Last Update : 20-September-2012,Thursday

 

મોંઘવારી- FDIના મુદ્દે ઃ આજે ભારત બંધનું એલાન

NDA - ડાબેરીઓ પ્રેરિત બંધમાં યુપીએના ઔસાથી- સપા તથા ડીએમકે જોડાશે ઃ મમતા બાકાત

નવી દિલ્હી, તા. ૧૯
સરકારે ડીઝલમાં ભાવ વધારો કરવો, રીટેલ સેકટરમાં વિદેશી મૂડીરોકાણની છૂટ અને રાંધણ ગેસના સબસીડીવાળા બાટલાની સંખ્યામાં મર્યાદાના નિર્ણયોના વિરોધમાં એન.ડી.એ.ના સાથી પક્ષો તેમજ કેટલાક યુ.પી.એ.માં નહીં જોડાયેલા પક્ષોએ આવતીકાલે ભારત બંધનું એલાન આપેલું છે. જોકે તેને મિશ્ર પ્રતિભાવ સાંપડયો છે. ડી.એમ.કે. અને સ.પા.એ બંધને ટેકો આપ્યો છે તો મમતા બેનર્જીએ તેનો વિરોધ કર્યો છે.
કોંગ્રેસ પ્રેરીત યુ.પી.એ. પર બંધની મિશ્ર અસર પડશે તેવું જણાઇ રહ્યું છે. કેમકે સરકારના સાથી પક્ષો પૈકી મહત્વના પક્ષ ડી.એમ.કે.એ ૨૦મી સપ્ટેમ્બરના બંધમાં ભાગ લેવાની જાહેરાત કરી છે. સરકારને બહારથી ટેકો આપી રહેલી સમાજવાદી પાર્ટી ઉપરાંત કેટલાક બીન એન.ડી.એ. કે બીન યુ.પી.એ. પક્ષોએ પણ ભાજપના ભારત બંધના વિરોધ પ્રદર્શનમાં જોડાવાનો નિર્ણય કર્યો છે.
પ્રાપ્ત અહેવાલો અનુસાર આ બંધની મુંબઇ પર ખાસ અસર વર્તાશે નહીં. જાહેર પરીવહન, મોલ, સુપર માર્કેટ અને અન્ય બધા કાર્યો યથાવત ચાલ્યા કરે તેવી શક્યતા છે કેમકે શિવસેના અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ બંધથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે.
જ્યારે સરકારના સાથી પક્ષ ડી.એમ.કે.ના વડા એમ. કરૃણાનીધિએ તેમના પક્ષના કાર્યકરોને બંધને સંપૂર્ણ ટેકો આપવાની હાકલ કરી છે. જ્યારે ભાજપ મજબુત વ્યાપારી સંગઠનોના ટેકાની પણ અપેક્ષા સેવે છે જેથી તેમના બંધનો ફિઆસ્કો થઇ ન જાય.
નવી મુંબઇ ખાતે વિવિધ એસોસીએશનના સંગઠન ફેડરેશન ઓફ એસોસીએશનમાં પણ બંધને ટેકો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સંદર્ભે એસો.ના વડા મોહન ગુમાનીએ જણાવ્યું હતું કે અમે બંધમાં જોડાવાનો નિર્ણય લીધો છે અને અમે સરકારને સ્પષ્ટ સંદેશો આપવા માંગીએ છીએ. અમને ઘણા સંગઠનોનો સાથ છે જેથી રાષ્ટ્રીય સ્તરે બંધ સફળ રહેશે.

સીધા વિદેશી રોકાણની છૂટ સામે આજે ગુજરાત બંધ
ગારમેન્ટ મેન્યુફેક્ચરિંગ એસોસિેયશન તથા માધુપુરાના માર્કેટ્સ ને દવાબજાર બંધ પાળશે

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા.૧૯
દેશમાં સીધા વિદેશી રોકાણને છૂટ આપવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે વિરોધ નોંધાવવા માટે આખા દેશ સાથે અમદાવાદ અને ગુજરાતના તમામ વેપારીઓ પણ જોડાશે. જોકે ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે આ મુદ્દે સ્પષ્ટ સ્ટેન્ડ લેવાને બદલે સભ્યને જે યોગ્ય લાગે તે કરવાની છૂટ આપી દીધી છે.
જોકે ચેમ્બરના પ્રવક્તા આર્ચિસ શાહનું કહેવું છે કે નાના અને મધ્યમ ઉદ્યોગના હિતની વિરુદ્ધમાં જતી કોઈપણ નીતિનો ચેમ્બર વિરોધ કરશે.
આવતીકાલે પાડવામાં આવનારા બંધમાં ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચરિંગ એસોસિયેશનના સભ્યો, માધપુરાની ખાંડ, ઘી, કરિયાણા, બૅકરી , ગોળ અને મસાલા બજાર સહિતના તમામ બજારો બંધ પાળશે. દરિયાપુરના હાર્ડવેર બજાર અને મિરઝાપુરના ઓટો મોબાઈલ માર્કેટ, રિલીફ રોડ પર કાપડના છૂટક વેપારીઓ, રતનપોળના વેપારીઓ, ઇલેક્ટ્રોનિક અને ઇલેક્ટ્રીસ બજાર, સ્ટેશનરી બજાર, નગરશેઠના વંડામાં આવેલા દવા બજારના વેપારીઓએ અને જશવંતભાઈ પટેલના નેતૃત્વ હેઠળના કેમિસ્ટ એસોસિયેશને આ બંધમાં જોડાવાનો નિર્ણય કર્યો છે.
ન્યુક્લોથ માર્કટ તથા પાંચ કૂવા કાપડ મહાજનના સભ્યો પણ રિટેઈલ સેક્ટરમાં સીધા વિદેશી રોકાણની દરખાસ્તને છૂટ આપવાના નિર્ણય સામેના વિરોધમાં બંધ પાળશ..

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

વીજળીની મદદથી માનવ-અંગો ફરી વિકસાવવાનું સંશોધન

નહાવાની સાથે કપડાં ધોવાની સુવિધા આપતો અનોખો ફુવારો!
યુકેમાં યુવાની લાંબો સમય ટકશે કેમ કે આધેડ વય ૫૫થી ચાલુ થાય છે !

સોશિયલ મિડિયા વ્યક્તિને આત્મશ્લાઘી બનાવતી હોવાનો મનોવૈજ્ઞાાનિકોનો મત

ચીનમાં અમેરિકી રાજદુતની કાર પર દેખાવકારોએ હુમલો કર્યો

ઓસ્ટે્રલિયાએ આયર્લેન્ડ સામે ૭ વિકેટથી આસાન વિજય મેળવ્યો

ભારતની બેડમિંટન સ્ટાર સાયનાએ રૃપિયા ૪૦ કરોડનો કોન્ટ્રાક્ટ કર્યો
આજે સાઉથ આફ્રિકા સામે ઝિમ્બાબ્વેે હારશે તો બહાર
પરિવર્તન પાર્ટી સત્તામાં આવશે તો ગામડાંમાં મફત વીજળી આપશે
સયાજીગંજમાં છ વર્ષની માસુમ બાળકી પર બળાત્કાર ગુજારી હત્યા

ચાંદીના સિક્કા ખરીદવા આવ્યા અને ચોરી ગયા રૃા.૨.૪૯ લાખનું સોનું

સૌથી લાંબો દરીયાકાંઠો ધરાવતુ દાઠા પોલીસ મથક માત્ર ૧૦ જવાનોથી ચાલે છે
નડિયાદમાં ખાનગી હોસ્પિટલમાં ઓચિંતો બ્લાસ્ટ થતા નાસભાગ
સાઉથિ-નિકોલની બીમારીથી ન્યુઝીલેન્ડની ચિંતા વધી
માફી તો માંગી લીધી હવે બોર્ડને મનાવવા બીજુ શું કરુ? ઃ પીટરસન
 
 

Gujarat Samachar Plus

રિક્ષાચાલકની મેક્સિકોમાં હોમલેસ વર્લ્ડકપ માટે પસંદગી
પીઠને ઉઘાડી બતાવતો 'સ્કૂપ બેક ડ્રેસ'
દેશી કાપડને મળ્યો છે વિદેશી ટચ
વજન ઉતારવા અને સેક્સલાઇફ સુધારવામાં મદદરૃપ 'ધ બેડરૃમ વર્કઆઉટ'
આકર્ષક યુવતી જોતા જ કલ્પનાના ઘોડા દોડાવતા પુરુષ
ટ્રાફિકની જાણકારી હવે મોબાઇલમાં
 

Gujarat Samachar glamour

પ્રિયંકા હવે રેખા માટે ગીત ગાવાની ઇચ્છા ધરાવે છે
સૈફ મેરેજ શૂટ સિવડાવવા લંડન જશે
કેટરીનાને મનગમતું ઘર મળી ગયું
મિલા જોવોવિક નાનપણમાં ક્રેડિટ-કાર્ડ ચોરી મોજ-મસ્તી કરતી
પૂનમ ટ્વિટર ઉપર જોવા નહીં મળે
રેસીપી વહેંચી અનુરાગ ફિલ્મનો પ્રચાર કરશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved