશે કેમ કે આધેડ વય ૫૫થી ચાલુ થાય છે !

સોશિયલ મિડિયા વ્યક્તિને આત્મશ્લાઘી બનાવતી હોવાનો મનોવૈજ્ઞાાનિકોનો મત

ચીનમાં અમેરિકી રાજદુતની કાર પર દેખાવકારોએ હુમલો કર્યો

ઓસ્ટે્રલિયાએ આયર્લેન્ડ સામે ૭ વિકેટથી આસાન વિજય મેળવ્યો

ભારતની બેડમિંટન સ્ટાર સાયનાએ રૃપિયા ૪૦ કરોડનો કોન્ટ્રાક્ટ કર્યો
આજે સાઉથ આફ્રિકા સામે ઝિમ્બાબ્વેે હારશે તો બહાર
પરિવર્તન પાર્ટી સત્તામાં આવશે તો ગામડાંમાં મફત વીજળી આપશે
સયાજીગંજમાં છ વર્ષની માસુમ બાળકી પર બળાત્કાર ગુજારી હત્યા

ચાંદીના સિક્કા ખરીદવા આવ્યા અને ચોરી ગયા રૃા.૨.૪૯ લાખનું સોનું

સૌથી લાંબો દરીયાકાંઠો ધરાવતુ દાઠા પોલીસ મથક માત્ર ૧૦ જવાનોથી ચાલે છે
નડિયાદમાં ખાનગી હોસ્પિટલમાં ઓચિંતો બ્લાસ્ટ થતા નાસભાગ
સાઉથિ-નિકોલની બીમારીથી ન્યુઝીલેન્ડની ચિંતા વધી
માફી તો માંગી લીધી હવે બોર્ડને મનાવવા બીજુ શું કરુ? ઃ પીટરસન
 
 

Gujarat Samachar Plus

રિક્ષાચાલકની મેક્સિકોમાં હોમલેસ વર્લ્ડકપ માટે પસંદગી
પીઠને ઉઘાડી બતાવતો 'સ્કૂપ બેક ડ્રેસ'
દેશી કાપડને મળ્યો છે વિદેશી ટચ
વજન ઉતારવા અને સેક્સલાઇફ સુધારવામાં મદદરૃપ 'ધ બેડરૃમ વર્કઆઉટ'
આકર્ષક યુવતી જોતા જ કલ્પનાના ઘોડા દોડાવતા પુરુષ
ટ્રાફિકની જાણકારી હવે મોબાઇલમાં
 

Gujarat Samachar glamour

પ્રિયંકા હવે રેખા માટે ગીત ગાવાની ઇચ્છા ધરાવે છે
સૈફ મેરેજ શૂટ સિવડાવવા લંડન જશે
કેટરીનાને મનગમતું ઘર મળી ગયું
મિલા જોવોવિક નાનપણમાં ક્રેડિટ-કાર્ડ ચોરી મોજ-મસ્તી કરતી
પૂનમ ટ્વિટર ઉપર જોવા નહીં મળે
રેસીપી વહેંચી અનુરાગ ફિલ્મનો પ્રચાર કરશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved